24.9 C
Amreli
25/09/2020
bhaskar-news

કુલ કેસ 3.06 લાખઃસતત ત્રીજા દિવસે 11 હજારથી વધારે કેસ વધ્યા, દિલ્હીમાં 24 કલાકમાં વિક્રમી 2,123 પોઝિટિવ કેસદેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 3 લાખ 6 હજાર 233 થઈ ગઈ છે. આ પૈકી 33 ટકા પોઝિટિવ દર્દી મહારાષ્ટ્રમાંથી છે. શુક્રવારે મહારાષ્ટ્રમાં 3,493 નવા કેસ આવતા કુલ આંકડો 1 લાખ 1 હજાર 141 પહોંચી ગયો હતો. આ પૈકી અડધાથી વધારે કેસ એકલા મહારાષ્ટ્રમાંથી છે. મહારાષ્ટ્ર એક લાખ દર્દી ધરાવતું દેશનું એકમાત્ર રાજ્ય છે. દેશમાં સતત ત્રીજા દિવસે 11 હજારથી વધારે દર્દી મળ્યા છે. દિલ્હીમાં એક દિવસમાં સૌથી વધારે 2,123 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.આ આંકડો covid19india.org મુજબનો છે. દર્દીની સંખ્યાની દ્રષ્ટિએ મહારાષ્ટ્ર પહેલા, તમિલનાડુ બીજા, દિલ્હી ત્રીજા, ગુજરાત ચોથા અને ઉત્તર પ્રદેશ પાંચમાં સ્થાન પર છે. દરમિયાન દેશમાં કોરોનાથી મૃત્યુનો આંક 8,890 થયો છે. આજે વધુ 388 લોકોના મોત થયા છે.

બીજી બાજુ દેશમાં બીજા ક્રમ પર રહેલા તમિલનાડુમાં દર્દીની સંખ્યા 40 હજારને પાર પહોંચી ગઈ છે. દિલ્હી ત્રીજા સ્થાન પર છે. અહીં 36 હજાર 824 કેસ મળ્યા છે. આ પૈકી 13 હજાર લોકોને સારું થઈ ગયું છે. દિલ્હીમાં 31 જુલાઈ સુધીમાં 5.5 લાખ કેસ આવવાના અંદાજ અંગે એમ્સના ડિરેક્ટર ડો.ગુલેરિયાએ કહ્યું કે અત્યાર સુધીમાં આટલી સંખ્યામાં સંક્રમિત મળી રહ્યા નથી. પણ સંખ્યાની દ્રષ્ટિએ હેલ્થ સિસ્ટમને મજબૂત રાખવી પડશે.

દિલ્હી અને મહારાષ્ટ્રએ કહ્યું- લોકડાઉન નહીં લંબાવવામાં આવી
દિલ્હી હાઈકોર્ટે 30 જૂન સુધી લોકડાઉન વધારવાની અરજી નકારી દીધી છે. આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને કહ્યું કેે દિલ્હીમાં લોકડાઉન નહીં વધે. મહારાષ્ટ્ર સરકારે પણલોકડાઉન નહીં વધારવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ લોકોને અપીલ કરી છે કે ભીડમાં ભેગા ન થશો અને નિયમોનું પાલન કરો.તો બીજી તરફ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અને ઉદ્ધવ ઠાકરે સરકારમાં કેબિનેટ મંત્રી ધનજંય મુંડે કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. મુંડે ઠાકરે સરકારમાં સંક્રમિત થનારા ત્રીજા મંત્રી છે. હાલ તેમની સારવાર ચાલી રહી છે. આ પહેલા મંત્રી જિતેન્દ્ર આવ્હાડ અને અશોક ચૌહાણ સંક્રમિત થયા હતા. જો કે હવે બન્ને સાજા થઈ ચુક્યા છે.

પાંચ દિવસમાં સૌથી વધારે કેસ આવ્યા

તારીખ કેસ
11 જૂન 11128
10 જૂન 11156
9 જૂન 9979
8 જૂન 8536
7 જૂન 10882

કોરોનાના મામલામાં ભારતદુનિયાભરમાં ચોથા નંબરે
ગુરુવારે સતત બીજા દિવસે 11 હજારથી વધારે દર્દી વધ્યા અને રેકોર્ડ 393 લોકોના જીવ ગયા હતા. આ આંકડા covid19india.org ના આધારે છે. આ ઉપરાંત ભારત દર્દીઓના મામલામાં સ્પેન(2.89 લાખ) અને બ્રિટન(2.91 લાખ)થી આગળ નીકળી ગયોછે. હવે ભારત દુનિયામાં ચોથા નંબરે આવી ગયો છે. હાલ ટોપ-7 સંક્રમિત દેશમાં અમેરિકા, બ્રાઝિલ, રશિયા, ભારત, બ્રિટન, સ્પેન અને ઈટાલી છે.

