25.9 C
Amreli
08/08/2020
bhaskar-news

કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવી પોઝિટિવ, દિલ્હીના સ્વાસ્થ્યમંત્રીનો રિપોર્ટ નેગેટિવ આવતા આજે ડિસ્ચાર્જ થશેદેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 4 લાખ 91 હજાર 861 થઈ ગઈ છે. આ આંકડા covid19india.org પ્રમાણે છે. દરમિાન ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ શુક્રવારે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સેવા15 જુલાઈ સુધી બંધ રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કેલોકડાઉન સમયે 23 માર્ચના રોજ ઉડ્ડયન સેવા બંધ કરવામાં આવી હતી.બીજી બાજુ આસામે ગુવાહાટી અને કામરૂપ જિલ્લામાં 14 દિવસ માટે લોકડાઉનની જાહેરાત કરી દીધી છે. અહીંયા 28 જૂનની મધરાતે લોકડાઉન લાગુ થશે.હરિયાણામાં આગામી સપ્તાહે મોલ ખુલશે.

અભિષેક મનુ સિંઘવીનો રિપોર્ટ પોઝિટિવ
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ અભિષેક મનુ સિંઘવીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમની ઓફીસના બાકીના સ્ટાફનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. બીજી તરફ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેમને આજે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામા આવશે. તેઓ 72 કલાક સુધી ઓક્સિજન વિના સ્થિર છે. તેમના દરેક રિપોર્ટ નોર્મલ અને પહેલા કરતા સારા છે.

કેજરીવાલે કહ્યું- સંક્રમિતોની વધતી સંખ્યાને લઈને ડરવાની જરૂર નથી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે કહ્યું કે, રાજધાનીમાં કોરોના સંક્રમિતોની વધતી સંખ્યા અંગે ગભરાવાની જરૂર નથી. સ્થિતિ નિયંત્રણમાં છે. તેમણે જણાવ્યું કે, રાજધાનીમાં કોરોના સંક્રમતોની સંખ્યા દરરોજ લગભગ ત્રણ હજાર વધી રહી છે. ટેસ્ટ વધારે થઈ રહ્યા છે, એટલા માટે કેસ વધી રહ્યા છે, પરંતુ ગભરાવાની જરૂર નથી, સ્થિતિ નિયંત્રણમાં છે. દિલ્હીમાં પણ સ્થિતિ નિયંત્રમાં છે.

કેજરીવાલે કહ્યું કે, કોરોના દર્દીઓ માટે હાલ બેડની અછત નથી. તેમણે કહ્યું કે, 13500 બેડ હાલ છે અને બુરાડી હોસ્પિટલમાં વધુ 400 બેડ વધારવાની મંજૂરી આપી છે, પણ આવનારા સમયમાં આપણે સૌથી વધારે વેન્ટીલેટરની જરૂર પડશે.

તો બીજી બાજુ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 4 લાખ 91 હજાર 869થઈ ગઈ છે. દેશમાં છેલ્લા પાંચ દિવસમાં 80 હજાર દર્દી વધ્યા હતા. જેમાંથી માત્ર દિલ્હી, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં 50701 પોઝિટિવ મળ્યા હતા. આ સંખ્યા 70% વધારે છે. મહારાષ્ટ્રમાં છેલ્લા પાંચ દિવસમાં 19536, દિલ્હીમાં 17304 અને તમિલનાડુમાં 14131 સંક્રમિત મળી આવ્યા હતા. આ આંકડા covid19india.org વેબસાઈટ પ્રમાણે છે.
ગુરુવારે એક દિવસમાં સૌથી વધુ 18 હજાર 183 સંક્રમિત વધ્યા અને 13 હજારથી વધુ સાજા થયા હતા. મહારાષ્ટ્રમાં પણ રેકોર્ડ 4841 પોઝિટિવ મળ્યા હતા. હવે અહીંયા1.47 લાખથી વધારે દર્દી થયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી 6931 લોકોએ જીવ ગુમાવ્યા છે, ડેથ રેટ 4.69% છે. મુંબઈમાં 117 ફાયરકર્મી સંક્રમિત થયા છે. પૂણેના પિંપરી ચિંચવાડમાં મહિનાભરમાં કોરોનાના 700% કેસ વધી ગયા છે.

