26.1 C
Amreli
23/09/2020
bhaskar-news

કુલ સંક્રમિતનો આંક 25 લાખને પાર, કુલ મોત 1.74 લાખ;પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનનો કોરોના ટેસ્ટ થશે, સ્પેનમાં ઐતિહાસિક બુલ ફાઈટ મોકૂફકોરોના વાઈરસના કારણે વિશ્વભરમાંકુલ કેસની સંખ્યા 25 લાખને પાર થઈ ગઈ છે. અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 25.29 લાખ થઈ છે. જ્યારેઅત્યાર સુધીમાં 1 લાખ 74હજાર 655 લોકોએ જીવ ગુમાવ્યા છે. છ લાખ 67 હજાર 624 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે.
અમેરિકામાં અત્યાર સુધીમાં 8.03 લાખ કેસ નોંધાય ચૂક્યા છે. 43હજાર 635લોકોએ જીવ ગુમાવ્યા છે. અત્યાર સુધીમાં અહીં 75હજાર 317લોકોને સારવાર પછી રજા અપાઈ છે. અમેરિકામાં 24 કલાકમાં 1121લોકોએ જીવ ગુમાવ્યા છે અને 10 હજાર નવા કેસ નોંધાયા છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાનખાનનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે. ખાન 15 એપ્રિલના રોજ ઈદી ફાઉન્ડેશનના અધિકારીને મળ્યા હતા. બાદમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સ્પેનની ઐતિહાસિક અને વિવાદાસ્પદ બુલ ફાઈટ આ વર્ષ રદ્દ કરવામાં આવી છે. સીએનએનના મતે બ્રિટન અને વેલ્સમાં 10 એપ્રિલ સુધીમાં સરકારી આંકડાની તુલનામાં વધારે લોકોના મોત થયા છે. બીજીબાજુ સત્તાવાર આંકડામાં મોતનો આંકડો 9,288 લોક કહેવામાં આવ્યો હતો. પણ વાસ્તવિક આંક 13,121 હોવાનું કહેવામાં આવ્યુ છે.
ઈટાલીમાં અર્થવ્યવસ્થાને 4 મેના રોજ ખોલવાની યોજના
ઈટાલીના પ્રધાનમંત્રી ગિઉસેપ કોંટે સોમવાર રાત્રે ફેસબુક ઉપર અર્થવ્યવસ્થાને ખોલવા અંગે નાગરિકોને જણાવ્યું હતું. સાથે તેમણે સતર્ક રહેવાની ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે 4 મેના રોજ અર્થવ્યવસ્થાને ખોલવાની યોજનાને અંતિમ રૂપ આપવામાં આવે છે. આ એક ધીમ પ્રક્રિયા છે. અચાનક બધુ ખોલવું તે બેજવાબદારીભર્યું ગણાશે. બીજી તરફ રશિયામાં સંક્રમણનો આંકડો 50 હજાર પાર પહોંચી ગયો છે. રશિયામાં 52,763 પોઝિટિવ કેસ અને મૃત્યુઆંક 456 છે.

15 એપ્રિલના રોજ ઈમરાન ખાનને મળનાર ફૈસલ ઈદ્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોના સામે લડવા માટે તેણે10 મિલિયનનો ચેક આપ્યો હતો.

પાકિસ્તાનના PM ઈમરાન ખાનને મળનાર ફૈસલ ઈદ્દીનો રિપોર્ટ પોઝિટિવ, સેલ્ફ ક્વોરન્ટિન થવાની શક્યતા
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન ઉપર કોરોના વાઈરસના સંક્રમણનો ખરતો ઊભો થયો છે. 15 એપ્રિલના રોજ ઈમરાન ખાનને મળનાર ફૈસલ ઈદ્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ફૈસલ ઈદ્દી વિશ્વભરમાં જાણીતી ઈદ્દી ફાઉન્ડેશનના પ્રમુખ અબ્દુલ સત્તાર ઈદ્દીનો પુત્ર છે. ઈમરાન ખાનને મળીને કોરોના સામેની લડાઈ માટે ફૈસલ ઈદ્દીએ 10 મિલિયનનો ચેક આપ્યો હતો. પીએમ ઈમરાન ખાન સાથેની મુલાકાત પછી ઘરે પરત ફર્યા બાદ ફૈસલમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા.તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા પાકિસ્તાનમાં ભારે ખળભળાટ મચ્યો છે.ઈમરાન ખાન પણ સેલ્ફ ક્લોરન્ટિન થઈ શકે છે.ઈમરાન ખાન ઉપરાંત પીએમ હાઉસ સ્ટાફ, સિંધ સીએમ, સીએમ હાઉસ સ્ટાફ અને તેના સંપર્કમાં આવેલા બિઝનેસમેનને પણ કોરોનાનો ખતરો ઊભો થયો છે, તમામ સેલ્ફ ક્વોરન્ટિન થવા ઉપરાંત ટેસ્ટ પણ કરાવી શકે છે.પાકિસ્તાનમાં 796 નવા કેસ નોંધાવાની સાથે કુલ કેસ 9216 થયા છે અને મૃત્યુઆંક 192 થયો છે.

