24.4 C
Amreli
23/11/2020
મસ્તીની મોજ

કોઈને બીજા તો કોઈને ત્રીજા સાથીથી મળ્યો પ્રેમ, છૂટાછેડા પછી આ 10 ટીવી એક્ટર્સ એ ફરી વસાવ્યું પોતાનું ઘર.

લગ્ન તૂટ્યા પછી આ ટીવી એક્ટર્સે ફરીથી વસાવ્યું ઘર, શેફાલી શાહથી લઈને ગૌરી પ્રધાન સુધીના મોટા નામો છે આ લિસ્ટમાં. ઘણી વખત જીવન એવો વળાંક લે છે કે આપણેને લાગે છે જેમ કે બધું પૂરું થઇ ગયું છે, પરંતુ એ માત્ર આપણી કલ્પના હોય છે. હંમેશા બ્રેકઅપ કે છૂટાછેડા પછી લોકોને લાગે છે કે તેના જીવનમાં હવે કદાચ કોઈ એવું આવશે તેની સાથે એવી જ મિત્રતા શેર કરી શકશે જેવી તે પહેલા કરી રહ્યા હતા. તે જરૂરી નથી કે પ્રેમ જીવનમાં એક જ વખત આવે. આ ટીવી અભિનેત્રીઓને જ જોઈ લો જેમણે તેમની ખુશી તેમના પહેલા પ્રેમમાં ન મેળવી, પરંતુ તેમણે બીજા સાથી સાથે તે ઘણા ખુશ છે.

1) શૈફાલી શાહ : ચર્ચિત અભિનેત્રી શૈફાલી શાહ 1997માં જ ટીવી કલાકાર હર્ષ છાયા સાથે લગ્ન કરી લીધા હતા. આ લગ્ન 2001 સુધી જ ચાલી શક્યા અને ત્યાર પછી શૌફાલીએ પ્રોડ્યુસર-ડાયરેક્ટર વિપુલ શાહ સાથે લગ્ન કર્યા. વિપુલ અને શૈફાલીને બે બાળકો છે અને બંને એકબીજા સાથે ઘણા ખુશ છે. શૈફાલી આ દિવસોમાં ‘દિલ્હી ક્રાઈમ’ સીરીઝમાં પોતાના રોલને લઈને લાઈમલાઈટમાં છે.

2) સમીર સોની : સમીર સોની માત્ર ટીવી જ નહિ પરંતુ ફિલ્મોમાં પણ ચર્ચિત રહી છે. સમીર સોનીએ મોડલ રાજલક્ષ્મી રોય સાથે લગ્ન કર્યા હતા અને લગ્નના 6 મહિના પછી જ બંને અલગ અલગ થઇ ગયા હતા. ત્યાર પછી 2011માં સમીરે અભિનેત્રી નીલમ સાથે લગ્ન કર્યા. 2013માં સમીર અને નીલમે એક બાળકી દત્તક લીધી અને તે સુખી ફેમીલી ઘણા લોકો માટે ઈંસ્પિરેશન બની ગઈ.

3) રેણુકા શહાણે : ફિલ્મ ‘હમ આપકે હૈ કોન’માં રેણુકાની સ્માઈલના ઘણા લોકો દીવાના થઇ ગયા હતા. રેણુકાના લગ્ન પહેલા મરાઠી થિયેટર કલાકાર અને રાઈટર વિજય કનકરે સાથે થયા હતા. તેના થોડા સમય પછી ન બંને અલગ થઇ ગયા હતા. રેણુકાના જીવનમાં ફરી આશુતોષ રાણા આવ્યા. આ બંનેને બે બાળકો છે અને હાલમાં જ રેણુકાએ આશુતોષને ઘણી જ સ્ટાઇલીશ રીતે વિશ કર્યો છે. રેણુકાએ એક ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું, ‘મને બીજા લગ્ન કરતા પહેલા ડર હતો, પરંતુ મને લાગે છે કે પહેલા લગ્નએ મને એવો બનાવ્યો છે જેવો હું આજે છું.’

4) રોનિત રોય : રોનિત રોયના લગ્ન ઉના સાથે થયા હતા અને લગ્નના થોડા જ સમય પછી રોનિત અને ઉના અલગ થઇ ગયા. જયારે તે અલગ થયા તો રોનિતની દીકરી માત્ર 6 મહિનાની હતી. ત્યાર પછી રોનિતે નીલમ બોસ સાથે લગ્ન કર્યા. રોનિત અને નીલમ છેલ્લા 15 વર્ષથી સાથે છે અને તેને બે બાળકો પણ છે.

