24.9 C
Amreli
25/09/2020
અજબ ગજબ

ઓક્ટોબરથી કેવો પ્રભાવ રહશે કોવીડ-19 નો ભારતમાં ઉપર, જાણો એક્સપર્ટ દ્વારા.

આવનાર શિયાળામાં શું થશે? કોરોનાનો પ્રભાવ વધશે કે ઘટશે? જાણો નિષ્ણાતોનો મત.

ભારતમાં કોવિડ-19 ના પ્રકોપના સાત મહિના પસાર થઇ ગયા છે. આગામી દિવસોમાં શિયાળો શરૂ થઇ જશે, આવી સ્થિતિમાં શું થશે તેનો જવાબ જાણવો જરૂરી છે.

આખા વિશ્વમાં કોરોના ચેપની સંખ્યા 2.28 કરોડ સુધી પહોંચી ગઈ છે. તેમ જ ભારતમાં તે 30 લાખ સુધી પહોંચવાની છે. છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ 60 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં દરેક આતુરતાથી તેની રસીની રાહ જોઈ રહ્યા છે. તેમ જ એક મોટો પ્રશ્ન આવતા સમય સાથે પણ જોડાયેલો છે, કારણ કે ઉત્તર ભારતમાં શિયાળાની શરૂઆતના દિવસોમાં ઠંડીની પણ શરુઆત થઇ જશે.

જ્યારે કોવિડ-19 ના કેસ ભારતમાં આવવા લાગ્યા હતા ત્યારે ઉત્તર ભારતમાં શિયાળાનો સમય હતો. ત્યાર પછી હવે ઉનાળાની સીઝન પૂરી થઈ ગઈ છે. તેમ જ આવનારા સમયમાં કોવિડ-19 ની અસર કેવી રહેશે, આ એક એવો સવાલ છે, જે દેશના લાખો લોકોના મનમાં છે. એવું એટલા માટે પણ છે કારણ કે કોવિડ-19 ની શરૂઆતમાં એવું કહેવામાં આવતું હતું કે તાપમાનમાં વધારો થતાં જ તેનો પ્રકોપ ઓછો થઇ જશે. પરંતુ એવું ન થયું.

નિષ્ણાત શું કહે છે

આ સંદર્ભે એઈમ્સના કમ્યુનિકેબલ મેડિસિન સેન્ટરના પ્રોફેસર સંજયકુમાર રાયનું માનવું છે કે તે ફક્ત તેની ઉપર આધાર રાખે છે કે ત્યાં તે વાયરસ કયા તબક્કામાં છે. તમને જણાવી દઈએ કે ડો.રાયની દેખરેખ હેઠળ ભારતમાં જુલાઈથી કોવિડ-19 માટે બનનારી રસીની ટ્રાયલ ચાલી રહી છે. ભારતમાં તેનો બીજો તબક્કો આવવાની સંભાવનાને પણ તેઓએ નકારી કાઢ્યો છે. જો કે, તેઓએ એ નિશ્ચિતપણે માન્યું છે કે વિશ્વના થોડા બીજા દેશોમાં તેનો બીજો તબક્કો આવતો જોવા મળી રહ્યો છે, પરંતુ ભારતમાં તેની તકો નહીવત છે.

હાર્ડ ઇમ્યુનીટી તરફ આગળ વધવું

તેઓ કહે છે કે સિરો સર્વેના અહેવાલ મુજબ, એમ કહી શકાય કે આપણે હર્ડઇમ્યુનીટી તરફ ઝડપથી આગળ વધી રહ્યા છીએ. રિપોર્ટ પ્રમાણે દિલ્હી, મુંબઇ અને પુણેમાં 30 થી 50 ટકા લોકો વાયરસથી બચી ગયા છે. આનો અર્થ એ કે તેમનામાં હર્ડ ઇમ્યુનીટી બની ગઈ છે. આ લોકો તેમની સાથે અન્યનું રક્ષણ પણ કરી રહ્યા છે. તેનો અર્થ એ પણ છે કે આ લોકોને અત્યારે અન્ય લોકો દ્વારા ચેપ લાગવાની સંભાવના નથી.

