26.8 C
Amreli
05/08/2020
કલેક્ટર ઓફિસ

કોરોનાને કારણે મુંબઈના વિખ્યાત લાલબાગચા રાજાનો ગણેશોત્સવ રદ્

કોરોના વાયરસ મહામારીની અસર તહેવારો પર પણ દેખાઈ રહી છે. આ વર્ષે ગણેશોત્સવમાં મુંબઈના જગવિખ્યાત લાલબાગચા રાજા દર્શન નહીં આપે. લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળે નિર્ણય કર્યો છે કે, કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખીને તેઓ કોઈપણ ઉત્સવનું આયોજન નહીં કરે. લાલબાગચા રાજા મુંબઈના સૌથી પ્રખ્યાત અને સૌથી વધુ મુલાકાત લેવાતા પંડાલો પૈકીના એક છે. લાલબાગચા રાજાના દરબારમાં આવવાથી મનોકામના પૂર્ણ થાય છે તેવી પણ આસ્થા લોકોમાં છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

જણાવી દઈએ કે, કોરોના મહામારીના પગલે આ વર્ષે ગણેશોત્સવમાં ઘણા પંડાલોએ સાદગીથી જ બાપ્પાને લાવવાનો નિર્ણય કર્યો છે તો કેટલાકે આયોજન જ રદ્દ કર્યું છે. એવામાં પ્રખ્યાત લાલબાગચા રાજાના મંડળે ગણેશોત્સવ દરમિયાન મોટું આયોજન કરવાને બદલે બ્લડ અને પ્લાઝમા ડોનેશન કેમ્પ યોજવાનો નિર્ણય કર્યો છે. આ મંડળ હંમેશાથી મેડિકલ હેલ્થ ચેકઅપ, બ્લડ ડોનેશન કેમ્પ અને અન્ય સામાજિક પ્રવૃત્તિઓ કરતું આવ્યું છે.

લાલબાગચા રાજા ગણેશોત્સવ મંડળના સેક્રેટરી સુધીર સાલ્વીએ મીડિયાને જણાવ્યું, “આ વર્ષે ધામધૂમથી ગણેશોત્સવનું આયોજન કરવાને બદલે લાલબાગચા રાજા મંડળ આ રકમ સીએમ રાહત ભંડોળમાં જમા કરાવશે. ઉપરાંત LAC-LOC પર શહીદ થયેલા જવાનોના પરિવારોનું સન્માન કરશે.”

જણાવી દઈએ કે, ગણેશોત્સવ દરમિયાન લાલબાગચા રાજાના દર્શન કરવા દેશભરમાંથી ભક્તો આવે છે. બાપ્પાના દર્શન કરવા માટે તેઓ કલાકો સુધી લાઈનમાં ઊભા રહે છે. માત્ર સામાન્ય લોકો જ નહીં બોલિવુડ સેલિબ્રિટીઝ, નેતાઓ અને બિઝનેસમેન પણ લાલબાગચા રાજાની વિશાળ પ્રતિમા સામે શીશ ઝૂકાવે છે. દર વર્ષે લાલબાગચા રાજાના વિસર્જનમાં પણ વિશાળ જનમેદની ઉમટે છે. ત્યારે પહેલીવાર એવું બન્યું છે કે, ગણેશોત્સવ દરમિયાન લાલબાગચા રાજા દર્શન નહીં આપે.

મીડિયા રિપોર્ટ અનુસાર, આ વર્ષે 3-4 ફૂટની નાની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે અને પરંપરાગત રીતે પૂજા વિધિ થશે. જો કે, પૂજા દરમિયાન પણ ભક્તોને પ્રવેશ નહીં આપવામાં આવે. મહત્વનું છે કે, બે દિવસ પહેલા જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, આ વર્ષે ગણેશોત્વમાં માત્ર 4 ફૂટની મૂર્તિની સ્થાપના કરી શકાશે અને સરઘસ નહીં કાઢી શકાય.


