26.2 C
Amreli
20/09/2020
અજબ ગજબ

કપાળમાં રહેલી કાળાશ અને ચહેરા પર કળા ડાઘ હટાવવા માટે બનાવો સ્પેશિયલ ફેસપેક, નિખરી જશે રંગત.

ચહેરા પર ડાર્ક સ્પોટ્સ અને કપાળની કાળાશથી છુટકારો મેળવવા માટે બનાવો આ સ્પેશિયલ ફેસપેક, તમારી રંગત નિખરી જશે

તમે ચહેરાની ખૂબ કાળજી રાખો છો, દરરોજ ચહેરો સાફ કરો છો, છતાં પણ કેટલીકવાર આંખોનો ઉપરનો ભાગ, એટલે કે કપાળનો રંગ, બાકીના ચહેરા કરતાં ઘાટો જોવા મળે છે. કપાળની આ કાળાશ ખાસ કરીને તડકામાં રહેવાથી, આંતરસ્ત્રાવીય ફેરફારને લીધે અથવા અમુક રોગોને કારણે થાય છે. તેવી જ રીતે ચહેરા ઉપર ઘાટા ડાઘની સમસ્યા પણ ખૂબ સામાન્ય છે.

આ સમસ્યાઓને કારણે તમારા ચહેરાની સુંદરતાને અસર થાય છે. તમારી ત્વચાની ગુણવત્તા (ગ્લોઇંગ ત્વચા) ની અસર તમારી સુંદરતા ઉપર સીધી જોવા મળે છે. તેથી સરળ રીતથી કપાળ ઉપર જામેલી કાળાશથી છૂટકારો મેળવવા અને ચહેરા પરના કાળા ડાઘ દૂર કરવા માટે તમે વિશેષ ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો. અમે તમને ડાર્ક સ્પોટ રિમૂવલ ફેસ પેક બનાવવાની સહેલી રીત અને કેટલીક ત્વચા સંભાળ ટિપ્સ જણાવી રહ્યા છીએ, જે તમારા ચહેરાને સુંદર બનાવવામાં મદદ કરશે.

ડાર્ક સ્પોટ રિમૂવલ ફેસ પેક આવી રીતે બનાવો

એક વાટકી લો અને તેમાં 2 ચમચી દહીં નાખો.

આ દહીંમાં 1 ચમચી ચોખાનો લોટ ઉમેરો. તેને બનાવવા માટે તમે ચોખાને ગ્રાઈન્ડરમાં પીસી શકો છો.

હવે આ વાટકીમાં 2 ચપટી હળદર અને 1 ચમચી મધ નાખો.

તેને એક ચમચીની મદદથી સારી રીતે મિક્સ કરો.

હવે આ ફેસ પેકને તમારા ચહેરા, કપાળ અને ગળા ઉપર હાથથી લગાવો.

તેને 15-20 મિનિટ માટે ત્વચા ઉપર લગાવીને રહેવા દો અને પછી કપાળ ઉપર ફેસપેકને ઘસીને કાઢો.

આ રીતે, કપાળની કાળાશ દૂર થશે અને કાળા ડાઘ પણ ધીમે ધીમે હળવા થવા લાગશે.

કેમ ફાયદાકારક છે આ ફેસ પેક?

આ ફેસ પેકમાં દહીં છે, જે લેક્ટિક એસિડથી ભરેલું છે. લેક્ટિક એસિડ તમારા ચહેરાની મૃત ત્વચાના કોષોને દૂર કરીને તમારા રંગને સુધારે છે, તેથી તેને કુદરતી એક્સફોલિએટર કહેવામાં આવે છે. આ સિવાય આ ફેસ પેકમાં હળદર હોય છે, જે રંગને સુધારવા અને ત્વચાને હાનિકારક ચેપ વગેરેથી બચાવવા માટે જાણીતી છે.

ફેસ પેકમાં રહેલુ મધ તમારી ત્વચાને જરૂરી પોષક તત્વો આપે છે અને ત્વચાની ગ્લો વધારે છે. વળી, ચોખાનો પાવડર વિટામિન બી નો ખૂબ સારો સ્રોત છે. તે કાળા ડાઘાઓને હળવા કરે છે અને રંગને સુધારે છે. તેથી જો તમે નિયમિતપણે આ ફેસ પેકનો ઉપયોગ કરો છો, તો તમને પરિણામો ખૂબ જ ઝડપથી જોવા મળે છે.

આ ફેસપેક સાથે ત્વચાની સંભાળની મહત્વપૂર્ણ ટીપ્સ

જો તમારી ત્વચા શુષ્ક છે, તો તમે ફેસપેક બનાવતી વખતે 1 ચમચી નાળિયેરનું તેલ અથવા બદામનું તેલ મિક્સ કરી લો.

તમારે આ ફેસપેક અઠવાડિયામાં 2 વાર લગાવાનું છે, તેથી વધુ વખત તેનો ઉપયોગ ન કરો.

તડકામાં નીકળતા પહેલા ચહેરાને કપડાથી ઢાંકી દો અથવા ટોપી પહેરીને નીકળો, જેથી ચહેરા ઉપર સીધો સૂર્યપ્રકાશ ન આવે.

