26.8 C
Amreli
05/08/2020
અજબ ગજબ

કોરોનાથી યુદ્ધ જીતીને ઘરે આવ્યા 103 વર્ષના વૃદ્ધ દર્દી

સારા સમાચાર : 103 વર્ષના વૃદ્ધ દર્દીએ કોરોનાથી જીત્યો જંગ, આવ્યા ઘરે

કોરોના વાયરસના વધતા કેસની વચ્ચે 103 વર્ષના સુખા સિંહ છાબરાએ કોરોના વાયરસ સામે જંગ જીતી લીધી છે. સુખા સિંહ છાબરા હાલમાં જ કોરોના વાયરસને હરાવીને ઘરે પાછા આવ્યા છે. 24 દિવસ સુધી આઈસીયુમાં રહીને કોરોનાને હરાવવાવાળા સુખા સિંહ દેશના સૌથી વધારે ઉંમરવાળા દર્દી છે.

સુખા સિંહ છાબરા મુંબઈ નજીક આવેલ ઠાણેના રહેવાસી છે. જાણકારી અનુસાર, છાબરા પરિવારના 6 સભ્ય કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા. તેમાંથી 5 લોકો કોરોના વાયરસથી સાજા થઈને ઘરે જઈ ચુક્યા છે. તેમજ, સુખા સિંહના 86 વર્ષના સંબંધી તારા સિંહ છાબરાનો હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે.

ડોક્ટરનું કહેવું છે કે, તેમની સ્થિતિમાં સુધારો આવ્યો છે. તેમને પણ બે દિવસની અંદર ઘરે મોકલી દેવામાં આવશે. સુખા સિંહને તાવ અને શ્વાસ લેવામાં તકલીફ તેમજ કોરોના પોઝિટિવ હોવાના કારણે 2 જૂનના રોજ ઠાણેની કૌશલ્યા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

24 દિવસમાં કોરોના રિપોર્ટ નેગેટિવ :

ડોક્ટર અમિત લાલા ખોમાએ કહ્યું કે, દર્દીની ઉંમર જોઈને તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. સુખા સિંહના ઈલાજ અને ઈચ્છાશક્તિથી થોડા દિવસમાં તેમનું સ્વાસ્થ્ય સુધરવા લાગ્યું હતું. તેમણે 14 દિવસ પછી વોર્ડમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા. જો કે, શ્વાસ લેવામાં તકલીફ થવા પર સુખા સિંહને ફરીથી આઈસીયુમાં રાખવા પડ્યા. છેવટે 24 દિવસ પછી તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો, ત્યારબાદ તેમને સોમવારે ઘરે મોકલી દેવામાં આવ્યા.

103 વર્ષની ઉંમરે પણ કોઈ રોગ નથી :

સુખા સિંહનો જન્મ ઓક્ટોબર 1917 માં થયો હતો. હાલમાં તેમની ઉંમર 103 વર્ષ છે. આ ઉંમરમાં પણ તેમને ડાયાબિટીસ અને બીપી સહીત કોઈ રોગ નથી. તેમની ઉંમર અને રોગ સામે લડવાનો જુસ્સો જોઈને હોસ્પિટલના ટ્રસ્ટી ડો. અમોલ ભાનુશાલી અને ડો. સમીપ સોહનીએ તેમનો મફત ઈલાજ કરવાનો નિર્ણય લીધો. તેમજ, હોસ્પિટલના 3 ડોક્ટરોની ટીમ દર 5 કલાકે તેમની તપાસ કરતા હતા. તેમના પરિવારના સભ્યોમાં નિરંજન સિંહ (61), ગુરજીત કૌર (55), દરવિંદર કૌર (56) અને તરણજીત સિંહ પહેલા જ કોરોનાથી સાજા થઈ ગયા છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

જયારે ડિલિવરીના 48 કલાક પછી તરત સ્મૃતિ ઈરાનીએ શૂટ કરવા આવવું પડ્યું, ચોંકાવનારો છે કિસ્સો

Amreli Live

હથેળીની પાછળની બાજુથી જાણવામાં આવશે તમારો સ્વભાવ અને તમારું ભવિષ્ય.

