21.6 C
Amreli
24/11/2020
અજબ ગજબ

કાચા પપૈયામાંથી સંભારા સિવાય આ વસ્તુઓ પણ બનાવી શકાય છે.

પપૈયાની સીઝનમાં લોકો તેનો ભરપૂર ફાયદો ઉઠાવે છે, તે ખાવામાં મજેદાર હોવાની સાથે સાથે ગુણકારી પણ હોય છે. ઘણીવાર લોકો વધારે માત્રામાં કાચા પપૈયા ખરીદે છે, અને જેમ જેમ પાકે તેમ તેમ તેનો ઉપયોગ કરે છે. જણાવી દઈએ કે, કાચા પપૈયામાંથી પણ ઘણી બધી વસ્તુઓ બનાવી શકાય છે. અને આજે અમે તમારા માટે તેની યાદી લઈને આવ્યા છીએ.

કાચા પપૈયામાંથી સંભારો બનાવવા સિવાય તૂટીફૂટી, ગાંઠિયા સાથે ખાવા ખમણ બનાવી શકાય છે. તેમજ પપૈયાનું આ મીઠું ખમણ દાળ પકવાનમાં પણ સારું લાગે છે.

તેનું ગ્રેવીવાળું શાક સ્વાદિષ્ટ બને છે, તેમજ તેનું ચણાના લોટવાળું શાક પણ સારું બને છે. તેના પરાઠા અને હલવો પણ બને છે. તેમાંથી અલગ અલગ સીઝનિંગ સલાડ પણ બને છે.

કાચા પપૈયા અને મરચાનું ચણાનો લોટ નાખેલું શાક, અડદ અને લસણના વઘારવાળી દાળ, સાથે મેથી-બાજરાના લોટમાં કાળા મરીવાળા થેપલા ખુબ સરસ લાગે છે.

ભેળની અંદર કાચુ પપૈયુ ખમણીને નાખવાથી બહુ સરસ લાગે છે. કાચા પપૈયાના સ્ટફ પરાઠા, મુઠીયા, પૂડલા, રાયતું, થાઈ પપૈયા સલાડ, ખારીયુ પણ બને છે.

કાચા પપૈયાને ખમણીને બે ચમચી ઘી માં સાંતળી દુધ નાખો, દુધ શોષાઈ જાય પછી ખાંડ અને કાજુ બદામ નાખી બરફી બનાવો.

તેને મિક્સરમાં ગ્રાઈન્ડ કરીને મગની દાળની ખસ્તા કચોરી જેવી પપૈયાની કચોરી ઘણી જ જોરદાર બને છે.

પપૈયાને છીણી લેવું, તેમજ બટાકાને બાફીને માવો કરવો. તે બંનેને મિક્સ કરીને વઘારનું તેલ મૂકવું. તેમાં રાઈ અને અડદની દાળનો વઘાર કરવો. તમને જે ભાવે તે મસાલો નાખીને ગોળ વાળીને બટાકાના વડાની જેમ ચણાના લોટનું ખીરું બનાવીને પપૈયા વડા બને. અને ખીરું ના બનાવવું હોય તો, ઘઉંના લોટમાં મોણ અને મીઠું નાખીને પુરણ ભરીને સમોસા બને. બીજા કોઈ પણ શાક એડ કરી શકાય.

તેમાંથી જેલી/જામ પણ બનાવી શકાય. પપૈયામાં અથાણાંનો સંભાર નાખીને અથાણું પણ બનાવાય.

પપૈયાનો કાચો સંભારો કરી તેમાં ગોળ અને મસાલો નાખી, પપૈયાના ટુકડા અને તીખા અથાણાંનો સંભારો અને તેલ નાખીને તાજું અથાણું બનાવીને તાજું જ ખાવું, તે બહુ જ સરસ બને છે.

તેનું બીજી રીતનું અથાણું બનાવવા માટે તેને સુધારી, કલાક માટે થોડા મીઠામાં રાખી, અથાણાના સંભારમાં ભેળવી દેવું. પછી શીંગ તેલ ગરમ કરી, તે ઠંડુ થાય પછી તેમાં નાખવું. તે પણ સ્વાદિષ્ટ લાગશે.


Source: gujaratilekh.com

Related posts

સુંદર યુવતીની જાળમાં ફસાયેલા વેપારીનો દુઃખદ અંત, વાંચો – પિંકી-બંટીએ કેવી રીતે રચી જાળ.

