25.5 C
Amreli
19/09/2020
bhaskar-news

કોંગ્રેસના નેતા બદરૂદ્દીન શેખની હાલત ગંભીર, તબિયત લથડતાં પ્લાઝમા થેરાપી આપવી મુશ્કેલકોંગ્રેસના નેતા બદરુદ્દીન શેખની તબિયત વધુ ખરાબ થઈ ગઈ છે. તબિયત ખરાબ થવાને કારણે હાલ તેમને પ્લાઝમા થેરાપી પણ આપી શકાશે નહીં. કોરોના પોઝિટિવ આવતા બદરૂદ્દીન શેખને SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. SVPના ડોકટરો દ્વારા તેમની વધુ સારવાર કરવામાં આવી રહી છે.

આજે નવા 101 કેસ નોંધાયા

શહેરમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે વધુ 101 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે અમદાવાદમાં કુલ કોરોના પોઝિટિવનો આંકડો 1103એ પહોંચ્યો છે. જ્યારે 12 કલાકમાં 7ના મોત થયા છે. આ સાથે જ શહેરમાં મૃત્યુઆંક 32 એ પહોંચ્યો છે.આમ રાજ્યના કુલ મૃત્યુઆંક 58ના 50 ટકા મોત અમદાવાદમાં થયા છે. નવા આવેલા કેસમાંથી 77 કેસ હોટસ્પોટ વિસ્તારમાંથી છે.શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી ગ્રેસીયા સોસાયટીમાં 22 માર્ચે જનતા કરફ્યુના દિવસે કલબ હાઉસમાં રહીશોએ ભેગા મળી અને ભોજન સમારંભ કર્યો હતો. જેનો વીડિયો પોલીસને મળતા ઘાટલોડિયા પોલીસે 8 મહિલા સહિત 16 લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

19 એપ્રિલની સવારથી લઈ અત્યાર સુધીની મહત્વપૂર્ણ ઘટનાઓ

વધુ બે પોલીસ કર્મીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

કોરોના વાઇરસના કેસ હવે ફ્રન્ટલાઈન વોરિયર્સમાં પ્રસરી ગયા છે અને દરરોજ પાંચ ફ્રન્ટલાઈન વોરિયર્સ હવે પોઝિટિવના ભોગ બની રહ્યા છે. આજે આવેલા કેસમાં ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક મહિલા પીએસઆઈ અને મહિલા પોલીસકર્મી એમ એક જ પોલીસ સ્ટેશનના બે મહિલા પોલીસ કર્મીનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. પોઝિટિવ દર્દી જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના સંપર્કમાં ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ આવતા વિસ્તારના ACP, PI, PSIઅને સર્વેલન્સ સ્ક્વોડ સહિત 27 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા અને તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં પીએસઆઈ અને મહિલા પોલીસકર્મી પોઝિટિવ આવ્યા છે

775 કેસ સામેથી પકડીને અઢીથી ત્રણ લાખને સંક્રમણથી બચાવ્યાઃ મ્યુ.કમિશનર

કોરોના અંગેની માહિતી આપતા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે અમદાવાદમાં દિલ્હી કરતા વસતિ મુજબ અઢી ગણા ટેસ્ટ કરવામાં આવ્યા છે. આપણે મોટી સંખ્યામાં સામેથી કેસો પકડી પાડ્યા છે. જેમાં મોટાભાગના કેસો લક્ષણો વિનાના છે. આ કોરોનાના બોમ્બને સમય રહેતા ડિફ્યુઝ કર્યાં છે. કુલ 1101 કેસમાંથી પેસિવ સર્વેલન્સમાં માત્ર 203 કેસ છે જ્યારે એક્ટિવ સર્વેલન્સના ફિલ્ડમાં સામે ચાલીને 775 જેટલા કેસ પકડ્યા છે. આમ 400નો સરેરાશ ઈન્ફેક્શન રેટ ગણીએ તો અઢીથી ત્રણ લાખ લોકોને સંક્રમણથી બચાવી લીધા છે.

