29.7 C
Amreli
20/10/2020
અજબ ગજબ

કોણ હતો દૈત્યરાજ મહિષાસુર? કઈ રીતે થયો તેનો વધ? અહીં જાણો.

દૈત્યરાજ મહિષાસુર કોણ હતો અને તેનો વધ કઈ રીતે થયો હતો? વાંચો પૌરાણિક કથા. આ વર્ષે શક્તિની આરાધનાનું પર્વ નવરાત્રી 17 ઓક્ટોબરથી શરૂ થશે. તે દિવસથી 9 દિવસ સુધી માતા દુર્ગાની પૂજા કરવામાં આવશે. 25 ઓક્ટોબરે વિજયાદશમી ઉજવવામાં આવશે. આ દિવસે માતા ભગવતીએ મહિષાસુરનો વધ કર્યો હતો, આથી અધર્મ પર ધર્મની જીતને યાદ કરી દર વર્ષે વિજયાદશમી ઉજવવામાં આવે છે. દૈત્યરાજ મહિષાસુર કોણ હતો? તેનો જન્મ કેવી રીતે થયો? તેનો વધ કેવી રીતે થયો? મહિષાસુરનો વધ કોણે કર્યો? આ બધા પ્રશ્નોના જવાબ જાણવા આ વાર્તા વાંચો.

મહિષાસુરનો જન્મ : પૌરાણિક કથાઓ અનુસાર, મહિષાસુરનો જન્મ નર અને ભેંસ એટલે કે મહિષીના સંયોગથી થયો હતો. તે રાક્ષસ રમ્ભાસુરનો પુત્ર હતો. તે પોતાની માયાથી ક્યારેક ભેંસ તો ક્યારેક માનવીનું સ્વરૂપ લેવામાં સક્ષમ હતો. એવું કહેવામાં આવે છે કે, તે દેવતાઓની જેમ અમરત્વ પ્રાપ્ત કરવા માંગતો હતો.

મહિષાસુરને અમરત્વનું વરદાન : અમરત્વ પ્રાપ્ત કરવા માટે તેણે બ્રહ્માંડના સર્જક બ્રહ્માજીની તપસ્યા કરવાનો નિર્ણય લીધો. તેણે બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે કઠોર તપ કર્યું. વર્ષોની તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ મહિષાસુરને દર્શન આપ્યા. તેમણે તેને વરદાન માંગવા કહ્યું. તેણે બ્રહ્માજીને કહ્યું મને અમરત્વનું વરદાન આપે જેથી મારો અંત ન થઇ શકે. તેના પર બ્રહ્માજીએ કહ્યું કે, જે વ્યક્તિનો જન્મ થયો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે, એટલા માટે તે આવું વરદાન આપી શકશે નહીં. માટે બીજું કંઈક માંગ. તો પછી મહિષાસુરે કહ્યું કે, એવું વરદાન આપો કે મારું મૃત્યુ કોઈ પણ દેવ, રાક્ષસ અથવા પુરુષના હાથથી ના થાય. પછી બ્રહ્માજીએ તેને આ વરદાન આપ્યું.

મહિષાસુરનો વધ : બ્રહ્માજી પાસેથી વરદાન મેળવ્યા બાદ મહિષાસુર અત્યંત શક્તિશાળી અને અત્યાચારી બની ગયો. તેણે ત્રણેય લોકો પર કબજો કરી લીધો. દેવતાઓનું સ્વર્ગ પણ મેળવી લીધું. દેવતાઓ તેના અત્યાચારથી ત્રાસી ગયા હતા. ત્યારે બધા દેવતાઓએ માતા ભગવતીની આરાધના કરી. આથી માં ભગવતી પ્રગટ થયા અને દેવતાઓને અભયનું વરદાન આપ્યું, અને મહિષાસુરના અંતનું વચન આપ્યું. માં દુર્ગા અને મહિષાસુર વચ્ચે ભયંકર યુદ્ધ થયું. દેવીએ તેના વિશાળ સૈન્યનો નાશ કર્યો. અંતે તેમણે મહિષાસુરનો પણ વધ કર્યો.

મહિષાસુર મર્દિની : મહિષાસુરના વધ પછી દેવીનું નામ મહિષાસુર મર્દિની પડ્યું. એવું કહેવામાં આવે છે કે, માં કાત્યાયનીને બધા દેવતાઓ પાસેથી દિવ્ય અશસ્ત્ર અને શસ્ત્ર મળ્યા હતા. તેમણે જ મહિષાસુરનો વધ કર્યો હતો. માં કાત્યાયની નવ દુર્ગામાંથી એક છે, અને તે કાત્યાયન ઋષિની પુત્રી હતી.

