26.6 C
Amreli
13/08/2020
અજબ ગજબ

કબજિયાત કેવી રીતે દુર કરવી એ બાબત સૌ કોઈ જાણે છે પણ કઈ બાબતથી દુર રહેવું એ અમે તમને જણાવીએ.

કબજિયાત મટાડવા માટેના નુશખા તો તમને ખબર જ હશે, પણ શું શું કાળજી રાખવી એ તમને કોઈ નહિ કહે, જાણીલો સાવચેતી.

આજે આપણે કબજિયાતમાં શું શું કાળજી રાખવી તેના વિષે જાણીશું. જો તમને કબજિયાતની તકલીફ છે અને તેમારું પેટ સાફ નથી થઈ રહ્યું, તો આજનો આ આર્ટિકલ તમને મદદરૂપ થઈ શકે છે. વર્તમાન સમયમાં લોકોની બદલાતી જતી જીવનશૈલી અને ખોરાકને કારણે લોકો ઘણી બધી બીમારીથી પીડાય છે. આજના સમયમાં સૌથી વધારે કોઈ બીમારી લોકોને પરેશાન કરતી હોય તો તે છે કબજિયાત.

ભોજનની અનિયમિતતાને કારણે લોકો કબજિયાતથી પીડાતા હોય છે. પણ આજે આપણે એવી તકેદારી અને ઘરેલુ ઉપાયો વિષે જાણીશું જેની મદદથી તમે કાયમ માટે તમારું પેટ સાફ રાખી શકો છો. આવો તેના વિષે જાણીએ.

1. વધારે પડતું તેલવાળું ના ખાવું : જો તમારે તમારા પેટને સાફ રાખવું છે, તો તેલવાળો ખોરાક વધારે ખાવાનું ટાળવું જોઈએ. આમ કરવાથી તમારા જઠરમાં રહેલો ખોરાક સરળતાથી પચી જશે.

2. તાજા ફળ અને શાકભાજી ખાવા : તમારા ભોજનમાં બને ત્યાં સુધી તાજા ફળ અને શાકભાજી ખાવાનું રાખો. વધુ પડતા વાસી ખોરાકને કારણે પણ કબજિયાતની બીમારી સર્જાય છે.

3. આદુ અને લીંબુનો પ્રયોગ : તમારા પેટને સાફ કરવા માટે આદુના થોડા કટકાની અંદર લીંબુ નીચોવીને ખાવાથી પેટ સાફ થઈ જાય છે.

4. પૂરતા પ્રમાણમાં ઊંઘ : દિવસ દરમિયાન કેટલું પણ કામ હોય, પણ દરેક વ્યક્તિએ રાત્રે હંમેશા પૂરતા પ્રમાણમાં અને એકધારી ઊંઘ લેવી જોઈએ, જેથી શરીરનું પાચનતંત્ર સારી રીતે કામ કરે અને સવારે પેટ સાફ થઈ જાય.

5. સ્ટ્રેસ (તણાવ) ના રાખો : કામના વધુ પડતા સ્ટ્રેસને કારણે પણ કબજિયાતની બીમારી સર્જાઈ શકે છે. આથી કોઈ પણ કામમાં વધુ પડતો સ્ટ્રેસ ના રાખવો.

6. એકધારું લાંબો સમય માટે બેસી ન રહેવું : જો તમારે સતત બેસીને કામ કરવાનું હોય, તો તમારે તમારા કાર્યની અંદર વચ્ચે વચ્ચે થોડાક સમય માટે ઉભા થઈને ચાલવું જોઈએ. આમ કરવાથી જમેલો ખોરાક પછી જાય છે અને પાચનતંત્ર મજબૂત બને છે.

7. પૂરતા પ્રમાણમાં પાણી પીવું : સતત કામના કારણે લોકો પાણી પીવાનું સદંતરે ભૂલી જ જાય છે. શરીરમાં પાણીનો ઘટાડો થવો કબજીયાતનું મૂળ કારણ છે. આથી દરરોજ 3 થી 4 લીટર પાણી પીવું જોઈએ, જેથી શરીરમાં ક્યારેય ડી-હાઇડ્રેશન ના થાય.

8. બહારનું ખાવાનું ટાળો : બને ત્યાં સુધી બહારનું ખાવાનું ટાળવું જોઈએ કેમ કે, બહારના ખાવામાં ઉપયોગમાં લેવામાં મસાલા અને તેલ ખુબ જ ખરાબ હોય છે. તે તમારા પાચનતંત્રને ખુબ જ નુકશાન પહોંચાડે છે.

