29.7 C
Amreli
26/11/2020
મસ્તીની મોજ

એશ્વર્યાને ખૂબ પ્રેમ કરતા હતા સંજય દત્ત, પણ આ કારણે એકબીજાથી થઇ ગયા દૂર.

એશ્વર્યાના પ્રેમમાં પાગલ હતા સંજય, પણ પરિવારના આ સભ્યના કારણે પોતાના પ્રેમથી થઈ ગયા દૂર. બોલીવુડની પ્રસિદ્ધ અને સુંદર અભિનેત્રી એશ્વર્યા રાયને આજે કોઈ પરિચયની જરૂર નથી. ફિલ્મોમાં આવ્યા પહેલા એશ્વર્યાએ મોડલિંગથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. શરુઆતથી જ તેને મોડલિંગમાં વધુ રસ હતો, અને તેણે પહેલી વખત કૈમલીન કંપની તરફથી મોડલિંગની ઓફર મળી હતી, ત્યારે તે ફક્ત 9 માં ધોરણની વિદ્યાર્થીની હતી. ત્યાર પછી તેમણે ઘણી જાહેરાતોમાં કામ કર્યું, અને બીજી તરફ અભ્યાસ પણ ચાલુ રાખ્યો. વર્ષ 1991 માં તેમણે સુપરમોડલ સ્પર્ધા પણ જીતી હતી, ત્યાર પછી 1994 માં મિસ વર્લ્ડ બની.

મિસ વર્લ્ડનો એવોર્ડ જીત્યા પછી તેમણે ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો અને તેમને ઘણી સફળતા પણ મળી. એશ્વર્યા જેટલી તેની ફિલ્મોને લઈને ચર્ચામાં રહી છે, તેનાથી ઘણી વધારે પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહી. સલમાન ખાન અને એશ્વર્યા રાયની લવ સ્ટોરી વિષે તો બધા જાણે છે, પણ એક સમય હતો જયારે બોલીવુડના મુન્ના ભાઈ પણ એશ્વર્યા રાયના દીવાના હતા. સંજય દત્ત અને એશ્વર્યા રાયના પ્રેમના સમાચારોએ પણ ઘણી પ્રસિદ્ધી મેળવી હતી.

એશ્વર્યાના પ્રેમમાં પાગલ હતા સંજય દત્ત : રસપ્રદ વાત એ છે કે સંજય દત્ત તે સમયે એશ્વર્યા રાયના પ્રેમમાં પડી ગયા હતાં, જયારે એશ્વર્યાએ ફિલ્મોમાં પ્રવેશ પણ કર્યો ન હતો. તેના વિષે સંજય દત્તે પોતે એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે, મેં જયારે એશ્વર્યા રાયને પહેલી વખત જોઈ તો તેની સુંદરતા ઉપર આફરીન થઇ ગયો હતો. બંનેની પહેલી મુલાકાત વર્ષ 1993 માં થઇ હતી, જયારે બંનેને એક મેગેઝીન માટે ફોટોશૂટ કરાવવાનો હતો. તે દિવસે એશ્વર્યા મોડલિંગની દુનીયામાં એક્ટીવ હતી, અને તેને અમુક જાહેરાતો મળવા લાગી હતી. આમ તો સંજયે એશ્વર્યાને એક કોલ્ડ ડ્રીંકની જાહેરાતમાં જોઈ હતી અને ત્યારથી તે એશનો દીવાનો થઇ ગયો હતો.

સંજયની બહેનો બની હતી પ્રેમમાં અડચણરૂપ : મીડિયા અહેવાલ મુજબ સંજય દત્ત તો એશ્વર્યા રાયના પ્રેમમાં પાગલ હતો, પરંતુ સંજયની બહેનો આ લવ સ્ટોરીમાં અડચણરૂપ બની ગઈ. કહેવામાં આવે છે કે, તે દિવસોમાં સંજય દત્તની બહેનોએ સંજયને ખાસ સલાહ આપી દીધી હતી કે તે એશ્વર્યાથી દુર રહે. એવું એટલા માટે કેમ કે, તે સમયે સંજય દત્તની ઈમેજ એક બેડ બોય વાળી બની ગઈ હતી.

કહેવામાં આવે છે કે, સંજયની બહેનોને એશ્વર્યા ઘણી પસંદ હતી, તે એશ્વર્યાને મળી પણ હતી. પરંતુ સંજય દત્ત તેની બેડ બોય વાળી ઈમેજને લઈને તે દિવસોમાં ઘણો ચર્ચામાં રહેતો હતો. અને એ કારણ છે કે તેની બહેનોએ તેને એશ્વર્યાથી દુર રહેવાની સલાહ આપી હતી અને કહ્યું હતું કે એશ્વર્યાને ભોળવવાનો પ્રયત્ન ન કરીશ અને ન તો તેની પાસે ફોન નંબર માંગીશ.

