29.7 C
Amreli
18/09/2020
bhaskar-news

કેમિકલ પ્લાન્ટમાં 21 કલાક પછી ફરી એકવાર ગેસ લીકેજ, 3 કિ.મી સુધીના ગામો ખાલી કરાવ્યાં, 2 બાળકો સાથે 11ના મોતઆંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ગુરુવારે વહેલી પરોઢે 3 વાગ્યે એક મોટી ઔદ્યોગિક દુર્ઘટના સર્જાઇ. એલજી પોલિમરના પ્લાન્ટમાંથી સ્ટાઇરીન ગેસ મોટા પ્રમાણમાં લીક થયો. તેની અસરથી 8 વર્ષના બાળક સહિત 11 લોકોનાં મોત થયાં. 300થી વધુ લોકો હોસ્પિટલોમાં દાખલ છે. 20 લોકો વેન્ટિલેટર સપોર્ટ પર છે. પ્લાન્ટની ફરતે 5 કિ.મી.ની હદમાં આવતાં 5 ગામના હજારો લોકોને આંખોમાં બળતરા, શ્વાસ લેવામાં તકલીફ, શરીર પર ચકામા અને ઊબકા આવવા જેવી તકલીફો છે. સ્ટાઇરીન ગેસ સિન્થેટિક રબર અને રેઝિન બનાવવામાં વપરાય છે. રાજ્ય સરકારે ઘટનાની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિ રચી છે. ગેસ લીકેજથી અસરગ્રસ્ત વિસ્તારોમાં સવારના સમયે હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયાં હતા. એલજી કેમિકલે કહ્યું કે પ્લાન્ટમાં હવે પરિસ્થિતિ નિયંત્રણમાં છે. આ ગેસ લીક કેવી રીતે થયો તેની તપાસ શરૂ કરાઈ છે. કેન્દ્ર સરકારે કહ્યું કે એક હજાર જેટલા લોકો તેની ઝપેટમાં આવી ગયા હતા. ત્રણ કિલોમીટરના વિસ્તારમાં રહેતા 200-250 પરિવારના 500થી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કઢાયા હતા. વડાપ્રધાને આંધ્રના મુખ્યમંત્રી સાથે વાત કરી હતી.

ઘટના બાદ પ્લાન્ટની સાઇરન વાગી નહીં, અંદર હાજર 20 કર્મી સુરક્ષિત
ગેસ લીકના સમયે કેટલાક કર્મચારી પ્લાન્ટને ફરી ખોલવાની તૈયારી કરી રહ્યા હતા. લૉકડાઉનને કારણે 40 દિવસથી બંધ પ્લાન્ટ ગુરુવારે ખોલવાનું હતું. સૂત્રો મુજબ ઘટના બાદ ફેકટરીની સાઇરન વાગી નહીં. તેનાથી ખતરો સમજી બચાવના ઉપાયો કરવામાં સમય લાગી ગયો. જોકે પ્લાન્ટમાં હાજર 20 કર્મી પ્રોટોકોલ જાણતા હોવાથી સમયસર તેમણે બચાવનાં પગલાં લેતા બચી ગયા. અધિકારીઓ મુજબ પ્લાન્ટમાં સ્ટાઇરીનની બે ટેન્ક છે. એકમાં 1800 કિલોલીટર કેમિકલ હતું, તેનાથી જ ગેસ લીક થયો હતો. આ પ્લાન્ટ 1970માં સ્થાપિત કરાયો હતો. ત્યારે તેનું નામ ‘હિન્દુસ્તાન પોલિમર’હતું અને વિજય માલ્યાની માલિકીનો હતો. પછી 1997માં દક્ષિણ કોરિયન કંપની એલજી પોલિમર્સે તેનો કબજો મેળવ્યો હતો.