હવે એકાદ દિવસ વધુમાં વધુ કેસ આવશે
ત્રીજી મેના રોજ જ્યારે લોકડાઉન પૂર્ણ થશે ત્યારે દરેક શહેર, જિલ્લા અને રાજ્યમાં કેટલા એક્ટિવ ચેપગ્રસ્ત કેસો સામાન્ય જનતામાં ફરી રહ્યા છે તેના પરથીફરી ઈન્ફેક્શન રેટ વધશે. ત્રીજી મે સુધીમાં સામેથી એક એક કેસ શોધીને સામાન્ય જનતામાંથી દૂર કરવાના છે. જેથી લોકાડાઉન બાદ વધનારા કેસોમાં પણઘટાડો કરી શકાશે. હાલના તબક્કે છેલ્લા બે ત્રણ દિવસથી ખૂબ વધુ કેસો આવી રહ્યા છે પણ હવે એકાદ દિવસ વધુમાં વધુ કેસ આવશે કારણ કે હોટસ્પોટવિસ્તારમાંથી 90 ટકા શંકાસ્પદોના સેમ્પલ લઈ લેવામાં આવ્યા છે. હવે આ વિસ્તારોમાં કેસોમાં ઘટાડો જોવા મળશે. આજના મોટાભાગનાનવા કેસો નરોડા, જમાલપુર, બહેરામપુરા, રિલિપ રોડ, ત્રણ દરવાજા, મણીનગર, મેઘાણીનગર, જીવરાજ પાર્ક, દુધેશ્વર, જુહાપુરામાંસામે આવ્યાછે.

બોપલના નાગરિકોને આયુર્વેદિક ઉકાળો અને દવા મફતમાં આપવામાં આવશે

રાજ્યમાં કોરોના વાઇરસના કેસો સતત વધી રહ્યા છે. અમદાવાદ શહેરમાં કેસો વધ્યા છે જેના કારણે જિલ્લામાં આવતા બોપલ વિસ્તારમાં કેસો ન વધે તેની તકેદારી નગરપાલિકા અને તંત્ર દ્વારા રાખવામાં આવી રહી છે. કોરોનાથી બચવા રોગપ્રતિકારક શક્તિ વધારવી જરૂરી છે. આયુર્વેદિક ઉકાળો અને હોમિયોપેથીક દવાથી રોગપ્રતિકારક શકિત વધારી શકાય છે. બોપલ-ઘુમા વિસ્તારમાં રહેતા નાગરિકો માટે નગરપાલિકા દ્વારા મફત આયુર્વેદિક ઉકાળો અને હોમિયોપેથિક દવાની વ્યવસ્થા નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. ફ્લેટ- સોસાયટીના ચેરમેન દ્વારા લેટરપેડ પર સોસાયટીના કેટલા લોકોને ઉકાળો અને દવાની જરૂરિયાત છે તેની વિગત લખી નગરપાલિકાના ચેરમેન જીગીષાબેન શાહને મોકલાવી શકે છે. ત્રણ દિવસ બાદ તેઓને ઉકાળો અને દવા પોહચાડવામાં આવશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


બદરુદ્દીન શેખ – ફાઇલ તસવીર


ફાઇલ તસવીર


વાઈરલ થયેલા વીડિયોનો સ્ક્રીન શોટ


corona Ahmedabad LIVE, Ayurvedic medicines be provided free to the citizens of Bopal


corona Ahmedabad LIVE, Ayurvedic medicines be provided free to the citizens of Bopal


corona Ahmedabad LIVE, Ayurvedic medicines be provided free to the citizens of Bopal

Related posts

ચીનના તકવાદી વલણને રોકવા ભારતે FDI પોલિસીમાં ફેરફાર કર્યો, રાહુલ ગાંધીએ કહ્યું- સૂચન સ્વીકારવા બદલ સરકારનો આભાર

Amreli Live

અમેરિકામાં 24 કલાકમાં 2448 લોકોના મોત, અહીં 2.17 લાખને સારવાર પછી રજા અપાઈ

Amreli Live

4.56 લાખ કેસઃ પશ્વિમ બંગાળમાં તૃણમૂલ ધારાસભ્ય તમોનાશ ઘોષનું મોત, મે મહિનામાં પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો

Amreli Live

દેશમાં પહેલી વખત રાજ્યો વચ્ચે પબ્લિક ટ્રાન્સપોર્ટના સાધનો 57 દિવસ બંધ રહેશે, રાજ્યો વચ્ચે રોડ દ્વારા પણ નહીં જઇ શકાય

