26.8 C
Amreli
05/08/2020
bhaskar-news

ઓમરે ચૂંટણી ન લડવાની ધમકી આપી, મુફ્તીની કસ્ટડી 3 મહિના વધી; આતંકીઓના નિશાન પર ભાજપના કાશ્મીરી નેતાજમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યાના એક વર્ષ પછી રાજકારણ હિલચાલ શરૂ થઈ ગઈ છે. પૂર્વ સીએમ ઓમર અબ્દુલ્લા અને તેમના પિતાએ સ્પષ્ટ કર્યું છે કે તે 370 હટાવવાની વાતને ભૂલ્યા નથી, તેમનો સંઘર્ષ ચાલું છે. જો કે, એવું લાગે છે કે તે બન્ને ઈચ્છે છે કે રાજ્યની સ્થિતિ પહેલા જેવી થાય અને આગળ રાજકીય પ્રક્રિયા શરૂ થઈ શકે.
ગત વર્ષે 5 ઓગસ્ટ 2019ના રોજ કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરના બે કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ અને જમ્મુ કાશ્મીરને વહેંચી દીધા હતા.ત્યારે મોટાભાગના નેતાઓને ધરપકડ કરાઈ હતી. તેમાંથી ઘણા નેતાઓ છૂટી પણ ગયા છે. અનુચ્છેદ 370 હટાવ્યા પછી કાશ્મીરના રાજકારણમાં ફેરફાર થયા છે. પરંતુ પાર્ટીઓ નબળી પડી છે, અલગાવવાદી નેતાઓમાં ભાગલા પડ્યા છે.
આ સાથે જ ભાજપ આતંકીઓના નિશાના પર આવી ગયું છે. તાજેતરમાં જમ્મુ કાશ્મીરના બાંદીપોરામાં આતંકવાદીઓએ ભાજપ નેતા વસીમ અહમદ બારી, તેમના પિતા અને ભાઈની ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. આ પહેલા વધુ એક નેતાનું આતંકીઓએ અપહરણ કર્યું હતું. ભાજપના ઘણા નેતાઓને આતંકીઓ તરફથી ધમકી મળી હતી.

ગત વર્ષે અનુચ્છેદ 370 હટાવતી વખતે PDP અધ્યક્ષ મહેબૂબા મુફ્તીની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારથી તે કસ્ટડીમાં છે.

PDP અધ્યક્ષ મહેબૂબા મુફ્તી છેલ્લા એક વર્ષથી કસ્ટડીમાં છે. તાજેતરમાં જ 31 જુલાઈના રોજ કસ્ટડીને વધુ ત્રણ મહિના માટે વધારી દેવાઈ છે. મુફ્તીના અંગત સૂત્રોના જણાવ્યા પ્રમાણે કસ્ટડી દરમિયાન તે મોટાભાગનો સમય ધર્મને આપી રહ્યા છે, ભવિષ્યની રણનીતિ અંગે તેમને કોઈ વાત હાલ કરી નથી. જો કે, પાર્ટીના સીનિયર લીડર નઈમ અખ્તરનું કહેવું છે કે તેમની પાર્ટી કાશ્મીર પર ‘હુમલા’નો વિરોધ કરવા માટે તમામ લોકતાંત્રિક, બંધારણીય અને શાંતિપૂર્ણ રીતોનો ઉપયોગ કરશે.
નિષ્ણાતોનું માનવું છે કે મુફ્તી તેમના સ્ટેન્ડ અંગે કોઈ સમજૂતી નહીં કરે. તે પોતાની અને પાર્ટીને એ છાપને સરખી કરવા માંગે છે જે 2014માં ભાજપ સાથેના ગઠબંધન દરમિયાન ખરડાઈ હતી. PDP હાલ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે, પાર્ટીના ઘણા નેતા પૂર્વ PDP નેતા અને મંત્રી અલ્તાફ બુખારીની પાર્ટી જમ્મુ-કાશ્મીર તેમની પાર્ટીમાં જોડાયા છે.તેમનું માનવું છે કે અનુચ્છેદ 370 હટાવ્યા પછી ભાજપને સમર્થન મળ્યું છે.
તો બીજી બાજુ નેશનલ કોન્ફરન્સના બે સીનિયર લીડર ફારુખ અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લાના મૌન અંગે સવાલ ઊભા થઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, વિશેષ દરજ્જાની માંગ છોડીને આ લોકો હવે જમ્મુ કાશ્મીર માટે સ્વતંત્ર રાજ્યની માંગ કરી રહ્યા છે.
અનુચ્છેદ 370 હટાવ્યા પહેલા આ બન્ને નેતાઓએ ધમકી આપી હતી કે જો તેને હટાવાશે તો ભારત અને જમ્મુ કાશ્મીરને જોડનારી બંધારણની લિંક પણ તૂટી જશે, અથવા તો અનુચ્છેદ 370 રહેશ કાંતો પછી કાશ્મીર ભારતનો ભાગ નહીં હોય.

