26 C
Amreli
29/10/2020
અજબ ગજબ

ઐતિહાસિક ઘટના જયારે એક જ પરિવારના 36 ભાઈઓએ એક સાથે લીધો હતો સન્યાસ, વાંચો છતરીયા વડની લોક કથા.

આજે અમે તમને એક ઐતિહાસિક વડ વિષે જણાવીશું જેને ‘છતરીયા વડ’ તરીકે ઓળખવામાં આવે છે. આ વડ ઊંઝાથી પાટણ રોડ પર જતાં સીહી ગામ નજીક આવેલો છે. આ એક ઐતિહાસિક જગ્યા છે, અને આ વડ વિષે એક લોકવાયકા પ્રચલિત છે જે ખેતી સાથે સંકળાયેલી છે. જયારે ઓતરા-ચિત્રાનો તાપ પડે ત્યારે અહીંના ખેતરોમાં ઉગતી દેશી બાજરી કાપવામાં આવે છે. ઘણા વર્ષો પહેલા આ વડ પાસે એક કૂવો હતો જે બારેમાસ ભરાયેલો રહેતો. તે સમયે પાટીદાર સમાજના પટેલ ભાઈઓ અહીં પાણી લેવા માટે આવતા.

ભાદરવા મહિનાના ઓતરા-ચિત્રાના તાપની વાત કરીએ, તો તે એવો ભયંકર હોય છે કે તેને દરેક લોકો સહન નથી કરી શકતા. એવા સમયે બાજરી વાઢવી એટલે ઘણું મુશ્કેલ કામ ગણાય. સખત તાપને લીધે બફારો હોય, શરીર પર ખારો પરસેવો થતો હોય એવામાં બાજરીના તલવારની ધાર જેવા અણીદાર પાન વાગે તો જે પીડા થાય તેના વિષે આપણે અંદાજો ના લગાવી શકીએ. એ તો જેણે આવી પરિસ્થિતિમાં આધુનિક સાધનો વગર બાજરી વાઢી હોય તેને જ ખબર પડે.

આ વડનું નામ છતરીયો વડ પડવા પાછળ એક પ્રચલિત લોકવાયકા છે. તે લોકવાયકા મુજબ વર્ષો પહેલા પાટીદાર સમાજના એક જ પરિવારના 36 ભાઈઓ આ વડ પાસે આવેલા કુવા પાસે પાણી પીવા એકઠા થયેલા. તે સમયે તે 36 જણા પોતાના જીવનથી એવા કંટાળેલા હતા કે, તે છત્રીસે છત્રીસ જણાએ તે દિવસે આ વડ પાસે પોતાના માટલા ફોડીને સંસારનો ત્યાગ કર્યો, અને નજીકમાં આવેલા એક મહાત્માજીના મઠમાં જઈને એકીસાથે સન્યાસ લઇ લીધો હતો. અને તેના પરથી આ વડનું નામ છતરીયો વડ પડ્યું હતું.

વાત અહીં પુરી નથી થતી. કહેવામાં આવે છે કે, તે મહાત્મા પાસે મઠની 200 વીઘા જમીન હતી. ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને બીજા ઉનાળામાં તે મહાત્માએ આ 36 જણાની મદદથી તે જમીનમાં બાજરી વાવી. અને વળી ભાદરવો આવતા તે 36 ચેલાઓને ભગવા પહેરાવી બાજરી વાઢવા મોકલેલા.

પછી તે 36 જણાને અનુભવ થયો કે આ તો મેલ કરવત મોચીના મોચી જેવું છે. આપણે વળી એની એજ વસ્તુ અને મહેનત કરવાની. પહેલા તો આપણી ઘરવાળી ઘરે ગરમ પાણી પણ આપતી, અને જાતે જમવાનું પણ ના બનાવવું પડતું. અહીં તો જમવાનું પણ આપણે જ બનાવવું પડે છે. પછી તે 36 જણાએ આ વડ પાસે આવીને ભગવાનો ત્યાગ કરીને ફરી ગૃહસ્થ જીવન શરૂ કર્યું. આ કારણે આ વડને છતરીયો વડ કહેવામાં આવે છે.

જણાવી દઈએ કે હાલ અહીં નવો વડ છે. મિત્રો આના પરથી ખેડૂતોએ સહન કરવા પડતા ઓતરા-ચિત્રાના તાપ અને તેમની મહેનત વિષે પણ જાણવા મળે છે. સાભાર – જીતુભાઇ વૈદ્ય, દીશા.


