25.9 C
Amreli
08/08/2020
મસ્તીની મોજ

કેવી રીતે થાય હતા હનુમાનજીના લગ્ન અને કેવી રીતે બન્યા એક પુત્રના પિતા, જાણો આની રોચક કથા

જાણો હનુમાનજીના લગ્નથી લઈને કેવી રીતે બન્યા એક પુત્રના પિતા, ક્લિક કરીને વાંચો રોચક કથા

મહાબલી હનુમાનજીને દરેક દેવતાઓમાં શક્તિશાળી દેવતા માનવામાં આવ્યા છે અને તેમને બ્રહ્મચારી માનવામાં આવે છે. જો તમે પૌરાણિક કથાઓ અનુસાર જુઓ તો એવું જણાવવામાં આવે છે કે, ભલે હનુમાનજી બ્રહ્મચારી છે પણ હનુમાનજીના લગ્ન થયા હતા. સંપૂર્ણ રીતિ-રિવાજો સાથે હનુમાનજીના લગ્ન સંપન્ન થયા હતા. એટલું જ નહિ પણ હનુમાનજી એક પુત્રના પિતા પણ હતા. પરંતુ તેમના લગ્ન અને પુત્ર પ્રાપ્તિમાં કોઈ પણ સંબંધ નથી જણાવવામાં આવતો.

હવે તમારા મનમાં સવાલ ઉભો થઇ રહ્યો હશે કે, છેવટે હનુમાનજી પિતા કઈ રીતે બન્યા, અને તેમના લગ્ન થવા છતાં પણ તેમને બ્રહ્મચારી કઈ રીતે માનવામાં આવે છે? તો ચાલો તેના વિષે સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરીએ.

હનુમાનજીના લગ્નના સંબંધમાં એવું માનવામાં આવે છે કે, જયારે મહાબલી હનુમાનજી પોતાના ગુરુ સૂર્ય દેવ પાસે શિક્ષણ ગ્રહણ કરી રહ્યા હતા ત્યારે તેમનું શિક્ષણ સમાપ્ત થતા સમયે અંતિમ શિક્ષા રહી ગઈ હતી. તે અંતિમ શિક્ષા ફક્ત પરિણીત વ્યક્તિને જ આપવામાં આવતી હતી, જે વ્યક્તિ પરિણીત હોય તેજ તે શિક્ષા પ્રાપ્ત કરી શકતા હતા.

હવે હનુમાનજી સમક્ષ એ મુશ્કેલી ઉભી થઈ કે તેમણે આજીવન બ્રહ્મચારી રહેવાનું પ્રણ લીધું છે, તો અંતિમ શિક્ષા કઈ રીતે પ્રાપ્ત કરવી. પોતાની આ સમસ્યાને લઈને હનુમાનજી ઘણા પરેશાન થઈ ગયા. જયારે સૂર્ય દેવે હનુમાનજીની પરેશાની જોઈ તો પોતાના શિષ્યની સમસ્યાના ઉકેલ માટે તેમણે તેનું સમાધાન શોધી કાઢ્યું. સૂર્ય દેવતાએ હનુમાનજીને કહ્યું કે, તમે મારી પુત્રી સુવર્ચલા સાથે લગ્ન કરી લો. ત્યારે હનુમાનજીએ સૂર્ય દેવતાની વાત માની અને રીતિ-રિવાજો અને મંત્રો સાથે હનુમાનજીના લગ્ન સુવર્ચલા સાથે થઈ ગયા.

જો આપણે પરાશર સંહિતા અનુસાર જાણીએ તો મહાબલી હનુમાનજીએ આજીવન બ્રહ્મચારીનું જીવન પસાર કરવાનું પ્રણ લીધું હતું અને તેમની પત્ની સુવર્ચલા તપસ્વિની હતી. જયારે સૂર્ય દેવતાએ પોતાની પુત્રીના લગ્ન હનુમાનજી સાથે કરાવ્યા ત્યારે હનુમાનજીની પત્ની લગ્ન પછી પાછી તપસ્યા માટે જતી રહી હતી. આ રીતે અંતિમ શિક્ષા ગ્રહણ કરવા માટે લગ્નની શરત હનુમાનજીએ પુરી કરી લીધી, અને પછી પોતાની અંતિમ શિક્ષા પણ પુરી કરી લીધી હતી.

હનુમાનજીના લગ્નનો પુરાવો આંધ્ર પ્રદેશમાં આવેલ હનુમાનજીનું એક પ્રાચીન મંદિર છે, અહીં હનુમાનજી પોતાની પત્ની સાથે ભક્તોને દર્શન આપે છે. આ મંદિરથી એ પુરાવો મળે છે કે, હનુમાનજીએ લગ્ન કર્યા હતા. આ મંદિરની અંદર દંપત્તિ હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવા માટે આવે છે. હનુમાનજીની કૃપાથી પરિણીત જીવનની દરેક મુશ્કેલીઓ દૂર થઈ જાય છે.

હવે તમારા મનમાં એ સવાલ થઈ રહ્યો હશે કે, જયારે મહાબલી હનુમાનજી પોતાની પત્ની સાથે લગ્ન પછી અલગ થઈ ગયા હતા, અને તે પોતાની પત્નીને નથી મળ્યા તો છેવટે એક પુત્રના પિતા કેવી રીતે બન્યા? તમારા આ સવાલનો જવાબ વાલ્મિકી રામાયણમાં મળે છે. જણાવી દઈએ કે, વાલ્મિકી રામાયણ અનુસાર જયારે મહાબલી હનુમાનજી સીતાની શોધમાં લંકા જઈ પહોંચ્યા ત્યારે હનુમાનજીએ લંકા દહન કર્યું હતું.