અનુચ્છેદ 370 હટાવ્યા પછી પૂર્વ સીએમ ઓમર અબ્દુલ્લાને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. માર્ચમાં તેમને છોડી મુકાયા હતા.

ઓમર અબ્દુલ્લા હાલ કાશ્મીર અને તેની બહાર બનતી ઘટનાઓ અંગે ટ્વિટ કરતા રહે છે પણ 35-A અને અનુચ્છેદ -370 હટાવવા અંગે મૌન છે. જો કે, તેમને 27 જુલાઈએ મૌન તોડ્યું હતું અને એક નેશનલ અખબારમાં આર્ટિકલ લખ્યો હતો. તેમણે કહ્યું કે, જ્યાં સુધી જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો નહીં મળે ત્યાં સુધી હું ચૂંટણી નહીં લડું.
તેમણે કહ્યું કે, 5 ઓગસ્ટ, 2019ના રોજ જમ્મુ-કાશ્મીર માટે જે કંઈ પણ કર્યું હતું, તે બંધારણીય, કાયદાકીય, આર્થિક અને સુરક્ષઆને ધ્યાનમાં રાખતા યોગ્ય ન હતું. તેમના પિતા ફારુખ અબ્દુલ્લાએ કથિત રીતે તેને જમ્મુ કાશ્મીરના લોકો સાથે દગો ગણાવ્યો હતો.
તેમણે આશા વ્યક્ત કરી કે, સુપ્રીમ કોર્ટ અનુચ્છેદ 370 હટાવીને ન્યાય કરશે. જો કે, તેના બીજા દિવસે ઓમાર અબ્દુલ્લાએ સ્પષ્ટતા કરી કે, મેં કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર રાજ્યના સીએમ હોવાની રીતે હું કેન્દ્રશાસિત રાજ્ય જમ્મુ કાશ્મીર માટે વિધાનસભાની ચૂંટણી નહીં લડું. માત્ર એટલું જ કહ્યું હતું, આનાથી વધારે પણ નહીં અને ઓછું પણ નહોતું કહ્યું. બહારના લોકો હોબાળો કરી રહ્યા છે કે હું જમ્મુ કાશ્મીરને રાજ્ય બનાવવાની માંગ કરી રહ્યો છું. તેમણે કહ્યું કે, નફરત ફેલાવનારા નફરત ફેલાવતા રહેશે. મને ઘણા લોકો માટે આશા હતી, પણ નિરાશા રાજકારણનો ભાગ છે, તેનાથી પાઠ ભણીને આગળ વધવાનું છે.
તાજેતરમાં જ્યારે કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં નવા ડોમિસાઈલ લોની જાહેરાત કરી હતી ત્યારે ઓમાર અબ્દુલ્લાએ ટ્વિટ કરીને આ કાયદાથી વધુ તેના સમય અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, જ્યારે આપણું ધ્યાન કોરોના સંક્રમણને અટકાવવા પર હોવું જોઈએ, ત્યારે સરકાર જમ્મુ કાશ્મીરમાં નવી ડોમિસાઈલ લો લાવી રહી છે. જેમાં સુરક્ષા અંગે કોઈ વાત કરાઈ નથી. તેમણે બીજા ટ્વિટમાં જમ્મુ-કાશ્મીર માટે સ્ટેટ-હુડ અને ચૂંટણી કરાવવાની માંગ કરી હતી.