ભોપાલમાં સપ્તાહમાં 5 દિવસ બજાર ખૂલશે, પંજાબમાં શનિ-રવિ ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ
તો બીજી બાજુ પંજાબ અને મધ્યપ્રદેશ સરકારે લોકડાઉનને કડક વલણ સાથે લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. પંજાબ સરકારે જણાવ્યું કે શનિવાર, રવિવાર અને જાહેર રજાના દિવસે રાજ્યમાં તમામ દુકાનો બજાર બંધ રહેશે અને લોકોના ઘરોમાંથી બહાર નીકળવા પર પણ પ્રતિબંધ રહેશે. સાથે જ મધ્યપ્રદેશ સરકારે રાજધાની ભોપાલમાં સપ્તાહમાં પાંચ દિવસ આખુ શહેર ખોલવાનો નિર્ણય કર્યો છે. અહીંયા શનિવાર અને રવિવારે બે દિવસ જરૂરી ચીજ વસ્તુઓની દુકાનને બાદ કરતા શહેર પુરી રીતે બંધ રહેશે.

ગુરુવારે મહારાષ્ટ્ર અને દિલ્હીમાં સૌથી વધારે દર્દી મળ્યા
covid19india.orgના જણાવ્યા પ્રમાણે, ગુરુવારે મહારાષ્ટ્ર અને દિલ્હીમાં એક દિવસમાં સૌથી વધારે સંક્રમિત મળ્યા હતા. મહારાષ્ટ્રમાં 3607 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને 152 લોકોના મોત થયા હતા. સાથે જ દિલ્હીમાં 1877 દર્દી મળ્યા હતા અને 101 લોકોના મોત થયા હતા. દિલ્હીમાં અત્યાર સુધી કોરોનાથી 1085 લોકોએ જીવ ગુમાવ્યા છે.

કોરોના અપડેટ્સ

  • સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે કોરોના અંગેના આંકડા જાહેર કર્યા હતા. જેના જણાવ્યા પ્રમાણે ગુરુવારે 10,956 કેસ સામે આવ્યા હતા. સાથે જ છેલ્લા 24 કલાકમાં 396 લોકોના મોત થયા હતા. આ સાથે જ દેશમાં અત્યાર સુધી 2 લાખ 97 હજાર 535 કેસ સામે આવી ચુક્યા છે. જેમાં 1 લાખ 41 હજાર 842 એક્ટિવ કેસ છે અને 1 લાખ 47 હજાર 195 સાજા થયા છે. સાથે જ અત્યાર સુધી 8498 લોકોના મોત થયા છે.
  • તેલંગાણામાં કોવિડ-19ના ઉપચાર માટે બનાવાયેલી તેલંગાણા નોડલ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ દિવસથી 300થી વધારે જૂનિયર ડોક્ટર્સ હડતાળ પર છે. આ લોકો હોસ્પિટલમાં યોગ્ય સુવિધાઓની માંગ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આખી હોસ્પિટલમાં 8 ડોક્ટર્સ છે જે ICUના 120 દર્દીઓની દેખરેખ કરે છે. જો અમે દર્દીઓને ક્રિટિકલ કેર વોર્ડથી અન્ય વોર્ડમાં શિફ્ટ કરીશું તો અમને ઓક્સિજન સપોર્ટ આપવામાં 40 મિનિટનો સમય લાગી જશે. જ્યારે અહીંયા આખા રાજ્યમાંથી સંક્રમિત દર્દીઓને લાવવામાં આવી રહ્યા છે.
  • મહારાષ્ટ્ર સરકારમાં સામાજિક ન્યાય મંત્રી ધનંજય મુંડે કોરોના સંક્રમિત થયા છે. તેમનો ગુરુવારે મોડી રાતે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

પાંચ રાજ્યોની સ્થિતિ
મધ્યપ્રદેશઃઅહીંયા ગુરુવારે 192 નવા દર્દી મળ્યા હતા અને 4 લોકોના મોત થયા હતા. ભોપાલમાં 85, ઈન્દોરમાં 41 લોકોમાં સંક્રમણની પુષ્ટી થઈ હતી. રાજ્યમાં 10 હજાર 241 સંક્રમિત મળી ચુક્યા છે. જેમાંથી 2768 એક્ટિવ કેસ છે. મધ્યપ્રદેશ સાતમું એવું રાજ્ય બની ગયું છે, જ્યાં સૌથી વધારે કેસ છે.

