33.8 C
Amreli
25/10/2020
અજબ ગજબ

કપલ ચેલેન્જ વાળાને પકડી પકડી વંચાવો ઘોડો લેશો કે સફરજન, વાંચવા જેવી વાર્તા.

એક સમયની વાત છે. એક રાજાને એકવાર પોતાના રાજ્યમાં એક ખાસ પ્રકારનો સર્વે કરવાનો વિચાર આવ્યો. તે રાજાએ એ વાત જાણવા માટે સર્વે કરાવ્યો કે, મારા રાજ્યમાં ઘરસંસારમાં પતિનું ચાલે છે કે પછી પત્નીનું? આ કામ માટે રાજાએ ઇનામ પણ રાખ્યું. તેમણે રાજ્યમાં જાહેરાત કરાવી કે, આપણા રાજ્યમાં જે ઘરમાં પતિનું ચાલતું હોય એમને મનગમતો ઘોડો ઇનામમાં મળશે, અને જેને ત્યાં પત્નીની સરકાર હોય એમને સફરજન મળશે.

આ જાહેરાત સાંભળીને એક પછી એક બધા નગરજનો સફરજન ઉઠાવવા માંડ્યાં. આ જોઈ રાજાને ચિંતા થઈ કે શું મારા રાજ્યમાં બધા સફરજન જ છે? એટલે કે એવું કોઈ ઘરસંસાર નથી જેમાં પતિનું ચાલતું હોય. રાજા ચિંતામાં હતા એવામાં એક મોટી મૂછ, લાલઘુમ આંખો અને પાંચ હાથ પુરો યુવાન આવ્યો અને મૂછ મરડાવતાં બોલ્યો – રાજાજી, મારા ઘરમાં હું કહું એમ જ થાય છે. તો લાવો મારા માટે ઘોડો લાવો.

king

તે યુવાનની વાત સાંભળી રાજા તો ખુશ ખુશ થઈ ગયા. તેમણે તે યુવાનને કહ્યું જા, તારો મનગમતો ઘોડો લઇ તેના પર સવાર થઈને ઘેર જા. તે યુવાન તો કાળો ઘોડો લઇને ઘેર જવા રવાના થયો. થોડીવાર થઇ ત્યાં તો તે યુવાન દરબારમાં પાછો આવ્યો.

આ જોઈ રાજાને આશ્ચર્ય થયું. આથી તેમણે પૂછ્યું – કેમ જવામર્દ, પાછો કેમ આવ્યો? એટલે પેલો યુવાન બોલ્યો – મહારાજ, મારી ઘરવાળી કહે છે કે કાળો રંગ તો અપશુકનિયાળ કહેવાય, અને સફેદ રંગ શાંતિ અને પ્રગતિનો કહેવાય, એટલે આ પાછો આપીને સફેદ ઘોડો લઇ આવ. તો મહારાજ તમને મારી વિનંતી છે કે, તમે મને ઘોડો બદલી આપો.

આ સાંભળી રાજા બોલ્યા – તું ઘોડો મુક અને પેલા તોપલામાંથી સફરજન લઇને ઘર ભેગો થા. આખો દિવસ રાજ્યમાંથી બધા પતિદેવો આવતા ગયા અને સફળજન ઉપાડીને ઘર ભેગા થઈ ગયા. એમ કરતા કરતા રાત પડી અને દરબાર વીખરાઇ ગયો. પછી અડધી રાતે મહામંત્રીએ રાજાના કક્ષનો દરવાજો ખખડાવ્યો. રાજા ઉઠ્યા અને ચિંતા વ્યક્ત કરતા બોલ્યા – બોલો મહામંત્રી, અડધી રાત્રે શું કામ પડ્યું? કોઈ મુશ્કેલી આવી પડી કે શું?

પછી મહામંત્રી બોલ્યા – મહારાજ, મુશ્કેલીતો નથી આવી પણ મારે પૂછવું તું કે, દિવસે તમે સફરજન અને ઘોડો જ ઇનામ તરીકે રાખ્યા કેમ રાખ્યા? એના કરતાં એક મણ અનાજ અને સોનામહોર રાખ્યા હોત, તો ખાવામાં કે ઘરનાને ઘરેણાં કરવા કામ તો આવત. પછી રાજા બોલ્યા – મહામંત્રી મારે તો એ જ ઇનામ રાખવું હતું, પણ તમારા મહારાણીએ ઘોડા અને સફરજનનું સુચન કર્યું, અને મને પણ લાગ્યું કે આ ઇનામ જ વ્યાજબી છે એટલે રાખ્યું.

રાજાનો આ જવાબ સાંભળી મહામંત્રી રમૂજ કરતા બોલ્યા – તો મહારાજ, તમારા માટે સફરજન સુધારી આપું? રાજા પણ મરક મરક હસ્યા અને તેમને પુછ્યું, મહામંત્રી આ સવાલ તો તમે દરબારમાં આજે અથવા સવારે પણ પુછી શકતા હતા. તો પછી અત્યારે અડધી રાત્રે આવવાનું શું કારણ? પછી મહામંત્રીએ કહ્યું – એ તો મારા ગૃહલક્ષ્મીએ કીધું કે, જાવ અત્યારે જ પુછતા આવો. એટલે મારે આવવું પડ્યું. એટલે રાજા હસતા હસતા બોલ્યા – તો મારા વહાલા મહામંત્રીજી, સફરજન તમે હાથે લેશો કે હું ઘેર મોકલી આપું?