તડકામાં બહાર નીકળવું હોય તો, સનસ્ક્રીનનો ઉપયોગ કરવાનું ધ્યાન રાખશો, જેથી તમે ટેનિંગથી બચી શકો.

ફેસપેક લગાવવાની સાથે દરરોજ 2 વાર તમારા ચહેરો જરૂર ધોઈ લો.

ચહેરો ધોયા પછી, વિલંબ કર્યા વિના હળવું માઈશ્ચરાઈઝર જરૂર લગાવો, જેથી ત્વચા શુષ્ક ન થઇ જાય.

આ માહિતી ઓન્લી માય હેલ્થ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

ચીનમાં મળ્યો સ્વાઈન ફલૂનો ઘાતક વાયરસ, ફેલાવી શકે છે મહામારી

Amreli Live

રોહિતને ખેલ રત્નની જાહેરાત પછી બોક્સર અમિતે કહ્યું – ક્રિકેટર્સથી પણ આગળ 100 દેશો સામે બાથ ભીડનાર ઓલિમ્પિયન હંમેશા….

Amreli Live

આર્થિક ખોટથી બચવા માટે રસોડામાં હંમેશા ધોઈને રાખો ઓરસિયો વેલણ, આ ટિપ્સ પણ છે કામની.

Amreli Live

લોહ પાતળું કરતી દવાઓ ખાદ્યા પછી પણ કેમ આવે છે હાર્ટ અટેક, કાર્ડિયોલોજિસ્ટથી જાણો અટેકના 3 કારણ

Amreli Live

લગ્નની ઓછામાં ઓછી ઉંમર વધારવાથી છોકરીઓના ઉન્નતિના રસ્તા ખુલ્લા થશે, થશે આ ફાયદા.

Amreli Live

આ બે દેશી નુશખા તમારા ઘણા હઠીલા એવા ચામડીના રોગને નેસ્તનાબૂદ કરવાની ક્ષમતા ધરાવે છે.

Amreli Live

જો તમે પણ ઈચ્છો છો કે કરીના જેવો ચહેરો ચમકે, તો આવી રીતે ઉપયોગ કરો મુલતાની માટી.

Amreli Live

નાનકડી હોડીમાં એટલાન્ટિક સાગર પાર કરી 85 દિવસો પછી પોતાના 90 વર્ષના પિતાની પાસે પહોંચ્યો છોકરો.

Amreli Live

ઉત્તર કોરિયામાં કોરોનાનો પહેલો શંકાસ્પદ કેસ, કિમ જોંગ ઉને લગાવી ઇમરજન્સી.

Amreli Live

કોરોનાને ટક્કર આપે એવી આ છે બીમારી, દર વર્ષે સૌથી વધારે લોકોનું મૃત્યુ એનાથી થાય છે.

Amreli Live

મોંઘી હશે અમેરિકાની કોરોના રસી, ચૂકવવા પડશે 3700 થી 4500 રૂપિયા સુધી

Amreli Live

કોરોનાની સારવારનો દાવો કરતા પતંજલિની દવા કોરોનીલની જાહેરાત ઉપર પ્રતિબંધ, આચાર્ય બાલકૃષ્ણએ મોકલ્યો જવાબ

Amreli Live

શું ક્લિનિકલ ટ્રાયલથી આયુર્વેદ અને અન્ય પારંપરિક દવાઓ પર દુનિયાનો ભરોસો વધશે.

Amreli Live

આ રીતે ઓળખી શકો કે મોતી અસલી છે કે નકલી, જાણો કેવી રીતે ધારણ કરો ચંદ્રમા રત્ન

Amreli Live

કુદરતમાંથી મળેલ ઉત્તમ ભેટ છે તાંબું, દુનિયામાં રહેલા બધી ધાતુઓથી સૌથી પવિત્ર, જાણો કેમ.

Amreli Live

મહેસાણાવાળાને પર્યાવરણ માટે કાંઈક કરવાની મળી તક, આ જગ્યાએથી મફત અથવા સામાન્ય દરે મળી રહેશે વૃક્ષો

Amreli Live

શુભ સંયોગ સાથે થઇ રહી છે આ અઠવાડિયાની શરૂઆત, જાણો કઈ કઈ રાશિઓને થશે ફાયદો.

Amreli Live

સોશિયલ મીડિયાથી લઈને રસ્તા ઉપર ઉછળી રહ્યો છે ગુસ્સો, લોકો સળગાવી રહ્યા છે ચીની વસ્તુ

Amreli Live

વાસ્તુ વાંસળી ટિપ્સ : આ બધા ફાયદા થશે જ્યારે કનૈયાની વાંસળીને જો તમે ઘરે લાવશો.

Amreli Live

અમેરિકન રાષ્ટ્રપતિએ આપ્યા સંકેત, ટિકટૉક ઉપર પ્રતિબંધ લગાવ્યા પછી હવે આ એપનો વારો.

Amreli Live

ચીનને મળવા લાગી હાર, સુદાન અને કેન્યાએ ચીનની જગ્યાએ ગોરખપુરની કંપનીને આપ્યો મોટો ઓર્ડર

Amreli Live