27.8 C
Amreli
18/09/2020
bhaskar-news

ઓરેન્જ, ગ્રીન કે રેડ ઝોનમાં પાન-માવાની દુકાન નહીં ખુલે, રાજકોટમાં પણ કડક લોકડાઉનનું પાલન થશેઃ અશ્વિની કુમારરાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના 5056પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે અને મૃત્યુઆંક 262 થઈ ગયો છે. ગઈકાલેમોડી સાંજે દેવભૂમિ દ્વારકામાં નોંધાયેલા 2 કેસની આજે સત્તાવાર થશે. બપોર બાદ રાજ્ય સરકારેઓરેન્જ, ગ્રીન કે રેડ ઝોનમાં પાન-માવાની દુકાન નહીં ખોલવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે વિગતો આપતામુખ્યમંત્રીના સચિવઅશ્વિની કુમારે જણાવ્યું કે

આ નિર્ણયને પગલેઅમદાવાદ,વડોદરા, રાજકોટ અને સુરતમાં કોઇ છૂટછાટ આપવામાં આવશે નહીં.રાજકોટ ઓરેન્જ ઝોનમાં હોવા છતાં લોકડાઉનનો કડક અમલ કરાશે. દરેક ઝોનમાં સાંજે 7 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી ઘરમાં જ રહેવું પડશે.

પાટનગર જવાના મોટાભાગના રસ્તા બંધ

અમદાવાદનો ચેપગાંધીનગરમાં ફેલાવાના ડરે પોલીસ એલર્ટ થઈ ગઈ છે. જેને પગલે ગાંધીનગર જવાના મોટાભાગના રસ્તા બંધ કરવામાં આવ્યા છે. માત્ર વૈષ્ણોદેવી સર્કલ અને એપોલો સર્કલથી ગાંધીનગર તરફ જવા દેવામાં આવે છે.તમામ પ્રવેશ પર ચેક પોસ્ટ શરૂ કરવામાં આવી છે. આ ચેક પોસ્ટ પરવાહન ચાલકોના નામ, મોબાઇલ નંબર અને પ્રવેશના કારણ સાથે નોંધણી થઈ રહી છે. ગાંધીનગરમાં IAS અધિકારીઓ અને રાજકારણીઓ રહેતા હોવાથી અમદાવાદનો ચેપ ગાંધીનગરમાં ફેલાવાનો ડર સતાવી રહ્યો છે.

પાટનગરમાં 3 દિવસમાં 33 કોરોનાના દર્દીઓ વધ્યા

અમદાવાદના કારણે ગાંધીનગર પણ હવે કોરોનાનું હોટસ્પોટ બની જાય છે. દિવસે અને દિવસે અમદાવાદ કનેક્શનથી ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોનાપોઝિટિવ દર્દીઓનો ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં જ ૩૩ પોઝિટિવ દર્દીઓ નોંધાઇ ચુક્યા છે આ તમામ દર્દીઓને અમદાવાદથી ચેપલાગ્યો હોવાનું સામે આવી રહ્યું છે. જે પૈકી ગઈકાલે વધુ 18 કેસ સામે આવ્યા હતા. આ સાથેપોઝિટિવ દર્દીઓનો આંકડો 67 થયો છે.

હોટસ્પોટ, કન્ટેઇનમેન્ટ-રેડ ઝોનમાંથી આવતા કર્મચારીઓને ગાંધીનગર ન આવવા સૂચના

આ પહેલા સામાન્ય વહીવટી વિભાગે હોટસ્પોટ, કન્ટેઈનમેન્ટ એરિયા અને રેડઝોનમાંથી આવતા કર્મચારીઓને ગાંધીનગર ન આવવા માટે સૂચના આપી હતી.જેને પગલે હાલ કોરોનાનું હોટસ્પોટ બનેલા અમદાવાદ શહેરમાંથી આવતા કર્મચારીઓને રાહત મળી ગઈ છે. સરકારી વિભાગમાં કોરોના સંક્રમણ ફેલાય નહીં તેમાટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે સામાન્ય વહીવટી વિભાગે ઓર્ડર પણ કરી દીધો છે.