વાર્તાનો બોધ : આપણો સમાજ ભલે પુરુષ પ્રધાન હોય, પણ સંસાર તો સ્ત્રી પ્રધાન હતો, છે અને રહેશે. મિત્રો, તમારે ઘેર શું છે ઘોડો કે સફરજન? તમારો જવાબ કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને હા, તમને આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો આને લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહિ.


Source: gujaratilekh.com

Related posts

આંખમાં બળતરા અને ખંજવાળથી છો પરેશાન? આંખોને મસળો નહિ, અપનાવો આ 5 ઘરેલુ ઉપચાર અને મેળવો મિનિટોમાં આરામ

Amreli Live

સાઇલેન્ટ હાર્ટ એટેકના આ 4 લક્ષણ હોઈ શકે છે ખતરાની ઘંટી, ગભરાવવું નહિ અપનાવો આ ટિપ્સ.

Amreli Live

કર્ક રાશિના નોકરી વ્‍યવસાય કરનારાઓ માટે દિવસ ખૂબ લાભકારક હશે, પણ આ રાશિના લોકોને નોકરી ધંધામાં તકલીફ સર્જાય.

Amreli Live

ભગવાન ગણેશે ઉંદરની સવારી કેવી રીતે કરી

Amreli Live

ગણેશ ચતુર્થી પર આ 4 રાશિઓ માટે બની રહ્યા છે ખાસ યોગ, હોદ્દામાં બઢતીની શક્યતાઓ છે.

Amreli Live

વાસ્તુ અને જ્યોતિષ અનુસાર તમારી આ 6 આદતો બને છે ધનના નુકશાનનું કારણ.

Amreli Live

બાળકીએ કહ્યું : બહેન કીડી કરડી રહી છે, જોયું તો પલંગમાં સંતાયેલ સાપ બે બહેનોને ડંખ મારી ચુક્યો હતો.

Amreli Live

કર્ક રાશિ માટે આજનો દિવસ આકસ્મિક ધનપ્રાપ્તિ અને બહુવિધ લાભ આપનારો રહેશે, જાણો અન્ય રાશિ શું કહે છે.

Amreli Live

હવે ઉત્તર પ્રદેશની રીતને ફોલો કરી રહ્યું છે અમેરિકા, જાણો શું હતી આ બાબત.

Amreli Live

કન્યા રાશિના લોકો પર આજે લક્ષ્મીજીની કૃપા રહેશે, સંતાનોના શુભ સમાચાર મળે.

Amreli Live

Oppo એ 11,990 રૂપિયામાં લોન્ચ કર્યો 5,000mAh બેટરી વાળો ફોન.

Amreli Live

ઓછા પેટ્રોલના વપરાશમાં જોઈએ છે વધારે માઈલેજ વાળી બાઈક, તો ફેસ્ટિવલ સીઝનમાં આ છે બેસ્ટ ઓપ્શન.

Amreli Live

જાણો આ અઠવાડિયે કોના નસીબના દ્વાર ખુલશે અને કોણે થવું પડશે પરેશાન, વાંચો સાપ્તાહિક ભવિષ્યફળ.

Amreli Live

જાણો શું હોય છે અમોનિયમ નાઇટ્રેટ? જેનાથી હલી ગઈ લેબનાન અને રાજધાની બેરૂતની ધરતી

Amreli Live

ખુબ ઓછી કિંમતમાં વેચી રીતે છે MG Motor પોતાની મોંઘી કારોને, જાણો સંપૂર્ણ માહિતી

Amreli Live

વ્રતના સામાન્ય ભોજનને બનાવી દેશે સ્વાદિષ્ટ, આ ચટણીથી ચટાકેદાર બનાવી નાખો નવરાત્રીનો સ્વાદ

Amreli Live

દુનિયાનો એક એવો દેશ, જ્યાં લાકડાના બોક્સમાં સંતાડીને રાખવામાં આવે છે ગણેશજીની મૂર્તિ.

Amreli Live

લક્ષ્મી માતાની કૃપાથી નવી યોજનાઓ હાથ ધરવા માટે આજે અનુકૂળ દિવસ છે, સરકાર તરફથી લાભ થાય.

Amreli Live

ઓક્ટોબરથી કેવો પ્રભાવ રહશે કોવીડ-19 નો ભારતમાં ઉપર, જાણો એક્સપર્ટ દ્વારા.

Amreli Live

કળિયુગનો લક્ષ્મણ : નાના ભાઈએ નવા મકાનના હવનમાં આવવા માટે મોટાભાઈને આમંત્રણ આપ્યું, પછી જે થયું એ દરેકે જાણવું જોઈએ.

Amreli Live

Micromax ના અપકમિંગ ફોનની કિંમત, લોન્ચ ડેટ અને સ્પેસિફિકેશન આવ્યા સામે

Amreli Live