26.2 C
Amreli
20/09/2020
bhaskar-news

કોરોનાના સંકટને આત્મનિર્ભર ભારતનો ટર્નિંગ પોઈન્ટ બનાવો છે, પીપલ, પ્લેનેટ અને પ્રોફિટ- એક બીજા સાથે ઈન્ટરલિન્ક છેવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ(ICC)ના એન્યુઅલ પ્લેનરી સેશનમાં ઈન્ડસ્ટ્રીના લાકો સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે કોરોનાના સંકટને આપણે એક મોટો ટર્નિંગ પોઈન્ટ બનાવાનો છે. આ ટર્નિંગ પોઈન્ટ છે- આત્મનિર્ભર ભારત. મોદીએ કહ્યું કે પીપલ, પ્લેનેટ અને પ્રોફિટ એક-બીજા સાથે ઈન્ટરલીન્ક છે. આ ત્રણે એક સાથે આગળ વધી શકે છે. તેને એલઈડી બલ્બના ઉદાહરણથી સમજી શકાય છે. 5-6 વર્ષ પહેલા એલઈડી બલ્બ 350 રૂપિયાથી પણ વધુમાં મળતો હતો. હવે તે 50 રૂપિયામાં પણ મળે છે. કિંમત ઓછી થવાથી એલઈડી બલ્બ ઘરે-ઘરે પહોંચ્યા છે. તેનાથી પ્રોડક્શન કોસ્ટ ઓછી થઈ અને પ્રોફીટ પણ વધ્યો. તેના કારણે સામાન્ય માણસનું વીજળીનું બિલ પણ ઘટ્યું છે.

મુશ્કેલીની દવા છે મજબૂતાઈ
મોદીએ કહ્યું કે આ વખત એન્યુઅલ જનરલ મિટિંગ એવા સમયે થઈ રહી છે જ્યારે દેશ ઘણા બધા પડકારોનો સામનો કરી રહ્યો છે. કોરોના સામે સમગ્ર વિશ્વ લડી રહ્યું છે. ભારત પણ તેની સામે લડી રહ્યું છે. જોકે ભારતમાં અન્ય સંકટો પણ સતત સર્જાઈ રહ્યાં છે. મુશ્કેલીની એક જ દવા છે મજબૂતાઈ. મુશ્કેલ સમયે દરેક વખતે ભારતનો આત્મવિશ્વાસ વધાર્યો છે. દેશના લોકોના સંકલ્પને ઉર્જા આપી છે.

ભારતીયોને ઘણી વસ્તુઓ ન કરી શકવાનો પસ્તાવો છે
આત્મનિર્ભરતાના આ ભાવને દરેક ભારતીય એસ્પિરેશનથી જીવ્યો છે. છતાં પણ ભારતીયને મેડિકલ, ડિફેન્સ, કોલ-મિનરલ, ફર્ટિલાઈઝરના ક્ષેત્રમાં આત્મનિર્ભર ન હોવોનો પસ્તાવો છે. તેમને એમ થાય છે કે કદાચ આપણે પણ ઈલેક્ટ્રોનિક મેન્યુફેકચરિંગ, સોલર પેનલ, ચિપ, એવિએશન સેકટરમાં આત્મનિર્ભરતા હોત સારું હોત.

પીપલ, પ્લેનેટ એન્ડ પ્રોફિટ પર ફોકસ કરવામાં આવે
વડાપ્રધાને કહ્યું કે પીપલ, પ્લેનેટ એન્ડ પ્રોફિટ એક-બીજા સાથે ઈન્ટરલીન્ક છે. આ ત્રણે એક સાથે હોય છે. ભારતમાં અાપણે એલઈડી બલ્બનું ખૂબ મોટું અભિયાન ચલાવ્યું. 5-6 વર્ષ પહેલા એક એલઈડી બલ્બ 350 રૂપિયામાં મળતો હતો. જે હવે 50 રૂપિયામાં પણ મળે છે. કિંમત ઓછી થવાના કારણે કરોડોની સંખ્યામાં એલઈડી બલ્બ ઘરે-ઘરે પહોંચ્યા છે. આ સંખ્યા એટલી વધી કે ઉત્પાદન ખર્ચ ઓછો થયો અને પ્રોફિટ વધ્યો. તેના કારણે સામાન્ય માણસનું વીજળીનું બિલ ઘટ્યું છે. દર વર્ષે લોકોના લગભગ 19 હજાર કરોડ રૂપિયા એલઈડીથી બચી રહ્યાં છે.