5) હિતેન તેજવાની : હિતેન તેજવાનીએ જયારે તેની કારકિર્દીની શરુઆત કરી હતી ત્યારે તેના એરેંજ મેરેજ થયા હતા. પરંતુ તેના 11 મહિના પછી જ તે લગ્ન તૂટી ગયા હતા. હિતેને તેના એક ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે એરેંજ મેરેજમાં પ્રેમ લગ્ન પછી થાય છે, પરંતુ તેની સાથે એવું ન થયું. હિતેને ત્યાર પછી ‘કુટુંભ’ સીરીયલની તેની કો-સ્ટાર ગૌરી પ્રધાન સાથે લગ્ન કર્યા. બંનેને બે બાળકો છે અને બંને એક બીજા સાથે ઘણા ખુશ છે.

6) કરન સિંહ ગ્રોવર : કરન સિંહ ગ્રોવરે પહેલા શ્રદ્ધા નિગમ સાથે 2008માં લગ્ન કર્યા હતા. તેના લગ્ન 10 મહિનામાં જ તૂટી ગયા હતા અને ત્યાર પછી કરન સિંહ ગ્રોવરે 2012માં જેનીફર વિંગેટ સાથે લગ્ન કર્યા હતા. આમ તો આ લગ્ન પણ વધુ ન ચાલ્યા. કરનના ત્રીજા લગ્ન 2016માં બિપાશા બાસુ સાથે થયા અને તે બંને એક સાથે ઘણા ખુશ છે.

7) શ્રદ્ધા નિગમ : શ્રદ્ધા નિગમ પણ તેના પહેલા લગ્નની યાદોને પાછળ છોડી ઘર વસાવી લીધું છે. શ્રધા નિગમના પહેલા લગ્ન કરન સિંહ ગ્રોવર સાથે થયા હતા. આમ તો તેના લગ્ન વધુ ન ચાલ્યા અને ત્યાર પછી શ્રદ્ધાએ ચર્ચિત ટીવી કલાકાર મયંક આનંદ સાથે લગ્ન કરી લીધા. સીરીયલ ‘દિલ મિલ ગયે’ માં મયંક આનંદ કરન સિંહ ગ્રોવરના બેસ્ટ ફ્રેંડનો રોલ નિભાવતા હતા. શ્રદ્ધા અને મયંક માત્ર દોસ્ત અને પતિ પત્ની જ નથી પરંતુ બિજનેસ પાર્ટનર્સ પણ છે.

8) માનિની ડે મિશ્રા : તેને તમે સીરીયલ ‘જસ્સી જૈસી કોઈ નહિ’ ની પરી તરીકે ઓળખતા હશો. માનિની દે મિશ્રા અને મિહિરની લવ સ્ટોરી ખુબ જ વિશેષ છે. બંને જયારે એકબીજાને મળ્યા તો મોનિની એક સિંગલ મધર હતી અને તેના છૂટાછેડા થઇ ગયા હતા. મોનિની અને મિહિર એક મિત્રની પાર્ટીમાં મળ્યા હતા અને એક બીજાને પહેલી નજરમાં જ પસંદ કરી બેઠા હતા. બંનેએ તેના એક અઠવાડિયા પછી લગ્ન કરી લીધા અને 14 વર્ષથી તે બંને સાથે છે.

9) અનુપ સોની : અનુપ અને તેની પત્ની જુહી બંનેના આ બીજા લગ્ન છે. અનુપ સોની અને જુહી બબ્બરે 2011માં એક ઈંટીમેટ વેડિંગ સેરેમનીમાં લગ્ન કરી લીધા હતા. કહેવામાં આવે છે કે અનુપની પહેલી પત્ની અને તેની વચ્ચે કડવાશ જ જુહીને કારણે જ આવી હતી, પરંતુ તે બાબતમાં બને માંથી કોઈએ પણ કોઈ નિવેદન આપ્યું ન હતું.

10) ગૌતમી ગડગિલ : ‘ઘર એક મંદિર’ ટીવી સીરીયલથી ફેમસ થયેલા રામ કપૂર અને ગૌતમી રીયલ લાઈફ કપલ છે. પણ ઘણા ઓછા લોકો જાણે છે કે ગૌતમીના લગ્ન પહેલા કમર્શિયલ ફોટોગ્રાફર મધુર શ્રોફ સાથે થઇ ચુક્યા હતા. આમ તો તે બંને વચ્ચે સંબંધો સારા ન હતા અને લગ્નના થોડા સમય પછી જ બંનેના છૂટાછેડા થઇ ગયા. સીરીયલ ‘ઘર એક મંદિર’ના શુટિંગ દરમિયાન ગૌતમી અને રામ મળ્યા અને ત્યારથી તે બંને સાથે જ છે અને તેના બંને બાળકો સાથે સુખી કુટુંબ વસાવી ચુક્યા છે.