અજમેરથી આવેલી મહિલા અને પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ
ગ્રીન ઝોન દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાજસ્થાનના અજમેરથી બેટ દ્વારકા આવેલા એક મહિલા અને પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જિલ્લાવાર જોઈએ તો આજે અમદાવાદમાં 250, ભાવનગર 6, બોટાદ 6, દાહોદ 1, ગાંધીનગર 18, ખેડા 3, નવસારી 2, પંચમહાલ 1, પાટણ 3, સુરત 17, તાપી 1, વડોદરા 17, વલસાડ 1, મહીસાગર 6 અને છોટાઉદેપુરમાં 1 નોઁધાયો હતો. રાજ્યમાં અત્યાર સુધી 5054 દર્દીઓ નોઁધાયા છે. તે પૈકી 36 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 3860 દર્દીઓની હાલ સ્ટેબલ છે. 896 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે અને 262 દર્દીઓએ કોરોના સામેની જંગમાં જીવ ગુમાવ્યો છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 20 દર્દીએ, વડોદરામાં 3, સુરતમાં 2 અને આણંદમાં એક દર્દીનું મોત થયું છે.
આજે અમદાવાદ-ગાંધીનગરમાં IAF દ્વારા ફ્લાય પાસ્ટ
અમદાવાદમાં આજે રવિવારે સવારે 10 વાગે IAFવાળી હેલિકોપ્ટર સિવિલ હોસ્પિટલ અને બીજે મેડિકલ કોલેજ પર ફૂલ વર્ષા કરશે. સાથે સ્વાક બેન્ડ કેમ્પર્સમાં ધૂન રેલાવશે. 11.25 વાગે ફ્લાઈટ પ્લેન વિધાનસભા પરથી ફ્લાય પાસ્ટ કરશે. 10.55 વાગે હેલિકોપ્ટર ગાંધીનગર હોસ્પિટલ પર ફૂલવર્ષા કરશે.
160 સાજા થયાં, 107 પુરુષો, 53 મહિલા દર્દીઓ, સુરેન્દ્રનગર કોરોનામુક્ત
શનિવારે સાંજે પાંચ વાગ્યે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ગુજરાતમાંથી કુલ 160 દર્દીઓએ કોરોના સામેના સંઘર્ષમાં જીત મેળવી છે. આવાં દર્દીઓમાં 107 પુરુષો જ્યારે 53 મહિલા દર્દીઓ છે. તેમાં અમદાવાદના 63, વડોદરાના 40, સૂરતના 32, બનાસકાંઠાના 10, અરવલ્લીના 6, મહેસાણા અને પંચમહાલના 2-2 તથા આણંદ, ભરૂચ, ગાંધીનગર, નવસારી-સુરેન્દ્રનગરના એક-એક દર્દીનો સમાવેશ થાય છે. સુરેન્દ્રનગર જિલ્લાના પોઝિટિવ કેસને રજા અપાતાં હાલ આ જિલ્લો કોરોનામુક્ત બન્યો છે.
એક સપ્તાહમાં 2000 કેસ વધ્યા
25 એપ્રિલે ગુજરાતમાં કોરોના પોઝિટિવ હોય તેવાં લગભગ 3000 જેટલા કેસ હતા તેમાંથી 2 મેએ આ આંકડો 5000થી વધુ થઇ ગયો છે. એટલે કે એક જ સપ્તાહમાં 2000 કેસ વધી ગયાં છે. જ્યારે 23 એપ્રિલે રાજ્યમાં 2,624 કેસ નોંધાયેલાં હતાં તે શનિવારે એટલે કે નવ દિવસમાં બમણા થયાં છે. એટલે હાલ રાજ્યમાં કેસ ડબલિંગનો રેટ નવ દિવસનો છે.

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 3543 185 462
વડોદરા 325 24 142
સુરત 661 28 99
રાજકોટ 58 01 18
ભાવનગર 53 05 21
આણંદ 74 05 31
ભરૂચ 27 02 21
ગાંધીનગર 67 02 13
પાટણ 21 01 12
નર્મદા 12 00 10
પંચમહાલ 38 03 05
બનાસકાંઠા 29 01 14
છોટાઉદેપુર 14 00 06
કચ્છ 07 01 05
મહેસાણા 11 00 07
બોટાદ 27 01 2
પોરબંદર 03 00 03
દાહોદ 06 00 02
ખેડા 09 00 02
ગીર-સોમનાથ 03 00 02
જામનગર 01 01 00
મોરબી 01 00 01
સાબરકાંઠા 03 00 02
મહીસાગર 23 00 05
અરવલ્લી 19 01 06
તાપી 02 00 00
વલસાડ 06 01 00
નવસારી 08 00 02
ડાંગ 02 00 00
દેવભૂમિ દ્વારકા

02

00 00
સુરેન્દ્રનગર 01 00 00
કુલ 5056 262 896

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona Gujarat LIVE More than 5,000 Corona positive cases in 45 days in Gujarat


Corona Gujarat LIVE More than 5,000 Corona positive cases in 45 days in Gujarat


Corona Gujarat LIVE More than 5,000 Corona positive cases in 45 days in Gujarat

Related posts

27 વર્ષના ભાર્ગવ પટણીનું કોરોનાથી મોત, 7 નવા કેસ, કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 102 થયો

Amreli Live

કુલ 3.85 લાખ કેસ:દિલ્હીમાં હોમ ક્વોરન્ટીનને બદલે દર્દીઓ 5 દિવસ ક્વોરન્ટીન સેન્ટરમાં રહેશે, મહારાષ્ટ્રમાં એક દિવસમાં વિક્રમી 3,827 કેસ આવ્યા

