29.4 C
Amreli
25/09/2020
bhaskar-news

કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના બે રિપોર્ટ નેગેટિવ આવ્યાં, કાલે સવારે ડિસ્ચાર્જ કરવામાં આવશેજમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના બંને કોરોના વાઇરસના રિપોર્ટ સારવાર બાદ નેગેટિવા આવ્યા છે. ત્યારે આવતીકાલે તેમને SVP હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. મહત્વનું છે કે, ગત અઠવાડિયે ઇમરાન ખેડાવાલાનો કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે સારવાર બાદ આજે રિપોર્ટ નેગેટિવ આવતા તેઓના પ્રશંસકોમાં ખુશી છવાઈ ગઈ છે.

દર દોઢ કલાકે એકનું મોત

છેલ્લા 24 કલાકમાં શહેરમાં178 નવા કેસ અને 18 દર્દીના મોત થયા છે. આ સાથે કુલ 2181 પોઝિટિવ કેસ અને મૃત્યુઆંક 104 થયો છે. છેલ્લા 24 કલાકમાં જ 18 દર્દીના મોત થતા મોતનો આંકડો 100ને પાર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં દર દોઢ કલાકે 1 દર્દી મોતને ભેટ્યો છે. આ ઉપરાંત આજે 25 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેમાં 9 પુરુષ અને 16 મહિલા છે. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 140 દર્દીઓ ડિસ્ચાર્જ થઈને ઘરે પરત ફર્યા છે.

26 એપ્રિલની સવારથી લઈ અત્યાર સુધીની મહત્વપૂર્ણ ઘટનાઓ

હાલ ડબલિંગ રેટ 8 દિવસનો,રિકવરી રેટ 4થી 5 ટકાથી વધીને 10 ટકાથી વધુ

આ પહેલા બપોરેશહેરમાં કોરોનાની સ્થિતિ અને વ્યવસ્થા અંગેની માહિતી આપતા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે,ગઈકાલથી આજ સુધી 49 દર્દી ડિસ્ચાર્જ થયા છે. શહેરમાં અત્યાર સુધીમાં 193 દર્દી સાજા થયા છે. તેમજ શહેરના વેપારીઓએ લોકડાઉનની મુદ્દત 3 મે સુધી સ્વૈચ્છીક રીતે દુકાનો ન ખોલવાનો નિર્ણય કર્યો છે. વેપારી એસોસિયેશને સામેથી જ આ પ્રસ્તાવ મુક્યો હતો. આ નિર્ણય બદલહું તેમને બિરદાવવા માગું છું. વેપારી એસોસિયેશન સાથેની ચર્ચા વિચારણા બાદ હવે આજે ખુલેલી દુકાનો પણ 3 મે સુધી બંધ રાખવામાં આવશે.

એક સમયે સરખી ચાલતી રિકવરીની સંખ્યા મૃત્યુ કરતા ડબલ થઈઃ વિજય નેહરા

વિજય નેહરાએ આગળ કહ્યું કે, શહેરમાં 18 એપ્રિલે 243 કેસ સામે હતા ત્યાર બાદ 234, 257, 228 થયા હતા. થોડા દિવસ પહેલા 4 દિવસે ડબલિંગ રેટ હતો જે આપણા તમામના પ્રયાસોથી 8 દિવસનો થયો છે. તેમજ રિકવરી રેટ 4થી 5 ટકાથીવધી 10 ટકાથી વધુ થયો છે. જ્યારે એક સમયે રિકવરી અને મૃત્યુઆંક સરખા હતા. પરંતુ હવે રિકવરીની સંખ્યા મૃત્યુ કરતા ડબલ થઈ ગઈ છે. હોટલ ફર્નમાંરૂ.3500ના દૈનિક ખર્ચ થશે જ્યારે અન્ય એક હોટલ સાથે પણ કરાર કરવામાં આવ્યા છે. જેમાં સંપન્ન લોકો દરરોજ રૂ.3500ના ખર્ચ સાથે આઈસોલેશનમાં રહીશકશે.