Source: gujaratilekh.com

Related posts

આ બે શહેરોમાં લોન્ચ થયા દેશના પહેલા ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર, ખાસિયત વાંચીને થઇ જશો ચકિત.

Amreli Live

કોરોના વાયરસ ફેફસામાં કાંઈક એવી વિચિત્ર ક્રિયા કરી રહ્યો છે એ જાણો, જેનાથી ઓક્સિજન માટેના રસ્તા થઈ રહ્યા છે બંધ.

Amreli Live

આજે આ 6 રાશિઓ પર રહેશે લક્ષ્મી માતાની કૃપા, આર્થિક લાભ મળશે, વેપારનું વિસ્‍તરણ કરી શકશો.

Amreli Live

Honda Amaze નું સ્પેશિયલ એડિશન ભારતમાં થયું લોન્ચ, કિંમત આટલા લાખથી શરૂ.

Amreli Live

સૂર્યદેવના તેજની જેમ આજે આ રાશિના લોકોનું ભાગ્ય ચમકશે, વેપારીઓને લાભ થવાની શક્યતા છે.

Amreli Live

આ 6 રાશિઓ પર વરસશે માં સંતોષીની કૃપા, લાભના મળશે અવસર, ધનમાં થશે વૃદ્ધિ.

Amreli Live

સૂર્યદેવના આશીર્વાદથી આજનો દિવસ આનંદ ઉત્‍સાહ ભર્યો રહે, કુટુંબમાં હર્ષોલ્‍લાસનું વાતાવરણ રહે, ધન લાભ થાય.

Amreli Live

આઝાદી વિશેષ : વડવાઓની સંપત્તિમાં દીકરીઓને સમાન અધિકાર, સમ્માન અને ગૌરવનો નિર્ણય.

Amreli Live

શનિદેવની દ્રષ્ટિ પડવાથી ગણપતિનું માથું હવામાં વિલીન થઇ ગયું હતું, વાંચો આ પૌરાણિક કથા

Amreli Live

વિદ્યાર્થીઓ, કલાકારો અને ખેલાડીઓ માટે વર્તમાન સમય સારો રહેશે, વાંચો દૈનિક રાશિફળ.

Amreli Live

ફેસબુકે લોન્ચ કર્યું નવું સોફ્ટવેયર, 100 ભાષાઓનો કરશે અંગ્રેજીમાં અનુવાદ

Amreli Live

લીવરને મસ્ત રાખવું છે તો પોતાના ટાયટમાં આ વસ્તુઓને એડ કરો અને રહો તંદુરસ્ત

Amreli Live

હથેળીની પાછળની બાજુથી જાણવામાં આવશે તમારો સ્વભાવ અને તમારું ભવિષ્ય.

Amreli Live

ઘરમાં રહેલી આ 1 વસ્તુની મદદથી ઇનો નાખ્યા વગર ઈડલી-ઢોકળાના ખીરામાં લાવી શકો છો આથો.

Amreli Live

વારાણસીમાં આજથી જ ખુલી ગયા સંકટ મોચન મંદિરના દ્વાર, આ ગાઇડલાઇન પ્રમાણે કરી શકશો દર્શન.

Amreli Live

રેલવેમાં 1.41 લાખ જગ્યા ખાલી, પણ સરકાર હવે તેમને ભરવાના મૂડમાં નથી, પણ મોટા પરિવર્તનની તૈયારીમાં છે.

Amreli Live

મેષ રાશિના લોકોને આજે વેપારધંધામાં લાભ થાય, જાણો અન્ય રાશિઓનો કેવો રહેશે દિવસ.

Amreli Live

પહેલા માં ખોવાઈ હવે પિતા છોડને ગયા, ચાર માસુમ ઉપર દુઃખોનો ડુંગર તૂટી પડ્યો.

Amreli Live

ડાયાબિટીસથી લઈને આંખની રોશની સુધી ઠીક કરી શકે છે કોળાના પાંદડા, જાણો ખાવાની રીત.

Amreli Live

ઓનલાઇન ગેમ રમીને કમાઈ શકો છો ઢગલા બંધ પૈસા, અહીં જાણો રીત.

Amreli Live

એક-બે નહિ પણ ત્રણ લગ્ન કરીને ત્રીજા પતિ સાથે ભાગી ગઈ કેલિફોર્નિયા, આવી રીતે લુંટ્યા દરેક ભોળા પતિને.

Amreli Live