Amreli Live

રાજસ્થાન હાઇકોર્ટના ચીફ જસ્ટિસ ઇન્દ્રજીત મહંતી પોઝિટિલ, મહારાષ્ટ્રના સહકારિતા મંત્રી પાટિલ પણ સંક્રમિત થયા, અત્યાર સુધીમાં 25.87 લાખ દર્દીઓ થયા

Amreli Live

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 51 નવા કેસ સાથે કોરોનાના કુલ 519 દર્દી, મૃત્યુઆંક 25એ પહોંચ્યો, આજથી માસ્ક પહેરવું ફરજિયાત

Amreli Live

મોડી રાત્રે વડોદરામાં એકનું મોત, ભરૂચમાં વધુ 4, મહિસાગરમાં પ્રથમ પોઝિટિવ કેસ, 24 કલાકમાં 172 દર્દી વધ્યાં, કુલ દર્દી 938

Amreli Live

અમદાવાદમાં વધુ 11 પોલીસકર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા 116 પોલીસ કોરોનાગ્રસ્ત, 17 પોલીસકર્મી ડિસ્ચાર્જ

Amreli Live

રાજ્યમાં દિવસ દરમિયાન વધુ 6 કેસ નોંધાયા, રવિવારે 20 કેસ સાથે કોરોનાના કુલ 128 દર્દી, 11ના મોત

Amreli Live

દેશમાં સંક્રમણના કેસ 6 લાખને પાર, સૌથી વધુ ઝડપથી 1 લાખ કેસ વધ્યા, 5 દિવસમાં જ સંખ્યા પાંચ લાખથી છ લાખ કેસ થઈ

Amreli Live

અમિતાભમાં બીમારીના હળવા લક્ષણ, નાણાવટી હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં દાખલ, અભિષેક પણ પોઝિટિવ; જયા, એશ્વર્યા અને આરાધ્યાનો એન્ટિજન રિપોર્ટ નેગેટિવ

Amreli Live

મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુમાં 70 હજાર એક્ટિવ કેસ, તે કુલ એક્ટિવ કેસના 60.57%, દેશમાં અત્યારસુધી 2.37 લાખ કેસ

Amreli Live

આવતીકાલથી ખાનગી વાહનો પર ડિટેઇન કરવામાં આવશે, કમિશનરે જાહેરનામુ બહાર પાડ્યું

Amreli Live

વિશ્વમાં સંક્રમિતોની કુલ સંખ્યા 22.76 લાખ, મૃત્યુઆંક 1.50 લાખને પાર: હવે ન્યૂ યોર્કમાં ફેસ માસ્ક પહેરવું ફરજિયાત

Amreli Live

કુલ સંક્રમિતનો આંક 25 લાખને પાર, કુલ મોત 1.74 લાખ;પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનનો કોરોના ટેસ્ટ થશે, સ્પેનમાં ઐતિહાસિક બુલ ફાઈટ મોકૂફ

Amreli Live

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 51 નવા કેસ સાથે કોરોનાના કુલ 519 દર્દી, મૃત્યુઆંક 25એ પહોંચ્યો, આજથી માસ્ક પહેરવું ફરજિયાત

Amreli Live

રાજ્યનો પ્રથમ કેસ, કોઇ લક્ષણ ન હોવા છતાં સુરતમાં વૃદ્ધ કોરોના પોઝિટિવ, દાહોદ અને બોડેલીમાં એક-એક બાળકીઓ પોઝિટિવ

Amreli Live

વડોદરામાં 40 વર્ષથી હિન્દુ-મુસ્લિમ પરિવારની સાથે મળીને રક્ષાબંધનની ઉજવણી, હિન્દુ બહેન 2 મુસ્લિમ ભાઇને રાખડી બાંધે છે

Amreli Live

સુશાંતના સાંજે વિલે પાર્લેના પવનહંસ સ્મશાનમાં અંતિમ સંસ્કાર, પિતા મુંબઈ આવ્યા

Amreli Live

કુલ 2,05,147 કેસ: કેરળ-બંગાળમાં આજે સૌથી વધારે દર્દી વધ્યા, 4 સંક્રમિત મળતા એરપોર્ટ ઓથોરિટીની ઓફિસ 2 દિવસ માટે બંધ

Amreli Live

રાજ્યમાં 24 કલાકમાં 367 કેસ નોંધાયા, ગુજરાતમાં કુલ 1743 પોઝિટિવ કેસ, અમદાવાદમાં 1101 કેસ, 63 મોત

Amreli Live

અત્યાર સુધી 4822 કેસઃCM ઉદ્ધવ ઠાકરેના આવાસ માતોશ્રી નજીક ચા વેચતો વ્યક્તિ સંક્રમિત, અહીંયા તહેનાત 150 જવાન ક્વૉરન્ટીન

Amreli Live

શંકાસ્પદ દર્દીનો મૃતદેહ 2 કલાક રઝળ્યા બાદ પરિવારને સોંપ્યો, સિવિલ RMOએ કહ્યું: ‘ઉતાવળે મૃતદેહ રીક્ષામાં લઇ ગયા’

Amreli Live