25.8 C
Amreli
19/09/2020
bhaskar-news

કુદરત જ તમને બચાવી શકશે, પણ એ પહેલાં તમારે તેને બચાવવી પડશે, તમે બદલો, તો દુનિયા બદલાશે…કોરોનાવાઈરસે દુનિયાની જીવન જીવવાની પદ્ધતિ ધરમૂળથી બદલી નાખી છે. માણસને અત્યારે ભાન થયું છે કે પ્રકૃતિનો બેફામ ઉપયોગ રોકવાની ઘડી આવી પહોંચી છે. પ્રકૃતિ હવે સામે ચાલીને આપણને કહી રહી છે કે બહુ થયું. લોકોને જગાવવા માટે વન્યજીવોનાં સંરક્ષણ માટે કામ કરતી આંતરરાષ્ટ્રીયસંસ્થા ‘ગ્લોબલ વાઈલ્ડ લાઈફ કન્ઝર્વેશન’એ તાજેતરમાં જ એક ઝુંબેશ શરૂ કરી છે. આ સંસ્થાએ એક સુંદર વીડિયો બનાવ્યો, જેથી લોકો સમજી શકે કે આપણે બધું નષ્ટ થઈ જવા દેવું છે કે પછી આપણું એક સુંદર ભવિષ્ય બનાવવું છે. ‘દિવ્ય ભાસ્કર’એ પણ આ પહેલને વધાવી લીધી છે. ગ્લોબલ વાઈલ્ડલાઈફ કન્ઝર્વેશનની મંજૂરી સાથે આ વીડિયો અમે ગુજરાતીમાં આપના સુધી પહોંચાડી રહ્યા છીએ.

આપને અનુરોધ છે કે આ વીડિયો જુઓ, તેમાં રહેલો સંદેશ સાંભળો, અનુસરો, અને આ વીડિયોને શક્ય તેટલા વધુ લોકો સુધી શૅર કરો…

પ્રિય માણસ,
થેન્ક યુ!
શ્રેષ્ઠતમ યજમાન બનવા બદલ તમારો આભાર!

મેં તો ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે તમારા લોકોની અંગત જિંદગી સુધી પહોંચવાનો મને મોકો મળશે.
મારા જેવા મોટા ભાગના વાઈરસ તો પોતાના વાસ્તવિક યજમાનને જ ઓળખી શકે છે. અમારામાંના ઘણા તો દૂર સુદૂરનાં વર્ષાવનોનાં ભેજવાળાં વાતાવરણમાં જ વસતા હોય છે. અમારી વાઈરસની પ્રજાતિ તો પોતાની વૈવિધ્યસભર પ્રાણીસૃષ્ટિને જ યજમાન બનાવીને પોતાની હદમાં રહે છે.
પણ તમે લોકો જ્યારે જંગલો કાપી નાખો છો અને પ્રાણીઓને તમારી લોભી ભૂખ, માંસ અને કહેવાતા ઈલાજ માટે પકડીને મારી નાખો છો, તો ત્યારે તમે અમારા જેવા વાઈરસોને તેના નેચરલ ક્વોરન્ટીનમાંથી બહાર લાવો છો. એમની નવા યજમાનો સાથે એટલે કે મનુષ્યો સાથે મુલાકાત કરાવો છો.
હવે મને મળી ગયા છે આઠ અબજ નવા સુપર હોસ્ટ. ચાલતા, ઊડતા, તરતા, હ્યુમન મીટ માર્કેટ્સ.
વજનમાં તમે આ પૃથ્વી પર મોજુદ તમામ સ્તનધારી પ્રાણીઓના માંડ ત્રીજા ભાગ જેટલા છો.
જે જાનવરોને તમે તમારી ભૂખ ભાંગવા માટે પાળો છો, તેના ભારે તમામ જંગલી સ્તનધારીઓ અને પક્ષીઓના ભારને ક્યાંય પાછળ છોડી દીધો છે.

