30.5 C
Amreli
19/09/2020
કલેક્ટર ઓફિસ

કોરોનાના સૌથી વધુ કેસ, છતાંય મહારાષ્ટ્ર, દિલ્હી અને તમિલનાડુમાં બીજું લોકડાઉન નહીં

નવી દિલ્હીઃ ભારત સતત કોરોનાના વિકરાળ ભરડામાં ફસાતું જઈ રહ્યું છે. જ્યાં એક સમયે 0થી 1 લાખ કેસ સુધી પહોંચવામાં 110 દિવસનો સમય લાગ્યો હતો. તેની સામે 1 જૂનથી લોકડાઉન ખોલવામાં આવ્યા બાદ 10 જ દિવસમાં દેશમાં કુલ કોરોના કેસની સંખ્યા 2 લાખથી વધીને 3 લાખ ઉપર પહોંચી ગઈ છે. એટલે કે માત્ર 10 જ દિવસમાં નવા 1 લાખ કેસ સામે આવ્યા છે. જેને લઈને એવી અફવાો ઉડી હતી કે એવા રાજ્યો જ્યાં કોરોનાની સ્થિતિ ખૂબ જ ખરાબ છે તેવા મહારાષ્ટ્ર, દિલ્હી અને તમિલનાડુમાં 15 જૂન બાદ ફરીથી લોકડાઉન કરવામાં આવી શકે છે. જોકે ત્રણેય રાજ્યોની સરકારે આ અફવાને રદિયો આપી દીધો છે અને ત્રણેય રાજ્યો કેન્દ્રના અનલોક પ્લાન સાથે ઉભા રહેતા દેખાઈ રહ્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

શુક્રવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટતા કરતા કહ્યું કે રાજ્ય સરકાર 15 જૂનથી કોઈ લોકડાઉન કરવાનો પ્લાન ધરાવતી નથી. મહારાષ્ટ્ર ચીફ મિનિસ્ટર ઓફિસના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરતા કહેવામાં આવ્યું કે સોશિયલ મીડિયામાં આવતી આવી કોઈપણ અફવા પર લોકો ધ્યાન આપે નહીં કે રાજ્યમાં ફરી એકવાર ટોટલ લોકડાઉન લાગુ કરવામાં આવશે. મહારાષ્ટ્રના આરોગ્યમંત્રી રાજેશ ટોપેએ પૂણેમાં કહ્યું કે, ‘આ એ સમય છે કે જ્યારે લોકોએ સરકારી દિશાનિર્દેશોનું પાલન કરતા કોવિડ-19 સાથે જીવતા શીખવું પડશે. રાજ્યમાં હાલ પૂર્ણ લોકડાઉનની કોઈ શક્યતા નથી. અમરા સહયોગી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતા આરોગ્ય મંત્રીએ કહ્યું કે મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ કેસ 1 લાખને પાર છે પરંતુ તે પૈકી 47,980 કેસ જ એક્ટિવ છે. જ્યારે તેટલા જ દર્દી સ્વસ્થ થઈને હોસ્પિટલમાંથી રજા પણ મેળવી ચૂક્યા છે.’

તે જ રીતે દિલ્હીમાં પણ કેજરીવાલ સરકારના આરોગ્યમંત્રીએ સત્યેન્દ્ર જૈને કહ્યું કે, ‘દિલ્હીમાં લોકડાઉનને આગળ વધારવામાં આવશે નહીં.’ મહત્વનું છે કે 1 જૂન સુધી દિલ્હીમાં 20,834 કોરોના પોઝિટિવ કેસ અને 523 મૃત્યુ થયા હતા જે બાદ છેલ્લા 10 દિવસમાં એકલા દિલ્હીમાં જ કુલ કેસ વધીને 36,824 થયા છે જ્યારે મૃત્યુઆંક 1214. ગુરુવારે એક જ દિવસમાં 1877 કેસ નોંધાયા હતા. જેને કારણે લોકડાઉન થશે તેવી અફવા ઉડી હતી.

તેવી જ રીતે તમિલનાડુ સરકારે મદ્રાસ હાઈકોર્ટમાં જણાવ્યું હતું કે રાજ્યમાં કે પછી ચેન્નઈમાં ફરી પૂર્ણ લોકડાઉન કરવા અંગે તેમનો કોઈ પ્લાન નથી. આ ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી પલાનીસ્વામીએ પણ સોશિયલ મીડિયામાં ફરતી થયેલી લોકડાઉન અને તેને ભંગ કરનાર સામે કાયદાકીય પગલાના મેસેજને રદિયો આપતા ફેક મેસેજ હોવાનું અને લોકોને આવા મેસેજ પર વિશ્વાસ ન કરવા જણાવ્યું હતું.

