25.4 C
Amreli
14/08/2020
કલેક્ટર ઓફિસ

ઓનલાઈન અભ્યાસ માટે દરેક વિદ્યાર્થી પાસે નહોતા સ્માર્ટફોન, આચાર્યએ લગાવ્યા લાઉડસ્પીકર

અનલોક 1.0માં દેશમાં મોટા પ્રમાણમાં છૂટછાટ આપવામાં આવી છે. લોકોના ઉદ્યોગ-ધંધા શરૂ થઈ ગયા છે, ટ્રાન્સપોર્ટેશન સહિતની સેવા શરૂ થઈ છે. જો કે, કોરોનાના સંકટને ધ્યાનમાં રાખીને હજુ પણ શાળા-કોલેજો બંધ રાખવામાં આવી છે. દેશભરની સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. શહેરી વિસ્તારના બાળકોને ઓનલાઈન શિક્ષણમાં ખાસ વાંધો આવતો નથી પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં ઈન્ટરનેટ કનેક્ટિવિટીની સમસ્યા અને કમ્પ્યૂટર-સ્માર્ટફોન જેવા સાધનોનો અભાવ છે ત્યાં વિદ્યાર્થીઓને તકલીફ પડી રહી છે. આ ઉપરાંત ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ પણ સુવિધાના અભાવે ભણવામાં તકલીફ અનુભવી રહ્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

દરેક બાળકને કોઈપણ સમસ્યા વિના શિક્ષણ મળી રહે તે માટે ઝારખંડની એક સ્કૂલના પ્રિન્સિપાલે ગજબની તરકીબ અપનાવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, બારકાઠી મિડલ સ્કૂલના પ્રિન્સિપાલ શ્યામ કિશોર સિંહ ગાંધીએ બારકાઠી ગામમાં લાઉડ સ્પીકર નંખાવ્યા છે. જેથી દરેક બાળક ભણી શકે. 16 એપ્રિલથી રોજ બે કલાક વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. ઓનલાઈન ક્લાસને બદલે વિદ્યાર્થીઓ રોજ લાઉડ સ્પીકરની પાસે ભણવા માટે ગોઠવાઈ જાય છે. વિવિધ જગ્યાએ દિવાલો અને ઝાડ પર સ્પીકર ગોઠવવામાં આવ્યા છે.

પ્રિન્સિપાલ ગાંધીએ કહ્યું, “જ્યાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોય તે જગ્યાએ લાઉડ સ્પીકર ગોઠવવામાં આવ્યા છે. વર્ગખંડમાંથી પાંચ શિક્ષકો અને બે મદદનીશ શિક્ષકો માઈક પર બોલીને બાળકોને વારાફરતી ભણાવે છે. દેશમાં કોરોના વાયરસના પગલે માર્ચ મહિનાના મધ્યથી જ શાળા-કોલેજો બંધ કરી દેવાઈ છે. ત્યારે હવે દેશની હજારો સ્કૂલો અને કોલેજોએ ઓનલાઈન ક્લાસ લેવાનું શરૂ કર્યું છે. ત્યારે આ ગામમાં ધોરણ 1થી 8ના કુલ 246 વિદ્યાર્થીઓ છે. તેમાંથી 204 લોકોના ઘરે સ્માર્ટફોન નથી.”

આચાર્યએ આગળ કહ્યું, “રોજ સવારે 10 વાગ્યે ક્લાસ શરૂ થાય છે. જો કોઈ વિદ્યાર્થીને કોઈ મૂંઝવણ હોય અથવા તેમના સવાલ હોય તો તેઓ ગમે તેના મોબાઈલ દ્વારા સવાલ મને મોકલી શકે છે. બીજા દિવવસે અમે તેમના સવાલનો જવાબ આપીએ છીએ. આ મોડલ કામ કરી રહ્યું છે અને બાળકોને આ રીતે ભણવામાં મજા આવી રહી છે.”