ત્રણ વખત ધારાસભ્ય રહી ચુકેલા રુહુલ્લા મેહદીએ નેશનલ કોન્ફરન્સના પ્રવક્તા પદ પરથી રાજીનામું આપી દીધું છે.

તેમના સલાહકાર તનવીર સાદિકે શ્રીનગરના એક અખબારમાં આર્ટિકલ લખીને નેતાઓને છોડવાની, નવી મિસાઈલ લો પર ફરીથી વિચાર કરવા અને ઈન્ટરનેટ પર લાગેલા પ્રતિબંધને હટાવવાની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ સમય જમ્મુ કાશ્મીરના લોકોને મળવાનો અને તેમની સમસ્યાનું નિરાકરણ લાવવાનો છે. જો કે, આ લેખ અંગે નેશનલ કોન્ફરન્સના અન્ય એક નેતા અને ત્રણ વખત ધારાસભ્ય રહી ચુકેલા આગા રુહુલ્લા મેહદીએ નારાજગી વ્યક્તિ કરી હતી.
રુહુલ્લાએ ટ્વિટ કરીને લખ્યું હતું કે,શું તમારી માંગ 4G ઈન્ટરનેટ પહેલાની જેમ કરવા અને રાજકીય પ્રક્રિયા શરૂ કરવાની છે, શું જમ્મુ કાશ્મીરમાં બધુ બરાબર થઈ ગયું છે. હું જે કંઈ પણ કહી રહ્યો છું તેના માટે જેલ જવા માટે તૈયાર છું. પરંતુ હું તેમને ક્યારે નહીં કહું કે ચૂંટણી યોજાય અને રાજકીય પ્રક્રિયા શરૂ થાય. જો તમે આવી માંગ કરશો તો સ્વાભાવિક છે કે આ તેમની શરતોને આધિન થશે.
25મી મેના રોજ ઓમર અબ્દુલ્લા દિલ્હી પ્રવાસ પર આવ્યા હતા. આ અંગે પણ સવાલ ઉઠ્યો હતો. આ અંગે અબ્દુલ્લાએ કહ્યું હતું કે, જે લોકો કંટાળી રહ્યા છે, તેમના માટે આ ટાઈમ પાસ છે. અમારી પાર્ટી કાયદાકીય રીતે ગત વર્ષે જે થયું તેને પડકારવા માટે પ્રતિબદ્ધ છે.તેમણે કહ્યું કે, સાદિક અને મેહદીએ જે કંઈ કહ્યું તે તેમનું વ્યક્તિગત મંતવ્ય નથી.

