31.2 C
Amreli
24/09/2020
bhaskar-news

કોરોનાના દર્દીઓના સેમ્પલ લેનાર ડોક્ટર સંક્રમિત, પત્ની, પિતા અને નોકરનો રિપોર્ટ પણ પોઝિટિવ‘મને સમજાતું નથી કે શું થઈ રહ્યું છે? મારા પતિ મને ઈન્ફોર્મ કરી રહ્યા છે. અમે ત્રણ લોકો પોઝિટિવ છીએ અને અહીંયા કોઈ આવી રહ્યું નથી ના કોઈ અમારી મદદ કરી રહ્યું છે. ઓથોરિટીથી એક પણ ફોન આવ્યો નથી. એક એમ્બ્યુલન્સ બહાર ઊભી છે અને તેઓ કહી રહ્યા છે કે તમે ત્રણેય આવીને બેસી જાવ. અંદર એક લેડી છે, જેના માટે અમે ચાર દિવસોથી બૂમો પાડી રહ્યા છીએ કે તે હાર્ટ અટેકથી મરી જશે. તે જાતે તેમના ઘરેથી વાઈરસ લઈને નથી આવી. તેમનો દીકરો હોસ્પિટલની બેદરકારીના કારણે બિમાર થયો છે, કારણ કે તેના પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ નહોતા આપવામાં આવ્યા. તેના કારણે આ બધું થયું છે. તે હોસ્પિટલમાં છે. અંદર પપ્પા બિમાર છે. અમને કોઈ સમજી રહ્યું નથી.’

આ શબ્દ એ પત્નીના છે, જેમના પતિ જમ્મુના સરકારી મેડિકલ કોલેજ એટલે કે જીએમસીના માઈક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટમાં સીનિયર ડોક્ટર છે. એક ડોક્ટર હોવાથી તેમના પતિ કોરોના સંક્રમિતોના સેમ્પલ લેતા હતા, પરંતુ હવે તેમનો પોતાનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડોક્ટર સિવાય બુધવારે સાંજે તેમના પત્ની, પિતા અને તેમના ઘરે કામ કરનારા નોકર પણ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આ તમામને જમ્મુની એક હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે.

તેમના પત્ની પણ ડોક્ટર છે. તેમનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો તેમનો કોરોનાનો રિપોર્ટ આવ્યા પહેલા જ રેકોર્ડ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં પત્ની આગળ કહે છે કે અમે ત્રણ દિવસથી ક્વૉરિન્ટીન છીએ. સવારે અમારા સેમ્પલ લીધા હતા. હવે મારા પતિ મને કહી રહ્યા છે કે તેમને ફોન આવ્યો છે. આપણે પોઝિટિવ છીએ. મને કોઈની સાથે કોઈ લેવા દેવા નથી. મને મારા પરિવારની ચિંતા છે કારણ કે આપણે કંઈ નથી કર્યું. આપણે જાતે સાવધાની રાખવાની હતી. મારા પતિ બિમાર છે કારણ કે હોસ્પિટલમાં તેમને પીપીઈ નહોતી મળી. જો કોઈને કંઈ થશે તો હું કોણી પાસે જવાબ માંગીશ? મારું પોલિટિક્સ સાથે કોઈ લેવા દેવા નથી.

હોસ્પિટલે કહ્યું- તે કોરોના ટેસ્ટિંગ ટીમનો હિસ્સો ન હતા
જીએમસી હોસ્પિટલના માઈક્રોબાયોલોજી વિભાગાધ્યક્ષે જવાબદારી નહોતી લીધી. જમ્મુના સ્થાનિક છાપા ડેલી એક્સેલશિયરને આપેલા નિવેદનમાં ડો. શશિ એસ સૂદને કહ્યું હતું કે, આ ડોક્ટર કોરોના વાઈરસ ટેસ્ટિંગ ટીમનો હિસ્સો ન હતા. ટીમ એ ભાળ લગાવવાનો પ્રયાસ કરી રહી છે કે તે અને તેમનો પરિવાર ઈરાન સાઉદી અરબ અથવા ઈન્ડોનેશિયાથી આવેલા કોઈ વ્યક્તિના સંપર્કમાં તો નહતા આવ્યાને.. માનવામાં આવી રહ્યું છે કે હોસ્પિટલમાં ફરજ દરમિયાન ક્યાંક બહારથી ઈન્ફેક્શન લાગ્યું છે. જ્યારે જીએમસી હોસ્પિટલના ડ્યૂટી રોસ્ટરમાં લખ્યું છે કે ડોક્ટર 13 થી 19 માર્ચ વચ્ચે ડ્યૂટી પર હતા. આ દરમિયાન તેમની સાથે માઈક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટના સ્ટાફના ત્રણ લોકો પણ હતા. તેમની ટીમ કોરોના સંક્રમિત દર્દીઓના સેમ્પલ ભેગા કરી રહી હતી. ડોક્ટરના પરિવારના એક નજીકના મિત્ર હતા.‘એક દિવસ ડ્યૂટી પરથી પાછા ઘરે ગયા બાદ તેમા કોરોનાના થોડા લક્ષણ જોવા મળ્યા હતા. ટેસ્ટ કરાવ્યો તો 30 માર્ચે તેનો રિપોર્ટ પોઝિટિવ પણ આવ્યો હતો.’ડોક્ટરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ માઈક્રોબાયોલોજી લેબના સ્ટાફ મેમ્બર્સને પણ ક્વૉરિન્ટીન કરાયા છે.

