કપિલના શો માં પહોંચ્યા કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય, તેમના વજનની કપિલે ઉડાવી મજાક : તમે તો 2 માણસને… ‘ધ કપિલ શર્મા શો’ ના આવનારા એપિસોડમાં કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય, ટેરેંસ લુઈસ અને ગીતા કપૂર સ્પેશિયલ ગેસ્ટ એટલે કે ખાસ મહેમાન હશે. આ એપિસોડનો એક પ્રોમો વિડીયો સોશિયલ મીડિયા પર શેયર કરવામાં આવ્યો છે. આ વિડીયોમાં ગણેશ આચાર્યએ ખુલાસો કર્યો છે કે, તેમણે અત્યાર સુધી લગભગ 100 કિલો વજન ઘટાડી લીધું છે.
તેના પર કપિલ શર્મા તેમને મજાકમાં કહે છે કે, તેનો અર્થ છે કે તમે તો 2 માણસ ગાયબ કરી દીધા. થોડા વર્ષો પહેલા ગણેશનું વજન લગભગ 200 કિલો થઈ ગયું હતું. ત્યારબાદ તેમણે પોતાની બોડી પર કામ કરવાનું શરૂ કર્યું, અને અત્યાર સુધી ઘણું વજન ઘટાડી દીધું છે.
આ એપિસોડના પ્રોમો વિડીયોમાં જોઈ શકાય છે કે, ગણેશનો ટ્રાન્સફોર્મેશન લુક જોઈને કપિલ શર્મા દંગ રહી જાય છે. ત્યારબાદ કપિલ તેમને સવાલ પૂછે છે કે, ‘માસ્ટરજી, તમે કેટલું વજન ઓછું કરી લીધું છે?’ પછી ગણેશ જવાબ આપતા કહે છે કે, 98 કિલો. તેના પર કપિલ મજાકમાં કહે છે કે, નાના-નાના શહેરોમાં 46-46 કિલોના માણસ હોય છે. તેનો અર્થ એ છે કે તમે તો 2 માણસો જ ગાયબ કરી દીધા. ત્યારબાદ દરેક વ્યક્તિ જોર-જોરથી હસવા લાગે છે. આ આખો એપિસોડ આ વિકેન્ડ પર ટેલિકાસ્ટ કરવામાં આવશે.
‘દેહાતી ડિસ્કો’ માં લીડ રોલમાં દેખાશે ગણેશ : જણાવી દઈએ કે, ગણેશ જલ્દી જ પોતાની આવનારી ફિલ્મ ‘દેહાતી ડિસ્કો’ માં લીડ રોલમાં દેખાશે. ગણેશે હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં ફિલ્મ વિષે વાત કરી હતી. તેમણે આ દરમિયાન જણાવ્યું, આ એક ઘણી જ અલગ પ્રકારની ફિલ્મ છે. મારા કોમિક રોલથી એકદમ અલગ. ફિલ્મમાં મારો રોલ સિરિયસ છે. તેમાં એક્શન અને ડાંસ પણ છે.
હું એક પિતાનું પાત્ર ભજવી રહ્યો છું, જેનો એક 10 વર્ષનો દીકરો છે. આ એક ડાંસ ફિલ્મ છે, જે ભારતીય આર્ટ ફોર્મ પર આધારિત છે. જ્યારથી હું ફિલ્મો ડાયરેક્ટ કરી રહ્યો છું, તે દરેક અનુભવને હું મારા રોલમાં ઉપયોગમાં લઇ રહ્યો છું. જણાવી દઈએ કે, કોરિયોગ્રાફરના રૂપમાં ગણેશે હાલમાં ‘બેલ બોટમ’, ‘લક્ષ્મી’, ‘કુલી નંબર 1’, ‘ભુજ’ અને ‘તૂફાન’ જેવા નવા પ્રોજેક્ટ પર કામ કર્યું છે.
એક ઇન્ટરવ્યૂમાં જણાવી હતી પોતાની વેટ લોસ જર્ની : 2017 માં આપવામાં આવેલા એક ઇન્ટરવ્યૂમાં ગણેશે પોતાની વજન ઓછું કરવાની યાત્રા(વેટ લોસ જર્ની) વિષે જણાવ્યું હતું. ત્યારે તેમણે જણાવ્યું હતું કે, મારા માટે આ ઘણું મુશ્કેલ હતું. હું છેલ્લા દોઢ વર્ષથી પોતાની બોડી પર કામ કરી રહ્યો છું.
મેં 2015 માં પોતાની ફિલ્મ ‘હે બ્રો’ માટે 30 થી 40 કિલો વજન વધાર્યું હતું. ત્યારે મારું વજન લગભગ 200 કિલો થઈ ગયું હતું. હવે હું તે વજન ઉતારી રહ્યો છું. કરવાનું જ છે, એક વિચાર હતો કે મારે બસ આજ કરવાનું છે. લોકોએ ગણેશ આચાર્યને જાડો જોયો છે. એટલા માટે હવે પોતાની છબી બદલવા માંગુ છું. મેં અત્યાર સુધી લગભગ 85 કિલો વજન ઓછું કરી લીધું છે.
આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.
Source: gujaratilekh.com