Amreli Live

રાજકોટમાં 1 કલાકમાં 1 ઇંચ વરસાદ, ગોંડલમાં સાંબેલાધાર વરસાદ, ઉપલેટમાં ભારે વરસાદને કારણે મકાનના બે ભાગ થયા, તસવીરો

Amreli Live

છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટિવના 256 કેસ સાથે આંકડો 3 હજારને પાર, 6ના મોત નિપજ્યા અને 17 લોકોને ડિસ્ચાર્જ કરાયા

Amreli Live

અત્યાર સુધી 2.14 લાખ મોત: ફ્રાંસના પ્રધાનમંત્રીએ કહ્યું-લોકડાઉન ચાલુ રાખી શકાય તેમ નથી,અર્થતંત્ર ખતમ થઈ જવાનું જોખમ છે

Amreli Live

અત્યારસુધી 8 હજાર 63 કેસ: મહારાષ્ટ્રમાં સૌધી વધુ 1666 કેસ, તમિલનાડુ અને દિલ્હીમાં સંક્રમિતોની સંખ્યા 900ને પાર

Amreli Live

અત્યાર સુધી 4500થી વધુ કેસ, 8 ટકા દર્દી સાજા થયા, સોમવારે દેશમાં 704 પોઝિટિવ કેસ સામે આવ્યા

Amreli Live

ભાવનગરમાં વધુ એક મહિલા પોઝિટિવ, રાજકોટમાં વધુ એક દર્દીના રિપોર્ટ સતત બીજા દિવસે નેગેટિવ આવતા ડિસ્ચાર્જ

Amreli Live

અત્યાર સુધીમાં 76 લાખથી વધુ સંક્રમિત, આ પૈકી 52% કેસ ટોપ-5 દેશમાંથી;અમેરિકામાં સૌથી વધુ દર્દી

Amreli Live

વિશ્વમાં સંક્રમિતોની કુલ સંખ્યા 22.76 લાખ, મૃત્યુઆંક 1.50 લાખને પાર: હવે ન્યૂ યોર્કમાં ફેસ માસ્ક પહેરવું ફરજિયાત

Amreli Live

વિશ્વભરમાં 78.59 લાખ કેસ: સાઉદી અરબમાં કેસ ઝડપથી વધી રહ્યા છે, આ વર્ષે હજ યાત્રા રદ્દ થઈ શકે છે

Amreli Live

શહેરમાં કોરોનાને કારણે થઈ રહેલી માનસિક સમસ્યાઓ માટે હેલ્પલાઈન નંબર 1100 જાહેર, દરેક ટીમમાં એક મહિલા

Amreli Live

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 308 નવા પોઝિટિવ કેસ, 16 દર્દીના મોત અને 93 સાજા થયા, કુલ દર્દી 4082

Amreli Live

ગોવા પર્યટકો માટે ખૂલ્યું તો છે પણ ટ્રેન-બસ બંધ, 5 ફ્લાઇટ આવે છે, 4 હજાર હોટલમાંથી 160 ખૂલી

Amreli Live

ગંગોત્રીના દર્શન માટે દેવસ્થાનમ્ બોર્ડનું રજિસ્ટ્રેશન શરૂ, સમિતિને ભક્તોને મંદિરની અંદર જઇ દર્શન કરાવવાની મંજૂરી નથી

Amreli Live

CM રૂપાણીને મળનારા ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ , હોસ્પિટલમાં દાખલ થશે

Amreli Live

ભાવનગરમાં 1 કલાકમાં 2 ઈંચ, વેરાવળમાં ગાજવીજ સાથે 2 કલાકમાં 2 ઈંચ અને મહુવામાં 2 ઈંચ વરસાદ

Amreli Live

કોરોનાથી આજે રેકોર્ડ 93 લોકોના મોત, લોકપાલ સદસ્ય જસ્ટિસ અજયકુમાર ત્રિપાઠીનું સંક્રમણથી મોત

Amreli Live

37,262 કેસ, મૃત્યુઆંક-1,223: મહારાષ્ટ્રથી 347 મજૂરોને લઈને સ્પેશ્યલ ટ્રેન ભોપાલ પહોંચી,પંજાબમાં ફસાયેલા 271 બ્રિટિશ નાગરિક લંડન માટે રવાના

Amreli Live