દિલ્હી અને મહારાષ્ટ્રમાં વધતા કેસની સંખ્યા જોતા બંને રાજ્ય સરકારોએ જાહેર કર્યું હતું કે થોડા દિવસોમાં જ રાજ્યમાં વધારાની કોવિડ-19 ટ્રીટમેન્ટ ફેસિલિટીની વ્યવસ્થા કરવામાં આવશે જેથી વધુને વધુને લોકોને તમામ મેડિકલ ગાઇડલાઇન્સના પાલન સમય રહેતા સારવાર મળી રહે. જેથી જે સૌથી મોટી સમસ્યા છે મૃત્યુદરને તેને હાલની સ્થિતિથી નીચે લાવી શકાય. મહત્વનું છે કે દેશમાં કોરોનાથી થતા મૃત્યુમાં સૌથી મહત્વનું કારણ કોમોર્બિડિટી એટલે કે દર્દીમાં પહેલાથી રહેલા ડાયાબિટિઝ, હાઈ-લો બ્લડપ્રેશર, હૃદયરોગની બીમારી જેવી સમસ્યાઓથી મૃત્યુદર વધી રહ્યો છે.


Source: iamgujarat.com

Related posts

લોન્ચ થયાના થોડા દિવસોમાં જ ‘કોરોના કવચ’ પોલિસીને મળ્યો સારો પ્રતિસાદ

Amreli Live

જે છોકરીને શહીદ કર્નલ સંતોષ બાબુની દીકરી ગણાવાઈ રહી છે તેની હકીકત જાણો

Amreli Live

કરાચીમાં થયેલા હુમલામાં ભારતનો હાથ હોવાનો ઈમરાન ખાને લગાવ્યો આરોપ

Amreli Live

ભારત-ચીન સીમા વિવાદઃ દેશની સુરક્ષા પર 72%થી વધુ લોકોને PM મોદી પર વિશ્વાસ

Amreli Live

RBIનું એક ફરમાન અને ઉદય કોટકને લાગશે ‘સૌથી મોટો’ ઝટકો

Amreli Live

ઊંઝામાં 20 જુલાઈથી એક સપ્તાહનું સંપૂર્ણ લોકડાઉન, ફક્ત આ સેવાઓ ચાલુ રહેશે

Amreli Live

રક્ષાબંધન પર ભાઈ માટે બનાવો રાજસ્થાની મીઠાઈ ઘેવર, શીખી લો રેસિપી

Amreli Live

કોરોનાઃ હળદર અને આદુમાંથી દવા બનાવીને લાખોની કમાણી કરી રહ્યા છે ખેડૂતો

Amreli Live

13 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

સુશાંત આપઘાત કેસઃ કંગનાએ કહ્યું ‘દાવા સાબિત ન કરી શકી તો પદ્મ શ્રી પરત આપી દઈશ’

Amreli Live

પશ્ચિમ અમદાવાદમાં કોરોનાનો હાહાકાર, SVP સહિતની કોર્પોરેટ હોસ્પિટલ હાઉસફુલ!

Amreli Live

સુરતઃ દબંગ મહિલા પોલીસ સુનિતા યાદવે સામે આવીને કહ્યું, મારા જીવને જોખમ

Amreli Live

સરહદ પર દેશની રક્ષા કરી રહેલા જવાને બરફની કેક કાપીને બર્થ-ડે ઉજવ્યો

Amreli Live

પોરબંદરમાં ધોધમાર વરસાદ, ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને હાલાકી

Amreli Live

ટાટા ટિગોર ઈલેક્ટ્રિક ફેસલિફ્ટ ટેસ્ટિંગ દરમિયાન થઈ સ્પોટ, સિંગલ ચાર્જમાં 213 કિમી રેન્જ

Amreli Live

આવી રહી છે નવી દમદાર મહિન્દ્રા THAR, જાણી લો ક્યારે થશે લોન્ચ?

Amreli Live

માસ્ક વગર કરીના અને તૈમૂર સાથે ફરવા જતાં ટ્રોલ થયો હતો સૈફ, હવે કહ્યું…

Amreli Live

કોરોનાના કેસ વધતા તામિલનાડુના ચેન્નાઈ સહિત 4 જિલ્લાઓમાં 30 જૂન સુધી લોકડાઉન

Amreli Live

ગુજરાત યુનિવર્સિટી: 996 વિદ્યાર્થીઓએ એડમિશન ફોર્મ ભર્યું પણ સબમિટ કરવાનું ભૂલી ગયા!

Amreli Live

TikTok પછી વિડીયો સોન્ગની તૈયારી કરી રહી હતી Siya Kakkar, કરી આત્મહત્યા

Amreli Live

US મિલિટરી એકેડેમીમાંથી ગ્રેજ્યુુએટ થનારી પ્રથમ શીખ મહિલા બનશે અનમોલ નારંગ

Amreli Live