Amreli Live

મનોરંજનની દુનિયામાં ભૂકંપના ઝટકા હજી બંધ થવાનું નામ નથી લેતા, વધુ એક સફળ હીરોની આત્મહત્યા.

Amreli Live

શું લાડ કરવાના ચક્કરમાં તમે જ તમારા બાળકોને બગાડો છો? જાણો શું કહે છે રિસર્ચ.

Amreli Live

શું છે ડિપ્રેશન અને તેના લક્ષણ, કેમ આવે છે આત્મહત્યાના વિચાર?

Amreli Live

LPG સિલેન્ડરથી જો અકસ્માત થશે, તો પીડિત વ્યક્તિને મળશે વીમા કવર, જાણો સંપર્ણ વિગત.

Amreli Live

શ્રાવણમાં સવાર-સાંજ આ રીતે કરો શિવ આરાધના અને રાખો અમુક વાતોનું ધ્યાન, દરેક ઈચ્છાઓ થઈ જશે પુરી.

Amreli Live

લક્ષણ વગરના લોકોથી કોરોના ચેપનો વધી રહ્યો છે ભય, આવી રીતે રહો સતર્ક.

Amreli Live

અજબ ગજબ ક્રાઇમ : યુવકને ગાંજો ના મળ્યો તો, એક વાટકામાં પાણી લઈને ગળી ગયો ચપ્પુ, ડોક્ટર ચકિત

Amreli Live

વિદેશી નહિ, દેશી જાતિ સહીવાલ અને ગીરના વીર્યની વધી માંગ, જાણો તેની ખાસિયત.

Amreli Live

આ અઠવાડિયે આ 7 રાશિઓ પર માતા લક્ષ્મીની બની રહશે અપાર કૃપા, ઘરમાં થશે લક્ષ્મીનું આગમન

Amreli Live

અઢળક સંપત્તિ અને પ્રસિદ્ધિ, તો પણ કેમ આત્મહત્યા કરે છે સેલિબ્રિટી?

Amreli Live

વિષ્ણુજીની કૃપાથી આજે આ રાશિના નોકરિયાતોને ૫દોન્‍નતિથી લાભ થવાના યોગ છે, જાણો શું કહે છે તમારી રાશિ.

Amreli Live

ચીનને ખૂબ ઓછા નુકશાન સામે મોટો ઝાટકો આપી શકે છે ભારત

Amreli Live

સોશિયલ મીડિયાથી લઈને રસ્તા ઉપર ઉછળી રહ્યો છે ગુસ્સો, લોકો સળગાવી રહ્યા છે ચીની વસ્તુ

Amreli Live

સિંહ રાશિના લોકોને આજે દામ્‍પત્‍યજીવનમાં નજીવી બાબતમાં મનદુ:ખ થવાની સંભાવના છે, પણ આ રાશિઓ માટે દિવસ લાભદાયી હશે.

Amreli Live

મહાદેવની કૃપાથી આ અઠવાડિયે આ રાશિના લોકોના વેપાર ધંધામાં લાભ, નોકરીમાં બઢતી અને આવકના સ્ત્રોતોમાં વધારો થાય.

Amreli Live

રાશિ અનુસાર જાણો કેવો રહેશે શ્રાવણનો પહેલો દિવસ, કોને થશે લાભ, કોના ખુલશે ભાગ્ય.

Amreli Live

અમેરિકાનો પ્લાન, ચીન સાથે યુદ્ધની સ્થિતિમાં ભારતનો આપશે સાથ, ડ્રેગનને ચેતવ્યો

Amreli Live

શૈલેષભાઇ સગપરિયાએ લોકડાઉનમાં લખ્યું આ પુસ્તક જાણો બધી માહિતી

Amreli Live

ઉતાવળમાં બનેલ કોરોનાની રસી ફરી પુનરાવર્તિત કરી શકે છે પોલિયો જેવી ઘટના

Amreli Live