ગુજરાતની રહેવાસી આ છોકરી વેચે છે તંદુરી ચા, કમ્પ્યુટર ઓપરેટરની નોકરી છોડી હવે મહિને કમાય છે આટલા હજાર. રાજકોટની રહેવાસી રુખસાના હુસૈનને લોકો ચા વાળીના નામથી ઓળખે છે. 12 માં ધોરણ સુધી ભણવાવાળી રુખસાના ‘ધ ચાય વાલી’ ના નામથી ટી સ્ટોલ ચલાવે છે. આ પહેલા તે રજિસ્ટ્રાર ઓફ્સમાં કમ્પ્યુટર ઓપરેટર હતી. બે વર્ષ પહેલા તેણે નોકરી છોડીને ટી સ્ટોલ શરૂ કર્યો. આજે રુખસાના તંદુરી ચા બનાવવામાં એક્સપર્ટ છે. હવે તે દરરોજ લગભગ 1 હજાર રૂપિયાની ચા વેચે છે.
રુખસાના જયારે રજિસ્ટ્રાર ઓફિસમાં નોકરી કરતી હતી, ત્યારે તેનો મહિનાનો પગાર ફક્ત 4 હજાર રૂપિયા હતો. આ પગારમાં પોતાના ઘરનો ખર્ચ કાઢવો ઘણો મુશ્કેલ હતો. પણ હવે આ સ્ટોલથી તે મહિને 15 હજાર રૂપિયાથી વધારે કમાણી કરી લે છે. દરરોજ ફક્ત 4 કલાકમાં તે 500 રૂપિયાથી વધારે કમાણી કરી લે છે.
બાળપણથી ઘરમાં ચા બનાવટી આવી રહી છે : રૂખસાના કહે છે કે, હું બાળપણથી જ ઘરમાં ચા બનાવતી આવી રહી છું. ઘરમાં બધાને મારા હાથની ચા ઘણી પસંદ હતી, બધા ફક્ત મને જ ચા બનાવવાનું કહેતા હતા. આ કારણે હંમેશા મારા મનમાં એજ વિચાર આવતો હતો કે, હું મારી પોતાની રેસ્ટોરેન્ટ ખોલી શકું છું. જોકે, રેસ્ટોરેન્ટ ખોલવા માટે પૈસા ન હતા, એટલા માટે એક નાનકડી કેબિનમાં કામ શરૂ કરી દીધું. આગળ જઈને એક રેસ્ટોરેન્ટ જરૂર ખોલીશ.
ટી સ્ટોલ ખોલવા વિષે જ્યારે રૂખસાનાએ પહેલી વાર ઘરમાં વાત કરી, તો દરેક વ્યક્તિ તેનાથી નારાજ થઈ ગયા. ઘરના લોકોનું કહેવું હતું કે, છોકરી થઈને ચા નો સ્ટોલ ખોલીશ. તને ખબર પણ છે કેવા કેવા પ્રકારના લોકો આવે છે. પણ રૂખસાના પોતાની જિદ્દ પર મક્કમ રહી. તે કહે છે કે, ઘરવાળાના વિરોધ છતાં મેં ચા ની દુકાન શરૂ કરવાના પ્રયત્ન શરૂ કરી દીધા હતા. થોડા મહિનામાં જ મારી સફળતા જોઈને પરિવારવાળાએ મારા નિર્ણયની પ્રશંસા શરૂ કરી દીધી. હવે તો મને તેમના તરફથી દરેક પ્રકારનો સપોર્ટ મળવા લાગ્યો છે.
ચા પસંદ આવી, તો ગ્રાહક વધતાં ગયા : રૂખસાના કહે છે – મેં 2018 માં ચા નો બિઝનેસ શરૂ કર્યો હતો. શરૂઆતમાં હું ફક્ત અડધા લિટર દૂધની ચા બનાવતી હતી. પણ ગ્રાહક વધતાં ગયા અને હવે તો દરરોજ 10 લિટર દૂધ વપરાય જાય છે. એક વાર ગ્રાહકોએ દુકાન પર આવવાનું શરૂ કર્યું અને તેમને ચા ગમી ગઈ, તો પછી તે રેગ્યુલર ગ્રાહક બની ગયા. લોકો પોતાની સાથે બીજા ગ્રાહકો પણ લાવવા લાગ્યા. આજે રૂખસાનાનો ટી સ્ટોલ ‘ધ ચાય વાલી’ ના નામથી પ્રખ્યાત થઈ ચૂક્યો છે. હવે તે તેની ચેન શરૂ કરવા માંગે છે.
સિક્રેટ મસાલો છે તંદૂરી ચા ની ખાસિયત : રૂખસાનાની તંદૂરી ચા એટલા માટે ખાસ છે, કારણ કે તેના માટે તે સિક્રેટ મસાલાનો ઉપયોગ કરે છે. સ્મોકી ફ્લેવરની આ ચા નો મસાલો તે પોતે જ તૈયાર કરે છે. ઓર્ડર મળે એટલે તરત માટીની કુલડીમાં ચા ગરમ કરે છે, જેનો સ્વાદ લોકોને ઘણો ગમે છે. માટીની કુલડીમાં ગરમાગરમ ચા આપવાને કારણે તે ચા પાર્સલ નથી કરતી.
રૂખસાના જણાવે છે કે, શરૂઆતમાં તે વિચિત્ર લાગતું હતું કે છોકરી ચા ની દુકાન ચલાવે, કારણ કે મોટાભાગે આ કામ છોકરા જ કરે છે. પણ આ મારી ગેરસમજણ હતી. આજે ઘણા બધા ગ્રાહકો મારા કામની પ્રશંસા કરીને મને પ્રોત્સાહિત કરે છે. તેઓ મારી બનાવેલી ચા ની પ્રશંસા કરીને થાકતા નથી. હું દરરોજ સાંજે 5:30 વાગ્યે ટી સ્ટોલ ખોલું છું અને રાત્રે 9 વાગ્યા સુધી કામ કરું છું. હવે તો ઘણા રેગ્યુલર કસ્ટરમ છે, તેમને દુકાન ખોલવા અને બંધ કરવાનો સમય પણ ખબર છે.
ગ્રાહક બોલ્યા – આ ચા નો સ્વાદ લાજવાબ છે : રૂખસાનાના ટી સ્ટોલ પર દરરોજ ચા પીવા આવતા મનસુખભાઇ જણાવે છે કે, હું છેલ્લા દોઢ મહિનાથી અહીં દરરોજ ચા પીવા આવું છું. મને એક પણ દિવસ ચા ના ટેસ્ટમાં ફેરફાર નથી જણાયો. તે એટલી ટેસ્ટી ચા બનાવે છે કે તેની લત લાગી ગઈ છે. ચા ની ખાસિયત વિષે વાત કરતાં મનસુખભાઇ કહે છે કે. રૂખસાના ઓર્ગેનિક રીતે ચા બનાવે છે. એટલા માટે તેનો ટેસ્ટ સારો છે.
આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.
Source: gujaratilekh.com