26.4 C
Amreli
19/09/2020
bhaskar-news

કોરોનાના પોઝિટિવ કેસમાં ગુજરાત નંબર વન ન બને તે માટે હવે નવો વ્યૂહભારતમાં નંબર વન સ્ટેટ બનવાની હોડના મોહમાં બંધાયેલી ગુજરાત સરકારને હવે ભાન થયું છે કે કોરોના પોઝીટીવ કેસોમાં પણ જો નિયંત્રણ નહીં આવે તો સૌથી વધુ પોઝીટીવ કેસો સાથે ગુજરાત ભારતનું નંબર વન રાજ્ય બની જશે અને આમાં ગર્વ લેવાને બદલે ઠપકો આવે તેમ છે. તેથી હવે નક્કી કરાયું છે કે ગુજરાતમાં હવે રોજ 2000ની મર્યાદામાં જ ટેસ્ટ થશે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ટેસ્ટિંગની ઝડપમાં વધારો લાવવામાં આવ્યો હતો અને તેથી પોઝિટિવ કેસ વધ્યા. અને હવે છેલ્લા બે દિવસથી તેમાં ખૂબ ઘટાડો કરાયો છે. એક સમયે 24 કલાકમાં રાજ્યમાં 4000ની આસપાસ ટેસ્ટ થતા હતા તેની સામે હવે આ આંકડો અડધો થયો છે. હમણાં રોજ નોંધાતા નવા પોઝિટિવ કેસના આંકડામાં થયેલા ઘટાડાની પાછળ આ બાબત કારણભૂત છે.

નવી કીટની ખરીદી અંગે કોઇ સ્પષ્ટતા કરી નથી
આરોગ્ય સચિવ જયંતી રવિ એ જણાવ્યું હતું કે હવેથી રાજ્યમાં રોજના બે હજાર જેટલા ટેસ્ટ કરાશે. કારણ કે હાલ વિવિધ જગ્યાએ દાખલ લોકોને રજા આપવા માટે પણ તેમના ટેસ્ટ કરવા જરૂરી છે. આથી હવે તેમના ટેસ્ટિંગની સરેરાશ પણ જાળવવાની રહે છે. અર્થાત્ હવે સરકારને મહત્તમ લોકો રજા લઇ ઘરે જાય અને ગુજરાતના કોરોના પોઝિટિવ દર્દીઓનો સાજા થયાનો આંકડો વધુ દર્શાવવાની કવાયત શરૂ થશે તેથી આરોગ્ય વિભાગનું ખરાબ ન દેખાય અને દેખાવ સુધર્યો હોય તેમ લાગે. પરંતુ હજુ નવી ટેસ્ટ કીટની ઉપલબ્ધતા અને સાથે નવી ખરીદી અંગે કોઈ સ્પષ્ટતા કરાઇ નથી.

કોરોનાને ફેલાતો અટકાવવા માટે એસીનો ઉપયોગ ટાળો: ડૉ. જયંતી રવિ
કોરોના સંક્રમણ મુદ્દે અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે ACના કારણે વાયરસ ફેલાવવાની સંભાવના વધી શકે છે. તેથી તમામ હોસ્પિટલને AC સાથે હવાનું સર્ક્યુલેશન રહે તેવી વ્યવસ્થા કરવા સૂચના આપી છે. એસીવાળા વાતાવરણમાં વાઇરલ લોડ વધી જાય છે. તેમણે ઉમેર્યું કે હોટસ્પોટ વિસ્તારમાં વધુ સામૂહિક ટેસ્ટની જરૂર નથી કારણ કે ત્યાં સ્થિતિ કાબૂમાં આવી છે અને કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. આથી હવે તેની આસપાસના અને શહેરના અન્ય વિસ્તારોમાં તથા ગ્રામ્ય વિસ્તારોમાં ટેસ્ટિંગ કરાઈ રહ્યું છે.

ગામડાંમાં મોબાઇલ ટેસ્ટિંગ યુનિટ
ગામડાંના લોકોને શહેરમાં ટેસ્ટ કરાવવા લાંબા થવું પડે નહીં તથા તેઓ શહેરમાં આવી સંક્રમણના ભોગ બની ન જાય તે માટે હવે મોબાઇલ ટેસ્ટિંગ યુનિટ શરૂ કરાયા છે. તાલુકા મથકે રેફરલ હોસ્પિટલ કે સામૂહિક અથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આ યુનિટ રહેશે અને ગામડે ગામડે ફરી ટેસ્ટ કરી શકશે.

રેપિડ ટેસ્ટિંગ જલદી શરૂ થશે
આરોગ્ય સચિવે જણાવ્યું હતું કે હજુ રેપિડ ટેસ્ટિંગ કિટ માટે આઇસીએમઆરની મંજૂરી આવી નથી અને તેમને બે દિવસ રોકાઈ જવાનું કહ્યું છે. પરંતું જલદી આ ટેસ્ટ પણ શરૂ કરાશે.

