25.5 C
Amreli
19/09/2020
કલેક્ટર ઓફિસ

ઓડિશામાં નદીમાંથી અચાનક બહાર આવ્યું ભગવાન વિષ્ણુનુ 500 વર્ષ જૂનું મંદિર

નદીમાંથી નીકળ્યું સદીઓ જૂનું મંદિર

ઓડિશાના નયાગડ જિલ્લામાં સ્થિત પદ્માવતી ગામની પાસે મહાનદી વહે છે. આ નદીમાં હાલ જ લગભગ 500 વર્ષ જૂનું એક મંદિર દેખાવા લાગ્યું છે. રિપોર્ટ્સ મુજબ, આ મંદિર 15મી અથવા 16મી સદીનું છે અને અંદાજે 60 ફૂટ જેટલું ઊંચું છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ મંદિરમાં ભગવાન ગોપીનાથ (વિષ્ણુ ભગવાન)ની પ્રતિમા હતી. કેટલાક વર્ષો પહેલા પણ આ મંદિરનું શિખર નદીનું પાણી ઓછું છતાં દેખાવા લાગ્યું હતું.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

મહાનદીમાં ડૂબી ગયું આખું ગામ

સ્થાનિક લોકો મુજબ, મહાનદીએ પોતાનો સ્તો બદલ્યો અને ભયંકર પૂરથી વર્ષ 1933માં મૂળ પદ્માવતી ગામ આખું ડૂબી ગયું. આ કારણે ગામના લોકો આ સ્થાનેથી સ્થળાંતર કરીને આસપાસના ગામોમાં રહેવા જતા રહ્યા. પરિવહન માટે ગામના લોકો પાણીના રસ્તાનો ઉપયોગ કરીને એક ગામથી બીજા ગામ સામાન લઈ જતા હતા.

INTACHએ નદીમાંથી શોધ્યું મંદિર

ઈન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ (INTACH)ની ટીમનું કહેવું છે કે આ મંદિરની શોધ તેમણે કરી છે. સાથે જ એમ પણ જણાવ્યું કે મંદિરની નિર્માણ શૈલી 400થી 500 વર્ષ જૂની છે. મૂળ ગામમાં એવા ઘણા મંદિરો હતા. ગામની સાથે આ મંદિરો પણ નદીમાં સમાઈ જતા અહીંની મૂર્તિઓ હાલના પદ્માવતી ગામના મંદિરમાં સ્થળાંતરીત કરી દેવાઈ હતી.

મહાનદી રિવર વૈલીમાં ચાલી રહી છે શોધ

INTACH તરફથી ડોક્યુમેન્ટેશન ઓફ ધ હેરિટેજ ઓફ ધ મહાનદી રિવર વૈલી પ્રોજેક્ટ શરૂ કરાયો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત છત્તીસગઢમાં રહેલી મહાનદીના ઉદગમ સ્થળથી લઈને ઓડિશાના જગતસિંહપુર જિલ્લાના પારાદીપ સુધી જૂના બાંધકામની ઓળખ કરાશે. આ સ્થાનોએ મળતી દરેક વસ્તુઓ અને સંરચનાઓનું રેકોર્ડિંગ કરાઈ રહ્યું છે, જેને આગામી વર્ષે પ્રકાશિત કરી શકાય.

ઓડિશામાં છે આવા ઘણા મંદિર

INTACHની ટીમનું કહેવું છે કે ઓડિશામાં આવા ઘણા મંદિર છે, જે પાણીમાં ડૂબેલા છે. હીરાકુંડ ડેમમાં પણ આવા 65 મંદિરો છે. રાજ્યની જુદી જુદી નદીઓમાં ઘણા મંદિરો છે, જેનો સર્વો કરવો જોઈએ. ટીમનું કહેવું છે કે આ મંદિરોમાંથી કેટલાક તૂટી ગયા, પરંતુ કેટલાક હજુ ઊભા છે. પદ્માવતી ગામમાં રહેલું ગોપીનાથ મંદિર મહાનદીમાંથી કાઢીને એક મોડલ તરીકે ફરીથી સ્થાપિત કરવું જોઈએ.


