29.4 C
Amreli
25/09/2020
bhaskar-news

કોરોનાથી ઠીક થયેલા 2 દર્દીએ પ્લાઝ્મા ડોનેશન અંગે અનુભવ કહ્યાં – 45 મિનિટ લાગે છે, તેનાથી કોઈનું જીવન બચી શકે છેકોરોના વાઈરસથી સારું થઈ ગયેલા લોકો હવે બ્લડ પ્લાઝ્મા દાન કરવા માટે આગળ આવી રહ્યા છે. આ પૈકી એક પશ્ચિમ દિલ્હીના મોતી નગરના અનુજ શર્મા તથા તરબેઝ ખાનનો સમાવેશ થાય છે. બન્નેને કોરોના થયો હતો, પણ હવે તંદુરસ્ત છે. અનુજકહે છે કે પ્લાઝ્મા દાન કરવામાં વધારે સમય લાગતો નથી. ફક્ત સોય લાગવા જેવો અહેસાસ થાય છે. આપણે સંપૂર્ણ પ્રક્રિયામાં 45 મિનિટનો સમય લાગે છે. જો પ્લાઝ્મા ડોનેશનથી કોઈનો જીવ બચી શકતો હોય તો આ માટે આગળ આવવું જોઈએ.

એવી જ રીતે તરબેઝ ખાને પણ કહ્યું હતું કે જો મારી મદદથી કોઈ હિન્દુસ્તાની ભાઈની બીમારી ઠીક થાય છે તો તેનાથી વિશેષ ગર્વની વાત શું હોઈ શકે. મે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પ્લાઝ્મા થેરાપી અંગે માહિતી આપતા સાંભળ્યા હતા. ત્યારે મે અને મારા પરિવારે પ્લાઝ્મા ડોનેશન કરવાનો નિર્ણય કર્યો હતો. લખનઉના કેજીએમયુમાં ડોક્ટરને પ્લાઝ્મા થેરાપી આપવામાં આવી હતી. લખનઉની એક મહિલા ડોક્ટરે ડોનર રહી હતી. તેઓ હવે તંદુરસ્ત છે અને તેમના ઘરે પરત જતી રહી છે. બીજી બાજુ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં શ્રી અરવિંદ ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સિસમાં ત્રણ ગંભીર દર્દીને આ થેરાપી આપવામાં આવી રહી છે. આ તમામ કોરોના બીમારીથી ઠીક થઈ ગયેલ બે ડોક્ટર ડોનર છે.

કેજરીવાલે કહ્યું હતું-પ્લાઝ્મા થેરાપી આશાનું કિરણ છે
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તાજેતરમાં કહ્યું હતું કે દિલ્હીમાં ચાર ગંભીર દર્દી પર પ્લાઝ્મા થેરાપીનો ટેસ્ટ કરવામાં આવેલ છે. તેમાંથી બે દર્દીને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. આ શરૂઆતી પરિણામો છે. એવો વિચાર કરવો જોઈએ નહીં કે કોરોનાનો ઈલાજ મળી ગયો છે. પણ તે એક આશાનું કિરણ છે.

કોરોનાથી ઠીક થયેલા દર્દીના લોહીથી સંક્રમિત દર્દીનો ઈલાજ કરવામાં આવ્યો

પ્લાઝ્મા થેરાપીમાં કોરોનાથી ઠીક થયેલા દર્દીઓના લોહીમાંથી પ્લાઝ્મા કાઢીને સંક્રમિત દર્દીનો ઈલાજ કરવામાં આવે છે. આ થેરાપીનો એટલા માટે ચીન, ફ્રાંસ અને અમેરિકામાં ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં પણ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)એ આ ટેસ્ટને મંજૂરી આપી છે. આ થેરાપી આપી રહેલા ઈન્દોરના ડો.સતીશ જોશીએ પ્લાઝ્મા થેરાપી અંગે ભાસ્કરને માહિતી આપી હતી.

