30 C
Amreli
28/09/2020
bhaskar-news

કાલે મહારાષ્ટ્ર પહોંચશે નિસર્ગ વાવાઝોડું, 100 કિમી/કલાકની ઝડપે પવન ફુંકાવાની તેમજ 6 ફુંટ ઉંચા મોજા ઉછળવાની આશંકાનિસર્ગ વાવાઝોડુંબુધવારે મહારાષ્ટ્ર પહોંચશે. હવામાન વિભાગ પ્રમાણે મુંબઇથી 94 કિલોમીટર દૂર અલીબાગના તટ પર તે ટકરાય તેવી સંભાવના છે. આ ચક્રવાતના રસ્તામાં મહારાષ્ટ્રના રાયગઢ અને પાલઘરના ન્યૂક્લિયર અને કેમિકલ સંયંત્રોની સુરક્ષા માટે તૈયારીઓ પૂરી કરવામા આવી છે. NDRFની ટીમો પણ તૈનાત કરવામા આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્ર અને ગુજરાતના મુખ્યમંત્રીઓ પાસેથી પરિસ્થિત અંગે સમીક્ષા કરી હતી. મુંબઇમાં સામાન્ય રીતે વાવાઝોડા આવતા નથી. 1882ના એક વાવાઝોડાનો ઉલ્લેખ થાય છે પણ તે અથડાયુ હતું કે નહીં તે અંગે વિવાદ છે.

હવામાન વિભાગે કહ્યુ છે કે આગામી 12 કલાક સુધી મુંબઇમાં ભારે વરસાદની આશંકા છે. આ દરમિયાન પવનની ઝડપ 100 કિમી/કલાક સુધી પહોંચી શકે છે. સમુદ્રમાં 6 ફુટ ઉંચા મોજા ઉઠવાની આશંકા છે. તેના લીધે દરિયાકાંઠાના લગભગ 10 હજાર લોકોનો સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામા આવ્યા છે. તેમાં કોરોના પેશન્ટ પણ સામેલ છે. મુંબઇ સિવાય ઠાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિરિ અને સિંધુદુર્ગમાં પણ એલર્ટ જાહેર કરવામા આવ્યું છે.

ભારતીય મોસમ વિભાગે અરબ સાગરમાં બની રહેલા દબાણના ક્ષેત્રને લઈને ચેતવણી જાહેર કરી છે. મોસમ વિભાગે જણાવ્યું કે આ વાવાઝોડું અગામી 12 કલાકમાં તોફાની વાવાઝોડામાં અને અગામી 12 કલાકમાં ખતરનાક વાવાઝોડોમાં રૂપાતરિત થઈ શકે છે. આ કારણે જ મુંબઈની આસપાસના જિલ્લાઓમાં હાઈઅલર્ટ છે. NDRFની બે ટીમ પાલઘર, ત્રણ મુંબઈ, એક થાને, બે ટીમ રાયગઢ અને એક રત્નાગીરીમાં તૈનાત કરવામાં આવી છે.

અલીબાગના કાંઠે નિસર્ગ ત્રાટકશે
અરબી સમુદ્રમાં ઉદભવેલું નિસર્ગ વાવાઝોડું અલીબાગ તરફ આગળ વધી રહ્યું છે. અલીબાગ મુંબઇથી 94 કિમી દૂર છે. 3 જૂનના બુધવારે વાવાઝોડું અલીબાગના કાંઠે ત્રાટકશે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું- વિજળીની સમસ્યા ન થાય તેના માટે જરૂરી ઉપાય કરવામા આવી રહ્યા છે. પાલઘર અને રાયગઢ સ્થિત કેમિકલ અને ન્યૂક્લિયર પ્લાન્ટની સુરક્ષા માટે ઉપાયો કરવામા આવી રહ્યા છે.
પાલઘરમાં દેશનો સૌથી જૂનો તારાપુર એટમિક પાવર પ્લાન્ટ છે. અન્ય પાવર યુનિટ્સ પણ છે. મુંબઇમાં ભાભા એટમિક રિસર્ચ સેન્ટર પણ છે. રાયગઢમાં પણ પાવર, પેટ્રોલિયમ, કેમિકલ્સ અને અન્ય અગત્યના ઉદ્યોગો છે. મુંબઇમાં જવાહરલાલ નેહરૂ પોર્ટ અને નેવીના અગત્યના ઠેકાણા પણ છે.