5 ઓગસ્ટની ઘટના અંગે અમારી પાર્ટીનું સુપ્રીમ કોર્ટમાં અને તેની બહાર જે સ્ટેન્ડ છે, તેને બદલવાની જરૂર છે. તેના પછી મેહદીએ છેલ્લે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું. તેમણે ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી હતી.
જમ્મુ કાશ્મીર રાજ્ય કોંગ્રેસ કમિટિએ સૌથી પહેલા જાન્યુઆરીમાં જમ્મુમાં સ્ટેટ-હુડ અને લોકશાહી પહેલાની જેમ કરવાની માંગ કરી હતી.તો બીજી બાજુ ભાજપને વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ થયા પછી પશ્વિમ પાકિસ્તાનના રેફ્યુજી, ગોરખા અને વાલ્મિકી વર્ગના લોકો પાસેથી ટેકો મળવાની આશા છે, જેમને અનુચ્છેદ 370 હટાવ્યા પછી ફાયદો થયો છે. આ સાથે જ ભાજપ નવા ડો મિસાઈલ લો દ્વારા ચિનાબ ખીણ અને પીર પંજાલ વિસ્તારમાં મુસ્લિમ પ્રભાવિત વિસ્તારોને આવરી લેવાની તૈયારી કરી રહ્યો છે.
હાલ ઈદના એક દિવસ પહેલા જેકેપીસી ચીફ સજાદ લોનને છોડી મુકાયા છે. જો કે, મીડિયા સાથે વાત કરવા અંગે પ્રતિબંધ ચાલું છે. લોને ટ્વિટ કરીને આ અંગેની જાણ કરી છે. તેમણે લખ્યું કે, છેલ્લે એક વર્ષ પુરા થયાના 5 દિવસ પહેલા મને છોડી મુકાયો, હવે હું ફ્રી છું. આટલા દિવસોમાં ઘણું બધું બદલાઈ ગયું છે. જેલ માટે માટે કોઈ નવી વાત નથી, પહેલા ફિઝીકલ ટોર્ચર કરાતું હતું. આ વખતે માનસિક રીતે હેરાન કરાયા હતા. આ અંગે ઘણું બધું છે કહેવાનું,ટૂંક સમયમાં શેર કરીશ.

આ તસવીર રમઝાનના ઈફ્તારની છે. યાસિન મલિક અને મીરવાઈઝ ઓમર ફારુક સાથે ગિલાની (ખુરશી પર બેઠા છે)

જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવીને ભાજપે અલગાવવાદીઓના પણ ભાગલા પાડી દીધા છે. 29 જૂને કટ્ટરપંથી સૈયદ અલી શાહ ગિલાનીને હુર્રિયત કોન્ફરન્સ(જી)ના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું. ગિલાનીએ કહ્યું કે, તેમની વિચારધારામાં કોઈ ફેરફાર નથી થયો અને તે ‘લડાઈ ચાલુ રાખશે’. કોઈનું નામ લીધા વગર તેમણે હુર્રિયતના લીડરશીપને જમ્મુ કાશ્મીરના ભાગલા પાડવા માટે જવાબદાર ગણાવ્યા. ગિલાનીએ તેમના પત્રમાં કહ્યું કે, કડક પ્રતિબંધ અને કસ્ટડી પછી પણ, હું લોકોને મળવાનો પ્રયાસ કર્યો, પરંતુ મને કોઈ ન મળ્યું.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ગત વર્ષે 5 ઓગસ્ટ 2019ના રોજ કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરના બે કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ અને જમ્મુ કાશ્મીરને વહેંચી દીધા હતા. ત્યારે મોટાભાગના નેતાઓની ધરપકડ કરાઈ હતી.

Related posts

દેશમાં સંક્રમણથી મૃત્યુ પામનારનો આંકડો 900 પારઃ મહારાષ્ટ્રમાં એક દિવસમાં રેકોર્ડ 27 અને ગુજરાતમાં 11 દર્દીના મોત

Amreli Live

UAEમાં IPL રમાશે, ટુર્નામેન્ટના ચેરમેન બૃજેશ પટેલે કહ્યું- સરકાર પાસે મંજૂરી માંગી, ત્યારબાદ પ્લાન તૈયાર થશે

Amreli Live

અત્યારસુધી 16180 કેસ: ગોવાના મુખ્યમંત્રીએ કહ્યું- રાજ્યમાં અત્યારે કોઇ પોઝિટિવ કેસ નથી, લોકડાઉન 3 મે સુધી રહેશે

Amreli Live

મુસ્લિમ પક્ષને જમીન મળી છે ત્યાં ખેતી થાય છે; લોકો ઈચ્છે છે કે મસ્જિદની જગ્યાએ શાળા કે હોસ્પિટલ બનાવવામાં આવે

Amreli Live

દુનિયાભરમાં કોરોના 3 ટાઈપના, અમેરિકામાં ‘એ’ ટાઈપના કારણે વિનાશ

Amreli Live

રોમમાં ગુડ ફ્રાઇડેની પરંપરા તૂટી, સરઘસનું સ્થાન બદલાયું અને પોપે પ્રવચન પણ ન આપ્યું