સૌથી વધારે સંક્રમિત રાજ્યોમાં આ રીતે કેસ વધ્યા

21જૂન 22જૂન 23 જૂન 24 જૂન 25 જૂન
મહારાષ્ટ્ર 3870 3721 3214 3214 4842
દિલ્હી 3000 2909 3947 3788 3390
તમિલનાડુ 2532 2710 2515 2865 3509

અપડેટ્સ

 • કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે કોરોનાના આંકડા જાહેર કર્યા છે, જેના પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 17 હજાર 296 કેસ સામે આવ્યા અને 407 લોકોના મોત થયા હતા. ત્યારબાદ દેશમાં સંક્રમિતોની સંખ્યા 4 લાખ 90 હજાર 401 થઈ ગઈ છે. જેમાં 1 1 લાખ 89 હજાર સક્રિય કેસ છે.સાથે જ 2 લાખ 85 હજાર લોકો સાજા થયા છે. અત્યાર સુધી 15 હજાર 30 લોકોના મોત થયા છે.

 • ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં 2 લાખ 15 હજાર 446 ટેસ્ટ કરવામાં આવ્યા છે. સાથે જ 25 જૂન સુધી દેશમાં 77 લાખ 76 હજાર 228 સેમ્પલના ટેસ્ટ કરાયા છે.

 • મેરઠના ડિવીજનલ કમિશનરે જણાવ્યું કે, નોઈડા, મેરઠ, ગાઝિયાબાદ, બુલંદશહર, હાપુડ અને મુજ્જફરનગરમાં નાઈટ કર્ફ્યૂના સમયની સમીક્ષા કરવામાં આવી હતી. રાતે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. જે લોકો માસ્ક વગર સાર્વજનિક સ્થળો પર થૂંકતા જોવા મળશે, તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

 • મહારાષ્ટ્રમાં 28 જૂનથી સલૂન બ્યુટિ પાર્લર ખોલવામાં આવશે

 • વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા આત્મનિર્ભર ઉત્તર પ્રદેશ રોજગાર અભિયાનનો પ્રારંભ કરશે. આ યોજના એવા મજૂરો માટે છે જે અન્ય રાજ્યોમાંથી પાછા આવ્યા છે.

 • મુંબઈ પોલીસના પ્રવક્તા પ્રણય અશોકે જણાવ્યું કે, મુંબઈ પોલીસે પોતાના સ્ટાફ અને પોલીસકર્મીઓ માટે ત્રણ કોવિડ સેન્ટર બનાવ્યા છે. આ કેન્દ્ર કલ્યાણ, મરોલ અને મરીન ડ્રાઈવમાં છે. જેમાંથી એક હજાર બેડની વ્યવસ્થા છે.

 • નેવલ એર સ્ટેશન INS પરુંદુના 30થી વધુ કર્મચારી ગુરુવારે કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. તમિલનાડુના રામનાથપુરમમાં આવેલા આ નેવર એર સ્ટેશન પરથી દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી પર નજર રાખી શકાય છે. આ પહેલા લોનાવાલા ખાતે આવેલા INS શિવાજી બેઝના 12 ટ્રેની સેલર્સ પણ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા.
 • હૈદરાબાદની કંપની હેટરોએ કોરોના વાઈરસની જેનેરિક દવા કોવિફોરનો 20 હજાર ડોઝનો પહેલો જથ્થો પાંચ રાજ્ય તેલંગાણા, દિલ્હી, ગુજરાત, તમિલનાડુ અને મુંબઈ મોકલી દેવાયો છે. હેટરોના જણાવ્યા પ્રમાણે, 100 મિગ્રાનો એક ડોઝ 5400 રૂપિયામાં મળશે
 • ICMRએ રેપિડ એન્ટીજન ટેસ્ટ કિટ તૈયાર કરનારા દેશના તમામ નિર્માતાઓ પાસેથી વેલિડેશન માટે અરજી મંગાવી છે. સાથે જ વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, વંદે ભારત મિશન હેઠળ અત્યાર સુધી 3.6 લાખ ભારતીયોને પાછા લવાયા છે.

નિગમ કમિશનર શ્રવણ હાર્ડિકરે જણાવ્યું કે, મંગળવારે પિંપરી ચિંચવાડમાં સંક્રમિતોની સંખ્યા 2100ને પાર થઈ ગઈ હતી. જ્યારે 22 મે સુધી અહીંયા માત્ર 274 સંક્રમિત હતા. આ ટ્રેન્ડથી લાગી રહ્યું છે કે ઝડપથી 3000 દર્દી થઈ જશે. સાથે જ મહારાષ્ટ્રમાં એક સપ્તાહમાં જિમ અને સલૂન ખૂલશે, પરંતુ ધર્મ સ્થળ પર શ્રદ્ધાળુઓની સંખ્યા અંગે કોઈ નિર્ણય લેવાયો નથી.