9. યોગ અને વ્યાયામ : કોઈ પણ બીમારીનો ઈલાજ છે યોગ અને વ્યાયામ. દરરોજ સવારે નિયમિત રીતે યોગ અને વ્યાયામ કરવાથી પણ તમારા પેટમાં જમા થયેલી ગંદકી દૂર થશે અને તમારું પેટ સાફ થઈ જશે.


Source: gujaratilekh.com

Related posts

નબળી ઇમ્યુનીટી વાળા ડાયટમાં સમાવેશ કરો આ 5 વસ્તુઓ, FSSAI ની સલાહ.

Amreli Live

રશિયા બનાવશે કોરોના વેક્સીનના 3 કરોડ ડોઝ, જાણો ક્યારે વિશ્વની પહેલી વેક્સીન લોન્ચ થશે?

Amreli Live

સૂર્યગ્રહણ પર આ રાશિઓ પર રહેશે સૂર્યદેવની કૃપા, સમગ્ર દિવસ ખૂબ આનંદમાં ૫સાર કરશો, આર્થિક લાભના યોગ પણ છે.

Amreli Live

આ એક વસ્તુ તમને સૂકી ઉધરસથી અપાવી શકે છે છુટકારો, જાણો તેનું સેવન કરવાની રીત

Amreli Live

સેનિટાઇઝર ખરીદતા પહેલા ચેક કરી લો આ જરૂરી વાત, આ પ્રકારના સેનિટાઇઝર હોઈ શકે છે ખૂબ ભયંકર

Amreli Live

આ ચાર રાશિઓની મહિલાઓ સાબિત થાય છે સુપર મોમ, સારી રીતે કરે છે પોતાના બાળકનો ઉછેર

Amreli Live

આ વિટામિનને કારણે આ દેશોમાં કોરોના પડ્યો નબળો, જાણો વધુ વિગત

Amreli Live

ચીનના જ શસ્ત્રોનો હવે થઇ રહ્યો છે તેમના વિરુદ્ધ ઉપયોગ, પોતાની જ જાળમાં ખરાબ રીતે ફસાયો ડ્રેગન

Amreli Live

12 મું નાપાસ મહિલાએ રમી 30 કિલો સોનાની એવી રમત, કે ઉડી ગઈ 2 સરકારોની ઊંઘ.

Amreli Live

વિષ્ણુજીની કૃપાથી આ રાશિના લોકોને આજે નોકરી ધંધામાં લાભના સંકેત છે, આવકના સાધનો વધે.

Amreli Live

ચીનને ખૂબ ઓછા નુકશાન સામે મોટો ઝાટકો આપી શકે છે ભારત

Amreli Live

2020 થી 8 વર્ષ પાછળ છે આપણે, 21 જૂને સર્વનાશ થશે દુનિયાનો, થિયારીનો દાવો.

Amreli Live

પુતિનની દીકરીને આપવામાં આવી કોરોનાની રસી, બંને દીકરીઓની લાઈફ છે સિક્રેટ

Amreli Live

આયુર્વેદિક ઉકાળાની શોધ પુરી, હવે થશે કોરોના પર વળતો પ્રહાર, 60 દર્દી પર થયો સફળ પ્રયોગ

Amreli Live

પતિથી વધારે કમાય છે અમિત શાહની પત્ની સોનલ શાહ, ખુબ સુંદર છે બંનેની લવ સ્ટોરી

Amreli Live

ઇન્ડોનેશિયા સરકારનો દાવો – નીલગિરીની એક પ્રજાતિથી ખતમ થાય છે કોરોના વાયરસ

Amreli Live

લક્ષ્મી માતાની કૃપાથી કર્ક રાશિ માટે વર્તમાન દિવસ લાભકારક પુરવાર થશે, આકસ્મિક ધનલાભ થાય.

Amreli Live

આજે નોકરિયાત વર્ગ માટે નોકરીમાં બઢતીની અને આવકની વૃદ્ઘિની શક્યતા છે, ૫રિવારમાં સુખ શાંતિ જળવાય.

Amreli Live

તો આ કારણે ગણેશજી ઉપર ચઢાવવા આવે છે દુર્વાઘાસ, વાંચો આ પૌરાણિક કથા

Amreli Live

મહાદેવની કૃપાથી આ અઠવાડિયે આ રાશિના લોકોના વેપાર ધંધામાં લાભ, નોકરીમાં બઢતી અને આવકના સ્ત્રોતોમાં વધારો થાય.

Amreli Live

ઓક્સફર્ડની વેક્સીન માટે ખરીદદારોની લાઈન, યુરોપ માટે 40 કરોડ ડોઝની થઈ ડીલ

Amreli Live