Amreli Live

ઝારખંડમાં મળ્યો ખજાનો, ખજાનો એવો છે કે ચીન પર ભારતની નિર્ભરતા ખતમ થઈ જશે

Amreli Live

દેવતા બનવા માટે ધનવંતરીને લેવો પડ્યો હતો બીજો જન્મ, જાણો રોચક કથા

Amreli Live

ગણેશજીની કૃપાથી આ રાશિના લોકોને આજે આકસ્મિક ધન લાભ થાય, વેપારીઓને વેપારમાં વૃદ્ઘિ થાય.

Amreli Live

વૃષભ રાશિ માટે આજનો દિવસ છે શુભફળદાયી, આકસ્મિક ધનલાભનો યોગ છે, પણ આ રાશિ માટે દિવસ શુભફળદાયી નથી.

Amreli Live

ભારતીય ક્રિકેટરોના બુટ રીપેર કરવાવાળા મોચી પાસે નહોતા ખાવા-પીવાના પૈસા, ઈરફાન પઠાને આવી રીતે કરી મદદ

Amreli Live

કોરોનાથી બચવું હોય તો ખાવો આ ફળ, રોગ પ્રતિકારક ક્ષમતા વધારવામાં છે અસરકારક

Amreli Live

100 વર્ષ જુના મકાનનું ખોદકામ કરતા નીકળ્યો અગણિત ખજાનો, કુબેરનો ખજાનો જોઈને બગડી મજુરની નિયત

Amreli Live

ધનની પ્રાપ્તિ માટે શ્રી કૃષ્ણના આઠ ચમત્કારી મંત્ર

Amreli Live

શનિવારે આ 4 રાશિઓ પર રહેશે શનિદેવની કૃપા, જયારે આ 2 રાશિઓવાળાએ સાવચેત રહેવાની જરૂર છે.

Amreli Live

હ્યુન્ડાઇએ પહેલીવાર દેખાડી નેક્સ્ટ જનરેશન i20 ની ઝલક, જાણો કેટલા એન્જીન ઓપશન અને ફીચર્સ સાથે થશે લોન્ચ.

Amreli Live

જીડીપી વધે કેવી રીતે? જાણી લો આ ઉપાય, તો ભારતનો જીડીપી વધી જશે, લોકોને મળશે કામ અને રૂપિયા.

Amreli Live

નવી મારુતિ સ્વીફ્ટ થઈ લોન્ચ, બ્લેક થીમને કારણે મળે છે શાનદાર લુક

Amreli Live

કોરિન્ટાઇનમાં પણ વારંવાર આ યુવક પોતાની ગર્લફ્રેંડને મળવા માટે કરતો મોટું પરાક્રમ

Amreli Live

પહેલા માં ખોવાઈ હવે પિતા છોડને ગયા, ચાર માસુમ ઉપર દુઃખોનો ડુંગર તૂટી પડ્યો.

Amreli Live

એસીડીટી, ગેસ, પેટમાં અને છાતીમાં બળતરા, ખાટા ઓડકાર દરેક સમસ્યાના અસરકાર ઘરેલુ ઉપાય, જાણો વિસ્તારથી

Amreli Live

ગણેશ ચતુર્થી પર આ 4 રાશિઓ માટે બની રહ્યા છે ખાસ યોગ, હોદ્દામાં બઢતીની શક્યતાઓ છે.

Amreli Live

ભોલે ભંડારીની કૃપાથી આજે આ 7 રાશિના જીવનમાં શરુ થશે રાજયોગ, દરેક જગ્યા મળશે શુભ પરિણામ

Amreli Live

માં સરસ્વતીના આશીર્વાદથી આ 7 રાશિઓના સમસ્યાઓનો થશે અંત, થશે ધન લાભ

Amreli Live

તેજાબ ફિલ્મમાં અનિલ-માધુરીની કેમેસ્ટ્રીએ દર્શકોને કરી દીધા હતા ચકિત, ફિલ્મ પહેલા આ 2 કલાકારોને ઓફર થઈ હતી પણ….

Amreli Live

જાણો મહિન્દ્રા સ્કોર્પિઓના સૌથી સસ્તા વેરિયંટની કિંમત અને તેની ખાસિયત, તમારા બજેટમાં થઈ જશે ફિટ.

Amreli Live