33.4 C
Amreli
28/10/2020
અજબ ગજબ

ઓછા પેટ્રોલના વપરાશમાં જોઈએ છે વધારે માઈલેજ વાળી બાઈક, તો ફેસ્ટિવલ સીઝનમાં આ છે બેસ્ટ ઓપ્શન.

તહેવારોની સીઝન પર ખરીદવા માંગો છો વધારે માઈલેજ આપતી બાઈક, તો તમારા માટે આ વિકલ્પો બેસ્ટ છે. તહેવારની સીઝન શરૂ થવા જઇ રહી છે, અને આ સમય દરમિયાન દેશભરના લોકો નવી કાર અને બાઇક લે છે. ઓટો મોબાઈલ કંપનીઓને પણ આ સિઝનથી ઘણી આશા છે. વાહન ખરીદતા પહેલા એક ગ્રાહક જુદી જુદી વસ્તુઓ ધ્યાનમાં લે છે. કોઈના માટે વાહનનો દેખાવ વધુ સારો હોવો જોઈએ, તો કોઈ તેના ફીચર્સ તરફ આકર્ષિત થાય છે. તેમજ ઘણા ગ્રાહકો એવા હોય છે જેમને ફક્ત માઇલેજ સાથે લેવાદેવા હોય છે, એટલે કે તેઓ ઓછા પેટ્રોલ વપરાશમાં વધુ સારી માઇલેજની માંગણી રાખે છે.

બાઇક લેતા પહેલા ગ્રાહકોના મનમાં મૂંઝવણ હોય છે કે, તેઓ કઈ બાઇક લેવા માંગે છે. બજારમાં ઘણી બાઇક બનાવતી કંપનીઓ છે જે વધારે માઇલેજ આપવાનો દાવો કરે છે. આવી સ્થિતિમાં, અમે તમને એવી બાઇકો વિશે જણાવવાના છીએ જે તમને ઓછા પેટ્રોલ વપરાશમાં ઉત્તમ માઇલેજ આપશે.

ટીવીએસ સ્પોર્ટ (TVS Sport) : ટીવીએસ મોટર્સે તાજેતરમાં જ બજારમાં પોતાની નવી પ્રખ્યાત TVS Sport નું નવું અપડેટેડ વર્ઝન બીએસ 6 એન્જિન સાથે લોન્ચ કર્યું છે. તે ભારતમાં એવી ગણતરીની બાઇકોમાંથી એક છે જે 1 લિટર પેટ્રોલ પર 100 થી વધુની માઇલેજ આપે છે. તેમજ બીએસ 4 મોડેલ 76.4 કિલોમીટર પ્રતિ લીટર સુધીની માઇલેજ આપે છે. એટલે કે જો તમે આ બાઇક બીએસ 6 એન્જિન સાથે ખરીદો છો, તો તમને 15 ટકા વધુ માઇલેજ મળશે. ઇલેક્ટ્રિક સ્ટાર્ટ, એલ્યુમિનિયમ ગ્રેબ ગ્રીલ, ક્રોમ મફલર ગાર્ડ અને સ્પોર્ટી ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જેવી સુવિધાઓ આ બાઈકમાં ઉપલબ્ધ છે. આ બાઇકના કિક-સ્ટાર્ટ વર્ઝનની કિંમત 53,700 રૂપિયાથી શરૂ થાય છે.

milage bikes
source google

હોન્ડા સીડી 110 ડ્રીમ (Honda CD 110 Dream) : 109.5 સીસી એન્જિનવાળી આ બાઇક પ્રતિ લિટર 74 કિ.મી.ની માઇલેજ આપશે. તેનું સ્ટાર્ટિંગ મિકેનિઝમ સેલ્ફ સ્ટાર્ટ અને કિક સ્ટાર્ટ છે. આ બાઇક બે વેરિએન્ટ હોન્ડા સીડી 110 ડ્રીમ એસટીડી બીએસ 6 અને હોન્ડા સીડી 110 ડ્રીમ ડીએલએક્સ બીએસ 6 વિકલ્પ સાથે આવે છે. બંનેના ભાવ અને માઇલેજ વચ્ચે બહુ ફરક નથી. આ બાઇક તમને 74 થી 75 હજાર રૂપિયાની વચ્ચે મળશે.

બજાજ પ્લેટિના (Bajaj Platina) : બજાજ પ્લેટિના 115.0 સીસી એન્જિન સાથે બજારમાં ઉપલબ્ધ છે. આ બાઇક પોતાની ઉત્તમ માઇલેજ માટે પણ જાણીતી છે. આ બાઇકનું સ્ટાર્ટિંગ મિકેનિઝમ ઇલેક્ટ્રિક સ્ટાર્ટ છે. તેમાં 5 સ્પીડ ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે. આ બાઇક એક લિટર પેટ્રોલ પર 80 કિલોમીટરની માઇલેજ આપે છે. બજાજ પ્લેટિના 110 H-Gear Disc BS VI ની એક્સ શો રૂમ કિંમત 59,802 રૂપિયા છે. તેની પેટ્રોલની ટાંકીની ક્ષમતા 11.5 લિટર છે.

