27.6 C
Amreli
25/11/2020
અજબ ગજબ

કોરોનગ્રસ્ત મહિલાના 95 થી 97 ટકા ફેફસા ક્ષતિગ્રસ્ત હતા, અમદાવાદ સિવિલના ડોકટરોએ તેને મોતના મુખમાંથી બહાર કાઢી.

અમદાવાદમાં આવેલ સિવિલ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરોએ સૌથી પડકારજનક કોરોના કેસ સામે જંગ જીતી છે, અને મહિલા દર્દીને મોતના મુખમાંથી બહાર લાવીને તેમને સાજા કરીને ઘેર મોકલ્યા છે. આ બધું ડોક્ટરોના દૃઢ સંકલ્પ અને મેડિકલ નોલેજને લીધે શક્ય બન્યું છે. જણાવી દઈએ કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ એક ગરીબ ખેતમજૂર મહિલાને ખુબ મહેનત કરીને મોતના મુખમાંથી ઉગારી છે. આ કેસને કોરોનાકાળનો તબીબી જગતનો સૌથી પડકારજનક કેસ કહી શકાય, જેમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ સફળતા પ્રાપ્ત કરી છે.

આ સમગ્ર ઘટના વિષે વાત કરીએ તો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના રહેવાસી મનિષાબહેન ગામમાં ખેતમજૂરી કરી જીવન જીવે છે. એક દિવસ તે કામ કરી રહ્યા હતાં ત્યારે તેમની તબિયત બગડી હતી. તેમને ઉધરસ, તાવ જેવા લક્ષણ દેખાયા, અને થોડા સમય બાદ મોઢામાંથી લોહી નીકળવા લાગ્યુ. આ જોઈ તેમના પરિવારજનો ચિંતિત થયા અને ગામથી નજીક એક ખાનગી હોસ્પિટલમાં તેમને સારવાર માટે લઇ ગયા. ત્યાંના ડોક્ટરોએ તેમની ખરાબ સ્થિતિ જોઈને ઘોળકાની મુખ્ય હોસ્પિટલમાં જવા કહ્યુ. પછી મનિષાબહેનના પરિવારજનો તેમને લઇને ધોળકા હોસ્પિટલમાં પહોંચ્યા. ત્યાં તેમને જણાવવામાં આવ્યું કે, ફટાફટ અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચો, નહીંતર 3 કલાક પછી તેમને બચાવી શકાશે નહિ.

એ પછી મનિષાબહેનના પરિવારજનો તેમને અમદાવાદ સિવિલની કોરોના ડેડિકેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં લઇ ગયા. ત્યાં તેમનો રિપોર્ટ કરાવવામાં આવ્યો જેમાં તે કોરોના પોઝિટિવ નીકળ્યા. ડોક્ટરો તેમના એકસ-રે રિપોર્ટ જોઈને આશ્ચર્યચકિત થઇ ગયા. તેમના ફેફસાની સ્થિતિના ઉંડાણપુર્વક અને સચોટ પરિણામ સુધી પહોંચવા માટે મનિષાબહેનનો HRCT કરાવવામાં આવ્યો. તે રિપોર્ટમાં જે સામે આવ્યું તે સિવિલના ડોક્ટરો માટે કોરોનાકાળનો સૌથી પડકારજનક કિસ્સો બન્યો. કારણ કે, મનિષાબહેનના ફેફસામાં 95 થી 97 ટકા નુકસાન પહોંચ્યું હતું. તેમનો સી.ટી. સ્કોર પણ 40/40 હતો. ડોક્ટરોના અનુમાન પ્રમાણે આટલી ખતરનાક હાલતમાં દર્દીનું બચવુ અત્યંત મુશ્કેલ હોય છે.

જણાવી દઈએ કે, તબીબી જગતમાં મનિષાબહેનને ફેફસામાં થયેલા અત્યંત ગંભીર નુકસાનને ફાઇબ્રોસીસ કહે છે. જો તેની સધન અને સચોટ સારવાર કરવામાં ન આવે, તો દર્દીનું મૃત્યુ થવાની સંભાવનાઓ રહેલી હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટલની ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં કોરોના ડ્યુટી નિભાવતા આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. કાર્તિકેય પરમાર અને પ્રોફેસર અને વડા પલ્મોનરી મેડિસિન (ફેફસા સંબંધિત રોગના નિષ્ણાત) ડૉ. રાજેશ સોલંકીએ મનિષાબહેનને ત્વરિત સારવાર આપીને સ્વસ્થ કરવાનો નિર્ણય લીધો, અને સંઘર્ષ કરીને તેમને સાજા કરીને જ ઘરે મોકલ્યા.

