28.5 C
Amreli
26/10/2020
અજબ ગજબ

કોણ છે માં દુર્ગા? કેવી રીતે પડ્યું આ નામ, વાંચો તેમના પરાક્રમની આ કથા.

જાણો માં દુર્ગા કોણ છે અને તેમનું આ નામ કેવી રીતે પડ્યું? આ છે તેમના પરાક્રમની કથા. આદિશક્તિ માં દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા અર્ચના માટે સમર્પિત શાર્દીય નવરાત્રિ શનિવાર 17 ઓક્ટોબરથી શરૂ થઇ રહી છે. આ દિવસે કળશ સ્થાપના સાથે વિધી વિધાન સાથે માં દુર્ગાની પૂજા શરૂ થઇ જશે. આ દિવસથી જ લોકો 9 દિવસ ઉપવાસ રાખશે, અને તેના નિયમોનું પાલન કરશે. શારદીય નવરાત્રીના આગમનના અવસર પર આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે માં દુર્ગા કોણ છે? તેમનું નામ દુર્ગા કેવી રીતે પડ્યું? ચાલો તેના વિશે જાણીએ.

શિવપુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે, એકાક્ષર બ્રહ્મ, પરમ અક્ષર બ્રહ્મ ભગવાન સદાશિવે પોતાના વિગ્રહ એટલે કે શરીરમાંથી શક્તિનું સર્જન કર્યું. તે ભગવાન સદાશિવની પરાશક્તિને શક્તિ અંબિકા કહેવામાં આવી છે, જે ગુણવતી માયા, બુદ્ધિની જનની, વિકાર રહિત અને પ્રધાન પ્રકૃતિ છે. શક્તિ અંબિકા પાસે આઠ હાથ છે, તે ઘણા શસ્ત્રોથી સજ્જ છે. તે ભગવાન સદાશિવની પત્ની છે. સદાશિવ તેમના વિના અધૂરા છે.

દુર્ગા નામ કેવી રીતે પડ્યું : અસુર હિરણ્યાક્ષના વંશમાં એક શક્તિશાળી રાક્ષસે જન્મ લીધો હતો, જેનું નામ દુર્ગમાસુર હતું. તે ખૂબ શક્તિશાળી હતો. દરેક જીવ તેના અત્યાચારથી ડરવા લાગ્યા હતા. દેવતાઓ પણ તેનાથી ડરવા લાગ્યા હતા. એક દિવસ તેણે સ્વર્ગ પર જ હુમલો કરી દીધો. દેવતાઓના રાજા ઇન્દ્ર સહિત તમામ દેવતાઓ સ્વર્ગ છોડીને ભાગી ગયા. દુર્ગમાસુર સમક્ષ તેમની શક્તિઓ કોઈ કામની ન હતી.

ત્યારબાદ સ્વર્ગ પર દુર્ગમાસુરનો અધિકાર થઈ ગયો હતો. બધા દેવતાઓએ પોતાનો જીવ બચાવવા માટે ગુફાઓમાં આશરો લીધો. દુર્ગમાસુરને સ્વર્ગમાંથી કેવી રીતે ભગાવવો અને તેને કેવી રીતે હરાવવો તે તેમના માટે એક વિકટ સમસ્યા હતી. ત્યારબાદ દેવતાઓએ આદિશક્તિ અંબિકાની આરાધના કરવાનો નિર્ણય લીધો. બધા દેવતાઓ માં અંબિકાની આરાધના કરવા લાગ્યા. તેમના તપથી પ્રસન્ન થઈને માં અંબિકાએ દેવતાઓને દુર્ગમાસુરથી નિર્ભય થવાના આશીર્વાદ આપ્યા.

બીજી તરફ દુર્ગમાસુરને પણ આ ઘટનાની જાણકારી મળી ગઈ. તેના ગુપ્તચરોએ જણાવ્યું કે, માં અંબિકાએ દેવતાઓને નિર્ભય થવાનું વરદાન આપ્યું છે. આથી દુર્ગમાસુર ગુસ્સે થઈ ગયો, અને પોતાની શક્તિના અહંકારમાં આવીને આદિશક્તિને પડકાર આપવા નીકળી પડ્યો. તેણે પોતાના બધા અસ્ત્ર-શસ્ત્ર અને રાક્ષસ સેના સાથે માં અંબિકાને યુદ્ધ માટે પડકાર આપ્યો.

