25.4 C
Amreli
14/08/2020
કલેક્ટર ઓફિસ

કાબૂમાં આવવાનું નામ નથી લઈ રહી સાણંદ GIDCની Unicharm કંપનીમાં લાગેલી ભયાનક આગ

અમદાવાદ: સાણંદ GIDCમાં આવેલી યુનિચાર્મ કંપનીમાં લાગેલી ભયાનક આગ હજુય બેકાબૂ છે. ટીવી રિપોર્ટ્સ અનુસાર, હજુ માત્ર 10 ટકા આગ પર જ કાબૂ આવ્યો છે. આગ માત્ર વર્કશોપ એરિયામાં જ નહીં, પરંતુ કંપનીની ઓફિસમાં પણ ફેલાઈ ચૂકી છે. હાલ તેના પર કાબૂ મેળવવા માટે 32 ફાયર ટેન્કરો સાથે લાશ્કરોની મોટી ટીમ સતત પ્રયાસો કરી રહી છે. જોકે, આ આગને બૂઝાવવામાં બે દિવસ જેટલો સમય લાગી શકે છે તેમ સૂત્રોનું કહેવું છે.

આગને બૂઝાવવા માટે ફાયર બ્રિગેડના 100 જેટલા કર્મચારીઓ હાલ લાગેલા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે 15 લાખ લિટર જેટલા પાણીનો અત્યારસુધી મારો ચલાવાઈ ચૂક્યો છે. જોકે, આગ કાબૂમાં આવવાનું નામ નથી લઈ રહી. સૂત્રોનું માનીએ તો જે મટિરિયલમાં આગ લાગી છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં અહીં સ્ટોકમાં હોવાથી આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.

હાલની સ્થિતિ એવી છે કે એક જગ્યાએ આગ થોડી ઓલવાય કે હવાને કારણે થોડીવારમાં ફરી ત્યાં આગ શરુ થઈ જાય છે. આગ આખાય પ્લાન્ટમાં ફરી વળી હોવાના કારણે પ્રચંડ ગરમીથી સમગ્ર પ્લાન્ટ ઓગળીને બેસી રહ્યો છે. આ પ્લાન્ટમાં 1500થી વધુ કર્મચારીઓ કામ કરે છે. જોકે, કોઈ કર્મચારીને ઈજા નથી થઈ.

આજ સવારથી જ યુનિચાર્મ કંપનીમાં ભયાનક આગ લાગી હતી. આ આગ એટલી વિકરાળ હતી કે ઘટનાસ્થળેથી 15 કિમી દૂર આવેલા શેલામાં પણ તેના ધૂમાડાના ગોટા નજરે પડતા હતા. આગ પર કાબૂ મેળવવા માટે સવારથી જ અમદાવાદથી મોટા પ્રમાણમાં ફાયર ટેન્કરોને સાણંદ જીઆઈડીસી તરફ દોડાવવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડે આગ ઓલવવાની કામગીરીમાં રોબોટ્સનો પણ ઉપયોગ કર્યો છે.

યુનિચાર્મ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ જાપાનીઝ કંપની યુનિચાર્મ કોર્પોરેશનની માલિકની છે. જે ડાયપર સહિતની ચીજવસ્તુઓનું ઉત્પાદન કરે છે. રાહતની વાત એ છે કે આ વિકરાળ આગમાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી આવ્યા. પરંતુ આગ કયા કારણસર લાગી તે અંગે પણ હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી શકી.

સાણંદ જીઆઈડીસીમાં યુનિચાર્મ ઈન્ડિયા બે વર્ષ પહેલા આવી હતી. કંપની અહીં ડાયપર પ્રોડક્શન સાથે કાચો માલ પણ સપ્લાય કરે છે. અહીં કંપનીનો પ્લાન્ટ ત્રણ લાખ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલો છે.


Source: iamgujarat.com

Related posts

9 જુલાઈ જન્મદિવસ રાશિફળ: વાદ-વિવાદથી બચવું, સ્વાસ્થ્ય સાચવવું

Amreli Live

નકલી ટોસિલિઝુમેબ દવાનું કૌભાંડ: પકડાયેલો આરોપી ગયા વર્ષે બન્યો હતો ‘મિસ્ટર અમદાવાદ’

Amreli Live

ઘરેથી કામ કરતી વખતે રશ્મિ દેસાઈએ કર્યો જબરો જુગાડ, હસીને લોટપોટ થયા ફેન્સ

Amreli Live

01 જુલાઈ, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

દ્વારકાઃ 3 દિવસ બાદ પણ નથી ઓસર્યા વરસાદી પાણી, દુકાનદારોને ભારે નુકસાન

Amreli Live

રાહુલ, પ્રિયંકા, ચિદમ્બરમ વગેરે નેતાઓએ ફોન કર્યા, પણ પાયલટ માન્યા નહીં

Amreli Live

ભાવનગરઃ રમતાં-રમતાં કૂકરમાં ફસાઈ ગયું 1 વર્ષની બાળકીનું માથું, મહામહેનતે કઢાયું બહાર

Amreli Live

અમદાવાદમાં કોરોનાના 284 નવા કેસ નોંધાયા, 24ના મોત સાથે કુલ મૃત્યુઆંક 822 થયો

Amreli Live

લોકડાઉન સંદર્ભે અમરેલી જિલ્લા વહીવટી તંત્રનો એક્શન પ્લાન તૈયાર

Amreli Live

આજથી ડાકોર મંદિર ભક્તો માટે ખૂલ્યું, ફક્ત ટોકન સિસ્ટમથી થશે દર્શન

Amreli Live

કોરોના: મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય PP સ્વામી વેન્ટિલેટર પર

Amreli Live

સૌરવ ગાંગુલી આજે પણ નથી ભૂલ્યો તે પીડાદાયક ઘટના

Amreli Live

સુરતમાં કોરોનાના 205 અને અમદાવાદમાં 152 કેસ નોંધાયા

Amreli Live

ચીનની નવી ચાલ, લેહથી 382 કિમી દૂર તૈનાત કર્યા ફાઈટર જેટ

Amreli Live

VIDEO: ડોક્ટર જાતે જ ટ્રેક્ટર ચલાવીને કોરોના દર્દીનો મૃતદેહ સ્મશાન લઈ ગયા

Amreli Live

22 જૂન જન્મદિવસ રાશિફળ: પદ-પ્રતિષ્ઠા વધશે, મહિલાઓએ શિવ પૂજન કરવું

Amreli Live

03 જુલાઈ, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

સેનાનો એક પક્ષ ચીનને કડક સંદેશ આપવાના મૂડમાં, ‘મર્યાદિત પણ કાર્યવાહી જરુરી’

Amreli Live

મિલિન્દ સોમણથી પણ વધુ ફિટ છે તેના મા, 15 પુશ અપ્શ લગાવી ઉજવ્યો 81મો બર્થ-ડે!

Amreli Live

રાજ્યમાં ફરી લોકડાઉન કરવાના અહેવાલ તથ્યથી વેગળા: સરકારે કરી સ્પષ્ટતા

Amreli Live

દેશમાં નવા રેકોર્ડ સાથે 17,000થી વધારે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, 400થી વધુનાં મૃત્યુ

Amreli Live