શું હોય છે પ્લાઝ્માઃ લોહીમાં ચાર ઘટક હોય છે. રેડ બ્લડ સેલ, વ્હાઈટ સેલ, પ્લેટલેટ્સ અને પ્લાઝ્મા. આ પ્લાઝ્મા લોહીનો તરલ હિસ્સો હોય છે, જેના મારફતે એન્ટીબોડી શરીમાં જાય છે. તે એન્ટીબોડી સંક્રમણથી પીડિત વ્યક્તિના લોહીમાં મિશ્રણ થઈ બીમારી સામે લડવામાં મદદ કરે છે.

શું છે આ થેરાપીઃ કોરોનાથી સંપૂર્ણપણે ઠીક થયેલા લોકોના લોહીમાં એન્ટીબોડીઝ બની જાય છે, જે સંક્રમણની અસરને ઓછી કરવામાં મદદ કરે છે. પ્લાઝ્મા થેરાપીમાં તે એન્ટીબોડીઝ, પ્લાઝ્મા ડોનર એટલે કે સંક્રમણનો સામનો કરી ચુકેલી વ્યક્તિના લોહીમાંથી કાઢીને સંક્રમિત વ્યક્તિના શરીરમાં નાંખવામાં આવે છે. ડોનર અને સંક્રમિતનું બ્લડ ગ્રુપ એક જ હોવુ જોઈએ. પ્લાઝ્મા ચડાવવાનું કામ નિષ્ણાતોની દેખરેખ હેઠળ કરવામાં આવે છે.

કેવી રીતે કાઢવામાં આવે છે પ્લાઝ્માઃ કોરના સંક્રમણથી ઠીક થયેલી વ્યક્તિ પણ ક્વોરન્ટીન પીરિયડ ખતમ થયા બાદ પ્લાઝ્મા ડોનર બની શકે છે. એક ડોનરના લોહીમાંથી કાઢવામાં આવેલા પ્લાઝ્માંથી બે વ્યક્તિનો ઈલાજ કરવામાં આવે છે. એક વખતમાં 200 મિલીગ્રામ પ્લાઝ્મા ચડાવવામાં આવે છે. કોઈ ડોનરથી પ્લાઝ્મા લીધા બાદ માઈનસ 60 ડિગ્રી પર,1 વર્ષ સુધી સ્ટોર કરી શકાય છે. દિલ્હીમાં આ થેરાપીથી એક 49 વર્ષિય સંક્રમિત તુલનાત્મક રીતે ઝડપથી સારું થઈ ગયુ છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


2 patients who recovered from corona shared their experience of plasma donation – it takes 45 minutes, it can save someone’s life

Related posts

શહેરમાં વધુ નવા 16 કેસ ઉમેરાતા પોઝિટિવ દર્દીનો આંકડો 282 એ પહોંચ્યો, છેલ્લા 24 કલાકમાં 4 દર્દીના મોત

Amreli Live

ભાજપે મમતા સરકાર પર રાહત સામગ્રી વહેંચવામાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો, ગરબડ કરનારાઓ પાસેથી અત્યાર સુધી 20 લાખ રૂપિયા રિકવર કરાયા

Amreli Live

ભારત-ચીનમાં આ વર્ષે 70 પ્રોગ્રામ થવાના હતા, પરંતુ ગલવાનના પગલે અશકય; સરકાર ચીન પર ઝડપથી કેટલાક આર્થિક પ્રતિબંધો લગાવી શકે છે

Amreli Live

વર્ષ ૨૦૨૦ માં આ રાશિઓ પર રહેશે શનિની સાડેસાતી, આ 6 રાશીએ ખાસ સતર્ક રહેવની જરૂર છે અને વિચારીને પગલા લેવા..