ભાસ્કર લાઇવઃ માણસોની સાથે હજારો પશુ-પક્ષી પણ નિર્જીવ પડ્યાં હતાં, પ્લાન્ટની આસપાસનાં વૃક્ષો-છોડ પણ સૂકાઇ ગયાં
આર. આર. વેંકટપુરમ ગામમાં આવેલી કંપની એલજી પોલિમરમાંથી વહેલી પરોઢે ત્રણેક વાગ્યે ગેસ લિકેજ શરૂ થયું. ત્યારે મોટા ભાગના લોકો સૂતા હતા પણ ગેસની અસરથી ધીમે-ધીમે લોકોને શ્વાસ ચઢવો, આંખોમાં બળતરા થવી અને ચક્કર આવવા જેવી તકલીફો થવા લાગી. ઘણા લોકો તો ઊંઘમાં જ બેભાન થઇ ગયા. ગામના વી. રામાકૃષ્ણાએ જણાવ્યું કે જેમની ઊંઘ ઊડી તેમને કોઇ દુર્ઘટનાનો અહેસાસ થઇ ગયો હતો. જીવ બચાવવા લોકો ઘરોમાંથી બહાર ભાગ્યા પણ મહિલાઓ, બાળકો સહિત મોટી સંખ્યામાં લોકો બેભાન થઇને ઠેર-ઠેર પડતાં રહ્યાં. કોઇના મોંઢામાંથી ફીણ નીકળી રહ્યું હતું, કોઇ તડપતું હતું. ઠેર-ઠેર હજારો પશુ-પક્ષી પણ નિર્જીવ પડ્યાં હતાં. ગેસની અસરનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે પ્લાન્ટની આસપાસના વિસ્તારોમાં વૃક્ષો-છોડ પણ સૂકાઇ ગયાં. ગામથી દૂર ભાગતા બે લોકો દોડતાં-દોડતાં બેભાન થઇને બોરવેલમાં પડી ગયા. બાદમાં બંનેના મોત થયાં. લોકોને બચાવવા પહોંચેલા ઘણા પોલીસકર્મી પણ ગેસની અસરથી બેભાન થઇ ગયા. બાદમાં અસરગ્રસ્તોને ઓટોરિક્ષા, ટુ-વ્હીલરમાં કે ઊંચકીને હોસ્પિટલોમાં ખસેડાયા. હોસ્પિટલોમાં અફડાતફડીનો માહોલ હતો. માતા-પિતા તેમનાં સંતાનોને શોધતા ચિંતાતુર દેખાયા. ગામના રહેવાસી એસ. અપ્પારાવે કહ્યું કે ગેસ લીકેજની આ ઘટનાએ ભોપાલ ગેસ હોનારતની ભયાનકતા તાજી કરી દીધી. તે હોનારતમાં સાડા ત્રણ હજારથી વધુ લોકોનાં મોત થયાં હતાં અને હજારો લોકો વિકલાંગ થઇ ગયા હતા.

મૃતકોના આશ્રિતોને આંધ્ર સરકાર રૂ.1-1 કરોડ આપશે, તપાસ માટે કમિટી રચાઇ

  • આંધ્રપ્રદેશના સીએમ જગન મોહન રેડ્ડીએ મૃતકોના આશ્રિતોને એક-એક કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. વેન્ટિલેટર પર રખાયેલા લોકોને 10-10 લાખ રૂપિયા અને હોસ્પિટલમાં દાખલ અન્ય લોકોને 1-1 લાખ રૂપિયા અપાશે. ઘટનાની તપાસ માટે ઉચ્ચ સ્તરીય કમિટીની રચના પણ કરાઇ છે.
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇમરજન્સી બેઠક બોલાવી એનડીએમએ અને અન્ય સંબંધિત અધિકારીઓ પાસેથી સ્થિતિની માહિતી મેળવી. તેમણે કહ્યું કે ગૃહ મંત્રાલયની સ્થિતિ પર નજર છે.
  • આંધ્રપ્રદેશના ડીજીપી ગૌતમ ડી. સવાંગે ક્હ્યું કે લીક અટકાવી દેવાયું છે અને સ્થિતિ કાબૂમાં છે. તેમણે કહ્યું કે સ્ટાઇરીન ઝેરી ગેસ નથી. વધુ પડતું સૂંઘાઇ જવાથી જ મોત થાય છે.
  • કેન્દ્ર સરકારે કહ્યું કે 1000 લોકોને ગેસની અસર થઇ છે. એનડીએમએ સભ્ય કમલ કિશોરે કહ્યું કે 3 કિમીના ક્ષેત્રમાં રહેતા 200-250 પરિવારોના 500થી વધુ લોકોને સુરક્ષિત હટાવી લેવાયા છે.

