22 C
Amreli
28/11/2020
અજબ ગજબ

કાજુ કતરી બનાવવાની એકદમ સરળ રીત નોંધી લો, આ રીતથી મિનિટોમાં બનીને તૈયાર થઇ જાય છે

ભારતમાં બનતી મીઠાઈઓમાં કાજુ કતરી વધારે પસંદ કરવામાં આવતી મીઠાઈ છે. અને તહેવારોમાં ખાસ કરીને કાજુ કતરીનું વેચાણ ખુબ વધી જાય છે. અને કાજુ કતરીનું તો નામ સાંભળતા જ ઘણા લોકોના મોંમાં પાણી આવી જાય છે. અને આપણે ગુજરાતીઓ મીઠાઈ પણ વધુ ખાઈએ છીએ. નાના અવસર પર પણ આપણા ઘરોમાં મીઠાઈ આવતી હોય છે. એટલા માટે આજે અમે તમારા માટે કાજુ કતરી બનાવવાની રેસિપી લઈને આવ્યા છીએ.

આ રેસિપીની મદદથી તમને જયારે ઈચ્છા થાય ત્યારે તમે કાજુકતરી બનાવી શકો છો અને એ પણ એકદમ શુદ્ધ. તો આજે જાણી લો કાજુ કતરી બનાવવાની સરળ રેસિપી.

કાજુ કતરી બનાવવા માટે જરૂરી સામગ્રી :

250 ગ્રામ કાજુ,

1/2 કપ ખાંડ,

1/2 કપ દુધનો પાવડર,

4 ચમચી દૂધ,

1/2 ચમચી ઘી,

1 ચમચી કેવડાનું પાણી,

2 નંગ પ્લાસ્ટિક શીટ,

ચાંદીની વરખ (કતરી સજાવવા માટે, તમારી ઈચ્છા હોય તો).

કાજુ કતરી બનાવવાની સરળ રીત :

કાજુ કતરી બનાવવા માટે સૌથી પહેલા તમે ફ્રેશ કાજુ લઇ લો. તમે શેકેલા કાજુ પણ લઇ શકો છો. એને મિક્સરની મદદથી પાવડર જેવું દળી લો. પછી એને ચારણીથી ચાળી લો, જેથી કાજુના મોટા ટુકડા રહી ગયા હોય તો એને ફરીથી ક્રશ કરી શકાય. હવે બધો પાવડર એક વાસણમાં ભેગો કરી તેમાં ખાંડને પણ પીસીને ઉમેરો. પછી તે મિશ્રણમાં દૂધનો પાવડર, ઘી અને કેવડાનું પાણી ઉમેરીને તેને સારી રીતે મિક્સ કરો.

આ તૈયાર કરેલા મિશ્રણમાં એક ચમચી દૂધ ઉમેરો અને એને બરાબર મિક્સ કરો. અને જો એમ છતાં પણ મિશ્રણ બરોબર ના થયું હોય તો થોડું દૂધ ફરીથી ઉમેરી શકો છો. ધ્યાન રહે કે કાજુ કતરીનું આ મિશ્રણ વધારે નરમ ના હોવું જોઈએ. હવે આ મિશ્રણ તૈયાર છે. તમે એના બે ભાગ કરો અને પ્લાસ્ટિક સીટ પર થોડું ઘી લગાવો, પછી મિશ્રણના લુવા પર પ્લાસ્ટિક શીટ પાથરો અને તેને વેલણની મદદથી વણી લો. તમે એની તમારી ઈચ્છા અનુસાર જાડાઈ રાખી શકો છો.

વણાઈ જાય પછી એની ઉપરથી પ્લાસ્ટિક સીટ હટાવી લો, અને તેના પર ચાંદીનું વરખ લગાવો. જો તમે ચાંદીનું વરખ લગાવવા ન માંગતા હોય તો એમજ રહેવા દો. એનાથી સ્વાદમાં કોઈ ફરક પડતો નથી. હવે એને સક્કરપારાના શેપમાં કાપી લો. તમે ઈચ્છો તો અલગ અલગ શેપમાં પણ કાપી શકો છો. તો તૈયાર છે તમારી શુદ્ધ અને ટેસ્ટી કાજુકતરી.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.


Source: gujaratilekh.com

Related posts

સુરતનો ચોંકાવનારો કિસ્સો, લિવ-ઇનમાં રહેલી પ્રેમિકા ગર્ભવતી બનતા પ્રેમીએ શંકાના આધારે કર્યું ન કરવાનું કામ, જાણો.