જમ્મુ-કાશ્મીરમાં કોરોનાના 67 દર્દી, મોટાભાગના તબ્લિક જમાતથી આવ્યા હતા
અત્યાર સુધી જમ્મુ કાશ્મીરમાં કોરોનાના 70 કેસ સામે આવી ચુક્યા છે. જેમાંથી 53 કાશ્મીરના અને 17 જમ્મુથી છે. બે દર્દીઓના મોત પણ થયા છે. જ્યારે જમ્મુના બે દર્દી પુરી રીતે સ્વસ્થ થઈ ચુક્યા છે. જમ્મુ-કાશ્મીરના 8 જિલ્લાઓના 30થી વધારે ગામને સરકારે ‘રેડ ઝોન’જાહેર કરી દેવાયા છે. આ વિસ્તારમાં લોકોને ઘરમાંથી નીકળવા માટેની મનાઈ કરવામાં આવી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


The doctor who took the samples of corona patients had an infection; Report of wife, father and servant also positive

Related posts

બિપિન રાવતે કહ્યું- કોરોનાએ ત્રણેય સેનાને ઓછી અસર કરી, ધૈર્ય અને અનુશાસનથી તેનો સામનો કરી શકાશે

Amreli Live

કળીયુગના અંત ને લઈને વિષ્ણુ પુરાણમાં લખવામાં આવી છે આ ૧૦ વાતો, જળ પ્રલય પહેલા આ ૧૦ વસ્તુથી થશે વિનાશ

Amreli Live

કલમ-370 હટ્યા પછી કાશ્મીરમાં તંત્ર તો બદલાયું પણ, ન તો વન અધિકાર કાયદો લાગુ થયો, ન તો પંડિતોને વિશેષ દરજ્જો મળ્યો

Amreli Live

અમેરિકામાં 97% મહિલા બાળકોના અભ્યાસ પર વધુ ધ્યાન આપે છે, 66%એ કહ્યું, પતિનો સહકાર નથી મળતો

Amreli Live

1 કરોડ હાઇડ્રોક્સિક્લોરોક્વિન ટેબલેટ બનાવવા ગુજરાત સરકારે દવા કંપનીઓને ઓર્ડર આપ્યો

Amreli Live

અત્યાર સુધીમાં 1.93 લાખ મોતઃ અમેરિકામાં 12 દિવસમાં મોતનો આંકડો ડબલ થયો, પાકિસ્તાનમાં ISI સંક્રમિતોની શોધખોળ કરશે

Amreli Live

24 કલાકમાં સુરતના ઉમરપાડામાં 9 ઈંચ, બનાસકાંઠાના દિયોદર અને અમરેલીના લિલિયામાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો

Amreli Live

ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બિડેન ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર, ટ્રમ્પને ટક્કર આપશે

Amreli Live

સાઉદીમાં બીમારી કે ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવવા બદલ રૂ. 1 કરોડ સુધીનો દંડ, રશિયામાં ક્વૉરન્ટિન તોડનારને 7 વર્ષની કેદ

Amreli Live

વિશ્વભરમાં 78.59 લાખ કેસ: સાઉદી અરબમાં કેસ ઝડપથી વધી રહ્યા છે, આ વર્ષે હજ યાત્રા રદ્દ થઈ શકે છે

Amreli Live

CBSE ધોરણ 12ની બાકી રહેલી પરીક્ષાઓ અંગે આજે નિર્ણય લેવામાં આવશેઃ કોરોનાને કારણે વાલીઓની પરીક્ષા રદ કરવા માગ

Amreli Live

કોરોના માટે જરૂરી પ્લાઝમા માટે SVP હોસ્પિટલની અપીલ, અત્યાર સુધીમાં માત્ર 2 રેસિડેન્ટ ડોકટર સહિત 34 લોકોએ જ પ્લાઝમા ડોનેટ કર્યા

Amreli Live

2,07,191કેસઃગોવા એરપોર્ટ પર દુબઈથી આવેલા યાત્રીઓનો હોબાળો, ક્વૉરન્ટીન સેન્ટર જવાનો ઈન્કાર કર્યો

Amreli Live

10 દેશોએ કોરોનાને કઈ રીતે રોક્યો ? ચીને લોકડાઉન નહિ પરંતુ ટેસ્ટિંગ પર ફોકસ કર્યું, 4 મહીનાથી અહીં કેસનો ગ્રોથ 1%થી પણ ઓછો

Amreli Live

124 સેમ્પલમાંથી વધુ એક પોઝિટિવ કેસ જંગલેશ્વરમાંથી નોંધાયો, 103 નેગેટિવ અને 20ના રિપોર્ટ આવવાના બાકી

Amreli Live

કુબેર દેવતા આ રાશિના લોકો પર મહેરબાન થશે, ભરી દેશે ધનની તિજોરી અને ખોલી દેશે પ્રગતિના ખુલી જશે માર્ગ

Amreli Live

સુશાંતના સાંજે વિલે પાર્લેના પવનહંસ સ્મશાનમાં અંતિમ સંસ્કાર, પિતા મુંબઈ આવ્યા

Amreli Live

કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં સાબરકાંઠાના CRPF જવાન સહિત 3 જવાન શહીદ , 2 ઘાયલ થયા

Amreli Live

રાજ્યમાં એક જ દિવસમાં 7ના મોત, નવા 176 કેસ , 143 એકલા અમદાવાદમાં, રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દી 1272

Amreli Live

મુસ્લિમ શાકભાજી પર થૂંક લગાવે છે તેવી પોસ્ટ વાઈરલ કરનારની ધરપકડ કરીઃ પોલીસ કમિશનર ભાટિયા

Amreli Live

અમેરિકા, ચીન અને યુરોપમાં સૌથી પહેલા કોરોનાની વેક્સિન બનાવવાની સ્પર્ધા, ફાર્મા કંપનીઓ પરસ્પર સ્પર્ધા ભૂલીને ‘મિશન વેક્સિન’માં જોડાઈ

Amreli Live