ઓસ્ટ્રેલિયા: બ્રિસ્બેનમાીં ન્યૂ સાઉથ વેસ્સની સરહદ. અહીં પંદર હજાર લોકો સંક્રમિત છે.

ઓસ્ટ્રેલિયામાં શટડાઉન થવાથી અને બિઝનેસ બંધ કરવાથી 7.80 લાખ નોકરીઓ ગઈ
ઓસ્ટ્રેલિયામાં શટડાઉન થવાથી અને બિઝનેસ બંધ કરવાથી 7.80 લાખ લોકોની નોકરીઓ ગઈ છે.સરકારી આંકડા મુજબ 14 માર્ચ અને ચાર એપ્રિલ વચ્ચે ઓસ્ટ્રેલિયામાં નોકરીઓમાં છ ટકાનો ઘટાડો થયો છે. વિક્ટોરિયા અને તસ્માનિયા રાજ્યમાં સૌથી વધારે નોકરીઓ ગઈ છે.

જેક મા ડબલ્યુએચઓને લાખો માસ્ક અને ટેસ્ટ કીટ આપશે
અલીબાબાના ફાઉન્ડર જેક મા જાહેરાત કરી છે કે તે વિશ્વ આરોગ્ય સંસ્થાને લાખો માસ્ક અને ટેસ્ટ કીટ ડોનેટ કરશે. ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વાઈબોના માધ્યમથી તેમણે કહ્યું કે તે 10 કરોડ ક્લિનિકલ માસ્ક, 10 લાખ એન-95 માસ્ક અને 10 લાખ ટેસ્ટ કીટ ડોનેટ કરશે. પોસ્ટ સાથે તેણે વન વર્લ્ડ, વન ફાઈટ પણ લખ્યું.

અમેરિકા: ન્યૂયોર્ક પોલીસ પોલીસ અધિકારીઓ મૃતદેહને લઈ જવામાં સ્વાસ્થ્ય કર્મચારીની મદદ કરી રહ્યા છે.

અમેરિકાના ન્યૂયોર્કમાં મૃત્યુઆંક 19 હજારની નજીક
અમેરિકાનો સૌથી પ્રભાવિત રાજ્ય ન્યૂયોર્ક છે. અત્યાર સુધીમાં અહીં 18 હજાર 929 લોકોએ જીવ ગુમાવ્યો છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં ન્યૂયોર્ક રાજ્યમાં બે લાખ 47 હજાર 512 પોઝિટિવ કેસ નોંધાયા છે. રવિવારે અહીં 478 લોકોના અને શનિવારે 507 લોકોના મોત થયા છે.

અમેરિકામાં ક્રૂડ ઓઈલના ભાવમા ઐતિહાસિક કડાકો
અમેરિકામાં ક્રૂડ ઓઈલના ભાવમાં સોમવારે ઐતિહાસિક 105 ટકાનો ઘટાડો થયો હતો. પ્રથમવાર ક્રૂડ ઓઈલની કિંમત માઈનસ બે ડોલર પ્રતિ બેરલ પહોંચી ગઈ. વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિએટ (WTI)ના મે મહિનાના વિતરણમાં 300 ટકાથી મોટો ઘટાડો નોંધાયો છે. કોરોના સંકટના કારણે વિશ્વભરમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં ઘટાડો થયો છે. કોરોનાના કારણે મોટાભાગના દેશોમાં લોકડાઉન હોવાના કારણે ક્રૂડ ઓઈલની માંગ ભારે ઘટાડો નોંધાયો છે. આના કારણ કંપનીઓના ભંડાર સપૂર્ણ ભરાઈ ગયા છે.

