26.5 C
Amreli
27/10/2020
મસ્તીની મોજ

કુશ ઘાસ વગર અધૂરી માનવામાં આવે છે પિતૃઓની પૂજા, રિસર્ચ અનુસાર કુદરતી પ્રિઝર્વેટિવ છે દર્ભ

અથર્વવેદ, મત્સ્ય પુરાણ અને મહાભારતમાં જણાવવામાં આવ્યું છે દર્ભનું મહત્વ, જાણો કેમ તેના વિના અધૂરી માનવવામાં આવે છે પિતૃઓની પૂજા.

વેદો અને પુરાણોમાં કુશ ઘાંસને પવિત્ર માનવામાં આવે છે. તેને કુશા, દર્ભ કે દાભ પણ કહેવામાં આવે છે. મત્સ્ય પુરાણ મુજબ ભગવાન વિષ્ણુના વરાહ આવતારના શરીર માંથી કુશા બની છે. હિંદુ ધર્મના અનુષ્ઠાન અને પૂજા પાઠમાં કુશાનો ઉપયોગ કરવામાં આવે છે. પિતૃપક્ષમાં શ્રાદ્ધ દરમિયાન કુશાનો ઉપયોગ જરૂરી છે. તેના વગર તર્પણ અધૂરું માનવામાં આવે છે. કુશાની વીંટી બનાવીને ત્રીજી આંગળીમાં પહેરવામાં આવે છે. જેને પવીત્રી કહેવામાં આવે છે.

ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે તેના ઉપયોગથી માનસિક અને શારીરિક પવિત્રતા જળવાય છે. પૂજા-પાઠ માટે સ્થાન પવિત્ર કરવા માટે કુશનું જળ છાંટવામાં આવે છે. કુશાનો ઉપયોગ ગ્રહણ સમયે પણ કરવામાં આવે છે. ગ્રહણ પહેલા ખાવા પીવાની વસ્તુમાં કુશા નાખવામાં આવે છે.

ગ્રહણ કાળ દરમિયાન ખાવાનું ખરાબ ન થઇ જાય અને પવિત્ર બની રહે, એટલા માટે એમ કરવામાં આવે છે. આ અંગે તામીલનાડુની SASTRA એકેડમીના રીસર્ચમાં જાણવા મળ્યું છે કે કુશ ઘાંસ એક કુદરતી પોઝર્વેટીવના રૂપમાં કામ કરે છે. તેનો ઉપયોગ દવાઓમાં પણ કરવામાં આવે છે. કુશમાં યુરીફીકેશન એજન્ટ છે.

ધાર્મિક મહત્વ : અથર્વવેદ, મત્સ્ય પુરાણ અને મહાભારતમાં કુશા

અથર્વવેદમાં કુશ ઘાંસ માટે કહેવામાં આવે છે કે તેના ઉપયોગથી ગુસ્સા ઉપર કંટ્રોલ રહે છે. તેને અશુભ નિવારક ઔષધી પણ કહેવામાં આવે છે. ચાણક્યના ગ્રંથો ઉપરથી જાણવા મળ્યું છે કે કુશનું તેલ કાઢવામાં આવતું હતું અને તેનો ઉપયોગ દવાઓ તરીકે કરવામાં આવતો હતો. મત્સ્ય પુરાણના કહેવા મુજબ કે કુશ ઘાંસ ભગવાન વિષ્ણુના શરીર માંથી બનેલું હોવાને કારણે પવિત્ર માનવામાં આવે છે.

મત્સ્ય પુરાણની કથા અનુસાર ભગવાન વિષ્ણુએ વરાહ અવતાર લઈને હિરણ્યાક્ષનો વધ કરીને પૃથ્વીને સ્થાપિત કરી. ત્યાર પછી પોતાના શરીર ઉપર લાગેલા પાણીને ખંખેર્યું ત્યારે તેમના શરીર માંથી વાળ પૃથ્વી ઉપર પડ્યો અને કુશના રૂપમાં ફેરવાઈ ગયો. ત્યાર પછી કુશાને પવિત્ર માનવામાં આવે છે.