ભોપાલમાં 75 દિવસ પછી ગુરુવારે શાકભાજી હોલસેલ માર્કેટ ખોલવામાં આવ્યું છે. અહીંયા સવારથી લોકોની ઘણી ભીડ જોવા મળી હતી.

ઉત્તરપ્રદેશઃ રાજ્યમાં ગુરુવારે 478 કોરોના સંક્રમિત મળ્યા અને 24 લોકોના મોત થયા. ગૌતમબુદ્ધનગરમાં 41, લખનઉમાં 30, જૌનપુરમાં 20, ગાઝિયાબાદ અને હરદોઈમાં 16-16 જ્યારે મેરઠમાં 18 દર્દી મળ્યા હતા. રાજ્યમાં મૃતકોનો આંકડો 345એ પહોંચી ગયો છે. અહીંયા કુલ 12 હજાર 88 મળી ચુક્યા છે, જેમાંથી 4451 એક્ટિવ કેસ છે.

આ તસવીર લખનઉની છે. અમિતાભ બચ્ચને પ્રવાસી મજૂરો માટે સ્પેશ્યલ ફ્લાઈટ બુક કરાવી હતી જેના દ્વારા ગુરુવારે પ્રવાસી મુંબઈથી ઉત્તરપ્રદેશ પાછા આવ્યા હતા.

મહારાષ્ટ્રઃ અહીંયા ગુરુવારે 3607 નવા કોરોના દર્દી મળ્યા અને 152 લોકોના મોત થયા હતા. આ બન્ને આંકડા એક દિવસમાં સૌથી વધારે છે. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 94 હજાર 648 થઈ ગઈ છે, જેમાંથી 47 હજાર 980 એક્ટિવ કેસ છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી મરનારા લોકોનો આંકડો 3560 થઈ ગયો છે.

આ તસવીર મુંબઈના બાંદ્રા ખાતે આવેલી અસ્થાયી હોસ્પિટલની છે. શહેરમાં અત્યાર સુધી 52 હજારથી વધારે સંક્રમિત મળી ચુક્યા છે.

રાજસ્થાનઃ અહીંયા ગુરુવારે કોરોનાના 238 નવા કેસ સામે આવ્યા અને 6 દર્દીઓના મોત થયા હતા. જોધપુરમાં 62, અલવરમાં 44, જયપુરમાં 38, અજમેરમાં 14 અને ધૌલપુરમાં 12 સંક્રમિત મળ્યા હતા. રાજ્યમાં હવે દર્દીઓનો આંકડો 11 હજાર 838એ પહોંચી ગયો છે, જેમાંથી 2798 એક્ટિવ કેસ છે. રાજ્યમાં કોરોનાથી 265 લોકોના મોત થયા છે.

બિહારઃ રાજ્યમાં ગુરુવારે 250 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને ઘણા લોકોના મોત થયા હતા. સીવાનમાં 60, મુંગેરમાં 36, ઔરંગાબાદમાં 19, ભાગલપુર અને કૈમૂરમાં 10-10 જ્યારે મધેપુરમાં 16 દર્દી મળ્યા હતા.

આ તસવીર પટનાની અસ્થાયી હોસ્પિટલની છે. રાજ્યમાં સંક્રમિતોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને તેને તૈયાર કરવામાં આવી છે. છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યમાં 700થી વધારે દર્દી વધ્યા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


CoronaVirus In India Live News And Updates Of 12th june


આ તસવીર દિલ્હીના કસ્તૂરબા ગાંધી હોસ્પિટલની છે. સેલેરી ન મળવાના કારણે ડોક્ટર અને મેડિકલ સ્ટાફે મૌન રહીને દેખાવ કર્યા હતા. તેમનો આરોપ છે કે તેમને છેલ્લા ત્રણ મહિનાથી સેલેરી નથી મળી.

Related posts

સાવરકુંડલામાં દોઢ ઇંચ, વલ્લભીપુર પંથકમાં ધોધમાર વરસાદ, ગારીયાધારમાં કરા પડ્યા, કેરીના પાકને 10 ટકા નુકસાની

Amreli Live

શહેરમાં વધુ નવા 16 કેસ ઉમેરાતા પોઝિટિવ દર્દીનો આંકડો 282 એ પહોંચ્યો, છેલ્લા 24 કલાકમાં 4 દર્દીના મોત

Amreli Live

કુલ કેસ 3.06 લાખઃસતત ત્રીજા દિવસે 11 હજારથી વધારે કેસ વધ્યા, દિલ્હીમાં 24 કલાકમાં વિક્રમી 2,123 પોઝિટિવ કેસ