પ્રિન્સિપાલ ગાંધીના આ પ્રયાસના વખાણ કરતાં દુમકા જિલ્લાના શિક્ષણ અધિકારી પૂનમ કુમારીએ કહ્યું, “અહીં 2,317 સરકારી શાળાઓએ આ પ્રકારનું મોડલ અપનાવું જોઈએ જેથી લોકડાઉન પૂરું થાય પછી અભ્યાસક્રમ પૂરો કરવામાં મુશ્કેલી ના પડે. આ પ્રયાસ ખરેખર પ્રશંસનીય છે અને દુમકા જિલ્લાની તમામ શાળાઓએ વિદ્યાર્થીઓના હિતમાં આ પદ્ધતિ અપનાવી જોઈએ. હું જલદી જ આ સ્કૂલ અને ગામની મુલાકાત લઈને આ પદ્ધતિ વિશે વધુ માહિતી મેળવીશ.”


Source: iamgujarat.com

Related posts

અમેરિકામાં એક જ દિવસમાં કોરોના વાયરસના 52,000 કેસ સામે આવતા ચિંતા વધી

Amreli Live

પ્રામાણિકતા ભારે પડી: આબુથી પાછા આવતા પોલીસને સામેથી દારુ બતાવ્યો અને ફસાયા

Amreli Live

અમદાવાદ: મે મહિનામાં કોરોનાને લીધે મોતને ભેટેલા 34% દર્દીઓને અન્ય કોઈ બીમારી નહોતી

Amreli Live

ભારતમાં નવા નોંધાયેલા 15,000 કરતા વધુ કેસ સાથે કુલ આંકડો 4 લાખને પાર, રિકવરી રેટ 55.4%

Amreli Live

25 જૂનનું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિંહાએ છોડ્યું ટ્વિટર, આપ્યું આવું કારણ

Amreli Live

રેડમીના પૉપ્યુલર સ્માર્ટફોનની કિંમતમાં પાંચમી વખત વધારો, જાણો નવી પ્રાઈઝ

Amreli Live

આ રીતે થશે ચીનનો બહિષ્કાર? ડોકલામ બાદ તો ચીનથી દવાની આયત ઉલ્ટાની 28 ટકા વધી

Amreli Live

સુશાંતના મોત મામલે નિર્ભયાનાં વકીલને આ આશંકા, મુંબઈ પોલીસને કર્યો મહત્વનો સવાલ

Amreli Live

BCCIએ ચીનની કંપની સાથેની ડીલ કેન્સલ કરવાનો કર્યો ઈનકાર, આપ્યું આવું કારણ

Amreli Live

તો અમેરિકા અને રશિયા પણ કામમાં નહીંઃ ચીની મીડિયાની ભારતને ચેતવણી

Amreli Live

વિકાસને બાતમી આપનારા પોલીસ અધિકારીઓને પણ પોતાના એન્કાઉન્ટરનો ડર!

Amreli Live

ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટે આજે ખરાખરીનો જંગ, ભાજપ-કોંગ્રેસે કર્યા જીતના દાવા

Amreli Live

ACBએ અમદાવાદ ગ્રામ્ય LCBના કોન્સ્ટેબલની 84 લાખની અપ્રમાણસર મિલકત પકડી

Amreli Live

ફરી એકવાર મોંઘા થઈ શકે છે ફોન કૉલ અને ઈન્ટરનેટ ડેટા

Amreli Live

ચીનની કુંડળીમાં બની રહ્યો છે 1962 જેવો કપટ યોગ, હજુ સાવધાન રહેવાની છે જરુર

Amreli Live

22 જુલાઈ જન્મદિવસ રાશિફળ: જાણો કેવું રહેશે આપનું આગામી એક વર્ષ

Amreli Live

એક્ટ્રેસ જિયા ખાનની મમ્મીનો રિયા ચક્રવર્તી પર ગંભીર આરોપ, કહ્યું ‘તે જાણતી હતી કે…’

Amreli Live

દુર્ઘટનામાં ચાલ્યો ગયો હતો હાથણીનો પગ, આવી રીતે મળ્યો નવો પગ

Amreli Live

ગલવાન ઘાટીમાં શહીદ થયેલા જવાનોના નામે શેર થઈ રહેલા આ ફોટોનું જાણો સત્ય

Amreli Live

ચીનની ડબલ ગેમઃ એક તરફ શાંતિની વાત અને બીજી તરફ ખોલી રહ્યું છે નવા મોરચા

Amreli Live