વર્તમાન અહેવાલના આધારે, મુંબઈ અને દિલ્હીમાં કોવિડ-19 ના કેસો મહત્તમ સ્તરે પહોંચી ગયા છે, જ્યારે દક્ષિણ ભારતના રાજ્યોમાં, આવતા મહિનામાં તે મહત્તમ સ્તરે પહોંચશે. કેટલાક રાજ્યોના અહેવાલો બહાર આવ્યા નથી. જેથી તેમના વિશે કંઇ કહી શકાય તેમ નહીં. ઉત્તરી પૂર્વોત્તર રાજ્યોમાં તે થોડો વધુ સમય ચાલશે કારણ કે ત્યાં તેની શરુઆત મોડી થઇ છે.

શિયાળામાં શી સાવચેતી રાખવાની રહેશે.

જ્યારે શિયાળામાં આ વાયરસ વિશે લેવામાં આવતી સાવચેતી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે તે પહેલા જેવી લેવાની રહેશે. તેઓ કહે છે કે વાયરસનો ફેલાવો અથવા ટ્રાન્સમિશનની સ્થિતિ એકસરખી જ છે, તેથી હવામાનના પરિવર્તનથી તેમાં કોઈ ફરક પડશે નહીં. ગીચ સ્થળોએ જવાનું ટાળવું, શિયાળામાં પણ મોઢા ઉપર માસ્ક રાખવું જરૂરી રહેશે. તેમના કહેવા મુજબ, તેના ફેલાવા માટેનું સૌથી મોટું કારણ ઉધરસ ખાતી વખતે પડતા ડ્રોપલેટસ જ છે. ત્યાર પછી કંટેમીનેટેડ સર્ફેસ છે અને ત્રીજી સંભાવના હવા દ્વારા ફેલાવાની છે, જે અત્યંત ઓછી છે.

શું વાયરસ મુસાફરી કરે છે.

તે પૂછવામાં આવ્યું કે શું વાયરસ જાતે થોડે દૂર સુધી મુસાફરી કરે છે, તેમણે કહ્યું કે હજી સુધી તેના કોઈ પુરાવા બહાર આવ્યા નથી. જો આ વાયરસ તમારા કપડા ઉપર છે અને તમે ત્યાં તમારો હાથ મુકો છો, તો પહેલા તમારો હાથને તેનાથી ચેપ ગ્રસ્ત થશે અને ત્યાર પછી તમે જ્યાં પણ આ હાથ ધોયા વગર મુકો છો ત્યાં ચેપ લાગશે. આંખ અથવા મોઢાને સ્પર્શ કરવાથી તે શરીરમાં જઈને નુકસાન પહોચાડી શકે છે. હવા દ્વારા તે પ્રસરવાની સંભાવના લગભગ નહીવત છે.

રશિયાની રસી વિશે અભિપ્રાય

રશિયન બનાવટની રસી સ્પુતનિક ઉપર પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે રશિયાએ હજી સુધી આ રસીના ટ્રાયલની જાણ વિશ્વને કરી નથી. તેથી, આ રસી વિશે કંઇ કહેવું યોગ્ય રહેશે નહીં. કોઈ દવા લાખો દર્દીઓને આપતા પહેલા આ સમગ્ર પ્રક્રિયામાંથી પસાર થવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ આમ તો રશિયાએ આવા કોઈ પણ પરીક્ષણ જાહેર કર્યા નથી, જેના આધારે આ રસી વિશે કંઇક કહી શકાય.

આમ તો તેને કટોકટીમાં કોઈ દર્દીને આપીને તેને નુકસાન પહોંચાડી શકાય નહી. તેમના મતે, ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં બની રહેલી રસીની પ્રથમ ટ્રાયલનો રિપોર્ટને વૈજ્ઞાનિકોએ વિશ્વના વૈજ્ઞાનિકો સામે રજુ કર્યો છે. પરંતુ તે પણ હજુ પ્રથમ પ્રાયોગિક ધોરણે જ છે. તેમના મતે, દરેક અજમાયશના અહેવાલ અને રસીના પરિણામોની સમિતિ દ્વારા બારીકાઈથી તપાસ કરવામાં આવે છે. ત્યાર પછી જ એક રસી સંપૂર્ણપણે સલામત હોવાનું કહેવાય છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

મેષ રાશિમાં મંગળનો પ્રવેશ, આ 8 રાશિઓનું ચમકશે ભાગ્ય.