પછી માં અંબિકા પ્રગટ થયા. તેમણે રાક્ષસ સેનાનો નાશ કર્યો. દુર્ગમાસુર અને માં અંબિકા વચ્ચે ખતરનાક યુદ્ધ થયું. ત્યારબાદ માં અંબિકાએ દુર્ગમાસુરનો વધ કરી દીધો. દુર્ગમાસુરના વધને કારણે આદિશક્તિ અંબિકા માં દુર્ગા તરીકે લોકપ્રિય થઈ. ત્યારથી તેમનું નામ દેવી દુર્ગા પણ થઈ ગયું.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

આ રાશિના લોકોને લક્ષ્‍મીજીની કૃપાદૃષ્ટિથી આજે આવક અને વેપાર ધંધામાં વૃદ્ઘિ થશે, વાંચો રાશિફળ.

Amreli Live

તમારા શરીરમાં આ 5 ખનિજોની ઉણપ ક્યારેય ન થવા દો, તો જ તમે હંમેશા રહેશો સ્વસ્થ.

Amreli Live

ફેસબુકે લોન્ચ કર્યું નવું સોફ્ટવેયર, 100 ભાષાઓનો કરશે અંગ્રેજીમાં અનુવાદ

Amreli Live

લગ્ન જીવનમાં આવી રહી છે સમસ્યા? તો કુંડળીમાં હોઈ શકે છે આ બે મોટી ખામી.

Amreli Live

Kia Seltos એનિવર્સરી એડિશન ભારતમાં થયું લોન્ચ, જાણો કયા છે આ SUV ના ફીચર્સ.

Amreli Live

તેણે હાર ના કબુલી, ઓક્સિજનના બાટલા સાથે બોર્ડની પરીક્ષા આપી અને પહેલો નંબર પણ લાવી, પ્રેરણા છે સફિયા

Amreli Live

કોરોના વાયરસ સંક્રમણ કાળમાં ખાતા રહો આમળાના ઉત્પાદ, તેમાં છે ઇમ્યુનીટી વધારવાના શ્રેષ્ઠ ગુણ

Amreli Live

વાસ્તુ વાંસળી ટિપ્સ : આ બધા ફાયદા થશે જ્યારે કનૈયાની વાંસળીને જો તમે ઘરે લાવશો.

Amreli Live

વ્રતના સામાન્ય ભોજનને બનાવી દેશે સ્વાદિષ્ટ, આ ચટણીથી ચટાકેદાર બનાવી નાખો નવરાત્રીનો સ્વાદ

Amreli Live

કોરોના વાયરસથી બચવા માટે કેવી રીતે બુસ્ટ કરો છો, પોતાની ઇમ્યુનીટી? ન્યુટ્રિશનિસ્ટ પાસેથી મેળવો માહિતી

Amreli Live

ધનની પ્રાપ્તિ માટે શ્રી કૃષ્ણના આઠ ચમત્કારી મંત્ર

Amreli Live

ભારત-ચીન યુદ્ધના કારણે હજુ સુધી કુંવારા છે 82 વર્ષના રતન ટાટા, લગ્ન થતા થતા રહી ગયા હતા.

Amreli Live

આ 3 રાશિઓ પર રહેશે ગણેશજીની કૃપા, વેપારમાં સારો લાભ મળે, ધનપ્રાપ્તિના યોગ છે.

Amreli Live

માં-દીકરાની આ જોડીએ ગરીબોમાં વહેંચ્યા ફ્રી માસ્ક, પહેલનું નામ આપ્યું ‘Pick One, Stay Safe’

Amreli Live

ગણેશજીના આશીર્વાદથી વ્‍યાપાર ધંધાની વિકાસવૃદ્ઘિ માટે આજનો દિવસ ખુબ સારો રહેશે, પ્રબળ ધનલાભના યોગો છે.

Amreli Live

મારી જેમ તમે પણ કરી શકો છો 7 દિવસમાં 5 કિલો સુધી વજન ઓછું, ફોલો કરો GM ડાયટ પ્લાન.

Amreli Live

નોકિયાએ ઉતાર્યા 4G કોલિંગ સપોર્ટ કરવા વાળા બે ફીચર ફોન, જીઓનીએ લોન્ચ કર્યો 5.45 ઇંચ ડિસ્પ્લે વાળા સ્માર્ટફોન.

Amreli Live

ખુબ ઓછી કિંમતમાં વેચી રીતે છે MG Motor પોતાની મોંઘી કારોને, જાણો સંપૂર્ણ માહિતી

Amreli Live

ભારત દેશમાં બીક લાગે છે, આવા કેટકેટલા વિવાદોમાં ફસાઈ ચુક્યા છે આમિર ખાન, જાણો વિવાદોની લીસ્ટ.

Amreli Live

જાણો કોણ છે વાસ્તુ પુરુષ અને કેવી રીતે થયો તેમનો જન્મ, તેમની પૂજા માત્રથી દૂર થઇ જાય છે દરેક વાસ્તુ દોષ.

Amreli Live

આ 4 રાશિ માટે આજનો દિવસ છે ઘણો શુભફળદાયી, નોકરી- વ્‍યવસાય ક્ષેત્રે થશે લાભ.

Amreli Live