તેલની કિંમત નેગેટિવ થવા અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે એક તબક્કે ઘણા લોકો માટે આ રસપ્રદ વાત છે.અમેરિકા તેના પેટ્રોલિયમ ભંડારને ભરવા ભરમા માગશે. અમે લગભગ 7.5 કરોડ બેરલ રિઝર્વ રાખવા ઈચ્છીએ છીએ. અમારી સરકાર ક્રૂડ ઓઈલની કિંમત બરાબર કરી લેશે.
ટેસ્ટિંગ કીટને લઈને ટ્રમ્પે રાજ્યોના ગવર્નરોની ટિક્કા કરી.તેમણે કહ્યું કે આ લોકોને ખ્યાલ નથી કે ટેસ્ટ કરવાની સાચી પ્રક્રિયા શું છે. રાજ્યો પાસે જરૂરી ટેસ્ટિંગ ક્ષમતા છે.

અમેરિકા: ન્યૂયોર્ક સિટી ફાયર ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ સ્વાસ્થ્ય કર્મચારીઓનો આભાર વ્યક્તિ કરી રહ્યા છે.

ટ્રમ્પે કહ્યું કે કોરોનાના આ સંકટમાં વાઈરસના જોખમથી બચવા અને અમેરિકાના લોકોની નોકરીઓ બચાવવા માટે દેશમાં વિદેશી નાગરિકોના પ્રવાસનને અસ્થાયી રીતે બંધ કરીશું. અમેરિકામાં કોરોનાના કારણે બેરોજગારીના દરમાં વધારો થયો છે.

કયા દેશમાં શું સ્થિતિ છે તે જોઈએ

દેશ કેસ

મોત

અમેરિકા 7,92,913 42,517
સ્પેન 2,00,210 21282
ઈટાલી 1,81,228 24,114
ફ્રાન્સ 1,55,383 20,265
જર્મની 1,47,065 4,862
બ્રિટન 1,24,743 16,509
તુર્કી 90,980 2,140
ઈરાન 83,505 5,209
ચીન 82,758 4,632
રશિયા 52,763 456
બ્રાઝીલ 40,743 2,587
બેલ્જિયમ 39,983 5,828
કેનેડા 36,829 1,690
નેધરલેન્ડ 33,405 3,751
સ્વિત્ઝરલેન્ડ 27,944 1,429
પોર્ટુગલ 20,863 735
ભારત 18,601 592
પેરુ 16,325

445

આયરલેન્ડ 15,652 687
ઓસ્ટ્રિયા 14,795 470
સ્વીડન 14,777 1,580
ઈઝરાયલ 13,713 177
જાપાન 11,135 263
દ.કોરિયા 10,683 237

અમેરિકામાં ઘણા ભારતીય ડોક્ટરના મોત
અમેરિકા અને બ્રિટનમાં ભારતીય મૂળના ડોક્ટરો અને અન્ય મેડીકલ સ્ટાફ દિવસ-રાત કામ કરી રહ્યો છે.જેમાં ઘણા ડોક્ટરોના મોત પણ થયા છે. ગત સપ્તાહમાં ન્યૂયોર્કની હોસ્પિટલમાં એક ભારતીય ડોક્ટર માધવી અયાનું સંક્રમણથી મોત થયું હતું. સંક્રમિતોમાં વધારે ભારતીય ડોક્ટર ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં છે. ડોક્ટર રજત ગુપ્તા ( નામ બદલ્યું છે) કોરોના દર્દીની તપાસ કરી રહ્યા હતા. આ દરમિયાન ડોક્ટરના ચહેરા ઉપર દર્દીએ ઉલટી કરી દીધી હતી. ત્યાર પછી ડોક્ટર સંક્રમિત થઈ ગયા અને તેનુ મોત થઈ ગયું. ભારતીય મૂળના અમેરિકન ડોક્ટર સંઘના સચિવ રવિ કોહલીએ કહ્યું કે ઓછામાં ઓછા 10 ડોક્ટર ગંભીર છે.