નરોડામાં નિર્માણાધીન હોસ્પિ. ઉપયોગમાં લેવાશે
નરોડામાં એક ખાનગી હોસ્પિટલ બની રહી હતી, આ નિર્માણાધીન હોસ્પિટલનો ઉપયોગ શરૂ થયો ન હોવાથી કોવિડ હોસ્પિટલ તરીકે ઉપયોગ કરવા ઓફર કરીઅને 200 બેડની હોસ્પિટલ તૈયાર કરી છે. રાજ્ય સરકાર પાસે મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફની માંગણી કરી છે. જ્યારે એક મહિલાની પીવાના પાણીનીફરિયાદના વીડિયો મુદ્દે વિજય નેહરાએ કહ્યું કે, સમરસ હોટલમાં પીવાના પાણીની 3 પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને જેટલી બોટલ જોઈએ એટલું
પાણી આપવામાં આવશે.

ગેરેજ, પંચરથી લઈ AC, વાસણ અને મોબાઈલની દુકાનો ખુલી
કેન્દ્રીય ગૃહમંત્રાલયની ગાઈડલાઈન પ્રમાણે રાજ્યમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે દુકાનો ખોલવા માટે છૂટ આપવાના નિર્ણયને લઈ આજથી અમદાવાદમાં દુકાનો ખુલી હતી. વેપારીઓએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની તમામ તૈયારીઓ સાથે દુકાનો ખોલી હતી. સવારથી જ ગેરેજ, પંચરની, વાસણની, સ્ટેશનરીની, મોબાઈલ સેલ અને રિપેરિંગ, રિચાર્જ, એસી, ઇલેક્ટ્રોનિક, કપડાંના શો રૂમ, દરજી, સ્ટોર્સ સહિતની દુકાનો ખુલી ગઈ હતી. દુકાનદારોએ દુકાનની આગળ ટેબલ મૂકી અને દોરી બાંધી દીધી હતી, જેથી ગ્રાહકોની દુકાનમાં ભીડ ન થાય. બહારથી ગ્રાહકોને વસ્તુ આપવામાં આવતી હતી. લોકો પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા જોવા મળ્યા હતા. ગેરેજની દુકાનો પર પણ લોકો વાહન સર્વિસ અને રિપેરીગ માટે જોવા મળ્યા હતા. જે જગ્યાએ લોકો સોશિયલ ડિસ્ટન્સ નહોતા જાળવતા ત્યાં લોકોને સમજાવી અને પાલન કરાવતા હતા.

અમદાવાદ જિલ્લામાં કોરોના વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાતા કુલ દર્દી 25

અમદાવાદ જિલ્લાનાદસક્રોઈ તાલુકામાં કોરોનાના વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. દસક્રોઈના પ્રજાપતિ વાસની બે મહિલા અને એક પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 25 થઈ છે. જિલ્લામાં અત્યાર સુધીમાસાણંદ, બાવળા, વિરમગામ, દસક્રોઈ, ધંધુકામાં કોરોનાના કેસ નોંધાયા છે.જેમાં દસક્રોઈમાં જ 18 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.ગ્રામ્ય વિસ્તારના કુલ 25 પોઝિટિવ કેસમાંથી આઠ દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ઇમરાન ખેડાવાલા, ધારાસભ્ય, જમાલપુર, અમદાવાદ – ફાઇલ તસવીર


ફાઇલ તસવીર


Corona Ahmedabad Live, corona positive patients in Ahmedabad is steadily increasing


જે જગ્યાએ લોકો સોશિયલ ડિસ્ટન્સ નહોતા જાળવતા ત્યાં લોકોને સમજાવી અને પાલન કરાવવામાં આવે છે

Related posts

ભારતમાં કોરોના સંક્રમણ અને મૃત્યુનો ભોગ બનનારા પૈકી 75% પુરુષો, 86% મૃતકો અન્ય ગંભીર બિમારીથી પીડાતા હતા

Amreli Live

ફળોની ટ્રકોમાં સંતાઈને આવેલા ચાર સુરા જમાતી સામે ફરિયાદ, ચારેય જમાતી મહારાષ્ટ્રથી આવ્યા હતા

Amreli Live

આવતીકાલે સવારે 6 વાગ્યાથી અમદાવાદ, રાજકોટ અને સુરતમાંથી કર્ફ્યૂ હટાવી લેવામાં આવશે