Amreli Live

રાજ્યમાં 256 નવા કેસ, 6 મોત, 256માંથી 182 કેસ અને 6માંથી 3 મોત અમદાવાદમાં થયા

Amreli Live

રાજ્યમાં સતત ત્રીજા દિવસે હજારથી વધુ કેસ, નવા 1078 કેસ સાથે કુલ કેસ 52563 અને 28 મોત સાથે મૃત્યુઆંક 2257

Amreli Live

દેશમાં કોરોના કેસ 21 લાખને પાર, રિકવરી રેટ વધીને 68.32% થયો, મહારાષ્ટ્રમાં 24 કલાકમાં રેકોર્ડ 12 હજારથી વધુ કેસ નોંધાયા

Amreli Live

રાજ્યમાં 14310 એક્ટિવ કેસમાંથી 79 વૅન્ટિલેટર પર અને 14231ની હાલત સ્થિર, કુલ કેસ 75 હજારને પાર

Amreli Live

જસદણ પંથકમાં 1 ઇંચ, ગોંડલ અને રાજકોટમાં ધોધમાર, ગઢડામાં સવા ઇંચ, બાબરા પંથકમાં બે ઇંચ વરસાદ

Amreli Live

સમગ્ર રાજ્ય દીવાઓથી ઝળહળ્યું, વડાપ્રધાનના માતા હિરાબાએ પણ દીવા પ્રગટાવી સમર્થન કર્યું

Amreli Live

અત્યારસુધી 37 હજાર 257 કેસ : એક દિવસમાં રેકોર્ડ 2300થી વધુ દર્દી વધ્યા, મહારાષ્ટ્રમાં 1008 અને ગુજરાતમાં 326 નવા કેસ નોંધાયા

Amreli Live

રાજ્યસભા ચૂંટણીમાં ભાગ લેનાર ભાજપના ધારાસભ્ય પોઝિટિવ, સંપર્કમાં આવેલા 3 MLAના પણ ટેસ્ટ થયા

Amreli Live

અંતે ગુજરાત સરકારે ‘ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ’ T3 સ્ટ્રેટેજી મુજબ કોરોનાના કેસ ઘટાડવાની નવી ફોર્મ્યુલા અપનાવી

Amreli Live

પહેલી વાર DivyaBhaskar દેખાડે છે, લેબમાં ડોક્ટર-સ્ટાફ કેવા જીવના જોખમે સેમ્પલને પ્રોસેસ કરે છે!

Amreli Live

5.85 લાખ કેસઃ છેલ્લા 24 કલાકમાં 18256 દર્દી વધ્યા અને 12 હજારથી વધુ સાજા થયા, ગોવામાં ભાજપ ધારાસભ્ય કોરોના પોઝિટિવ

Amreli Live

શહેરમાં માસ્ક ન પહેરનાર-જાહેરમાં થૂંકનારને રૂ. 500, જ્યાંથી પાન-માવો ખાઈને થૂંકશે તે ગલ્લાવાળાને રૂ.10 હજારનો દંડ

Amreli Live

ઓસ્ટ્રેલિયાની રાજધાનીમાં આજથી 6 સપ્તાહનું લોકડાઉન, સર્બિયામાં કોરોના પ્રતિબંધના વિરોધમાં સંસદ સામે પ્રદર્શન

Amreli Live

એક દિવસની પ્રેક્ટિસમાં પહેલી વખત ફ્લાય પાસ્ટ, ઘરની છત પરથી ફાઇટર પ્લેન દેખાશે, એરફોર્સના 12 એરક્રાફ્ટ સામેલ થશે

Amreli Live

વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું આફ્રિકામાં 83 હજારથી 1.90 લાખ સુધી લોકોના મોત થઈ શકે છે

Amreli Live

રાજ્યમાં ભારે અને મધ્યમ વરસાદની આગાહી વચ્ચે રાજ્યના 35 તાલુકામાં મેઘરાજાની મહેર, સુરતમાં એક ઈંચથી વધુ વરસાદ

Amreli Live

અત્યાર સુધી 5956 કેસઃ આજે 34 નવા કેસ સામે આવ્યા; આગરામાં 19, ઝારખંડમાં 9 અને પંજાબમાં 8 રિપોર્ટ પોઝિટિવ

Amreli Live