Source: iamgujarat.com

Related posts

હવે આ દેશમાં જોવા મળી રહી છે કોરોના વેક્સિનની આશા, મનુષ્યો પર થશે ટ્રાયલ

Amreli Live

ફરી લોકડાઉન તરફ વધી રહ્યો છે દેશ? આ શહેરો આપી રહ્યા છે સંકેત

Amreli Live

જૂનાગઢ ઓનર કિલિંગ: બહેન-બનેવીનો હત્યારો ભાઈ પકડાયો, પિતાની મોતનો બદલો લીધો!

Amreli Live

સુરતઃ કોન્સ્ટેબલે હુમલો કરતાં મહિલા બેંકકર્મીને પીઠના પાછળના ભાગમાં થયું હેરલાઈન ફ્રેક્ચર

Amreli Live

આ રાજ્યમાં કોંગ્રેસના કાર્યકર્તાના ગળામાં નખાશે પટ્ટો, ટ્રેકિંગ ડિવાઈસથી રખાશે નજર

Amreli Live

કોરોનાઃ વિશ્વ કલ્યાણ માટે 10 લાખ જૈન આજે ઓનલાઈન ભેગા થઈ કરશે નવકરા મંત્રનો જાપ

Amreli Live

કોરોના મહામારીઃ શું કાર ડ્રાઈવ કરતી વખતે માસ્ક પહેરવું જોઈએ?

Amreli Live

સુરત : એક દિવસમાં 11 ડૉક્ટર્સના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા ખળભળાટ

Amreli Live

RBIના ગવર્નર પદેથી રાજીનામુ આપનારા ઉર્જિત પટેલને સોંપાઈ નવી જવાબદારી

Amreli Live

ભારતની સૌથી સેફ 7 કાર્સમાં 6 ‘મેડ ઈન ઈન્ડિયા’, આ કંપનીએ માર્યું મેદાન

Amreli Live

કોરોનાના સંકટ સમયે આ ડોક્ટર દર્દીઓને 50 રૂપિયામાં ડાયાલિસિસ કરી આપે છે

Amreli Live

સુશાંતને માતાની જેમ સાચવતી હતી અંકિતા, કરિયર પણ દાવ પર લગાવી દીધું હતું : સંદીપ સિંહ

Amreli Live

કોરોનાના વધતા જતાં કેસ: બે મોટા રાજ્યોમાં 30 જૂન પછી પણ લોકડાઉન લંબાવાશે

Amreli Live

અ’વાદ: કોરોનાના દર્દીઓને હોસ્પિટલમાં કરાવાય છે યોગ, શ્વસનક્રિયા સુધારવામાં મદદ મળી

Amreli Live

અમેરિકાઃ ન્યૂજર્સીમાં રહેતા પટેલ પરિવારના ત્રણ સભ્યોનું સ્વિમિંગ પૂલમાં ડૂબવાથી મોત

Amreli Live

‘અમીર યુઝર્સ’ને વધુ સારી સ્પીડે ઈન્ટરનેટ સેવા આપતા ડેટા પ્લાન TRAIએ બ્લોક કર્યા

Amreli Live

‘અચ્છા સિલા દિયા..તુને મેરે પ્યાર કા’ના ગીતકારનું નિધન, લતા મંગેશકરે પાઠવી શ્રદ્ધાંજલિ

Amreli Live

આજથી દોડશે વધુ ટ્રેનો, અનલોક 1.0ના પહેલા દિવસે 200 ટ્રેનોમાં સવાર થશે 1.5 લાખ મુસાફરો

Amreli Live

35 લાખની કથિત તોડબાજીનો મામલો: સસ્પેન્ડેડ PSI શ્વેતા જાડેજાની મુશ્કેલીમાં વધારો

Amreli Live

PPF કે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રુપિયા રોક્યા હોય તો મોટા આંચકા માટે તૈયાર થઈ જાઓ

Amreli Live

બોલિવુડની મ્યુઝિક કંપોઝર જોડી સાજિદ-વાજિદ ફેમ વાજિદ ખાનનું અવસાન

Amreli Live