આ સુખી જોડીઓ જણાવે છે કે ખરેખર જો કોઈ કારણે કોઈનો પહેલો સંબંધ તૂટી પણ જાય છે, તો તેને નિરાશ ન થવું જોઈએ. જીવનમાં તેના માટે કંઈક સારું જ લખાયું હશે. જો તમને આ સ્ટોરી સારી લાગી છે તો તેને શેર જરૂર કરો. આવી જ બીજી સ્ટોરી વાચવા માટે જોડાયેલા રહો અમારી સાથે.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

આ 5 વસ્તુ માં હોય છે દેવી લક્ષ્મીનો વાસ, ઘરમાં રાખવાથી થાય છે ધન લાભ.

Amreli Live

સમુદ્ર મંથનમાં નીકળેલા 14 રત્નોમાંથી એક છે શંખ, વૈજ્ઞાનિકોને શોધમાં જાણવા મળ્યું કે શંખના અવાજથી નષ્ટ થાય છે કીટાણુ.

Amreli Live

ચર્ચામાં રહ્યા છે આ સેલિબ્રિટીઓના ટેટુ, અમુકે બ્રેકઅપ પછી કઢાવી નાખ્યા.

Amreli Live

આજે આ 5 રાશિઓને મળશે ભાગ્યનો સાથ, જાણો શું કહે છે તમારી રાશિના તારા.

Amreli Live

દર વર્ષ 6,000 રૂપિયા મેળવવા હોય તો ઝડપી કરો રજીસ્ટ્રેશન, આ રહ્યું સ્ટેપ-બાયસ્ટેપ પ્રોસેસ

Amreli Live

મંગળ કરશે મેષ રાશિમાં પ્રવેશ, તેની અસરને લીધે દેશમાં વિરોધ, ઉપદ્રવ અને હિંસા વધી શકે છે, સાથે આવું કાંઈક થઈ શકે છે.

Amreli Live

ભારત જ નહિ આ 8 દેશોમાં પણ છે વિશાળ અને ઐતિહાસિક હિન્દૂ મંદિર.

Amreli Live

આ દેશ 1 લાખની નોટ કાઢશે તો પણ મોંઘવારીના કારણે તે નોટ માંથી ફક્ત 2 કિલો જેટલા બટાકા જ ખરીદી શકશે.

Amreli Live

ગલવાન ખીણમાં જખ્મી હવલદાર બિશન થયા શહીદ, રાનીબાગ ચિત્રશિલા ઘાટમાં થયો અંતિમ સંસ્કાર

Amreli Live

રણવીર શૌરી અને કોંકણા સેનના ફરીથી લગ્નને લઈને ફેન્સે પૂછ્યા સવાલ, તો મળ્યો આવો મજેદાર જવાબ

Amreli Live

દિવાળી પહેલા આ સહેલી રીતે કરો પોતાના ઘરના દરેક ખૂણા સાફ.

Amreli Live

કુંભ રાશિના ચમકી જશે નસીબ, તેમજ તેમને મળશે મિલકતમાં લાભ, વાંચો રાશિ અનુસાર ભવિષ્ય ફળ

Amreli Live

ખુબ દુઃખદ છે અનુરાધા પૌડવાલ નું જીવન, પહેલા પતિ પછી પ્રેમી અને હવે દીકરાએ છોડ્યો સાથ.

Amreli Live

આ 5 રાશિઓ માટે આનંદ અને ઉલ્લાસથી ભરેલું રહેશે આ અઠવાડિયું, મળશે ઘણી મોટી ઓફર.

Amreli Live

સેવાનિવૃત્તિ પછી સમ્માન પૂર્વક જીવવાનો હક પેન્શન છે, તેને છીનવી શકાય નહિ : સુપ્રીમ કોર્ટ

Amreli Live

આ છે બોલિવૂડની 7 સૌથી શાનદાર ભાઈ-બહેનની જોડી, દરેક લોકો આપે છે તેમની મિસાલ.

Amreli Live

આ છે એશિયાની પહેલી ‘હાથ વગરની ડ્રાયવર,’ આનંદ મહિન્દ્રા પણ હિંમત જોઈને અભિભૂત

Amreli Live

હથેળીમાં છે તલ? તો જાણી લો તલનું જ્યોતિષીય મહત્વ.

Amreli Live

રામ મંદિર ભુમીપુજન મુહૂર્ત ઉપર પ્રશ્ન કરનારાઓ માટે આ બે પૌરાણિક કિસ્સા જાણો.

Amreli Live

શનિદેવ રહેશે આ રાશિઓ પર મહેરબાન ધન લાભના યોગ છે, વાંચો રાશિફળ.

Amreli Live

મહાદેવને કેમ ગમે છે નંદિની સવારી? જાણો મંદિર બહાર કેમ થાય છે તેમના દર્શન

Amreli Live