Amreli Live

સચિન તેંડુલકરે શેયર કર્યો દીકરી સાથે ક્યૂટ ફોટો, લખ્યું – ‘ઇતના “સારા” ક્યુટનેસ કહા….’

Amreli Live

હોમ લોનથી છો પરેશાન, જલ્દી છુટકારો મેળવવા માટે અપનાવો આ 4 વિકલ્પ

Amreli Live

જાણો કેમ આનંદ મહિન્દ્રાએ ફ્રી માં લૂંગ્ગી ભાઈને ભેટમાં આપી આટલા લાખની એક કામની વસ્તુ, જાણો રોચક કારણ

Amreli Live

સાસુએ વહુને કહ્યું તારા ગર્ભમાં સસરાનું સંતાન છે, વહુએ ગુસ્સે થઇ કરી નાખ્યું ન કરવાનું કામ, અમદાવાદની વિચિત્ર ઘટના.

Amreli Live

યુવતીને બર્થડે પાર્ટીમાં બોલાવી, ચાલતી કારમાં જે કર્યું એ માનવતાને શરમાવનારી ઘટના…

Amreli Live

ભારતમાં વધી રહ્યા છે કોરોના કેસ, પાકિસ્તાને કઈ રીતે મેળવ્યું નિયંત્રણ?

Amreli Live

દુકાનદારે મરાઠીમાં ના કરી વાત, તો લેખિકાએ આટલા કલાક સુધી દુકાનની બહાર કર્યું પ્રદર્શન.

Amreli Live

જોડિયા ભાઈ-બહેનોના ટકા પણ એક સરખા, શેયર કરી સફળતાની સિક્રેટ સીડી

Amreli Live

પટાવાળાની દીકરીએ એસટીએમ એ 10માં માં 94% લાવવા પર આપ્યું ગિફ્ટ, 1 દિવસ માટે બનાવી SDM

Amreli Live

પ્રેમ લગ્નના 4 દિવસ પછી પતિએ ટ્રેનના પાટા ઉપર કૂદીને આપ્યો જીવ, પત્નીએ લગાવી ફાંસી.

Amreli Live

CNG ગેસ બનાવવા પાલનપુરમાં પશુઓના ગોબરના વેચાણથી લાખો રૂપિયા કમાણી થઈ શરૂ. જાણવા જેવી ક્રાંતિ.

Amreli Live

આ નવરાત્રી પર Renault ની આ કાર પર મેળવો 40,000 રૂપિયા સુધીની બંપર છૂટ, કિંમત 2.99 લાખ રૂપિયાથી શરુ.

Amreli Live

કાશ્મીરમાં અનંતનાગમાં CRPF જવાન અને 6 વર્ષના બાળકને મારનારા આતંકી જાહિદ દાસનું એન્કાઉન્ટર

Amreli Live

ખેડૂતો માટે સ્થાઈ કમાણીનું માધ્યમ બની શકે છે સૌર ઉર્જા યોજના, સરકાર આપી રહી છે ભારે છૂટ.

Amreli Live

ધર્મ અને વિજ્ઞાન : તુલસીની માળા શા માટે પહેરવામાં આવે છે જાણો કારણ.

Amreli Live

ઇતિહાસની સત્યઘટના પરથી બન્યો છે બાહુબલી ફિલ્મમાં નદીના બંધના દરવાજા તોડી દુશ્મનો પર પાણી ફેરવવાવાળો સીન.

Amreli Live

100 વર્ષ જુના મકાનનું ખોદકામ કરતા નીકળ્યો અગણિત ખજાનો, કુબેરનો ખજાનો જોઈને બગડી મજુરની નિયત

Amreli Live

વૃષભ રાશિના લોકોને આજે વ્‍યાવસાયિક અને આર્થિક લાભ થવાના યોગ છે, જાણો અન્ય રાશિનો દિવસ કેવો રહેશે.

Amreli Live

ઘરે બનાવો રાજસ્થાનનું પ્રખ્યાત પાપડનું શાક, જાણો તેને બનાવવાની સૌથી સરળ રીત.

Amreli Live

ભારત બન્યો દુનિયાનો ત્રીજો સૌથી વધારે વિદેશી મુદ્રા ભંડાર રાખતો દેશ, રાશિયાથી પણ નીકળ્યો આગળ

Amreli Live