મીનાક્ષી લેખીએ કેજરીવાલ પર નિશાન સાધ્યું
દિલ્હીમાં 3390 પોઝિટિવ કેસ વધ્યા અને 3328 દર્દી સાજા પણ થયા હતા. અહીંયા અત્યાર સુધી 73 હજાર 780 સંક્રમિત મળી ચુક્યા છે. ભાજપ સાંસદ મીનાક્ષી લેખીએ કેજરીવાલ સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, કોરોનાના કેસમાં રાજધાનીની સ્થિતિ મહારાષ્ટ્ર કરતા પણ ખરાબ થઈ રહી છે. કેજરીવાલ સરકારે લોકડાઉનમાં દારૂની દુકાન ખોલાવડાવી, ક્વૉરન્ટીનના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. આપણે ન્યૂયોર્ક સાથે સ્પર્ધા કરી રહ્યા છીએ.

પાકિસ્તાનથી 204 ભારતીયોને પરત લવાયા
પાકિસ્તાનમાં ફસાયેલા લોકો ભારત પહોંચવા લગ્યા છે. ગુરૂવારે પહેલા તબક્કામાં 204 નાગરિકોને વાઘા બોર્ડરપરથી ભારત લાવવામા આવ્યા હતા. આ સૌ લોકોને 14 દિવસ ક્વોરેન્ટીન સેન્ટરમાં રાખવામા આવશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે પહેલા તબક્કા માટે 250 લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું પરંતુ 46 લોકો આવ્યા નથી.

  રાજ્યોની સ્થિતિ
  મધ્યપ્રદેશઃભોપાલમાં શુક્રવારે 50 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. જેમાંથી પાંચ લોકો રાજભવનના છે. અહીંયા અત્યાર સુધી 37 કર્મચારી સંક્રમિત મળ્યા છે. જેમાંથી મોટભાગના સુરક્ષા કર્મચારી છે. રાજભવન પરિસરમાં 250 લોકો રહે છે.

  મધ્યપ્રદેશના સ્વાસ્થ્ય મંત્રી નરોત્તમ મિશ્રાએ ગુરુવારે ઈન્દોરના અરબિંદો હોસ્પિટલની મુલાકાત લીધી હતી. PPE કીટ પહેરીને તેમણે હોસ્પિટલના કોવિડ વોર્ડના દર્દીઓના હાલચાલ પુછ્યા હતા.

  અહીંયા ગુરુવારે 147 સંક્રમિત મળ્યા અને 8 લોકોના મોત થયા હતા. ઈન્દોરમાં 46 અને ભોપાલમાં 32 પોઝિટિવ વધ્યા હતા. 29 દર્દીઓ સથે રાજભવન પરિસર હોટસ્પોટ બની ગયું છે. અહીંયા 4 દિવસમાં 15 કેસ સામે આવ્યા હતા. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 12 હજાર 595 થઈ ગઈ, જેમાંથી 2434 એક્ટિવ કેસ છે.

  મહારાષ્ટ્રઃ સરકારે શુક્રવારે કહ્યું કે, જો કોઈ પોલીસકર્મીનું કોરોનાથી મોત થઈ જશે, તો તેના પરિવારે સરકારી ઘર ખાલી નહીં કરવું પડે. તેના પરિવારને 65 લાખ રૂપિયા સુધીન મદદ કરવામાં આવશે. તો બીજી બાજુ રાજ્યમાં અત્યાર સુધી 4326 પોલીસકર્મી સંક્રમિત થઈ ચુક્યા છે.

