26 C
Amreli
22/09/2020
bhaskar-news

કર્ફ્યુવાળા વિસ્તારોમાં ડ્રોન અને સીસીટીવીથી મોનિટરિંગ, ભંગ કરતા દેખાશો તો કાર્યવાહીઃ રાજ્ય પોલીસ વડા



અમદાવાદમાં ગઇકાલથી અને સુરતના પાંચ વિસ્તારમાં આજે કર્ફ્યૂનો આદેશ આપવામાં આવ્યો છે. કર્ફ્યુવાળા વિસ્તારોમાં ડ્રોન અને સીસીટીવીથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને તેમાં ભંગ કરતા જોવા મળશે તો કાર્યવાહી કરવામાં આવશે. હજી ઘણા સ્થળોએ લોકડાઉનનો ભંગ કરવામાં આવી રહ્યો છે. ખરીદી માટે નીકળતા લોકો અંતર જાળવતા નથી. સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં કરાય તો કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે.

16 એપ્રિલની સવારથી લઈ અત્યાર સુધી બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ
>> ગ્યાસુદ્દીન શેખ અને શૈલેષ પરમારનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો, જરૂર લાગશે તો 7 દિવસ પછી ફરી ટેસ્ટ કરાશે
>> કોરોનાને લઇ વાવ તાલુકાના માવસરી ગામને કન્ટેઇનમેન્ટ એરીયા જાહેર કરાયો, અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો
>> અમદાવાદના કરફ્યુ વિસ્તારમાં જો સોશિયલ ડિસ્ટન્સ નહિં જાળવો તો બપોરની કરફ્યુ મુક્તિ પણ પાછી ખેંચાશેઃ પોલીસ કમિ.ભાટિયા

>> અમરેલી : એમ્બ્યુલન્સમા મુસાફરી કરતા ડ્રાઈવર સહિત 5 લોકો અને ત્રણ બાળકોને પોલીસે ઝડપ્યા
>> વડોદરામાં ઘરમાંથી બહાર નીકળતા લોકો પર પોલીસે દંડાવાળી કરી
>> અમદાવાદ મનપાના આસિકમિશનરને કોરોના પોઝિટિવ
>> અમદાવાદના બોપલ- ઘુમા વિસ્તારમાં હવેથી કોઈ ફૂડ હોમ ડિલિવરી કરવામાં નહીં આવે
>> હોટસ્પોટ જંગલેશ્વરને કોરોનાએ બાનમાં લીધું, રાજકોટના 65 ટકા કેસ આ જ વિસ્તરના
>> અમદાવાદ આસપાસની 8 ચેકપોસ્ટ પર 20,871 લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું

જમાલપુર- ખાડીયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાના પરિવારના 5 સભ્યો પણ પોઝિટિવ
જમાલપુર- ખાડીયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ જાહેર આવ્યા બાદ તેમના પરિવાર અને કાર્યકરોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં પરિવારના 5 સભ્યો પોઝિટિવ આવ્યા છે. ઇમરાનના પરિવારમાં પોઝિટિવ જાહેર થનારમાં તેમના ભાઈ, ભાભી, બે ભત્રીજી તથા ભત્રીજાની પત્નીનો સમાવેશ થાય છે. તમામ ને SVP હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. ધારાસભ્ય શૈલેષ પરમાર અને અન્ય કાર્યકરો જેઓ તેમની સાથે હતા તેમનો રિપોર્ટ હજી પેન્ડિંગ છે.
બોટાદમાં વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા, રાજ્યમાં કુલ આંકડો 874એ પહોંચ્યો
રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. બોટાદમાં વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ પોઝિટિવ દર્દીનો આંક 874 થયો છે. આ પહેલા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે,રાજ્યમાં 105 નવા કેસ થયા છે. જેમાં 42 અમદાવાદમાં, 35માં સુરત કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ 64 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે ત્રણ નવા મોત સાથે મૃત્યાંક 36 થયો છે.રાજ્યમાં 24 કલાકમાં 2971 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે અત્યારસુધીમાં 20204 ટેસ્ટ થયાહોવાનું આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે.

રાજ્યમાં 875પોઝિટિવ કેસ, 36મોત અને 64ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 492 17 17
વડોદરા 127 05 07
સુરત 86 05 09
રાજકોટ 27 00 08
ભાવનગર 26 03 07
આણંદ 25 00 00
ગાંધીનગર 17 01 08
પાટણ 14 01 04
ભરૂચ 13 00 00
પંચમહાલ 06 01 00
બનાસકાંઠા 06 00 00
નર્મદા 06 00 00
છોટાઉદેપુર 06 00 00
કચ્છ 04 01 00
મહેસાણા 04 00 00
પોરબંદર 03 00 03
ગીર-સોમનાથ 02 00 01
દાહોદ 02 00 00
ખેડા 02 00 00
જામનગર 01 01 00
મોરબી 01 00 00
સાબરકાંઠા 01 00 00
બોટાદ 04 01 00
કુલ 875 36 64

કોરોના સંભવિત-સંક્રમિતના સંપર્કમાં આવનાર માટે WHOની ગાઈડલાઈન

> જેમને પણ કોરોનાના લક્ષણો દેખાય અથવા જેમનો ટેસ્ટ કરાયો હોય અને રિઝલ્ટ બાકી હોય તેમણે જાહેરમાં સંપર્કમાં આવવાનું ટાળવું.