માછીમારોને સમુદ્રમાંથી પરત આવવા માટે કહેવામાં આવ્યું છે, નીચાણ વાળા વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા

  • મોસમ વિભાગે જણાવ્યું કે પૂર્વી-મધ્ય અરબ સાગરમાં બની રહેલુ દબાણ 11 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઉતર તરફ વધ્યુ અને મંગળવારે સવારે સાડા પાંચ વાગ્યા સુધીમાં આ દબાણ વધુ વધ્યુ. હાલ તે મધ્ય પણજી(ગોવા)થી 280 કિમી પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ, મુંબઈ(મહારાષ્ટ્ર)થી 490 કિમી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ અને સુરત(ગુજરાત)થી 710 કિમીના દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં અરબ સાગરના કેન્દ્રમાં છે.
  • હવામાન વિભાગનું કહેવું છે કે આ સમુદ્રી વાવાઝોડામાં બે મીટરથી વધુ ઉંચી લહેરો આવશે. આ લહેર લેન્ડફોલ દરમિયાન મુંબઈ, ઠાણેે અને રાયગઢ જિલ્લાના નીચલા તટીય વિસ્તારોમાં ટકરાશે. માછીમારોને સમુદ્રમાંથી પરત આવવા માટે કહેવામાં આવ્યું છે. તટીય વિસ્તારોમાં રહેનારાઓને સુરક્ષિત જગ્યાઓ પર મોકલવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રના 6 જિલ્લા પ્રભાવિત થાય તેવી શકયતા

  • હવામાન વિભાગના ડાયરેક્ટર મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું છે કે 3 જૂને ગંભીર વાવાઝોડાની ગતિ 90-105 કિમી પ્રતિ કલાક રહેશે. તે બુધવારે વાવાઝોડા તરીકે રાયગઢ જિલ્લાના હરિહરેશ્વર શહેર અને દમણન વચ્ચે મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તટોને પાર કરે તેવું અનુમાન છે.
  • અનુમાનના જણાવ્યા મુજબ, મહારાષ્ટ્રના સિંધુદુર્ગ, રત્નાગિરી, ઠાણે, રાયગઢ, મુંબઈ અને પાવઘર જિલ્લા વધુ પ્રભાવિત થઈ શકે છે.
  • મુખ્યમંત્રી કાર્યાલયના જણાવ્યા મુજબ ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે વીડિયો કોન્ફોરન્સિંગથી વાત કરી છે અને રાજ્યની તૈયારીઓથી વાકેફ થયા છે.

1891 બાદ પ્રથમ વખત આવ્યું આ પ્રકારનું વાવાઝોડું

હવામાન વિભાગના સાઈક્લોન ઈ-એટલેસના જણાવ્યા મુજબ-1891 બાદ પ્રથમ વખત અરબ સાગરમાં મહારાષ્ટ્રના તટીય વિસ્તારની આસપાસ સમુદ્રી વાવાઝોડાની સ્થિતિ નિર્માણ પામી છે. એક અંગ્રેજી ન્યુઝપેપરના હવામાન નિષ્ણાંતે લખ્યું છે કે આ પહેલા 1948 અને 1980માં બે વખત આ પ્રકારનું દબાણ આવ્યું હતું અને વાવાઝોડાની સ્થિતિ નિર્માણ પામી હતી, જોકે બાદમાં સ્થિતિ ટળી હતી. બે જૂન બપોર પછીથી ત્રણ જૂન સુધી મહારાષ્ટ્રમાં ખૂબ જ ઝડપી પવન ફૂંકાવાની અને ભારે વરસાદ થવાની શકયતા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Hurricane likely to hit Mumbai tomorrow, currently 490 km away; An estimated wind speed of 100 km per hour

Related posts

એક દિવસમાં રેકોર્ડ 21 હજાર 317 કેસ નોંધાયા, ઝાયડસ કેડિલાને વેક્સીનના ક્લીનિકલ ટ્રાયલની મંજૂરી મળી, દેશમાં 6.26 લાખ કેસ

Amreli Live

લોકડાઉન વચ્ચે ગરબા ગાવા મામલે બોપલ PI અનિલા બ્રહ્મભટ્ટ સસ્પેન્ડ, પીઆઈ આર.આર.રાઠવાને ચાર્જ સોંપ્યો

Amreli Live

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, ત્રણ દિવસમાં અનેક લોકોને મળ્યા

Amreli Live

અત્યાર સુધી 9289 કેસ- 340મોત; ભોપાલમાં ચોથા IAS અધિકારી સંક્રમિત, આજે 1700 સેમ્પલનો તપાસ રિપોર્ટ આવશે