લંકા દહન કર્યા પછી અગ્નિના તેજ તાપને કારણે હનુમાનજીને પરસેવો થવા લાગ્યો હતો. તે પોતાની પૂંછડીમાં લાગેલી આગને ઓલવવા માટે સમુદ્ર તરફ ગયા. તે દરમિયાન તેમના શરીરમાંથી પરસેવાનું ટીપું ટપકીને એક માછલીના મોં માં પડ્યું. આ કારણે માછલી ગર્ભવતી થઈ ગઈ હતી, માછલીના ગર્ભમાંથી એક વાનર રૂપી માણસનો જન્મ થયો હતો, જેને રાવણના ભાઈ અહિરાવણે પાતાળ લોકના દ્વારાપાલ બનાવી દીધા હતા.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

આ છે તે 123 વર્ષીય બાબા જેમની પાસેથી પ્રરેણા લઈને ફિટ રહે છે શિલ્પા શેટ્ટી, વિડીયોથી ખુલ્યું રહસ્ય.

Amreli Live

શુદ્ધ માંસાહારી શિલ્પા શેટ્ટી 45 વર્ષ પછી બની શુદ્ધ શાકાહારી, છેવટે શું છે કારણ?

Amreli Live

મજૂરોને ઘરે પહોંચાડવા માટે સોનુ સુદે છોડ્યું પોતાનું પ્રિય એવું આ બધું જ, પત્ની સોનાલી બોલી – ફક્ત આટલા કલાકની ઊંઘ લે છે.

Amreli Live

કસરત કર્યા વગર પેટની વધારાની ચરબી ઘટાડવા કરો આ સ્પેશીયલ ડ્રિંકનું સેવન, જાણો કઈ રીતે બનાવવું

Amreli Live

દાવો : વૈજ્ઞાનિકો બનાવ્યો એવો બળદ, જેની આવનારી પેઢી નર જ પેદા થશે.

Amreli Live

બીટના એટલા બધા અઢળક ફાયદા છે કે તમને ઘણી રીતે ઉપયોગી થશે, રોજ પીવો જોઈએ એક ગ્લાસ.

Amreli Live

અહીં 2 રૂમનું એક કાચા મકાનનું વીજળીનું બિલ આવ્યું 10 કરોડ રૂપિયા, જાણો ક્યાંનો છે આ બનાવ.

Amreli Live

આમણે શ્રી રામ મંદિર નિર્માણ માટે દાનમાં આપી 5 કિલો 535 ગ્રામ ચાંદીની ઈંટો

Amreli Live

સુશાંતની છેલ્લી ફિલ્મ દિલ બેચારાએ IMDB પર બનાવ્યો જબરજસ્ત રેકોર્ડ, ટ્વીટર પર ભાવુક થયા ફેન્સ

Amreli Live

સુશાંતના પિતાનો ગંભીર આરોપ, રિયાએ મારા દીકરાને બરબાદ કરવાની આપી ધમકી.

Amreli Live

વૈષ્ણો દેવીના દર્શન માટે કરાવવું પડશે ઓનલાઈન રજીસ્ટ્રેશન, રોજ ફક્ત આટલા લોકોને જ મળશે પરવાનગી, જાણો વધુ વિગત

Amreli Live

આધાર કાર્ડ ખોવાઈ ગયું છે, તો ન થશો પરેશાન, આવી રીતે મેળવી શકો છો વધારે સુવિધાઓ વાળું નવું કાર્ડ

Amreli Live

મંગળવારે બની રહ્યા છે યોગ, આ 6 રાશિના લોકોના ચમકશે ભાગ્યના તારા

Amreli Live

15 લાખના પેકેજ વાળી બેંકની નોકરી છોડીને શરૂ કરી ઓર્ગેનિક ખેતી, હવે એકર દીઠ આટલા લાખની કમાણી કરી રહ્યા છે

Amreli Live

આ 8 રાશિઓના પક્ષમાં રહેશે આજનો દિવસ, કરિયરમાં નવા કીર્તિમાન સ્થાપિત કરશો

Amreli Live

ભારતથી લઈને વિદેશ સુધી પ્રસિદ્ધ છે મધુબલીની આ ગામડામાં બનેલ ખાદીની જનોઈ, જાણો તેની ખાસિયત.

Amreli Live

બ્લડ પ્રેશરની સાથે સાથે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં અસરદાર છે આ ફળ, જાણો તેના ફાયદા

Amreli Live

જાણો સંકટ મોચન હનુમાનજીને કઈ વસ્તુ ચડાવવાથી શું મળે છે ફળ

Amreli Live

સામાન્ય લોકો બાબા બૈદનાથના દર્શન કરી શકશે કે નહિ? જાણો શું કહે છે સુપ્રીમ કોર્ટ.

Amreli Live

આજે આ 5 રાશિઓને મહેનતનું પૂરેપૂરું ફળ મળશે, ઘર-બહાર પ્રસન્નતા જળવાઈ રહેશે

Amreli Live

આ ઉકાળો તમારી રોગપ્રતિકારક શક્તિ વધારીને દરેક વાઇરસથી કરશે તમારું રક્ષણ, જાણો કેવી રીતે બનાવવો

Amreli Live