ફ્રાન્સ: પેરિસના માર્ગો ઉપર એક વ્યક્તિ અને તેના પુત્રોએ મનુષ્ય બનો લખીને ડિઝાઈન બનાવી હતી. દેશમાં લોકડાઉન પછી કેસમાં ઘટાડો થયો છે.

ફ્રાન્સમાં મૃત્યુઆંક 20 હજારને પાર
અમેરિકા, સ્પેન, ઈટાલી પછી ફ્રાન્સમાં પણ મૃત્યુઆંક 20 હજારને પાર થઈ ગયો છે. ફ્રાન્સમાં કુલ પોઝિટિવ કેસ 1 લાખ 55 હજાર 383 નોંધાયા છે જ્યારે 20 હજાર 265 લોકોએ જીવ ગુમાવ્યો છે.

શ્રીલંકામાં 20 જૂનના રોજ સંસદીય ચૂંટણી યોજાશે
શ્રીલંકામાં 25 એપ્રિલે યોજાનાર સંસદીય ચૂંટણી કોરોના વાઈરસના કારણે સ્થિગિત થઈ ગઈ છે. હવે આ ચૂંટણી 20 જૂનના રોજ યોજાશે. શ્રીલંકામાં કોરોનાના કુલ 304 કેસ નોંધાયા છે અને 7 લોકોએ જીવ ગુમાવ્યા છે.

અપડેટ્સ

  • સિંગાપોરમાં લોકડાઉનને પેલી જૂન સુધી લંબાવાયું, અહીં 9125 પોઝિટિવ કેસ અને 11 લોકોના મોત થયા છે
  • ચીનમાં 11 નવા કેસ નોંધાયા છે. જેમાચાર કેસ વિદેશમાંથી આવ્યા છે.
  • ખાડી દેશ લેબનન, ઈરાક અને સીરિયામાં રમઝાન દરમિયાન લોકડાઉનમાં થોડિક છૂટછાટ આપવામાં આવશે.
  • સ્પેનમાં છેલ્લા 24 કલાકમાં 430 લોકોના મોત સાથે મૃત્યુઆંક 21 હજાર 282એ પહોંચ્યો છે.
દ. કોરિયા: સિયોલમાં નેશનલ એસેમ્બલીમાં સંસદ સત્રમાં માસ્ક પહેરીને સાંસદો હાજર રહ્યા હતા. કોરોના મહામારી વચ્ચે દ. કોરિયા પ્રથમ દેશ છે જ્યાં સંસદીય ચૂંટણી થઈ છે.

સ્ટોરીમાં તમામ દેશની વિગતો અને તસવીરો ઉમેરવામાં આવી રહી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ઈટાલી: કબ્રસ્તાનમાં મૃતદેહને દફનાવવા લઈ જતા લોકો. અત્યાર સુધીમાં અહીં 24 હજારથી વધારે લોકોના મોત થયા છે.


અમેરિકા: ક્લોરાડોની રાજધાની ડેનવેરમાં સ્ટે હોમ ઓર્ડટનો વિરોધ કરી રહેલી મહિલા.

Related posts

અત્યાર સુધી 1,64,194 મોત, 23 લાખથી વધુ સંક્રમિતઃ પેરીસમાં સાફ-સફાઈના પાણીમાં કોરોના વાઈરસના સૂક્ષ્મ અંશ મળ્યા

Amreli Live

એક જ દિવસમાં કોરોનાથી સૌથી વધુ 4 મોત સાથે મૃત્યુઆંક 19 થયો, વધુ 6 કેસ સાથે આજે 22 પોઝિટિવ નોંધાયા, કુલ કેસ 285 થયા

Amreli Live

આયુષ મંત્રી શ્રીપદ નાયક કોરોના પોઝિટિવ, બંગાળ સરકારે ટોટલ લોકડાઉનનો આદેશ પરત લીધો

Amreli Live

દેશમાં સતત બીજા દિવસે 47 હજારથી વધુ દર્દી વધ્યા, 31 હજાર લોકોને સારું થયુ, 753 સંક્રમિતોના મોત, કુલ 13.35 લાખ કેસ

Amreli Live

2.67 લાખ કેસ, ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ કહ્યું- દિલ્હીમાં જુલાઈ સુધી 5.5 લાખ કેસ શક્ય, કોમ્યુનિટી ટ્રાન્સમિશન પણ શરૂ