કોરોનાના સંકટમાંથી આવ્યું આત્મનિર્ભર અભિયાન
છેલ્લા 5-6 વર્ષમાં દેશની નીતિઓમાં આત્મનિર્ભરતાનું લક્ષ્ય મુખ્ય રહ્યું છે. કોરોના સંકટે આપણને આ અંગે વધુ ધ્યાન આપવાનો પાઠ શીખવ્યો છે. આ પાઠ પરથી આવ્યું છે આત્મનિર્ભરતા અભિયાન. સામાન્ય રીતે પરિવારમાં પણ છોકરો-છોકરી 18-20 વર્ષના થાય એટલે માતા-પિતા કહે છે કે પોતાના પગ પર ઉભા રહેતા શીખો. એક રીતે જોઈએ તો આત્મનિર્ભર ભારતનો પ્રથમ પાઠ પરિવારમાંથી જ શરૂ થાય છે.

નોર્થ-ઈસ્ટ ઓર્ગેનિક ખેતીનું હબ બની શકે છે
મોદીએ કહ્યું અમારો હેતું ખેડૂતોને મજબૂત બનાવવાનો છે. લોકલ પ્રોડક્ટ માટે જે કલસ્ટર બેઝ્ડ એપ્રોચને ભારતમાં પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, તેમાં તમામ માટે તક ઉપલબ્ધ છે. જે જિલ્લામાં જે જન્મે છે તેના માટે ત્યાં જ કલસ્ટર બનાવવામાં આવશે. જેમ કે પશ્ચિમ બંગાળમાં શણની પ્રોડક્ટ્સને સુવિધાઓ આપવામાં આવશે. સિક્કિમની જેમ સમગ્ર નોર્થ ઈસ્ટ ઓર્ગેનિક ખેતી માટે ખૂબ જ મોટું હબ બની શકે છે. ICC સાથે જોડાયેલા તમે બધા વેપારીઓ નક્કી કરી લો તો નોર્થ-ઈસ્ટ ઓર્ગેનિક ખેતીનું એક મોટું હબ બની શકે છે. તમે ગ્લોબલ માર્કેટમાં પણ છવાઈ શકો છે.

આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર ICC પણ નવા લક્ષ્ય નક્કી કરે
મોદીએ કહ્યું કે સાથીઓ 5 વર્ષ બાદ એટલે કે 2025માં તમારી સંસ્થા 100 વર્ષ પુરા કરવા જઈ રહી છે. જ્યારે 2022માં દેશની આઝાદીને 75 વર્ષ પુરા થવા જઈ રહ્યાં છે. આ તમારી સંસ્થા અને સભ્યો માટે મોટો સંકલ્પ કરવાનો યોગ્ય સમય છે. હું તમને આગ્રહ કરું છે કે આત્મનિર્ભર ભારત અભિયાન માટે ICC પણ 50-100 નવા લક્ષ્ય નક્કી કરે.

બંગાળની શ્રેષ્ઠતાને ફરીથી જીવતી કરવાની છે
તેમણે કહ્યું કે મેન્યુફેકચરિંગમાં બંગાળની ઈતિહાસિક શ્રેષ્ઠતાને આપણે ફરીથી જીવતી કરવાની છે. આપણે સાંભળ્યું છે કે જે બંગાળ આજે વિચારે છે તે બીજા લોકો પછીના દિવસે વિચારે છે. આ સમય કન્ઝર્વેટિવ એપ્રોચનો નથી પરંતુ સાહસિક નિર્ણયોનો છે. ભારતમાં ગ્લોબલી ડોમેસ્ટિક સપ્લાઈ ચેન બનાવવાનો છે. તમામ સ્ટેકહોલ્ડરને સંકટમાંથી બહાર કાઢવા મદદ કરવાની છે અને વેલ્યુ એડિશનમાં હેન્ડ હોલ્ડિંગ કરવાનું છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Modi will address the Indian Chamber of Commerce at 11 a.m. today, joining the industry for the second time in 10 days

Related posts

કોરોના વાઇરસ સંકટની વચ્ચે ફરી અક્ષય આવ્યો મદદના મેદાનમાં.. સુપરસ્ટાર અક્ષય કુમારે 1500 લોકો ના ખાતામાં મોકલ્યા ૩૦૦૦ રૂપિયા

Amreli Live

વડોદરામાં વધુ 2 પોઝિટિવ કેસ સાથે આજે 28 નવા કેસ, રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના 544 દર્દી

Amreli Live

14.36 લાખ કેસઃ 1લી ઓગસ્ટથી વંદે ભારત મિશન ફેઝ-5 શરૂ થશે, સંક્રમણથી સારું થનારનો આંક 9 લાખને પાર

Amreli Live

જૂનમાં પ્રથમ વખત 10 હજારથી વધુ દર્દીને સારું થયું, તમિલનાડુના 4 જીલ્લામાં 19થી 30 જૂન લોકડાઉનનું કડક પાલન થશે

