25.8 C
Amreli
06/08/2020
કલેક્ટર ઓફિસ

કોરોનાના પગલે પ્રતીકાત્મક થશે કુંભ 2021!

કુંભ મેળા પર પડી શકે છે કોરોનાની અસર

દેહરાદૂન, હરિદ્વાર: ચાર ધામ યાત્રા અને કાવડ મેળા પછી સૌથી મોટા ધાર્મિક આયોજન કુંભ મેળા પર પણ કોરોનાની અસર પડી શકે છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે સંકેત આપ્યો છે કે, જો સ્થિતિ નહીં સુધરે તો કુંભ મેળાનું આયોજન પ્રતીકાત્મક રીતે કરાવાશે. તાજેતરમાં જ મુખ્યમંત્રીએ નિશ્ચિત સમય પર કુંભ મેળાનું આયોજન થવાની વાત કરી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: https://t.me/iamgujaratofficial

કોરોનાએ ઘણું બદલી નાખ્યું છે

કોરોના વાયરસે દેશ જ નહીં પરંતુ, દુનિયાભરમાં લોકોની રહેણીકરણી અને માન્યતાઓને પ્રભાવિત કરી છે. દેશભરમાં ઘણી ધાર્મિક ગતિવિધિઓ અને પરંપરાઓ કોરોના મહામારીને પગલે રદ કે પ્રભાવિત થઈ છે. કોરોનાના સતત વધતા મામલા અને હાલની સ્થિતિન જોતા એ વાતનો ઈનકાર ન કરી શકાય કે ધર્મનગરી હરિદ્વારમાં આગામી વર્ષે યોજાનારા મહાકુંભ મેળો પણ કોરોના મહામારીથી પ્રભાવિત થઈ શકે છે.

13 અખાડાના 3 સંત જ કરી શકશે સ્નાન

સંતો સાથે ઉત્તરાખંડના સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવતની બેઠક.

બે દિવસ પહેલા મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે અખાડા પરિષદના સંતો સાથે વાત કરતા કુંભ મેળો 2022માં આયોજિત કરવાની અટકળો પર પૂર્ણવિરામ લગાવ કહ્યું હતું કે, મેળો નિર્ધારિત સમય પર જ આયોજિત થશે. જોકે, કુંભ મેળાના સ્વરૂપને લઈને પણ ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે મોટા સંકેત આપ્યા છે. સીએમએ કહ્યું કે, જો કોરોનાની સ્થિતિ નહીં સુધરે તો કુંભ મેળો મર્યાદિત રીતે આયોજિત થશે. આગામી વર્ષે 11 માર્ચે પહેલું શાહી સ્નાન થવાનું છે, એ પહેલા ફેબ્રુઆરી મહિનામાં એક વખત પરિસ્થિતિઓની સમીક્ષા કરાશે. જો પરિસ્થિતિઓ સામાન્ય નહીં થાય તો બધા 13 અખાડાના 3-3 પ્રતિનિધિ સંત જ પ્રતીકાત્મક રીતે ગંગા સ્નાન કરશે.

શું કહે છે સાધુ-સંત?

અખાડા પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ નરેન્દ્ર ગિરિ.

અખાડા પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ નરેન્દ્ર ગિરિનું કહેવું છે કે, પરિસ્થિતિ મુજબ જો જરૂર પડી તો ઓછી સંખ્યામાં સંત શાહી સ્નાન કરવા પર સંમત થશે. પરંતુ, પ્રત્યેક અખાડાથી માત્ર 3 સંતોના સ્નાન કરવાની વાત ખોટી છે, શક્ય નથી. મહંત નરેન્દ્ર ગિરિએ જણાવ્યું કે, સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં તો એવું ક્યારેય નથી બન્યું કે કુંભ મેળો પ્રતીકાત્મક રીતે આયોજિત કરાયો હોય. રાજાશાહી દરમિયાન એક વખત ઉજ્જેનમાં મહામારી દરમિયાન રાજાના અનુરોધ પર 13 અખાડાના સાધુ સંતોએ સ્નાન કર્યું હતું.