Amreli Live

કોરોના વાયરસ સામેની લડાઈમાં ચિરીપાલ ગ્રુપે મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂપિયા એક કરોડનું કરું દાન

Amreli Live

મુંબઈમાં કોરોના મૃતકોની સાથે દર્દીઓને રખાતા વિવાદ, સંબંધી મૃતદેહને લેવા નથી આવતા

Amreli Live

એક રૂપિયાના સિક્કાનો ચમત્કારી ઉપાય, તમને બનાવી શકે છે માલામાલ, દેવી લક્ષ્મીની વરસશે અનંત કૃપા

Amreli Live

અત્યાર સુધી 14,707 કેસ- 496 મોતઃ દિલ્હીમાં 63% કેસ જમાતના છે, 23 રાજ્યોમાં જમાતના કારણે આંકડાઓ વધ્યા- સ્વાસ્થ્ય મંત્રાલય

Amreli Live

અત્યાર સુધી 75 હજારના મોત, ઇટલીમાં 94 ડોક્ટર અને 26 નર્સના મોત, UNએ અધિકારીઓને બિનજરૂરી ખર્ચો અને ભરતી રોકવા કહ્યું

Amreli Live

નવા 82 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક 1903 પર પહોંચ્યો, 51 દર્દી ડિસ્ચાર્જ થયા

Amreli Live

શ્રીલંકા પ્રવાસે પરત ફરેલી 62 વર્ષની મહિલાનું કોરોના વાઈરસથી મોત, મૃત્યુઆંક 2 થયો, વધુ બે પોઝિટવ કેસ નોંધાયા

Amreli Live

ધો.10 અને 12ની પરીક્ષા લેવી કે નહીં? સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપશે, JEE-NIT અંગે પણ નિર્ણય લેવાય તેવી શક્યતા

Amreli Live

કોંગ્રેસે વ્હિપ જાહેર કર્યું, ધારાસભ્ય પક્ષની બેઠકમાં ગેરહાજર રહેવા પર થશે કાર્યવાહી, કહ્યુ- 109 ધારાસભ્ય સાથે, પાયલટનો દાવો- 30 MLAનો સપોર્ટ

Amreli Live

આજે રાજ્યમાં કોરોનાના નવા 577 કેસ, અમદાવાદના 11 સહિત 18ના મોત સાથે કુલ મૃત્યુ આંક 1754

Amreli Live

અમિતાભના ચારેય બંગલા સીલ, સંપર્કમાં આવેલા 54માંથી 30ના ટેસ્ટ થયા, ઐશ્વર્યા-આરાધ્યા પોઝિટિવ, માત્ર જયા નેગેટિવ

Amreli Live

ભાવનગરમાં 19, જામનગરમાં 9, જૂનાગઢમાં 10, ગીર સોમનાથમાં 7, અમરેલીમાં 9, બોટાદમાં 7 કેસ, 2નાં મોત

Amreli Live

રાજકોટમાં વધુ 5 પોઝિટિવ, એક આખા પરિવારને કોરોના, પોલીસે જંગલેશ્વરની મસ્જીદમાં માઇકમાંથી કહ્યું અલ્લાહની મહેરબાનીથી સારૂ થઇ જશે

Amreli Live

CM કેજરીવાલની તબિયત ખરાબ- તાવ-ગળામાં ઈન્ફેક્શન, પોતાને આઈસોલેટ કર્યા; હવે કોરોના ટેસ્ટ કરાશે

Amreli Live

કેન્દ્રએ ગુજરાતના 9 જિલ્લા રેડ ઝોનમાં, 19 ઓરેન્જ અને 5 જિલ્લા ગ્રીન ઝોનમાં રાખ્યા,, ત્રીજી મે પછી રેડ સિવાયના ઝોનમાં છૂટછાટ મળી શકે

Amreli Live