> કોરોના પોઝિટિવ રિપોર્ટ આવે તે દર્દીના સંપર્કમાં આવનારા તમામ લોકોને ક્વોરન્ટીન કરવા અને તેમના પણ ટેસ્ટ કરાવવા.

> જેમનો પણ કોરોના ટેસ્ટ કરાવ્યો હોય તેમણે રિઝલ્ટ ન આવે ત્યાં સુધી કોઈને સ્પર્શ ન કરવો, 1 મીટરથી નજીકના દાયરામાં ન જવું

> કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય તેવા દર્દીને 14 દિવસ સુધી કોવિડ હોસ્પિટલમાં સંપૂર્ણ આઈસોલેશનમાં રાખવા.

> તમામ હળવા કેસને આરોગ્ય સુવિધામાં ન લઈ જઈ શકાય તો જોખમી પરિબળોના આધારે તેમને ઘરે કે અન્ય સ્થળે ક્વોરન્ટીન કરવા.

> જે પણ લોકો કોરોના પોઝિટિવ દર્દીના રૂબરૂ સંપર્કમાં આવ્યા હોય તેમણે 14 દિવસ દરમિયાન રિપિટ કોરોના ટેસ્ટ કરાવવા.

મુખ્યમંત્રી સેલ્ફ આઈસોલેટ
ઈમરાન ખેડાવાલા સાથે ગઈકાલે થયેલી મિટિંગ અને તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે CM વિજય રૂપાણી પોતાના ગાંધીનગર સ્થિતિ મુખ્યમંત્રી આવાસ બંગલા નંબર 26માં સેલ્ફ આઈસોલેટ થયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ શહેરના ધારાસભ્યો ઇમરાનભાઇ ખેડાવાલા, ગ્યાસુદીન શેખ અને શૈલેષ પરમાર સાથે ટેલિફોનિક વાતચીત કરી તેમના ખબરઅંતર લીધા છે. ગ્યાસુદિન શેખ અને શૈલેષ પરમાર પણ આઇસોલેશનમાં છે.

કેબિનેટની બેઠકમાં 21ના લોક ડાઉનના રિલેક્સેશનની ચર્ચા
મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે,મીટિંગોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય છે. સંક્રમણ ના થાય તેવી વ્યવસ્થા ગોઠવાઇ છે. સીએમ અને ખેડાવાલા વચ્ચે મીટિંગમાં 15થી 20 ફૂટનું અંતર હતુ. મીટિંગ પણ લાબી ચાલી નથી. એક્સ્પોઝર થયું નથી. અમદાવાદના કોટ વિસ્તારમાં સંખ્યા ન વધે તે માટે નિર્ણય લેવા બોલાવાયા હતાં. આજે ડો. આર કે પટેલ અને ડો અતુલ પટેલે આરોગ્યનું પરીક્ષણ કર્યું છે. સીએમ સ્વસ્થ છે. બપોરે ચાર વાગ્યે મળનારી કેબિનેટની મિટિંગમાં વિડિયો કોન્ફરન્સિંગથી હાજરી આપશે. આ પહેલાના બે બુધવારે વિડિયોના માધ્યમથી કોન્ફરન્સ થઇ હતી. અક અઠવાડિયું સીએમ કોઇની સાથે મુલાકાત નહીં કરે. આધુનિક સાધનોથી સીએમ બધાની સાથે સંપર્ક કરી કામ કરશે. આજની કેબિનેટની બેઠકમાં 21ના લોક ડાઉનના રિલેક્સેશનની ચર્ચા થશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


corona gujarat live positve case increase in anand distirct


corona gujarat live positve case increase in anand distirct


corona gujarat live positve case increase in anand distirct


corona gujarat live positve case increase in anand distirct

Related posts

કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના બે રિપોર્ટ નેગેટિવ આવ્યાં, કાલે સવારે ડિસ્ચાર્જ કરવામાં આવશે

Amreli Live

MPમાં ભાજપના સિંધિયા, સુમેરસિંહ અને કોંગ્રેસના દિગ્વિજયસિંહ જીત્યા, રાજસ્થાનની 3 પૈકી 2 સીટ કોંગ્રેસને મળી