મહાભારતના અન્ય પ્રસંગ મુજબ, જયારે ગરુડદેવ સ્વર્ગ માંથી અમૃત કળશ લઈને આવ્યા તો તેમણે તે કળશને થોડી વાર માટે કુશા ઉપર મુક્યો હતો. કુશા ઉપર અમૃત કળશ રાખવાથી કુશાને પવિત્ર માનવામાં આવે છે. મહાભારતના આદિ પર્વ મુજબ રાહુની મહાદશામાં કુશા વાળા પાણીથી સ્નાન કરવું જોઈએ. તેનાથી રાહુની અશુભ અસરથી રાહત મળે છે. આ ગ્રંથમાં જણાવવામાં આવ્યું છે કે કર્ણએ જયારે તેના પિતૃના શ્રાદ્ધમાં કુશનો ઉપયોગ કર્યો હતો. એટલા માટે કહેવામાં આવે છે કે કુશ પહેરીને કરવામાં આવેલા શ્રાદ્ધ પિતૃને તર્પણ કરે છે.

ઋગ્દેવમાં જનાવવામાં આવ્યું છે કે અનુષ્ઠાન અને પૂજા-પાઠ દરમિયાન કુશના આસનનો ઉપયોગ થતો હતો. બોદ્ધ ગ્રંથો મુજબ બોધી વુક્ષની નીચે બુદ્ધે કુશના આસન ઉપર બેસીને તપ કર્યું અને જ્ઞાન પ્રાપ્ત કર્યું. શ્રીકૃષ્ણએ કુશના આસનને ધ્યાન માટે આદર્શ માન્યું છે.

આધ્યાત્મિક મહત્વ : શરીરની ઉર્જા જમીનમાં જવાથી રોકે છે કુશ

માનવામાં આવે છે કે પૂજા-પાઠ અને ધ્યાન દરમિયાન આપણા શરીરમાં ઉર્જા ઉત્પન્ન થાય છે. કુશના આસન ઉપર બેસીને પૂજા-પાઠ અને ધ્યાન કરવામાં આવે તો તે ઉર્જા પગ દ્વારા જમીનમાં નથી જઈ શકતી. તે ઉપરાંત ધાર્મિક કામોમાં કુશની વીંટી બનાવીને ત્રીજી આંગળીમાં પહેરવાની વિધિ છે. જેથી આધ્યાત્મિક શક્તિ પુંજ બીજી આંગળીઓમાં ન જાય. વીંટીની આંગળી એટલે અનામિકાની નીચે સૂર્યનું સ્થાન હોવાને કારણે તે સૂર્યની આંગળી છે.

સૂર્યથી આપણેને જીવનની શક્તિ, પ્રકાશ અને યશ મળે છે. બીજું કારણ તે ઉર્જાને પૃથ્વીમાં જવાથી રોકવાનું પણ છે. કર્મકાંડ દરમિયાન જો ભૂલથી હાથ જમીન ઉપર અડી જાય, તો વચ્ચે કુશા આવી જશે અને ઉર્જાનું રક્ષણ થશે. એટલા માટે કુશાની વીંટી બનાવીને હાથમાં પહેરવામાં આવે છે.

વૈજ્ઞાનિક મહત્વ : કુદરતી પીજર્વેટીવ છે કુશ

પૂજા-પાઠ એ અનુષ્ઠાનોમાં સુકા કુશ ઘાંસનો ઉપયોગ કરવામાં આવે છે. એવું એટલા માટે કરવામાં આવે છે કેમ કે આ પવિત્ર ઘાંસમાં યુરીફીકેશન એજન્ટ હોય છે. તેનો ઉપયોગ દવાઓમાં પણ કરવામાં આવે છે. કુશમાં એંટી ઓબેસીટી, એંટીઓક્સીડેંટ અને અનાજજેસિક કંટેન્ટ છે.

તેમાં બ્લડ શુગર મેન્ટેન કરવાના ગુણ પણ હોય છે. એટલા માટે તેનો ઉપયોગ દવાઓ તરીકે પણ કરવામાં આવે છે તામીલનાડુની SASTRA એકેડમીના રીસર્ચમાં જાણવા મળ્યું છે કે કુશા ઘાંસ એક કુદરતી પ્રીજર્વેટીવ છે. એટલા માટે તેને ગ્રહણ વખતે ખાવાની વસ્તુમાં રાખવામાં આવતું હતું. જેનાથી ખાવામાં બેક્ટેરિયા ઉત્પન્ન થતા નથી.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

Cooking Tips : કરકરા ‘જીરા આલુ’ બનાવવા માટે 5 સરળ ટિપ્સ

Amreli Live

પત્ની અંજલિના કારણે ગુગલ CEO છે સુંદર પીચાઈ, ખુબ રોમાન્ટિક છે તેમની લવ સ્ટોરી.