હીરો સ્પ્લેન્ડર પ્લસ (Hero Splendor Plus) : સ્પ્લેન્ડર પ્લસ બાઇક વધુ સારી માઇલેજ માટે એક સારો વિકલ્પ માનવામાં આવે છે. તમે તેને 58 હજાર રૂપિયાથી લઈને 64 હજાર રૂપિયા સુધીની કિંમતે ખરીદી શકો છો. નવું બીએસ 6 સ્પ્લેન્ડર પ્લસનું એન્જિન 8000 આરપીએમ પર 7.9 હોર્સપાવરથી શક્તિથી ચાલે છે. આ બાઇક એક લિટર પેટ્રોલ પર 80 કિમીની માઇલેજ આપે છે.

પ્રોફાઈલ ફોટો પ્રતિકાત્મક છે (સોર્સ – ગુગલ).

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

જાણો આયુર્વેદિક ઉકાળો કેવી રીતે કોરોના સામે આપણી ઢાલ બનીને ઉભો છે.

Amreli Live

ભારત બન્યો દુનિયાનો ત્રીજો સૌથી વધારે વિદેશી મુદ્રા ભંડાર રાખતો દેશ, રાશિયાથી પણ નીકળ્યો આગળ

Amreli Live

મહેશ ભટ્ટને ટેકો આપવા આવ્યા પ્રકાશ ઝા, બોલ્યા – તેમાં કોઈ શંકા નથી કે આલિયા….

Amreli Live

કોર્ટમાં પત્ની બોલી : પતિ ખુબ પ્રેમ કરે છે, ક્યારે ઝગડતો નથી, દરેક ભૂલ કરે છે માફ, છૂટાછેડા જોઈએ છે.

Amreli Live

મૌના પંચમી વ્રત, શ્રાવણ મહિનાની પાંચમની તિથિએ કરવામાં આવે છે ભગવાન શિવ અને નાગદેવતાની વિશેષ પૂજા

Amreli Live

બંધ ઘરોમાં કેવી રીતે ફેલાય છે કોરોના તેનું થયું સંશોધન, મકાનોને હોટસ્પોર્ટ બનાવી શકે છે સંક્રમિત ડ્રોપલેટ્સ

Amreli Live

આજનો દિવસ વિવિધ લાભોની પ્રાપ્તિ કરાવનાર નીવડશે, પ્રવાસનું આયોજન થાય.

Amreli Live

આ રાશિના લોકોનો આજનો દિવસ મિત્રો અને સ્‍વજનો સાથે ખૂબ આનંદથી ૫સાર થશે, વેપારધંધાના ક્ષેત્રે લાભ થાય.

Amreli Live

પુતિનની દીકરીને આપવામાં આવી કોરોનાની રસી, બંને દીકરીઓની લાઈફ છે સિક્રેટ

Amreli Live

ચાણક્ય નીતિ અનુસાર આ વાતો મિત્રતાને કરે છે નબળી, સુખી રહેવું હોય તો આ વાતોનું હંમેશા રાખો ધ્યાન.

Amreli Live

અહીં મળશે કોરોના વેક્સીનની ટ્રાયલ સાથે જોડાયેલી દરેક જાણકારી.

Amreli Live

ચીના મારી રહ્યા છે દોઢ ફૂટના મોટા ઉંદર, આ 5 કિલો વજન ધરાવનાર ઉંદરને શક્તિ વધારવા માટે ખાવામાં આવે છે.

Amreli Live

લક્ષ્મી માતાની કૃપાથી વૃષભ રાશિના લોકોને આજે નોકરી વ્‍યવસાયના સ્‍થળે ૫દોન્‍નતિના સમાચાર મળી શકે છે, જાણો અન્ય રાશિની સ્થિતિ

Amreli Live

જીવનના પરમ સત્યને જણાવે છે મહાભારતની આ 10 વાતો.

Amreli Live

1 વર્ષ સુધી ખરાબ નહિ થાય ફોલેલું લસણ, બસ આ 5 રીતે કરો તેને સ્ટોર.

Amreli Live

સોશિયલ મીડિયાથી લઈને રસ્તા ઉપર ઉછળી રહ્યો છે ગુસ્સો, લોકો સળગાવી રહ્યા છે ચીની વસ્તુ

Amreli Live

પુરુષો માટે ખુબ ફાયદાકારક છે દરરોજ 1 મુઠ્ઠી મખના, જાણો તેના ખાવાથી મળતા 5 જબરજસ્ત ફાયદા

Amreli Live

આ વિટામિનની ઉણપ ધરાવવાતા 99 ટકા સંક્રમિતોનું થયું મૃત્યુ.

Amreli Live

શિકારીઓએ ચણમાં ઝેર મિક્સ કરીને 8 મોર માર્યા, ગ્રામીણોએ કરી ધોલાઈ

Amreli Live

એક્સપર્ટ દ્વારા જાણો ઘરમાં કેવી રીતે કોવીડ-19 થી લડવાની તૈયારી કરી શકો છો.

Amreli Live

ભારતમાં પહેલી વખત આ રીતે કર્યું ઘાસના મેદાનોનું સંરક્ષણ, જાણો ક્યાંથી થઇ શરૂઆત

Amreli Live