અમદાવાદ સિવિલના ડોક્ટરો મનિષાબહેનને રેમડેસીવીર, ટોસીલીઝુમેબ, પેન્ટાગ્લોબિન જેવા અત્યંત મોંધા ઇન્જેકશનની સારવાર સાથે ડેક્ઝોના જેવી સપોર્ટિવ સારવાર આપીને મોતના મુખમાંથી પાછા ખેંચી લાવ્યા. તેમના મોઢામાંથી સતત લોહી વહી રહ્યું હતું તે ડોક્ટરોની આ સારવારને લીધે અટક્યું અને ધીરે ધીરે મનિષાબહેનની સ્થિતિ સુધરવા લાગી. અમદાવાદ સિવિલ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરોએ મૃત્યુની અણીએ પહોંચેલી આ મહિલાને નવજીવન પ્રદાન કરીને માનવીય સંવેદનાની આગવી મિસાલ પ્રસ્થાપિત કરી છે.

આ બાબતમાં સિવિલ હોસ્પિટલના આસિસટન્ટ પ્રોફેસર અને ૧૨૦૦ બેડ કોવિડ હોસ્પિટલના નોડલ ડૉ.કાર્તિકેય પરમાર સાથે વાત કરવા પર તેમણે જણાવ્યું કે, આ કેસ મારી 8 મહિનાની કોરોના ડ્યુટીમાં સૌથી પડકારજનક અને ચોકાંવનારો રહ્યો. મનિષાબહેન કે જેમની ઉંમર ફક્ત 30 વર્ષ છે, તેમને ફેફસામાં 95 થી 97 ટકા નુકસાન પહોંચ્યું હતું, જે આ ઉંમરના દર્દીમાં ભાગ્યે જ જોવા મળે છે. જ્યારે તે હોસ્પિટલમાં આવ્યા ત્યારે તે અતિગંભીર હાલતમાં હતા, પરંતુ અમારા નિષ્ણાંત તબીબોની ટીમના સંકલન અને સધન સારવારના કારણે મનીષાબેનને ફક્ત 12 દિવસમાં જ અતિ ગંભીર સ્થિતિમાંથી સંપૂર્ણ પણે સ્વસ્થ કરવામાં આવ્યા.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી સ્વસ્થ થઇને ઘરે જતા સમયે મનિષાબહેને કહ્યુ કે, અમારા જેવા ગરીબ પરિવારને સરકારી હોસ્પિટલમાં મળેલી શ્રેષ્ઠ સારવાર મારા માટે આશીર્વાદ રૂપ બની છે. રાજય સરકાર દ્વારા મફત ઉપલબ્ધ કરાવવામાં આવતા અત્યંત મોંઘા તમામ ઇનેજકશનનો મારી સારવારમાં ઉપયોગ કરીને મને બચાવી લેવા માટે અમે રાજ્ય સરકારનો આભાર માનીએ છીએ. મનિષાબહેને કહ્યું સધન સારવાર, તબીબોની દરકાર અને સંવેદનશીલ સરકારના કારણે મને નવજીવન મળ્યું છે.

મિત્રો, હવે ફાઇબ્રોસીસ શું છે? તેના વિષે ટૂંકમાં જાણીએ. આપણા ફેફસા ખૂબ જ સ્થિતિ સ્થાપક અને નરમ હોય છે. આથી તે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન કરી શકે છે. જયારે ફેફસામાં થ્રોમ્બો ઇન્ફલેમેશન (ફેફસામાં સોજો થવો અને લોહીના ગઠ્ઠા) જામી થાય છે, ત્યારે ફેફસા તેની સ્થિતિ સ્થાપકતાં ગુમાવીને કઠણ બની જાય છે, જેને મેડિકલ ભાષામાં ફાઇબ્રોસીસ કહેવામાં આવે છે.

સામાન્ય રીતે ટીબીના દર્દીમાં ફેફસાનો ઉપરનો ભાગ અને ન્યુમોનિયામાં ફેફસાનો નીચેનો ભાગ પથ્થર જેવો કડક થઇ જતો જોવા મળે છે. પણ કોરોનાગ્રસ્ત દર્દીના ફેફસાને નુકશાન પહોંચે ત્યારે તે ફેફસાના સમગ્ર ભાગમાં ફાઇબ્રોસીસ થતુ જોવા મળે છે. ફેફસાના ડાબી બાજુમાં 2 અને જમણી બાજુમાં 3 એમ કૂલ મળીને પાંચ ખંડ આવેલા હોય છે. અને કોરોનાગ્રસ્ત દર્દીના આ પાંચેય ખંડમાં ફાઇબ્રોસિસ જોવા મળે છે.