  અહીંયા ગુરુવારે 4841 નવા દર્દી સામે આવ્યા અને 192 લોકોના મોત થયા હતા. જે 24 કલાકમાં મળેલા દર્દીઓનો સૌથી મોટો આંકડો છે. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 1 લાખ 47 હજાર 806 થઈ ગઈ હતી, જેમાંથી 63 હજાર 342 એક્ટિવ કેસ છે. મુંબઈમાં 1365 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

  આ તસવીર મુંબઈના મલાડ ઈસ્ટના અપ્પા પાડા વિસ્તારની છે. અહીંયા છેલ્લા ત્રણ દિવસમાં 70થી વધુ કેસ સામે આવ્યા પછી ગુરુવારે હેલ્થ કેમ્પ ચાલુ કરાયો હતો

  ઉત્તરપ્રદેશઃ મેરઠના ડિવીજનલ કમિશનરે જણાવ્યું કે, નોઈડા મેરઠ, ગાઝિયાબાદ, બુલંદશહર, હાપુડા અને મુઝફ્ફરનગરમાં નાઈટ કર્ફ્યુના સમયની સમીક્ષા કરવામાં આવી હતી. રાતે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે. જે લોકો માસ્ક પહેર્યા વગર અને સાર્વજનિક સ્થળો પર થૂંકતા જોવા મળશે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

  અહીંયા ગુરુવારે 636 કોરોના દર્દી મળ્યા હતા અને 15 લોકોના મોત થયા હતા. સહારપુર જિલ્લામાં ત્રણ કોરોના દર્દી મળ્યા હતા. આ સાથે જિલ્લામાં 346 થઈ ગયા હતા.
  બિહારઃશુક્રવારે બપોર સુધી સંક્રમણના 123 કેસ સામે આવ્યા હતા.અહીંયા ગુરુવારે 215 કેસ આવ્યા અને એક દર્દીનું મોત થયું હતું. મુઝફ્ફરપુરમાં સૌથી વધારે 28 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રાજ્યમાં અત્યાર સુધી 8488 સંક્રમિત મળ્યા છે.

  રાજસ્થાનઃ શુક્રવારે કોરોનાના 91 કેસ સામે આવ્યા હતા. કોટામાં 23, ભરતપુરમાં 17, જયપુરમાં 15, કરૌલીમાં 13, ઝૂંઝૂનૂમાં 07 પાલી અને સિરોહીમાં 5-5 દૌસામાં 04, અજમેર અને બૂંદીમાં 1-1 સંક્રમિત મળ્યા હતા. ત્યારપછી સંક્રમિતોનો કુલ આંકડો 16387એ પહોંચી ગયો હતો. સાથે જ જોધપુરમાં એક વ્યક્તિનું મોત પણ થયું હતું.

  અહીંયા ગુરુવારે 287 કેસ સામે આવ્યા હતા અને 4 લોકોના મોત થયા હતા. જોધપુરમાં 52, જયપુરમાં 40 અને પાલીમાં 30 દર્દી વધ્યા હતા. રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 16 હજાર 296 થઈ ગયો છે, જેમાંથી 3077 એક્ટિવ કેસ છે.

  Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


  અભિષેક મનુ સિંઘવી, ફાઇલ


  આ તસવીર દિલ્હીની છે. સરકારી સ્કૂલમાં બનાવામા આવેલા કોવિડ-19 ટેસ્ટ સેન્ટરમાં મહિલાની તપાસ કરી રહેલ સ્વાસ્થ્ય કર્મચારી.


  CoronaVirus In India Live News And Updates Of 26th June


  CoronaVirus In India Live News And Updates Of 26th June


  આ તસવીર મહારાષ્ટ્રના ધારાવીની છે. ગુરુવારે અહીંયા સ્વાસ્થ્યકર્મીઓએ કોરોનાના દર્દીઓ માટે વિશેષ અભિયાન શરૂ કર્યું હતું

  Related posts

  અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ પૂર્વના વિસ્તારોમાં, પણ પોલીસે લોકડાઉન ભંગની સૌથી વધુ ફરિયાદ પશ્ચિમ વિસ્તારોમાં નોંધી

  Amreli Live

  સુરતમાં દર કલાકે 5 અંતિમ સંસ્કાર, સ્મશાનોમાં લાગી કતાર, છેલ્લાં ત્રણ દિવસમાં 170 મૃતદેહના કોવિડ-19 ગાઇડલાઇન મુજબ અંતિમ સંસ્કાર

  Amreli Live

  અત્યાર સુધી 23,234કેસ,મૃત્યુઆંક 725: મિનિસ્ટ્રિયલ ટીમ સુરત, અમદાવાદ, ચેન્નાઈ અને હૈદરાબાદ આવશેઃ MHA

  Amreli Live

  સમગ્ર દેશમાં લોકડાઉની મુદત વધુ બે અઠવાડિયા માટે વધી, હવે 17 મે સુધી ચુસ્ત અમલનો કેન્દ્ર સરકારનો નિર્ણય