Amreli Live

રિપોર્ટમાં દાવો- ચીનમાં વાયરસના 158 દર્દીઓ ઉપર રેમ્ડેસિવિર ડ્રગની ટ્રાયલ નિષ્ફળ રહી

Amreli Live

ગુજરાતમાં કોરોનાનો ડેથ રેટ સૌથી વધુ, મધ્યપ્રદેશ પણ ટોપ ત્રણમાં; દિલ્હી અને લદ્દાખમાં સૌથી વધુ દર્દી સાજા થઈ રહ્યા છે

Amreli Live

અમિતાભના ચારેય બંગલા સીલ, સંપર્કમાં આવેલા 54માંથી 30ના ટેસ્ટ થયા, ઐશ્વર્યા-આરાધ્યા પોઝિટિવ, માત્ર જયા નેગેટિવ

Amreli Live

અત્યાર સુધી 4379 કેસઃ એક દિવસમાં સૌથી વધારે 600 દર્દી વધ્યા, માત્ર મુંબઈમાં 24 કલાકમાં 433 રિપોર્ટ પોઝિટિવ આવ્યા

Amreli Live

કુલ 30,631 કેસ, નાગાલેન્ડ સરકારે પેટ્રોલ પર રૂપિયા 6 અને ડીઝલ પર રૂપિયા 5 કોવિડ-19 સેસ લગાવ્યો

Amreli Live

34 લાખ કેસ, 2.40 લાખ મોત: ટ્રમ્પે કહ્યું કોરોના સંક્રમણથી અમેરિકામાં એક લાખથી ઓછા લોકોના મોત થશે

Amreli Live

યાકુતપુરામાં ઉસળ-ભજીયાની લારી ધમધમે છે, તેવા divyabhaskarના અહેવાલ બાદ પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી લારી જપ્ત કરી, આરોપીની ધરપકડ

Amreli Live

રૂ.11 લાખ આપ્યા છતાં પિતા-પુત્રના આગમાં મોત, પરિવારની એક જ માંગ, અમને અમારા સ્વજન પાછા જોઈએ

Amreli Live

કોરોના બ્રેકીંગ અપડેટ 29/03/2020 ને સાંજના 6.50 વાગ્યા સુધી ની અમરેલી ની સ્થિતિ

Amreli Live

અત્યાર સુધીના સૌથી વધુ નવા 217 કેસ સાથે કુલ 5055 કેસ થયાઃ મહિધરપુરાના હીરાબજારને ક્લસ્ટર તરીકે જાહેર કર્યું

Amreli Live

35,026 કેસ, મૃત્યુઆંક-1,159: દિલ્હીના CRPFના 258 જવાનોનો કોરોના ટેસ્ટ કરાયો, 65 પોઝિટિવ

Amreli Live

અત્યાર સુધી 29,663 કેસ,મૃત્યુઆંક 940: નીતિ આયોગમાં એક નિયામક કક્ષાના અધિકારી કોરોના પોઝિટિવ, આખી બિલ્ડીંગ સીલ કરાઈ

Amreli Live

રાજકોટમાં કોરોનાના વધુ 4 કેસ સાથે કુલ 35 પોઝિટિવ થયા, ધમણ વેન્ટિલેટર સિવિલ હોસ્પિટલ માટે કલેક્ટરને અપાયું

Amreli Live

ટ્રમ્પે કહ્યું- કોરોનાવાઈરસ વુહાનની લેબમાંથી આવ્યો હોવાના પુરાવા છે, ચીન પર ટેરિફ લગાવીશું

Amreli Live

કોરોના પ્રસર્યો તેના 28 દિવસમાં પ્રથમ વખત એકસાથે 78 કેસ, વધુ ત્રણનાં મોત, મૃતકમાં ત્રણે ત્રણ મહિલાઓ

Amreli Live

ભૂલ્યા વિના આજ સાંજ સુધીમાં કરો હળદર ના આ ઉપાય માતા લક્ષ્મીની કૃપાથી તમને સુખ સમૃદ્ધી અને મળશે આવકના નવા સ્ત્રોત, જરૂર કરો

Amreli Live

JEE મેન્સ, JEE એડવાન્સ અને NEETની પરીક્ષા મુલતવી, હવે 1થી 27 સપ્ટેમ્બર વચ્ચે ત્રણેય પરીક્ષા થશે

Amreli Live