Amreli Live

વડોદરામાં વધુ 17, કચ્છમાં 2 પોઝિટિવ કેસ સાથે રાજ્યમાં 24 કલાકમાં 95 કેસ, રાજ્યમાં કોરોનાના કુલ કોરોનાના 281 દર્દી

Amreli Live

સંક્રમણના 10 હજારથી વધારે કેસઃ મહારાષ્ટ્રમાં એક દિવસમાં વિક્રમજનક 316 પોઝિટિવ કેસ મળ્યા, સૌથી વધુ મોત પણ આ રાજ્યમાં થયા છે

Amreli Live

કુદરત જ તમને બચાવી શકશે, પણ એ પહેલાં તમારે તેને બચાવવી પડશે, તમે બદલો, તો દુનિયા બદલાશે…

Amreli Live

10 દેશોએ કોરોનાને કઈ રીતે રોક્યો ? ચીને લોકડાઉન નહિ પરંતુ ટેસ્ટિંગ પર ફોકસ કર્યું, 4 મહીનાથી અહીં કેસનો ગ્રોથ 1%થી પણ ઓછો

Amreli Live

રાજ્યના 151 તાલુકામાં વરસાદ, સૌથી વધુ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકામાં 6 ઈંચ વરસાદ, ગીર-સોમનાથના સુત્રાપાડામાં 4 ઇંચ

Amreli Live

ભૂલ્યા વિના આજ સાંજ સુધીમાં કરો હળદર ના આ ઉપાય માતા લક્ષ્મીની કૃપાથી તમને સુખ સમૃદ્ધી અને મળશે આવકના નવા સ્ત્રોત, જરૂર કરો

Amreli Live

રમઝાનમાં લોકો ધાર્મિક સ્થળે એકઠા ન થાય, ડ્રોન સર્વેલન્સમાં લોકડાઉન ભંગ ધ્યાને આવશે તો કાર્યવાહી: DGP શિવાનંદ ઝા

Amreli Live

સાઉદીમાં બીમારી કે ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવવા બદલ રૂ. 1 કરોડ સુધીનો દંડ, રશિયામાં ક્વૉરન્ટિન તોડનારને 7 વર્ષની કેદ

Amreli Live

શાકભાજી-કરીયાણા વાળા જેવા સુપરસ્પ્રેડરમાંથી 7 કેસ પોઝિટિવ, પ્રતિ મિલિયન જાપાન કરતા પાંચ ગણા ટેસ્ટ કર્યાં: AMC કમિશનર

Amreli Live

રાજ્યમાં કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં દુકાનો-વ્યવસાય શરૂ કરી શકાશે નહીં, અહીં વાંચો એ તમામ વિસ્તારનું આખુ લિસ્ટ

Amreli Live

દુનિયામાં સૌથી વધુ ચેપગ્રસ્ત અમેરિકામાં માસ્કનો વિરોધ, જાનથી મારી નાંખવાની ધમકી મળ્યા બાદ આરોગ્યકર્મીઓ નોકરી છોડી રહ્યા છે

Amreli Live

અત્યાર સુધી 14192 કેસ-487 મોતઃ ગૃહ મંત્રાલયે કહ્યું- રાજ્ય પોતાને ત્યાં રોહિંગ્યા મુસલમાનોની તપાસ કરે, તે મોટી સંખ્યામાં મરકજમાં સામેલ થયા હતા

Amreli Live

અત્યાર સુધીમાં 3,819 કેસ, 107 મોત; 24 કલાકમાં 505 પોઝિટિવ કેસ, WHOએ કહ્યુ- વધુ ગરમીથી કોરોનામાં રાહત નહીં મળે

Amreli Live

2,08,072કેસઃ છેલ્લા 24 કલાકમાં 8909 પોઝિટિવ મળ્યા-ICMRએ જણાવ્યું- અત્યાર સુધી 41 લાખ સેમ્પલની તપાસ કરાઈ

Amreli Live

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસનું દેશભરમાં પ્રદર્શન, દિલ્હીમાં કાર્યકર્તાઓની અટકાયત

Amreli Live

સમય છે કાલે સવારે આવજો કહીં ડોક્ટરે કાઢી મુકેલી પ્રસુતાએ રોડ ઉપર પુત્રને જન્મ આપ્યો

Amreli Live