Amreli Live

યાકુતપુરામાં ઉસળ-ભજીયાની લારી ધમધમે છે, તેવા divyabhaskarના અહેવાલ બાદ પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી લારી જપ્ત કરી, આરોપીની ધરપકડ

Amreli Live

47 જિલ્લામાં 28 દિવસથી નવા કેસ નહીં, દેશના 14 હજારથી વધુ કેસમાંથી 30 ટકા કેસ નિઝામુદ્દીન મરકઝના કારણે: સ્વાસ્થ્ય મંત્રાલય

Amreli Live

‘સાત પગલાં આકાશમાં’ નામની પ્રસિદ્ધ ગુજરાતી કૃતિનાં લેખિકા કુંદનિકા કાપડિયાનું નંદીગ્રામ ખાતે નિધન

Amreli Live

ATMમાં રોકડ પહોંચાડનાર 4500 કેશ કસ્ટોડિયનમાં માત્ર ત્રણ મહિલાઓ, કારગિલ અને જમ્મુ જેવા વિસ્તારોમાં કરે છે ડ્યુટી

Amreli Live

ભાવનગરમાં વધુ 2 પોઝિટિવ કેસ આવતા આજે કુલ 23 નવા કેસ, 3 દર્દીને ડિસ્ચાર્જ કર્યાં: બોટાદમાં વધુ 3 પોઝિટિવ કેસ આવ્યાં

Amreli Live

24 કલાકમાં કોરોનાના 313 નવા પોઝિટિવ કેસ, અમદાવાદમાં 249 કેસ, 86 દર્દી સાજા થયા, કુલ દર્દી 4395

Amreli Live

અત્યારસુધી 37 હજાર 257 કેસ : એક દિવસમાં રેકોર્ડ 2300થી વધુ દર્દી વધ્યા, મહારાષ્ટ્રમાં 1008 અને ગુજરાતમાં 326 નવા કેસ નોંધાયા

Amreli Live

35,026 કેસ, મૃત્યુઆંક-1,159: દિલ્હીના CRPFના 258 જવાનોનો કોરોના ટેસ્ટ કરાયો, 65 પોઝિટિવ

Amreli Live

6.97 લાખ કેસઃ દરરોજ લગભગ 24 હજાર દર્દી વધી રહ્યા છે, આગામી મહિને દરરોજ 1 લાખ કેસ આવી શકે છે

Amreli Live

રિવર્સ રેપો રેટ 25 બેસિસ પોઈન્ટ ઘટાડ્યો, 3 બેન્કિંગ સંસ્થાનોને 50 હજાર કરોડની મદદ

Amreli Live

સાઉદીમાં બીમારી કે ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવવા બદલ રૂ. 1 કરોડ સુધીનો દંડ, રશિયામાં ક્વૉરન્ટિન તોડનારને 7 વર્ષની કેદ

Amreli Live

24.64 લાખ કેસઃગૃહ પ્રધાન અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો, તેમણે પોતે જ ટ્વિટ કરીને જાણ કરી

Amreli Live

જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ સહિત આજે પણ રાજ્યના 40 તાલુકામાં વરસાદ નોંધાયો, સૌથી વધુ 1 ઈંચ માળીયામાં

Amreli Live

વધુ 8 પોલીસકર્મીને કોરોના થતાં કુલ 105 પોલીસ કર્મી કોરોનાગ્રસ્ત, જમાલપુર, દરિયાપુર, કાલુપુરમાં ઘોડેસવાર નાઈટ પેટ્રોલિંગ

Amreli Live

રાજ્યમાં દિવસ દરમિયાન વધુ 6 કેસ નોંધાયા, રવિવારે 20 કેસ સાથે કોરોનાના કુલ 128 દર્દી, 11ના મોત

Amreli Live

અત્યાર સુધી 5373 કેસઃ ઈન્દોરમાં 22 નવા સંક્રમિત મળ્યા, ચંદીગઢમાં બહાર જવા પર મોઢે કપડું અથવા માસ્ક લગાવવું જરૂરી

Amreli Live

હવે દિલ્હીમાં દર્દીઓને 5 દિવસ ક્વોરેન્ટીન સેન્ટરમાં નહીં રહેવું પડે, મેડિકલ તપાસના આધારે નિર્ણય થશે, દેશમાં કુલ 3.96 લાખ કેસ

Amreli Live

અત્યાર સુધી 14,707 કેસ- 496 મોતઃ દિલ્હીમાં 63% કેસ જમાતના છે, 23 રાજ્યોમાં જમાતના કારણે આંકડાઓ વધ્યા- સ્વાસ્થ્ય મંત્રાલય

Amreli Live

રાફેલનો ગૃહ પ્રવેશ, રાજસ્થાનમાં રાજકીય ગરમીનો પારો ઉંચે,કોરોના વેક્સીનનો થર્ડ હૂમન ટ્રાયલ અને રામ મંદિરના પાયામાં લાખોની ચાંદી

Amreli Live