Source: gujaratilekh.com

Related posts

ખેડૂતો માટે સ્થાઈ કમાણીનું માધ્યમ બની શકે છે સૌર ઉર્જા યોજના, સરકાર આપી રહી છે ભારે છૂટ.

Amreli Live

શ્રાવણમાં મંગળવારે કરવા જોઈએ આ 5 કામ, હનુમાનજીની પૂજા હોય છે અગત્યની

Amreli Live

સૈનિકની છેલ્લી ઈચ્છા રહી ગઈ અધૂરી, માં એ પોતાના લાલને સલામ સાથે આપી અંતિમ વિદાય

Amreli Live

આ કેદી મહિલાનો ડાન્સ એવો કે તેની મજા માણી રહ્યા હતા જેલર અધિકારી પછી…

Amreli Live

આ 5 રાશિ માટે દિવસ રહેશે અત્યંત શુભ, નોકરી ધંધામાં પણ લાભના સમાચાર મળે.

Amreli Live

સીબીઆઈ તપાસની માંગણીને લઈને શેખર સુમને ઓનલાઈન ફોરમ બનાવ્યું, કહ્યું – આ બાબત એટલી સામાન્ય નથી જેટલી દેખાય છે.

Amreli Live

કન્યા રાશિના લોકો પર આજે લક્ષ્મીજીની કૃપા રહેશે, સંતાનોના શુભ સમાચાર મળે.

Amreli Live

મૃતક મહિલાના ભાઈ અને આરોપીની કોલ ડિટેલ્સથી આવ્યો નવો વળાંક, બંને વચ્ચે થઇ 104 વખત વાતચીત

Amreli Live

આ અઠવાડિયે આ રાશિના લોકોને નોકરીમાં યશ મળે, કુંવારા લોકો માટે લગ્નના યોગ છે.

Amreli Live

જોડિયા ભાઈ-બહેનોના ટકા પણ એક સરખા, શેયર કરી સફળતાની સિક્રેટ સીડી

Amreli Live

માં સરસ્વતીના આશીર્વાદથી આ 7 રાશિઓના સમસ્યાઓનો થશે અંત, થશે ધન લાભ

Amreli Live

કોવિડ-19ને વર્લ્ડ હેલ્થ ઈમરજેંસી જાહેર કર્યાને થયા 6 મહિના પુરા, આજે 1.71 કરોડથી વધારે લોકો સંક્રમિત.

Amreli Live

શું બેડરૂમમાં ઘણી વખત પાર્ટનર સાથે થાય છે ઝગડો, તો અપનાવો આ 10 વાસ્તુશાસ્ત્રના ઉપાય.

Amreli Live

ભગવાન કૃષ્ણની કૃપાથી આ અઠવાડિયે 5 રાશિઓનો થશે ભાગ્યોદય, આ રાશિઓનો શરુ થશે રાજયોગ

Amreli Live

99 ટકા લોકો રોટલી, ફુલ્કા અને ચપાતીને સરખી સમજે છે પણ આજે અમે તમને જણાવીશું આ ત્રણમાં શું છે અંતર

Amreli Live

શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને જે જણાવ્યું, તે આજે પણ દરેક માણસ માટે ખાસ છે, પર્સનાલિટી ડેવલપમેન્ટનું કામ કરે છે શ્રીકૃષ્ણની 4 વાતો

Amreli Live

ચટપટી અને ટેસ્ટી ‘શિમલા મરચાની ચટણી’ બનાવવાની સરળ રીત.

Amreli Live

જાણો કેમ આનંદ મહિન્દ્રાએ ફ્રી માં લૂંગ્ગી ભાઈને ભેટમાં આપી આટલા લાખની એક કામની વસ્તુ, જાણો રોચક કારણ

Amreli Live

દિવાળીની સફાઈ કરતા સમયે ત્રણ લાખના ઘરેણાંવાળું પર્સ કચરાની વેનમાં નાખ્યું અને પછી….

Amreli Live

ડાયાબિટીસથી લઈને આંખની રોશની સુધી ઠીક કરી શકે છે કોળાના પાંદડા, જાણો ખાવાની રીત.

Amreli Live

ખોદકામ દરમિયાન મળ્યો ચાંદી-તાંબાના સિક્કાથી ભરેલ કળશ, મજુરમાં થઇ લૂંટમ લૂંટ

Amreli Live