Source: iamgujarat.com

Related posts

ચીની સૈન્ય હવે ડોકલામમાં પણ ઘૂસ્યું? સુબ્રમણ્યન સ્વામીએ કહ્યું સ્પષ્ટતા કરે સરકાર

Amreli Live

એબી ડિ વિલિયર્સના ફેન્સ માટે ખુશખબર, ક્રિકેટમાં કરી શકે છે કમબેક

Amreli Live

અ’વાદઃ કોરોનાથી પીડાઈ રહેલા દર્દીઓની પરિવારની જેમ સેવા-ચાકરી કરે છે આ બે નર્સ

Amreli Live

વિકાસનું એન્કાઉન્ટર કરનારી યુપી STFના ચીફ છે આ IPS અધિકારી, નામથી ફફડે છે ગુનેગારો

Amreli Live

આખરે ચીન નમ્યું, ગલવાન વિસ્તારમાં 1-2 કિમી પાછળ હટ્યું

Amreli Live

બિગ બીએ ‘કોરોના વોરિયર્સ’નો માન્યો હતો આભાર, કર્યો હતો સુરતનો ઉલ્લેખ

Amreli Live

બિગ બોસની આ કન્ટેસ્ટન્ટને મળી ગયો મનનો માણીગર, ટૂંક સમયમાં કરશે લગ્ન

Amreli Live

UP: 8 પોલીસનું ખૂન કરનાર હિસ્ટ્રીશીટરે ઘરની દિવાલમાં જ ચણાવ્યા હતા હથિયાર અને કારતૂસ

Amreli Live

એક તરફી પ્રેમમાં ટિકટૉક સ્ટાર બન્યો હત્યારો, યુવતીનું બજાર વચ્ચે મર્ડર કરી દીધું

Amreli Live

કરાચીમાં થયેલા હુમલામાં ભારતનો હાથ હોવાનો ઈમરાન ખાને લગાવ્યો આરોપ

Amreli Live

અમેરિકાઃ ન્યૂજર્સીમાં રહેતા પટેલ પરિવારના ત્રણ સભ્યોનું સ્વિમિંગ પૂલમાં ડૂબવાથી મોત

Amreli Live

શું ગ્લવ્સ પહેરીને લખવાથી હેન્ડ રાઈટીંગ અને માસ્ક પહેરવાથી અવાજ પર અસર પડે?

Amreli Live

નવા 14000 કરતા વધારે કેસ સાથે ભારતમાં કોરોના સંક્રમિતોનો કુલ આંક 4 લાખ નજીક પહોંચ્યો

Amreli Live

‘અચ્છા સિલા દિયા..તુને મેરે પ્યાર કા’ના ગીતકારનું નિધન, લતા મંગેશકરે પાઠવી શ્રદ્ધાંજલિ

Amreli Live

અમેરિકામાં એક જ દિવસમાં કોરોના વાયરસના 52,000 કેસ સામે આવતા ચિંતા વધી

Amreli Live

ચીન સાથેના સંઘર્ષમાં શહીદ થયેલા જવાનોને અંતિમ વિદાય, આખું ગામ રડી પડ્યું

Amreli Live

કાળા મરી સાથે આ એક વસ્તુ ખાવ, 8 બીમારીઓ રહેશે દૂર

Amreli Live

ટાટા ટિગોર ઈલેક્ટ્રિક ફેસલિફ્ટ ટેસ્ટિંગ દરમિયાન થઈ સ્પોટ, સિંગલ ચાર્જમાં 213 કિમી રેન્જ

Amreli Live

BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીના પરિવાર પર કોરોના સંકટ, 4 સભ્યો પોઝિટિવ નોંધાયા

Amreli Live

સલમાન ખાન બન્યો ‘ખેડૂત’, વરસતા વરસાદમાં ટ્રેક્ટર ચલાવીને ખેડ્યું ખેતર

Amreli Live

રાજ્ય સરકારે આદિવાસી યુવતીની પરીક્ષા માટે સ્પેશિયલ બસ ચલાવી, બોર્ડમાં 95% લાવી

Amreli Live