કયા જીવની આંખ ખરાબ થઈ જાય તો ફરીથી આવે છે? મગજ તેજ કરવા માટે વાંચો IAS ઇન્ટરવ્યુના સવાલ જવાબ. આખા દેશમાં દર વર્ષે લાખો યુવાઓ IAS-IPS ઓફિસર બનવા માટે યુપીએસસી પરીક્ષાની તૈયારી કરે છે. તેના માટે ઉમેદવારો જોરદાર મહેનત કરે છે. લેખિત પરીક્ષા પાસ કરવા માટે લોકો 16-16 કલાક વાંચે છે. પણ ઓફિસર બનવા માટે માત્ર લેખિત પરીક્ષા જ નહિ, ઇન્ટરવ્યૂ પણ પાસ કરવું ઘણું જરૂરી હોય છે.
જેવી રીતે દરેક પરીક્ષામાં જનરલ નોલેજના સવાલ પૂછવામાં આવે છે, એવી જ રીતે યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષાના ત્રીજા સ્ટેજ પર્સનાલિટી ટેસ્ટ એટલે કે ઇન્ટરવ્યૂમાં જનરલ નોલેજની સાથે સાથે ટ્રિકી સવાલ પૂછવામાં આવે છે. તેમાં ઉમેદવારના વિચાર, તર્કશક્તિ અને ક્ષમતાને પારખવામાં આવે છે. આ સવાલ ઘણી વાર સારા-સારા ટેલેન્ટેડ લોકોને વિચારવા માટે મજબુર કરી દે છે.
સવાલ : ભારતનું પહેલું સમાચાર પત્ર (ન્યુઝ પેપર) ક્યારે અને કયું છપાયું હતું?
જવાબ : દેશનું પહેલું સમાચાર પત્ર 29 જાન્યુઆરી 1780 ના રોજ છપાયું હતું. તે બંગાળ ગેજેટ (બંગાળ ગેજેટિયન) ના નામથી હતું.
સવાલ : 8 ને 8 વાર લખવાથી જવાબ 1 હજાર આવશે, જણાવો કઈ રીતે?
જવાબ : 888 + 88 + 8 + 8 + 8 = 1000
સવાલ : ગાય અને ભેંસના દૂધમાં કેટલું પ્રોટીન હોય છે?
જવાબ : ગાયના દૂધમાં લગભગ 3-4 ટકા પ્રોટીન હોય છે. તેમજ ભેંસના દૂધમાં 4 થી 5 ટકા પ્રોટીન મળી આવે છે.
સવાલ : કયું ફળ બજારમાં નથી મળતું?
જવાબ : મહેનતનું ફળ.
સવાલ : તમે મેઘધનુષ જોયું હશે, તેના દરેક રંગ ક્રમમાં જણાવો.
જવાબ : ROYGBIV એટલે Red, Orange, Yellow, Green, Blue, Indigo, Violet.
સવાલ : દવાઓના પેકેટમાં વચ્ચે ખાલી જગ્યા કેમ હોય છે?
જવાબ : હકીકતમાં દવાઓ વચ્ચે ખાલી જગ્યા દવાઓના કેમિકલને પરસ્પર ભેગા થતા અટકાવે છે. કેમિકલના પરસ્પર રિએક્શનનો ભય રહે છે. તેનાથી દવાઓ ખરાબ થઈ જાય છે. એટલા માટે પેકેટમાં જગ્યા છોડવામાં આવે છે. બીજું કારણ એ છે કે, તેનાથી દવાઓની પાછળ લખેલી જરૂરી જાણકારી જેવી કે, એક્સપાયરી ડેટ, ડોઝ વગેરે વાંચવામાં મદદ મળે છે.
સવાલ : તમારા ઘરમાં જોવા મળતા આ જીવનું માંથી કાપી નાખવા છતાં પણ તે ઘણા અઠવાડિયા સુધી જીવિત રહી શકે છે. તે કયો જીવ છે?
જવાબ : વંદો.
સવાલ : આપણે પાણી શા માટે પી એ છીએ?
જવાબ : કારણ કે આપણે પાણી ખાઈ નથી શકતા, ચાવી નથી શકતા.
સવાલ : મહિલાનું એવું કયું સ્વરૂપ છે જે તેના પતિ સિવાય દરેક જોઈ શકે છે?
જવાબ : વિધવાનું રૂપ.
સવાલ : માણસના શરીરનું કયું અંગ વીજળી પેદા કરી શકે છે?
જવાબ : મગજ, માણસનું મગજ 12 થી 15 વોટ વીજળી ઉત્પન્ન કરી શકે છે.
સવાલ : વિમાનનો અવાજ તેના પસાર થઈ ગયા પછી કેમ સંભળાય છે?
જવાબ : કારણ કે પ્રકાશની ગતિ અવાજની ગતિથી વધારે ઝડપી હોય છે.
સવાલ : કઈ વસ્તુને માણસ પોતાના હાથોથી બનાવીને પોતે જ ઉડાવી દે છે?
જવાબ : પતંગ.
સવાલ : કયા જીવની આંખ ખરાબ થઈ જાય તો ફરીથી આવે છે?
જવાબ : ગોકળગાય (ઘોંઘા).
આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.
Source: gujaratilekh.com