Amreli Live

મહાદેવની કૃપાથી આ 7 રાશીઓની આર્થિક તંગી થશે દૂર, ઉત્સાહથી ભર્યો રહશે દિવસ

Amreli Live

કેન્સર સામે જો તમને જીતવું હોય તો આ ચા પીવાનું તમે આજથી જ શરુ કરી શકો છો.

Amreli Live

ગરુડ પુરાણ પ્રમાણે આ 10 લોકોના ઘરે ક્યારે પણ ખાવું નહિ ભોજન, બરબાદ થઈ જશે જીવન.

Amreli Live

અખ્તરે જણાવ્યું : અલ્લાહએ જો અધિકાર આપ્યો તો ઘાસ ખાઈ ને જીવીશ, પરંતુ પાકિસ્તાની સેનાનું બજેટ જરૂર વધારીશ

Amreli Live

RO નું પાણી પીવા વાળા લોકો માટે જરૂરી ખબર, વર્ષના અંત સુધી અહીં Purifier પર લાગી શકે છે પ્રતિબંધ, આ છે કારણ

Amreli Live

અમેરિકામાં દર મિનિટે એકનું મૃત્યુ થઈ રહ્યું છે, ભયભીત બ્રિટેન, બ્રાઝીલમાં બગડી પરિસ્થિતિ

Amreli Live

હથેળીની પાછળની બાજુથી જાણવામાં આવશે તમારો સ્વભાવ અને તમારું ભવિષ્ય.

Amreli Live

આ ઘરેલુ ઉપાયથી મિનિટોમાં વર્ષો જૂનો પેટનો કચરો કરો સાફ, કબજિયાત માટે છે એકદમ અસરદાર.

Amreli Live

હવે ઉત્તર પ્રદેશની રીતને ફોલો કરી રહ્યું છે અમેરિકા, જાણો શું હતી આ બાબત.

Amreli Live

બબીતાજીને એક યુઝરે પૂછી હતી એક રાતની કિંમત, તેના પર ભડકી ગઈ બબીતાજી અને આપ્યો આવો જવાબ

Amreli Live

આ અઠવાડિયે કર્ક રાશિના લોકોની આર્થિક ઉન્નતિના યોગ જણાઈ રહ્યા છે, જાણો અન્ય રાશિનું કેવું રહેશે આ અઠવાડિયું.

Amreli Live

ચીનનો બહિષ્કાર અભિયાન, કૈટે તૈયાર કરી 500 વસ્તુઓની આ યાદી

Amreli Live

બધા દેવતાઓના ગુરુ છે બૃહસ્પતિ, જાણો કુંડળીમાં કેવી રીતે મજબૂત થાય છે ગુરુ.

Amreli Live

ભગવાન બુદ્ધ દ્વારા જાણો જીવનમાં સુખ શાંતિ કેવી રીતે મળે છે? સાથે જાણો જીવનમાં આવતી દરેક સમસ્યાઓનું નિરાકરણ

Amreli Live

આ અઠવાડિયે આ 7 રાશિઓ પર માતા લક્ષ્મીની બની રહશે અપાર કૃપા, ઘરમાં થશે લક્ષ્મીનું આગમન

Amreli Live

ચિકનગુનિયાથી બચવા માટે આ 4 વસ્તુઓ દરરોજ જરૂર ખાવો

Amreli Live

અસરકારક ઉકાળો બનાવવા માટે, મસાલાઓનો સાચું પ્રમાણ જરૂરી છે, નહિ તો તે નુકસાન પહોંચાડી શકે છે.

Amreli Live

તુલા રાશિના લોકોને આજે આર્થિક લાભ, પ્રવાસની શક્યતા છે, પણ આ રાશિઓએ સાચવીને રહેવાની જરૂર છે.

Amreli Live

અક્ષય કુમારને એયરપોર્ટ ઉપર જોતા જ નજીક આવવા લાગ્યા પાપારાજી, એક્ટરનું રીએકશન જોઈને ચોક્કી જશો.

Amreli Live

પુતિનની દીકરીને આપવામાં આવી કોરોનાની રસી, બંને દીકરીઓની લાઈફ છે સિક્રેટ

Amreli Live