Amreli Live

સિવિલના ઈન્ચાર્જ ડૉ. પ્રભાકર કહે છે, હર્ડ ઈમ્યુનિટી ડેવલપ થતાં ઘાતકતા ઘટી, AMCના ડૉ. સોલંકીએ કહ્યું- હર્ડ ઈમ્યુનિટી છે જ નહીં

Amreli Live

સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લાનું સૌથી વધુ 79.14 ટકા પરિણામ, 108 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો

Amreli Live

સરકાર એલર્ટઃ ઇમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા CM વિજય રૂપાણીએ તમામ બેઠકો મુલતવી રાખી

Amreli Live

લોકડાઉન 2.0: દસ દિવસમાં દર્દી બમણાં થયા, શનિવારે રેકોર્ડ બ્રેક 1926 કેસ, દિલ્હીમાં 2 દિવસમાં CRPFના 24 જવાન પોઝિટિવ

Amreli Live

અંતે ગુજરાત સરકારે ‘ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ’ T3 સ્ટ્રેટેજી મુજબ કોરોનાના કેસ ઘટાડવાની નવી ફોર્મ્યુલા અપનાવી

Amreli Live

અમરનાથ યાત્રા કેન્સલ કરવા બેઠક યોજાઈ, પ્રથમ પ્રેસ રિલીઝમાં કહ્યું-યાત્રા કેન્સલ, 25 મિનિટ બાદ પ્રેસ રિલીઝ કેન્સલ કરી અને 1.13 કલાક બાદ યાત્રા શક્ય નહીં હોવાનું કહેવાયુ, નિર્ણય પછી લેવાશે

Amreli Live

શાકભાજીની લારીવાળા, રિક્ષા ડ્રાઇવરો, દૂધના ફેરિયાઓ, સગર્ભા મહિલાઓ સહિત 100 લોકોના રેપિડ કીટથી કરેલા ટેસ્ટ નેગેટિવ આવ્યા

Amreli Live

‘હોટ સ્પોટ’ વિસ્તારમાં સરેરાશ દર 10મી વ્યક્તિને કોરોનાનો ચેપ, વધુ 239 કેસ, 7 મોત

Amreli Live

સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું- કોરોના સંકટને અવસર બનાવીને ભારત નિર્માણ કરવાનું છે, ક્વોલિટી વાળા સ્વદેશી ઉત્પાદો બનાવવા પર ભાર આપો

Amreli Live

ભાવનગરમાં 2 કલાકમાં 3.5 ઇંચ, ઘરોમાં પાણી ઘૂસ્યા, ગોંડલમાં એક કલાકમાં 2.5 ઇંચ વરસાદ, બાબરા પંથકમાં 1 કલાકમાં 3.5 ઇંચ

Amreli Live

રાજકોટમાં 1, સુત્રાપાડામાં 2, વેરાવળમાં 1, જસદણના સાણથલીમાં 2 અને બાબરાના ધરાઇમાં દોઢ કલાકમાં અઢી ઇંચ વરસાદ

Amreli Live

રાજકોટનો ઓરેન્જ ઝોનમાં સમાવેશ, છૂટછાટ વધુ મળશે: મ્યનિ. કમિશનર

Amreli Live

સુપ્રીમ કોર્ટમાં આજે 11 વાગે સુનાવણી, રિવ્યૂ પિટીશનમાં રથયાત્રાની પદ્ધતિ બદલવાની અપીલ કરાઈ

Amreli Live

ભારતમાં કોરોના સંક્રમણ અને મૃત્યુનો ભોગ બનનારા પૈકી 75% પુરુષો, 86% મૃતકો અન્ય ગંભીર બિમારીથી પીડાતા હતા

Amreli Live

ગુજરાતમાં પ્રથમ રાજકોટની ખાનગી ક્રાઇસ્ટ હોસ્પિટલે કોરોનાના દર્દીઓ પાસેથી કોઇ ચાર્જ ન લેવાનો નિર્ણય લીધો

Amreli Live

દેશમાં 10.40 લાખ કેસ,ICMRએ રાજ્યોને કહ્યું-તમામ જિલ્લામાં રેપિડ એન્ટીજન ટેસ્ટીંગ વધારવામાં આવે

Amreli Live

આખું વર્ષ ચઢાણની તૈયારી કરનારા 3000 નેપાળી શેરપા બેરોજગાર, હવે ગામમાં ખેતી કરે છે; નેપાળને 9 કરોડ રૂપિયાનું નુકસાન

Amreli Live

વડોદરામાં વધુ 17, કચ્છમાં 2 પોઝિટિવ કેસ સાથે રાજ્યમાં 24 કલાકમાં 95 કેસ, રાજ્યમાં કોરોનાના કુલ કોરોનાના 281 દર્દી

Amreli Live