  Amreli Live

  નવી ગાઈડલાઈન જાહેર: 20 એપ્રિલથી અમુક સેવાઓમાં છૂટ; અન્ય પ્રતિબંધો ચાલુ, શું ખુલશે- શું બંધ, વાંચો A To Z

  Amreli Live

  કોરોના વાઈરસની એમ્બ્યુલન્સ ચલાવતા ડ્રાઇવરની બાઇક પોલીસે ડિટેઇન કરી, 8 કિ.મી. ચાલીને નોકરી પર પહોંચ્યો

  Amreli Live

  પોતે કેન્સર પીડિત હોવા છતાં સુરતના લેબ ટેક્નિશિયન કોરોના શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લઈ રહ્યા છે

  Amreli Live

  અત્યાર સુધીમાં 2 લાખ મોતઃ યુરોપમાં મોતની સંખ્યામાં ઘટાડો, ઇટાલીમાં 24 કલાકમાં 333 અને બ્રિટનમાં 360 લોકોના મોત

  Amreli Live

  સોનિયાએ મોદીને કહ્યું – નાના ઉદ્યોગોને રોજના 30 હજારનું નુકસાન, 1 લાખ કરોડનું રાહત પેકેજ આપો

  Amreli Live

  અત્યાર સુધી 96 હજારના મોત: સ્પેનમાં મૃત્યુદર 4.7થી ઘટીને 4 ટકા થયો, 24 કલાકમાં 605ના મોત; સ્વીડનનો લોકડાઉનથી ઇનકાર

  Amreli Live

  ‘સાત પગલાં આકાશમાં’ નામની પ્રસિદ્ધ ગુજરાતી કૃતિનાં લેખિકા કુંદનિકા કાપડિયાનું નંદીગ્રામ ખાતે નિધન

  Amreli Live

  ગુજરાતમાં શોપિંગ મોલ તો ખુલ્યા, પણ 24 દિવસેય હજી કાગડા ઉડે છે, 50% દુકાનો બંધની બંધ

  Amreli Live

  4.65 લાખ કેસઃએક દિવસમાં રેકોર્ડ 16 હજારથી વધુ સંક્રમિત મળ્યા, મુંબઈ કરતાં દિલ્હીમાં વધુ દર્દી

  Amreli Live

  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 51 નવા કેસ સાથે કોરોનાના કુલ 519 દર્દી, મૃત્યુઆંક 25એ પહોંચ્યો, આજથી માસ્ક પહેરવું ફરજિયાત

  Amreli Live

  રાજ્યમાં કોરોનાને કાબૂમાં લેવા વધુ એક ઉપાય કરાશે, માસ્કના દંડની રકમ રૂ.200થી વધારી રૂ.1000 થઈ શકે

  Amreli Live

  છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટિવના 256 કેસ સાથે આંકડો 3 હજારને પાર, 6ના મોત નિપજ્યા અને 17 લોકોને ડિસ્ચાર્જ કરાયા

  Amreli Live

  124 સેમ્પલમાંથી વધુ એક પોઝિટિવ કેસ જંગલેશ્વરમાંથી નોંધાયો, 103 નેગેટિવ અને 20ના રિપોર્ટ આવવાના બાકી

  Amreli Live

  સેન્સેક્સ 1265 અંક વધ્યો, નિફ્ટી 9111 પર બંધ; મારૂતિ સુઝુકી, ટાઈટન કંપનીના શેર વધ્યા

  Amreli Live

  અત્યારસુધી 39242 કેસ : લોકપાલ સદસ્ય જસ્ટિસ અજયકુમાર ત્રિપાઠીનું સંક્રમણથી મોત, 24 કલાકમાં સૌથી વધારે 1061 દર્દી સ્વસ્થ થયા

  Amreli Live

  ભારત-ચીનમાં આ વર્ષે 70 પ્રોગ્રામ થવાના હતા, પરંતુ ગલવાનના પગલે અશકય; સરકાર ચીન પર ઝડપથી કેટલાક આર્થિક પ્રતિબંધો લગાવી શકે છે

  Amreli Live

  આજે નવા 135 કેસ નોંધાયા, 8ના મોત સાથે મૃત્યુઆંક 103 થયો, 35 સાજા થયા, કુલ દર્દી 2407

  Amreli Live