અપડેટ

  • મૃતકોમાં આંધ્ર મેડિકલ કોલેજમાં એમબીબીએસના ફર્સ્ટ યરના વિદ્યાર્થીનો સમાવેશ થાય છે.

ગેસ લીકમાં આંધ્ર મેડિકલ કોલેજના વિદ્યાર્થી ચંદ્રમૌલિનું મોત થયું

  • જે લોકો વેન્ટીલેટર પર છે, તેમના માટે આંધ્ર પ્રદેશ સરકાર તરફથી કુલ 10 લાખ રૂપિયાની મદદ કરવામાં આવશે
  • એનડીઆરએફના ડીજી એસ એન પ્રધાને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે પુણેથી એક્સપર્ટની ટીમ વિશાખાપટ્ટનમ પહોંચશે
  • આ ટીમ કેમિકલ, બાયોલોજીકલ, રેડિયોલોજીકલ અને ન્યુક્લિયર ઘટનાના એક્સપર્ટ છે
  • કેન્દ્ર સરકારના નિર્દેશ પ્રમાણે ઘટનાથી લોકોના આરોગ્ય પર અત્યારે અને ભવિષ્યમાં થનારી અસરને જોતા રાહત માટે વ્યવસ્થા કરવામા આવશે
  • ઘટના અંગે રાષ્ટ્રીય માનવ અધિકાર આરોગે કેન્દ્ર અને આંધ્ર પ્રદેશ સરકારને નોટિસ જારી કરી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Late night gas leak at chemical plant, evacuation of villages in 3 km area, 11 deaths so far including 2 children

Related posts

મિ.રામચંદ્ર ગુહા…, આ રહ્યો ગુજરાતનો ગૌરવવંતો સાંસ્કૃતિક વારસો

Amreli Live

ભાવનગરમાં વધુ એક મહિલા પોઝિટિવ, રાજકોટમાં વધુ એક દર્દીના રિપોર્ટ સતત બીજા દિવસે નેગેટિવ આવતા ડિસ્ચાર્જ

Amreli Live

અત્યાર સુધી 14192 કેસ-487 મોતઃ ગૃહ મંત્રાલયે કહ્યું- રાજ્ય પોતાને ત્યાં રોહિંગ્યા મુસલમાનોની તપાસ કરે, તે મોટી સંખ્યામાં મરકજમાં સામેલ થયા હતા

Amreli Live

ગોવા પર્યટકો માટે ખૂલ્યું તો છે પણ ટ્રેન-બસ બંધ, 5 ફ્લાઇટ આવે છે, 4 હજાર હોટલમાંથી 160 ખૂલી

Amreli Live

રાજ્યના 33 તાલુકામાં 1થી લઇને 3.7 ઇંચ સુધી વરસાદ, સૌથી વધુ ડાંગના સુબિર અને જામનગરના કાલાવડમાં

Amreli Live

રાજ્યમાં સતત ત્રીજા દિવસે કોરોનાના 800થી વધુ કેસ, કુલ પોઝિટિવ કેસનો આંકડા 41,027 પર પહોંચ્યો

