25.8 C
Amreli
19/09/2020
કલેક્ટર ઓફિસ

કોરોનાના બે કેસ મળતાં જ ટચુકડા દેશે ભર્યા હતા આ પગલાં, આજે ચોમેર થઈ રહી છે પ્રશંસા

વિંડહોક, નામીબિયા: કોરોના વાયરસ પર કાબૂ મેળવવા બદલ રિપબ્લિક ઓફ નામીબિયાના ચારેબાજુ વખાણ થઈ રહ્યા છે. નામીબિયામાં 13 માર્ચે કોરોના વાયરસનો પહેલો કેસ નોંધાયો હતો. જે બાદ દેશમાં ઘણાં એવા પગલાં ભરવામાં આવ્યા જેનાથી કોરોનાનું સંક્રમણ ફેલાતું રોકવામાં મદદ મળી. આ દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના માત્ર 24 કેસ નોંધાયા છે અને 10 કેસ એક્ટિવ છે. સારી બાબતો એ છે કે, કોરોનાએ આ દેશમાં એકપણ જીવ લીધો નથી.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

નામીબિયામાં કોરોનાનો કેસ નોંધાતા જ સરકારી તંત્ર ચેતી ગયું હતું. સરકારે અન્ય દેશો પાસેથી બોધપાઠ મેળવીને અસરકારક પગલા ઉઠાવ્યા હતા. રાષ્ટ્રપ્રમુખ હેગ જી. જીનગોબે 10 કલાકની અંદર જ હવાઈ મુસાફરી પર રોક લગાવી હતી. તેમણે નાગરિકોના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપતા દેશમાં ઈમર્જન્સી જાહેર કરી હતી. 24 માર્ચે 30 દિવસ માટે દેશની બોર્ડર સીલ કરી દેવાઈ હતી. સાથે જ દેશની અંદર પણ અવરજવર માટે પ્રતિબંધ મૂકાયો હતો.

આ તમામ નિર્ણયો દેશમાં બે કેસ નોંધાયા બાદ તરત જ લેવામાં આવ્યા હતા. નામીબિયાના પ્રધાનમંત્રી સારા કુનગોંગેલ્વાએ જણાવ્યું કે, સરકારે તરત જ એક હેલ્થ પ્રોગ્રામ શરૂ કર્યો હચો. જેથી આઈસોલેટ કરાયેલા લોકોની સારવાર થઈ શકે. લોકડાઉનની અસર લોકો પર પણ પડી છે. જેને ઓછી કરવા માટે અમે સમાજના સૌથી નબળા વર્ગોને વન ટાઈમ સેલરીનો લાભ આપ્યો. ફૂડ પેકેટ વહેંચ્યા. વેપાર-ધંધા ફરી શરૂ કરવા વેપારીઓને પ્રોત્સાહન પેકેજ આપવામાં આવ્યું. લોકોને ઘરમાં રહેવા માટે તૈયાર કરવા સરળ નહોતા. પ્રધાનમંત્રીએ કહ્યું, અમે આ સમયમાં જે શીખ્યા છીએ તેને આગળ ધપાવવાની જરૂર છે. હેલ્થકેર સિસ્ટમ મજબૂત કરીને તેમાં મહિલાઓને સામેલ કરવાની જરૂર છે.

નામીબિયામાં કોરોના મહમારી નિયંત્રણમાં આવતાં દેશમાં અવરજવરની છૂટ અપાઈ. જો કે, બોર્ડર હજી પણ બંધ રખાઈ છે જેથી નવા કેસ સામે ના આવે. જો કે, માનવામાં આવી રહ્યું છે કે, દેશમાં વસ્તી ગીચતા નથી જેના કારણે મહામારી રોકવામાં મદદ મળી. જો કે, આફ્રિકાના આ દેશના અમુક વિસ્તારોમાં ગીચ વસ્તી હોવાથી ત્યાં ખતરો વધારે હતો. એટલે જ સરકારે સૌથી પહેલા રાજધાની અને તટીય વિસ્તારમાં લોકડાઉન જાહેર કર્યું હતું.


Source: iamgujarat.com

Related posts

ચીનમાં પૂરનો પ્રકોપ, પાણીનું દબાણ ઓછુ કરવા વિસ્ફોટકોથી ઉડાવી દીધો ડેમ

Amreli Live

PM મોદીનો દેશવાસીઓને પત્ર, કોરોના સામેના યુદ્ધમાં દેશની એકતા અને દ્રઢતાને સલામ

Amreli Live

Covid-19: દેશમાં જુલાઈના પહેલા સપ્તાહમાં કોરોનાના 1.6 લાખ કેસ અને 3200 મોત

Amreli Live

સોમવારે 18,800+ કોરોના કેસ નોંધાયા, દક્ષિણ ભારતમાં સતત નોંધાઈ રહ્યો છે ઉછાળો

Amreli Live

ચીનની કુંડળીમાં બની રહ્યો છે 1962 જેવો કપટ યોગ, હજુ સાવધાન રહેવાની છે જરુર

Amreli Live

કતરના પ્રિન્સની ‘ફિલ્મી’ લાઈફસ્ટાઈલ વિશે જાણીને આશ્ચર્યમાં મૂકાઈ જશો

Amreli Live

ગલવાનમાં ભારતીય સેના તૈનાત, ચીની સેનાએ પેંગોંગ વેલીના 8km વિસ્તારને કર્યો બ્લોક

Amreli Live

રિદ્ધિમા કપૂરે શેર કરી પિતાની જૂની તસવીર, ભાઈ-બહેન અને મમ્મી સાથે જોવા મળ્યા ઋષિ કપૂર

Amreli Live

અ’વાદઃ ગુરુવારે છેલ્લા એક સપ્તાહમાં સૌથી ઓછા કેસ, મૃત્યુઆંક પણ 13 દિવસમાં સૌથી ઓછો

Amreli Live

કાબૂમાં આવવાનું નામ નથી લઈ રહી સાણંદ GIDCની Unicharm કંપનીમાં લાગેલી ભયાનક આગ

Amreli Live

ફેક ફોલોઅર્સ મામલે દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરાની પૂછપરછ કરશે મુંબઈ પોલીસ?

Amreli Live

અમદાવાદ: કોરોનાના ગંભીર દર્દીઓની સારવારમાં વપરાતી રેમડેસિવિર દવાની તંગી

Amreli Live

અમેરિકામાં કોરોના બેફામ: રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે પહેલીવાર જાહેરમાં પહેર્યું માસ્ક

Amreli Live

હવે એક્ટ્રેસ રેચલ વ્હાઈટ પણ કોરોના પોઝિટીવ, ટ્વીટ કરીને આપી માહિતી

Amreli Live

માતા ફાંસો ખાઈ રહી હતી, 3 વર્ષની બાળકીએ આ રીતે જીવ બચાવી લીધો

Amreli Live

મોરબીની 150 કંપનીઓ ચીની પ્રોડક્ટ સામે જંગે ચડી, લોકલ પ્રોડક્ટથી આપશે ટક્કર

Amreli Live

વિકાસને બાતમી આપનારા પોલીસ અધિકારીઓને પણ પોતાના એન્કાઉન્ટરનો ડર!

Amreli Live

20 જુલાઈ, 2020નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

આ રીતે બનાવો પરાઠા તેમજ ફરસાણ સાથે સર્વ કરી શકાય તેવી દહીંની ચટણી 👌

Amreli Live

14 જુલાઈ, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

DGP શિવાનંદ ઝાને વધુ એક્સ્ટેન્શન નહીં, સરકારે મોકલ્યા ત્રણ IPSના નામ

Amreli Live