Amreli Live

શાહે કહ્યું- રાજ્યમાં પરિવર્તન લાવવા માટે પાંચ વર્ષમાં 100થી વધુ કાર્યકર્તાઓએ પ્રાણની આહુતિ આપી છે, તેમનું બલિદાન એળે નહિ જાય

Amreli Live

કોરોના વાઈરસના વધુ 4 પોઝિટવ કેસ નોંધાયા, કુલ પોઝિટિવ 139 થયા, મૃતક યુવાનના પરિવાર અને સારવાર કરનાર ડોક્ટરને ક્વોરન્ટીન કરાયા

Amreli Live

શ્રીલંકા પ્રવાસે પરત ફરેલી 62 વર્ષની મહિલાનું કોરોના વાઈરસથી મોત, મૃત્યુઆંક 2 થયો, વધુ બે પોઝિટવ કેસ નોંધાયા

Amreli Live

ગડકરીએ કહ્યું- ચીન પ્રત્યે દુનિયાની નફરત ભારત માટે આર્થિક તક, ફાયદો ઉઠાવવો જોઈએ

Amreli Live

કોરોના પ્રસર્યો તેના 28 દિવસમાં પ્રથમ વખત એકસાથે 78 કેસ, વધુ ત્રણનાં મોત, મૃતકમાં ત્રણે ત્રણ મહિલાઓ

Amreli Live

અમિતાભના ચારેય બંગલા સીલ, સંપર્કમાં આવેલા 54માંથી 30ના ટેસ્ટ થયા, ઐશ્વર્યા-આરાધ્યા પોઝિટિવ, માત્ર જયા નેગેટિવ

Amreli Live

અત્યાર સુધી 6637 કેસ, કુલ મૃત્યુ 223;રૂા.15 હજાર કરોડના ઈમર્જન્સી ફંડને કેન્દ્રની મંજૂરી, દવા- તબીબી સુવિધાઓ પાછળ ખર્ચાશે

Amreli Live

વધુ 12 કેસ નોંધતા પોઝિટિવ કેસનો આંક 166, કોરોનાનો ભરડો તાંદલજા, સમા અને દિવાળીપુરા સુધી વિસ્તર્યો

Amreli Live

મંત્રી ધારીવાલે કહ્યું- ન શાહનું ચાલ્યું, ન તાનાશાહીનું; ભાજપે કેન્દ્રીય મંત્રીનું નામ લેવા અંગે વાંધો ઉઠાવ્યો

Amreli Live

પર્યાપ્ત ઊંઘ ન લેવાથી ઈમ્યુનિટી કમજોર થઈ જાય છે, વિટામિન-D અને C મહત્ત્વપૂર્ણ; જાણો કેવી રીતે તમે તમારી ઈમ્યુનિટીને વધારી શકો છો

Amreli Live

ધારી,અને સાવરકુંડલા પંથકમાં ગાજવીજ સાથે એકથી દોઢ ઇંચ વરસાદ, સરસીયા ગામમાં પૂરના પાણી ઘૂસ્યા, જસદણ પંથકમાં ધોધમાર

Amreli Live

છેલ્લા 24 કલાકમાં 18256 દર્દી વધ્યા, જૂનમાં સંક્રમિતથી વધુ સાજા થયા, અતંર એક લાખથી વધારે

Amreli Live

સોનુ નાગર સાથે દિવ્ય ભાસ્કરની વાતચીત, છ કલાક સુધી હોસ્પિટલની બહાર રઝળતા હોવાની વ્યથા વર્ણવી

Amreli Live

AMCના પૂર્વ વિપક્ષના નેતા બદરુદ્દીન શેખને કોરોના, ગ્યાસુદ્દીન-શૈલેષ પરમારના સેમ્પલ લેવાયા

Amreli Live

અમરેલીના બાળઆરોગ્ય નિષ્ણાત ડો. નીતિન ત્રિવેદીની અમરેલી ના લોકો ને અપીલ

Amreli Live

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની તબિયત લથડી, ઓક્સીજન સપોર્ટ પર રખાયા, બે દિવસ પહેલાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

Amreli Live

ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય સી.જે ચાવડાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

Amreli Live

મમતાએ કહ્યું: કેન્દ્રની ગાઈડલાઈન્સ વિરોધાભાસી: એક બાજુ લોકડાઉનના કડક પાલનની વાતો, બીજી બાજુ દુકાનો ખોલવાના આદેશ

Amreli Live