Source: iamgujarat.com

Related posts

ક્રાઈમ પેટ્રોલની આ ટીવી એક્ટ્રેસે કરી આત્મહત્યા, લોકડાઉનમાં થઈ ડિપ્રેશનનો શિકાર

Amreli Live

શાહિદ આફ્રિદીએ જણાવ્યું, કોરોનાથી બચવા માટે શું-શું કર્યું

Amreli Live

નવા રેકોર્ડ સાથે દેશમાં કોરોનાના વધુ 26,550 પોઝિટિવ કેસ નોંધાયા, 477નાં મોત

Amreli Live

કાર્તિક આર્યને કેન્સલ કરી ચાઈનીઝ પ્રોડક્ટની ડીલ!

Amreli Live

ક્રિતિ સેનને પૂરી કરી ‘ગુલાબો-સિતાબો’ ચેલેન્જ, ટીમને આપી શુભેચ્છા

Amreli Live

પાક ક્રિકેટ ટીમના વધુ 7 ખેલાડી કોરોનાની ઝપેટમાં

Amreli Live

ટીવી પર ડેબ્યૂ કરશે એક્ટ્રેસ ઈશા દેઓલ!, આ પૌરાણિક સીરિયલમાં જોવા મળશે

Amreli Live

ડ્રીમ ગર્લ હેમા માલિનીને કોરોના હોવાની અફવા, વિડીયો શેર કરીને સ્પષ્ટતા કરી

Amreli Live

કોરોનાના સૌથી વધુ કેસ, છતાંય મહારાષ્ટ્ર, દિલ્હી અને તમિલનાડુમાં બીજું લોકડાઉન નહીં

Amreli Live

રેલવેનું થયું ખાનગીકરણ, 2023 સુધી દોડવા લાગશે પ્રાઈવેટ ટ્રેનો

Amreli Live

સુશાંત સિંહ રાજપૂતના જીવન પરથી બનશે ફિલ્મ, સામે આવ્યું પહેલું પોસ્ટર

Amreli Live

કાબૂમાં આવવાનું નામ નથી લઈ રહી સાણંદ GIDCની Unicharm કંપનીમાં લાગેલી ભયાનક આગ

Amreli Live

WHOએ હવે માન્યું કે હવા દ્વારા પણ ફેલાઈ શકે છે કોરોના

Amreli Live

મા-બાપની મરજી વિરુદ્ધ લગ્ન, ઢાળી દીધી 5 લાશો

Amreli Live

ઘીમાં આ બે વસ્તુ ઉમેરીને રાબ બનાવો, ચોમાસામાં શરદી-ઉધરસ-કફમાં રાહત મળશે

Amreli Live

દીપિકા પાદુકોણના ફેમિલી વોટ્સએપ ગ્રુપમાં થાય છે આવી વાતો, શૅર કર્યો સ્ક્રિનશોટ

Amreli Live

આ વીડિયો જોઈને તમારા શ્વાસ અટકી જશે

Amreli Live

શિયાળામાં ચીન કોઈ અવળચંડાઈ કરે તે પહેલા જ ભારતીય સેના કરી રહી છે તૈયારી

Amreli Live

ગલવાનમાં ભારતીય સેના તૈનાત, ચીની સેનાએ પેંગોંગ વેલીના 8km વિસ્તારને કર્યો બ્લોક

Amreli Live

જમ્મુ-કાશ્મીરઃ સુરક્ષાદળોનો સપાટો એક જ દિવસમાં 8 આતંકવાદીઓનું ઢીમ ઢાળી દીધું

Amreli Live

ગલવાન ઘાટીમાં શહીદ થયેલા જવાનોના નામે શેર થઈ રહેલા આ ફોટોનું જાણો સત્ય

Amreli Live