સંજય દત્તે એક ઈન્ટરવ્યું દરમિયાન એશ્વર્યાની પ્રશંસામાં કહ્યું હતું કે, જો તે એક વખત રોડ ઉપર ઉભી રહી જાય તો બધી ગાડીઓ તેના માટે આવીને ઉભી રહી જાય. સંજય અને એશ્વર્યાએ ‘શબ્દ’ અને ‘હમ કિસીસે કમ નહિ’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. સંજય દત્ત અને એશ્વર્યા રાય ક્યારેય રિલેશનશિપમાં આવી શક્યા ન હતા. હવે બંને પોત પોતાની લાઈફમાં ખુશ છે. એક તરફ સંજય દત્ત પોતાની પત્ની માન્યતા સાથે ખુશ છે, તો એશ્વર્યા બચ્ચન કુટુંબની વહુ છે.

આ માહિતી ઈન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

ગણપતિ બાપ્પા જલ્દી સજાવશે આ 6 રાશીઓનું ભાગ્ય, સુખ-સમૃદ્ધિમાં થશે સતત વૃદ્ધિ

Amreli Live

રસોડામાં છુપાયેલી આ વસ્તુઓથી જ અટકી જશે, તમારી વધતી ઉંમર.

Amreli Live

સુશાંત સિંહ રાજપૂત પહેલા મોટા ભાઈને ગુમાવી ચુક્યો છે પરિવાર, એક્ટરની બહેને હવે આપી જાણકારી

Amreli Live

થોડા દિવસોમાં પોપ્યુલર થઇ તારક મેહતાની નવી અંજલિ ભાભી, જાણો એક દિવસની કેટલી ફી લે છે સુનૈના ફોજદરા.

Amreli Live

શાસ્ત્રોમાં જણાવ્યું છે, કયા કારણોસર વ્યક્તિના ધનનો થાય છે નાશ, દેવી લક્ષ્મી પણ છોડે છે તેનો સાથ.

Amreli Live

આ મહિને આ ચાર ગ્રહ કરી રહ્યા છે રાશિ પરિવર્તન, 12 દિવસ રહશે ખાસ

Amreli Live

મોટા સમાચાર : આ તારીખે દિવાળીની જેમ ઝગમગ થશે અયોધ્યા નગરી, CM યોગીએ આપ્યો આદેશ.

Amreli Live

558 વર્ષ પછી રક્ષાબંધન ઉપર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિઓ પર પડશે તેની ઊંડી અસર

Amreli Live

દિવાળી પછી આ રાશિના લોકો પર મહેરબાન રહેશે માં લક્ષ્મી, બાકી લોકોએ સહન કરવી પડશે આર્થિક તંગી

Amreli Live

મેષ રાશિની ખાસ વાતો શું છે? જાણો આ રાશિના લોકો કેવી રીતે બનાવે છે પોતાનું જીવન શ્રેષ્ઠ.

Amreli Live

સિગરેટને ગુજરાતીમાં શું કહેવાય છે? મગજ પર જોર નાખો અને આપો આવા ખતરનાક IAS ના જવાબ

Amreli Live

EFP માંથી પૈસા ઉપાડવા માટે જરૂર નથી આ ડોક્યુમેન્ટ્સની, ઘણા સરળતાથી નીકળી જશે તમારા પૈસા.

Amreli Live

અધિક માસમાં 15 તિથિઓ શુભ, ખરીદી અને ધાર્મિક અનુષ્ઠાન કરવું ફળદાયક

Amreli Live

આ આયુર્વેદિક પ્રોડકટથી ખૂબ સારી રિકવરી થઈ આ ભાઈની, જાણો વિગતવાર તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવા.

Amreli Live

જાણો ક્યારે છે અજા એકાદશી, આ મુહૂર્તમાં કરો પૂજા, તો પૂર્વજન્મના પાપોમાંથી મળશે છુટકારો.

Amreli Live

ભારતને ચંદ્ર અને મંગળ સુધી પહુંચાડવા વાળી મહિલાઓ, તો પણ ઇસરોમાં સંખ્યા 20% થી ઓછી, નાસામાં પણ તેમની સંખ્યા ઘટી.

Amreli Live

છોકરીએ 16 વર્ષ સુધી કપાવ્યા નહિ પોતાના વાળ, હવે વાળના થઇ ગયા છે એવા હાલ, જુઓ ફોટા

Amreli Live

ઊંઘના અભાવને કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી બને છે, જાણો તેને કેવી રીતે સુધારી શકાય.

Amreli Live

ગર્ભવતી મહિલાઓ રોજ જપો આ ખાસ મંત્ર, બાળક સારું સ્વાસ્થ્ય અને ભાગ્ય લઈને જન્મ લેશે.

Amreli Live

જાણો Maruti S-Presso ના સૌથી સસ્તા મોડલની કિંમત, તેના ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ.

Amreli Live

ફક્ત પત્થરોથી બનશે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર, 10 હજાર તાંબાના સળિયાનો થશે ઉપયોગ.

Amreli Live