અને હવે તમે અમારા નેચરલ વાઈલ્ડલાઈફ હોસ્ટને પણ ખતમ કરી રહ્યા છો, ત્યારે અમારે અમારો જીવ બચાવવા માટે ટાઈટેનિકથી પણ મોટા વહાણમાં બેસીને આવવું પડ્યું છે.

અને તમે જ કહો, હું શું કામ દુનિયાના ખૂણેખૂણામાં ન પહોંચું? મને તો મારા મૂળ હોસ્ટથી દૂર જવાની કોઈ ઈચ્છા નહોતી, પરંતુ અમને પણ જીવવા માટે કોઈ માધ્યમ જોઈએ ને?

જો આ બીમારીએ મારા અને તમારા ભાગની આ દુનિયાને પજવતી સૌથી ગંભીર સમસ્યાઓ પ્રત્યે તમારી આંખો ખોલી હોય, તો આપણા બધા માટે આ ફાયદાની વાત છે.

પરંતુ મારો તમને સૌથી મોટો સવાલ એ છે કે
શું હું પૂરતો છું?

જો જંગલોમાં ફેલાયેલા દાવાનળ પૂરતા ન હોય…
જો પીગળતા ગ્લેશિયરો પૂરતા ન હોય…
જો વિનાશક વાવાઝોડાં પૂરતાં ન હોય…
તો મેં તમારી અને તમારાં પ્રિયજનોની આસપાસ ઊભો કરેલો મોતનો કાળોડિબાંગ પડછાયો પણ તમારા વિનાશની સંભાવના વિશે તમને જગાડવા માટે પૂરતો હશે ખરો?

આ ગંભીર બીમારીઓનો ઈલાજ તમે જ પસંદ કરી શકો છો.

અગાઉ જે દરિયો તમારી સંભાળ રાખતો હતો, હવે તમે તેની સંભાળ રાખો
પંખીઓનો કલબલાટ અને પ્રાણીઓના અવાજનું સંગીત સૂનાં પડેલાં જંગલોમાં ફરીથી ખેંચી લાવો

પ્રકૃતિ જ તમને બચાવી શકે તેમ છે,
પણ પહેલાં તમારે તેને બચાવવી પડશે.

તમારી જાતને બદલીને, દુનિયાને બદલીને,
હવે જ્યારે ધરતીએ એક પોરો ખાઈને ઊંડો શ્વાસ લીધો છે, ત્યારે તમારી પાસે એક અદભુત તક છે, દુનિયામાં તમારી જગ્યા નવેસરથી બનાવવાની, નવેસરથી પરિભાષિત કરવાની.
જ્યારે તમે ધરતીનું સંતુલન ફરી પાછું સ્થાપશો,
તો જવાબ આપો મને,
કે તમારા માટે તમે કેવું ભવિષ્ય પસંદ કર્યું છે?

તમારો,
કોરોના

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Only nature can save you, but first you have to save it, you change, the world will change …

Related posts

આરોગ્ય મંત્રાલયે કહ્યું- દેશમાં કોરોનાના 2902 કેસ, તબલીઘ જમાતના સંક્રમિત લોકોની સંખ્યા 1023 છે

Amreli Live

મણિનગરની એલ.જી હોસ્પિટલના વધુ 4 ડોક્ટર અને એક નર્સને કોરોના ટેસ્ટ પોઝિટિવ

Amreli Live

ગુજરાતમાં કોરોનાનો ડેથ રેટ સૌથી વધુ, મધ્યપ્રદેશ પણ ટોપ ત્રણમાં; દિલ્હી અને લદ્દાખમાં સૌથી વધુ દર્દી સાજા થઈ રહ્યા છે

Amreli Live

એક કરોડ કેસ થતા 180 દિવસ લાગ્યા, માત્ર 43 દિવસમાં વધીને 2 કરોડ થયા; અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% દર્દી

Amreli Live

હનુમાન પાસે માગી શિલાન્યાસની મંજૂરી, મોરારિ બાપુએ કહ્યું- રામનામ સાર્વભૌમ, એક ધર્મમાં શા માટે બાંધીએ?