Amreli Live

તમારા સુંદર ચહેરાની રોનક બગડી રહેલા આ ખીલ ને તમે આ 5 ઘરેલું ઉપાય દ્વારા સંપૂર્ણ દુર કરી શકો છો.

Amreli Live

મંગળવારના દિવસે આ 3 રાશિઓને મળશે આ વર્ષની સૌથી મોટી ખુશખબર, વાંચો રાશિફળ.

Amreli Live

બોલિવૂડના એવા 11 કલાકારો, જેમણે મંદિરમાં કર્યા લગ્ન, કરોડો રૂપિયાનો ખર્ચ બચાવ્યો.

Amreli Live

આ 5 રાશિઓ માટે આનંદ અને ઉલ્લાસથી ભરેલું રહેશે આ અઠવાડિયું, મળશે ઘણી મોટી ઓફર.

Amreli Live

છોકરાઓને સરળતાથી દીવાના બનાવી દે છે આ 5 રાશિની છોકરીઓ, મિનિટોમાં થઈ જાય છે ફિદા.

Amreli Live

સંત ના બે વાક્ય પણ વ્યક્તિના જીવનને બદલી શકે છે, રાજ દરબારમાં ચોરને પકડીને લાવામાં આવ્યો પછી.

Amreli Live

બદલાઈ જશે સામાનના ખરીદ-વેચાણની રીત, સરકારે લાગુ કર્યો આ નિયમ.

Amreli Live

મંગળવારે ગ્રહ-નક્ષત્રોથી બની રહ્યો છે વૃદ્ધિ યોગ, તેનાથી નોકરી અને બિઝનેસમાં 7 રાશિવાળાને મળી શકે છે તારાઓનો સાથ

Amreli Live

ઘનની ચિંતા વધી રહી છે તો દરેક રાશિવાળા કરો આ ઉપાય, મળશે ધન લાભ.

Amreli Live

જાણો આજે કઈ રાશિઓ પર રહેશે મહાદેવની વિશેષ કૃપા, વાંચો આજનું રાશિફળ

Amreli Live

ઉજ્જૈનમાં મહાકાલ રથમાં લશ્કર સાથે નીકળ્યા, લોકોએ ઘરની બહાર આવી કર્યા દર્શન, જાણો વધુ વિગત

Amreli Live

સારા અલી ખાનના આ ફોટોને મળી રહ્યા છે ધડાધડ લાઇક્સ, આમિર ખાનની દીકરી ઇરાએ પણ કરી કમેન્ટ

Amreli Live

સોનુ સૂદ ફરી મદદ માટે આગળ આવ્યા, 4 અનાથ બાળકોને આ કારણે સોનુ સૂદ દત્તક લેશે.

Amreli Live

આજના દિવસે આમને થશે આર્થિક લાભ અને કરિયરમાં આગળ વધશે આ રાશિ.

Amreli Live

અધિકમાસમાં પણ અટકતા નથી આ 4 શુભ કર્યો, જાણો આ મહિને જન્મેલ બાળકો કેમ હોય છે ભાગ્યશાળી

Amreli Live

તારક મેહતા શો ના અબ્દુલને કામ માટે ખાવા પડતા હતા ધક્કા, હવે જીવે છે શાનદાર લાઇફ સ્ટાઇલ, જાણો કેટલી છે એક એપિસોડની ફી.

Amreli Live

નેત્રહીન બાલા નાગેન્દ્રન 9 માં પ્રયત્નમાં બન્યા IAS, 4 વખત UPSCમાં સતત થયા હતા ફેલ.

Amreli Live

શ્રાવણમાં 10 વર્ષ પછી શનિ પ્રદોષ સંયોગ, આ 4 રાશિવાળાને થશે ધન લાભ

Amreli Live

21 જૂન રવિવારે અમાસ અને સૂર્ય ગ્રહણના યોગ, બપોર પછી કરી શકશો પૂજા-પાઠ, ઘર મંદિરમાં ભગવાનને કરાવો સ્નાન

Amreli Live