Amreli Live

અત્યાર સુધી 2579 કેસઃ રાજસ્થાનમાં આજે 7 નવા સંક્રમિત મળ્યા, યુપીમાં પોલીસકર્મીઓ પર હુમલો કરનારાઓ પર રાસુકા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે

Amreli Live

અત્યાર સુધીમાં કુલ 22837 ટેસ્ટ કર્યાં, દિલ્હી કરતા ત્રણ ગણા વધુ ટેસ્ટ, SVPની ક્ષમતા હવે લગભગ પુરી: AMC કમિશનર

Amreli Live

ગુજરાતમાં પ્રથમ રાજકોટની ખાનગી ક્રાઇસ્ટ હોસ્પિટલે કોરોનાના દર્દીઓ પાસેથી કોઇ ચાર્જ ન લેવાનો નિર્ણય લીધો

Amreli Live

રાજ્યમાં કોરોનાના નવા 333 કેસ નોધાયા, સૌથી વધુ 250 પોઝિટિવ કેસ અમદાવાદમાં: આરોગ્ય સચિવ જયંતિ રવિ

Amreli Live

કોરોના અપડેટ 30/03/2020 ને સવારે 10.15 વાગ્યા સુધીની સ્થિતિ

Amreli Live

રાજસ્થાનના રાજકારણની વેબ સિરીઝમાં કોર્ટની ધમાકેદાર એન્ટ્રી બાદ સસ્પેન્સ વધ્યુ

Amreli Live

વિશ્વમાં કુલ મૃત્યુઆંક 51,000ને પાર ,કુલ સંક્રમિતોની સંખ્યા 10 લાખની નજીક, સ્પેનમાં 709 લોકોએ જીવ ગુમાવ્યો, જર્મનીમાં મૃત્યુઆંક 10 હજાર થયો

Amreli Live

સંક્રમણના 10 હજારથી વધારે કેસઃ મહારાષ્ટ્રમાં એક દિવસમાં વિક્રમજનક 316 પોઝિટિવ કેસ મળ્યા, સૌથી વધુ મોત પણ આ રાજ્યમાં થયા છે

Amreli Live

રાજકોટમાં 1, સુત્રાપાડામાં 2, વેરાવળમાં 1, જસદણના સાણથલીમાં 2 અને બાબરાના ધરાઇમાં દોઢ કલાકમાં અઢી ઇંચ વરસાદ

Amreli Live

અધિકારી પાસે ટેસ્ટ કરાવવા ગયા તો કહ્યું, ‘નથી કરવા’, પછી ટેસ્ટ કરાવ્યા તો 10 જણનો આખો પરિવાર પોઝિટિવ આવ્યો

Amreli Live

કોરોનાને લીધે ભણવાનું બંધ થયું તો એન્જિનિઅરથી ગણિતના ટીચર બન્યા મુનીર,સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે માટે ઈદગાહ મેદાનમાં બાળકોને ભણાવવાનું શરૂ કર્યું

Amreli Live

રાજકોટમાં આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ કોરોના મામલે અધિકારીઓ સાથે બેઠક કરી, સંક્રમણ રોકવા એક્શન પ્લાન બનાવી કામ કરવા સૂચના આપી

Amreli Live

કિમ જોંગ ઉને કહ્યું- સતર્ક રહેજો નહિંતર ઘણું મોટુ સંકટ આવશે, નોર્થ કોરિયામાં એક પણ દર્દી નહીં, વિશ્વમાં અત્યારસુધી 1.10 કરોડ કેસ

Amreli Live

કુલ કેસ 3.06 લાખઃસતત ત્રીજા દિવસે 11 હજારથી વધારે કેસ વધ્યા, દિલ્હીમાં 24 કલાકમાં વિક્રમી 2,123 પોઝિટિવ કેસ

Amreli Live

ફળોની ટ્રકોમાં સંતાઈને આવેલા ચાર સુરા જમાતી સામે ફરિયાદ, ચારેય જમાતી મહારાષ્ટ્રથી આવ્યા હતા

Amreli Live