તારીખ 24 કલાકમાં ટેસ્ટ પોઝિટિવ
14 એપ્રિલ 1733 78
15 એપ્રિલ 3213 116
16 એપ્રિલ 1706 163
17 એપ્રિલ 2535 170
18 એપ્રિલ 2664 277
19 એપ્રિલ 3002 367
20 એપ્રિલ 4212 196
21 એપ્રિલ 3513 239
22 એપ્રિલ 2516 229

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ડો. જયંતિ રવિએ એસીવાળા વાતાવરણમાં વાઇરલનો લોડ વધી જતો હોવાથી હવાનું સર્ક્યુલેશન વધારવાની વ્યવસ્થા કરવાની સલાહ આપી

Related posts

ધોરણ-10ના વિદ્યાર્થીઓને 22 જૂને શાળામાંથી માર્કશીટ મળશે, સોશિયલ ડિસ્ટન્સનું ખાસ ધ્યાન રખાશે

Amreli Live

અત્યાર સુધીમાં 2.25 લાખ મોતઃ ચીન બાદ બ્રિટને મૃત્યુઆંકમાં સુધારો કર્યો, એક સાથે 4,419 મૃત્યુનો ઉમેરો કર્યો

Amreli Live

કુલ કેસ 3.06 લાખઃસતત ત્રીજા દિવસે 11 હજારથી વધારે કેસ વધ્યા, દિલ્હીમાં 24 કલાકમાં વિક્રમી 2,123 પોઝિટિવ કેસ

Amreli Live

રાજુલાના ધુડિયા અગરિયા ગામે નદીમાં વાછરડું તણાયું

Amreli Live

21 રાજ્યમાં દર્દીઓને સારું થવામાં ગતિ આવી, 10 લાખ વસ્તી પૈકી 8,555 લોકોની તપાસ થાય છે કુલ 9.04 લાખ કેસ

Amreli Live

કેમિકલ પ્લાન્ટમાં મોડી રાત્રે ફરી ગેસ લીક થયો, 3 કિમી વિસ્તારમાં ગામ ખાલી કરાયા,અત્યાર સુધી 2 બાળકો સહિત 11 મોત

Amreli Live

ચીનના તકવાદી વલણને રોકવા ભારતે FDI પોલિસીમાં ફેરફાર કર્યો, રાહુલ ગાંધીએ કહ્યું- સૂચન સ્વીકારવા બદલ સરકારનો આભાર

Amreli Live

એક્પર્ટ્સે 18 ઉપાયો જણાવ્યા, ઘરમાં ખુલ્લા પગે ચાલવાનું ટાળો અને ઇમ્યૂનિટી વધારો

Amreli Live

વિશ્વમાં 73.18 લાખ કેસ: WHOએ પાકિસ્તાનને લોકડાઉન લગાવવા કહ્યું; પ્રધાનમંત્રી ઈમરાન ખાન પહેલા જ ઈનકાર કરી ચૂક્યા છે

Amreli Live

ચોથા ક્વાર્ટરમાં રિલાયન્સનો નફો 37.2% ઘટી રૂ. 6,546 કરોડ થયો, વાર્ષિક ધોરણે પ્રોફિટમાં નજીવો વધારો

Amreli Live

રશિયામાં સંક્રમિતોની સંખ્યા 6 લાખને પાર, અહીં 61% લોકો સાજા થયા

Amreli Live

31,361 કેસ, મૃત્યુઆંક-1008: 1000થી વધુ દર્દી વાળા 9 રાજ્યોમાંથી તેલંગાણામાં 37% અને દિલ્હીમાં 33% દર્દીઓને રજા અપાઈ

Amreli Live

અત્યારસુધી 2.54 લાખ કેસ: મહારાષ્ટ્રમાં આજે 15 દિવસમાં બીજી વાર રેકોર્ડ 3 હજારથી વધુ કેસ નોંધાયા, જેલમાથી પેરોલ પર 20 હજાર કેદી મુક્ત કરાયા

Amreli Live

જો કોરોનાના દર્દીઓના મૃતદેહ કચરાના ઢગમાંથી મળી રહ્યા છે તો માણસો સાથે જાનવરોથી પણ ખરાબ વર્તન થઈ રહ્યું છે-SC

Amreli Live

યાકુતપુરામાં ઉસળ-ભજીયાની લારી ધમધમે છે, તેવા divyabhaskarના અહેવાલ બાદ પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી લારી જપ્ત કરી, આરોપીની ધરપકડ

Amreli Live

અમેરિકામાં 24 કલાકમાં 2448 લોકોના મોત, અહીં 2.17 લાખને સારવાર પછી રજા અપાઈ

Amreli Live

રાજકોટમાં 49 કેસ, 5ના મોત, ગીર સોમનાથમાં 16 કેસ, વધતા કેસને લઈ CM અને નાયબ CM કાલે રાજકોટ આવશે

Amreli Live

અમરેલી જિલ્લામાં 3 મહિનામાં 21 સિંહના મોત થયા, CDV વાઇરસની વાત તદ્દન ખોટી: જૂનાગઢ CCF

Amreli Live

6.26 લાખ કેસઃ નવી મુંબઈ, પનવેલ અને ઉલ્હાસનગરમાં આજથી 10 દિવસનું લોકડાઉન,મહારાષ્ટ્રમાં 1. 86 લાખથી વધુ સંક્રમિત

Amreli Live

મોદીએ કહ્યું- કોરોનાએ પ્રોફેશનલ જીવન બદલી નાખ્યું; ઘર ઓફિસ અને ઇન્ટરનેટ મીટિંગ રૂમ છે, હું પણ બદલાવને અપનાવી રહ્યો છું

Amreli Live

અમેરિકા, ચીન અને યુરોપમાં સૌથી પહેલા કોરોનાની વેક્સિન બનાવવાની સ્પર્ધા, ફાર્મા કંપનીઓ પરસ્પર સ્પર્ધા ભૂલીને ‘મિશન વેક્સિન’માં જોડાઈ

Amreli Live