(પ્રોફાઈલ ફોટો સોર્સ – ગુગલ)

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

તહેવારો પહેલા Hero Maestro Edge 125 નું સ્ટીલ્થ એડિશન થયું ભારતમાં લોન્ચ, વાંચો કિંમત અને ખાસિયતો.

Amreli Live

નવરાત્રીમાં હીરોએ Pleasure+ નું પ્લેટિનમ એડિશન કર્યું લોન્ચ, વાંચો કિંમત અને ખાસિયતો.

Amreli Live

શાસ્ત્રો ની વાત : છોકરીઓનું નામકરણ કરતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ?

Amreli Live

પુતિનની દીકરીને આપવામાં આવી કોરોનાની રસી, બંને દીકરીઓની લાઈફ છે સિક્રેટ

Amreli Live

એક-બે નહિ પણ ત્રણ લગ્ન કરીને ત્રીજા પતિ સાથે ભાગી ગઈ કેલિફોર્નિયા, આવી રીતે લુંટ્યા દરેક ભોળા પતિને.

Amreli Live

ભોલે ભંડારીની કૃપાથી આજે આ 7 રાશિના જીવનમાં શરુ થશે રાજયોગ, દરેક જગ્યા મળશે શુભ પરિણામ

Amreli Live

આ રાશિના લોકોનો આજનો દિવસ મિત્રો અને સ્‍વજનો સાથે ખૂબ આનંદથી ૫સાર થશે, વેપારધંધાના ક્ષેત્રે લાભ થાય.

Amreli Live

લીમડો પિતૃ દોષથી લઈને શનિની દશા સુધારવામાં પણ ઉપયોગી થાય છે, અહીં જાણો તેના ઉપાય

Amreli Live

રિસર્ચમાં ખુલાસો, ડેન્ગ્યુ થયો હોય તો કોરોનો ટેસ્ટ પણ આવી શકે છે પોઝિટિવ.

Amreli Live

આંખમાં બળતરા અને ખંજવાળથી છો પરેશાન? આંખોને મસળો નહિ, અપનાવો આ 5 ઘરેલુ ઉપચાર અને મેળવો મિનિટોમાં આરામ

Amreli Live

ગ્રહોના દોષથી છૂટકારો મેળવવા માટે વાર પ્રમાણે કરો આ વસ્તુઓનો ત્યાગ, જીવનમાં આવશે સુખ અને સમૃદ્ધિ

Amreli Live

આ રાશિ માટે શનિદેવની કૃપાથી આજનો દિવસ આર્થિક લાભાલાભ ધરાવતો હશે, તંદુરસ્‍તી સારી રહે.

Amreli Live

ધનવાન બનવું છે તો ચાણક્યની આ વાતોને જીવનમાં ઉતારી લો, જાણો આજની ચાણક્ય નીતિ.

Amreli Live

સૂર્યદેવના આશીર્વાદથી આજનો દિવસ આનંદ ઉત્‍સાહ ભર્યો રહે, કુટુંબમાં હર્ષોલ્‍લાસનું વાતાવરણ રહે, ધન લાભ થાય.

Amreli Live

ઘરેલુ કંપની pTron એ એક સાથે લોન્ચ કરી 6 પ્રોડક્ટ, પાવરબેંકથી લઈને નેકબેન્ડ સુધીના ગેજેટ્સ શામેલ.

Amreli Live

કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ વ્‍યવસાય ક્ષેત્રે લાભદાયી દિવસ નીવડે, આ રાશિના લોકોએ અકસ્‍માતથી સંભાળવું.

Amreli Live

ભગવાન શ્રી રામ અને શિવજી વચ્ચે થયું હતું ભયંકર યુદ્ધ.

Amreli Live

બજારમાં આવ્યા આ 9 નવા ઇનોવેટિક પ્રોડક્ટ, આપણા જિંદગીને સરળ અને સુરક્ષિત બનાવી શકે છે.

Amreli Live

જાણો અમરનાથનો આખે આખો ઇતિહાસ જેથી પોતાના બાળકોને સત્ય જણાવી શકો.

Amreli Live

ચોમાસામાં કોરોના – શું અને કેવી રીતે રાખવી સાવચેતી?

Amreli Live

અમેરિકી વૈજ્ઞાનિકોએ આ પ્રાણીઓ માંથી બનાવ્યો ખાસ પ્રકારનો સ્પ્રે, જે નાકમાં સ્પ્રે કરવાથી PPE કીટ કરતા પણ વધુ આપશે સુરક્ષા.

Amreli Live