Amreli Live

દર્દીઓની સંખ્યા 35 હજારને પાર, 1,159ના મૃત્યુ: મહારાષ્ટ્રના હજૂર સાહિબથી આવેલા 185 શ્રદ્ધાળુ પોઝિટિવ, 76 તીર્થયાત્રી અમૃતસરના

Amreli Live

સરકારે સુપ્રીમમાં કહ્યું- છેલ્લી 3 પરીક્ષાના આધારે ધો.12ના વિદ્યાર્થીનું મુલ્યાંકન થશે

Amreli Live

શહેરમાં નવા 164 કેસ અને 19 મોત સાથે કુલ 2543 પોઝિટિવ કેસ, 128 દર્દીના મોત

Amreli Live

અત્યારસુધી 35 લાખ સંક્રમિત: બ્રિટનમાં 24 કલાકમાં 315 લોકોના મોત થયા, અહીં એક જૂનથી પ્રાઇમરી સ્કૂલ ખોલવામાં આવી શકે છે

Amreli Live

કોરોનાના શંકાસ્પદ દર્દીનું ઓક્સિજનનું પ્રમાણ ખુબ ઓછું, પણ મજબૂત મનોબળથી માત્ર પાંચ દિવસમાં સાજા થઈ ગયા

Amreli Live

શોપિગ મોલ્સ સિવાય શહેર અને તેની સીમા બહાર તમામ દુકાનો ખુલશે; 50% સ્ટાફ કામ કરી શકશે

Amreli Live

એક રૂપિયાના સિક્કાનો ચમત્કારી ઉપાય, તમને બનાવી શકે છે માલામાલ, દેવી લક્ષ્મીની વરસશે અનંત કૃપા

Amreli Live

સમગ્ર રાજ્ય દીવાઓથી ઝળહળ્યું, વડાપ્રધાનના માતા હિરાબાએ પણ દીવા પ્રગટાવી સમર્થન કર્યું

Amreli Live

એક જ દિવસમાં કોરોનાથી સૌથી વધુ 4 મોત સાથે મૃત્યુઆંક 19 થયો, વધુ 6 કેસ સાથે આજે 22 પોઝિટિવ નોંધાયા, કુલ કેસ 285 થયા

Amreli Live

શાકભાજી-કરીયાણા વાળા જેવા સુપરસ્પ્રેડરમાંથી 7 કેસ પોઝિટિવ, પ્રતિ મિલિયન જાપાન કરતા પાંચ ગણા ટેસ્ટ કર્યાં: AMC કમિશનર

Amreli Live

અત્યાર સુધીમાં 1.93 લાખ મોતઃ અમેરિકામાં 12 દિવસમાં મોતનો આંકડો ડબલ થયો, પાકિસ્તાનમાં ISI સંક્રમિતોની શોધખોળ કરશે

Amreli Live

અત્યાર સુધીમાં 2.25 લાખ મોતઃ ચીન બાદ બ્રિટને મૃત્યુઆંકમાં સુધારો કર્યો, એક સાથે 4,419 મૃત્યુનો ઉમેરો કર્યો

Amreli Live

કોંગ્રેસે વ્હિપ જાહેર કર્યું, ધારાસભ્ય પક્ષની બેઠકમાં ગેરહાજર રહેવા પર થશે કાર્યવાહી, કહ્યુ- 109 ધારાસભ્ય સાથે, પાયલટનો દાવો- 30 MLAનો સપોર્ટ

Amreli Live

કોરોનાનો ચેપ લાગ્યા બાદ 100માંથી 79 દર્દીઓમાં હાર્ટ ડેમેજ અને હૃદયમાં સોજો આવવાની ફરિયાદ નોંધાઈ, કોરોનામાંથી રિકવર થયા બાદ 80%ને હૃદય સંબંધિત સમસ્યાઓ શરૂ

Amreli Live

અંતે ગુજરાત સરકારે ‘ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ’ T3 સ્ટ્રેટેજી મુજબ કોરોનાના કેસ ઘટાડવાની નવી ફોર્મ્યુલા અપનાવી

Amreli Live

પહેલી વખત વીડિયો કોન્ફરન્સ દ્વારા વડાપ્રધાન મોદીએ મંત્રીમંડળ સાથે કેબિનેટ બેઠક કરી

Amreli Live

કોરોનાને હંફાવી 24 કલાકમાં ત્રીજો દર્દી ઘરે પહોંચ્યો, ફતેપુરાની ચાર વર્ષીય બાળકી સહિત ત્રણ શંકાસ્પદ કેસ

Amreli Live