Amreli Live

ગોમતીપુર-મણિનગર કન્ટેઈનમેન્ટ, 12 કલાક સુધી કોઈ વ્યક્તિ ઘર બહાર ન નીકળે, રાજ્ય સરકાર માર્ગદર્શિકા બહાર પાડશેઃ AMC કમિશનર

Amreli Live

ભારતીય હોકી ટીમના ફોરવર્ડ મનદીપ સિંહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, છઠ્ઠો ખેલાડી કોરોનાની ઝપેટમાં

Amreli Live

તબલીઘ જમાતના લાપતા થયેલા મૌલાના સાદને ક્રાઈમ બ્રાન્ચની નોટિસ, 26 સવાલો પૂછાયા

Amreli Live

ચીનના સૈનિકો હજુ પણ ઘાટીમાં, IAFના લડાકૂ વિમાનોએ અથડામણવાળી જગ્યા પરથી ઉડ્ડાન ભરી

Amreli Live

દેશમાં સતત બીજા દિવસે 47 હજારથી વધુ દર્દી વધ્યા, 31 હજાર લોકોને સારું થયુ, 753 સંક્રમિતોના મોત, કુલ 13.35 લાખ કેસ

Amreli Live

પૂર્વ ક્રિકેટર ચેતન ચૌહાણનું નિધન, ઉત્તર પ્રદેશ સરકારમાં મંત્રી હતા; શનિવાર રાતથી ICUમાં હતા

Amreli Live

વરસાદે સૌરાષ્ટ્રને ઘમરોળ્યું, રાજકોટ જેલના 23 કેદી સહિત 39 કેસ પોઝિટિવ, જાડેજા અને પૂજારાએ ‘ધોનીને મોટાભાઈ’ તરીકે સંબોધ્યા

Amreli Live

Corona Update: આજે ગુજરાતમાં કોરોનાથી વધુ એક દર્દીનું મોત, કુલ 11 લોકોનાં મોત, કઈ જગ્યા કેટલા છે કેસ? જાણો

Amreli Live

અમેરિકાના સ્વાસ્થ્ય વિભાગે લોકોને કહ્યું-માસ્ક જરૂર પહેરો; ટ્રમ્પે કહ્યું-હું તો નહીં પહેરું, હું તો રાષ્ટ્રપતિ, તાનાશાહોમાં સામેલ છું, મારા માટે આ યોગ્ય નથી

Amreli Live

કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, મુખ્યમંત્રીએ ખબર અંતર પૂછ્યા

Amreli Live

શહેરમાં 267 નવા કેસ સાથે કુલ 3293 પોઝિટિવ કેસ થયા, અત્યાર સુધીમાં એક દિવસના સૌથી વધારે કેસ, આજે 16ના મોત

Amreli Live

આજે સવારે 6 વાગ્યાથી યાત્રા શરૂ, હાલ ભીડ ઘણી ઓછી;પહેલા ગર્ભગૃહથી દર્શન કરવામાં અઢી કલાકનો સમય લાગતો હતો, હવે માત્ર પાંચ મિનિટ લાગે છે

Amreli Live

કોરોનાથી ઠીક થયેલા 2 દર્દીએ પ્લાઝ્મા ડોનેશન અંગે અનુભવ કહ્યાં – 45 મિનિટ લાગે છે, તેનાથી કોઈનું જીવન બચી શકે છે

Amreli Live

મંત્રી ધારીવાલે કહ્યું- ન શાહનું ચાલ્યું, ન તાનાશાહીનું; ભાજપે કેન્દ્રીય મંત્રીનું નામ લેવા અંગે વાંધો ઉઠાવ્યો

Amreli Live

વડોદરામાં એકસાથે 45 કોરોનાપીડિતો સાજા થતાં રજા આપવામાં આવી, ગુજરાતનો પ્રથમ કિસ્સો

Amreli Live

સુરતની અભિનેત્રીને ઇરફાને કહેલું, મને લોચો ખાવાની ઇચ્છા છે હું એક દિવસ સુરત ચોક્કસ આવીશ

Amreli Live