24.4 C
Amreli
27/09/2020
bhaskar-news

એર ઇન્ડિયાએ 4 મેથી અમુક ડોમેસ્ટિક, 1 જૂનથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે ટિકિટ બુકિંગ શરૂ કર્યુંલૉકડાઉનના કારણે બંધ થયેલી એર ઇન્ડિયાની ફ્લાઈટ્સ ટૂંક સમય શરૂ થઈ શકે છે. સરકારી ઉડ્ડયન કંપની એર ઈન્ડિયાએ શનિવારથી ટિકિટનું બુકિંગ શરૂ કર્યું છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, પેસેન્જર 4 મેથી કેટલીક ડોમેસ્ટિક અને 1 જૂનથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ માટે ટિકિટ બુકિંગ કરી શકે છે. તો બીજી તરફ પ્રાઈવેટ એરલાઈન્સ પહેલાથી 4 મેથી ટિકિટ બુકિંગ શરૂ કરી ચૂકી છે. કોરોના સંક્રમણની ચેન તોડવા માટે બીજા તબક્કાનું લોકડાઉન 3 મેના રોજ પૂર્ણ થશે. એર ઈન્ડિયાના જણાવ્યા પ્રમાણે, ‘કોરોના વાઈરસના સંકટને ધ્યાનમાં રાખીને અમે ડોમેસ્ટિક ફ્લાઈટ માટે 3 મે અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ માટે ટિકિટ બુકિંગ પર 31 મે સુધી ટિકિટનું બુકિંગ અટકાવી દીધું હતું. જો કે, હવે બુકિંગ ચાલુ છે. કંપનીના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે, શરૂઆતમાં મેટ્રો શહેરોને જોડતી ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવશે.

DGCA અને સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઈડલાઈનનું પાલન થશે
એર ઈન્ડિયાના જણાવ્યા પ્રમાણે, 'કોરોનાવાઈરસના સંકટને ધ્યાનમાં રાખીને અમે ડોમેસ્ટિક ફ્લાઈટ માટે 3 મે અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ માટે ટિકિટ બુકિંગ પર 31 મે સુધી ટિકિટનું બુકિંગ અટકાવી દીધું હતું. જો કે, હવે બુકિંગ ચાલુ છે. કંપનીના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે, શરૂઆતમાં મેટ્રો શહેરોને જોડતી ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવશે. બાદમાં સ્થિતિને ધ્યાનમાં રાખતા ફ્લાઈટની સંખ્યા વધારવામાં આવશે’. અમે DGCA (ડિરેક્ટર જર્નલ ઓફ સિવિલ એવિએશન ) અને સ્વાસ્થ્ય મંત્રાલયની તમામ માર્ગદર્શિકાનું પાલન કરીશું. તેમાં વિમાનમાં સ્વચ્છતા, ચેક-ઈન, અને બોર્ડિંગ દરમિયાન પેસેન્જરની વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ અને વિમાનમાં સીટ ખાલી છોડવા સંબંધી સૂચનો પણ સામેલ છે.

બીજા તબક્કાનું લોકડાઉન 2 મે સુધી છે
કોરોના સંક્રમણ અને લોકડાઉનના કારણે રેલવે, બસ અને હવાઈ સેવાઓ સંપૂર્ણપણે બંધ છે. એર ઈન્ડિયાએ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ રૂટ પર કોમર્શિયલ ફ્લાઈટ 14 એપ્રિલ સુધી સ્થગિત કરી હતી, જો કે, બાદમાં તેને 30 એપ્રિલ સુધી વધારવામાં આવી હતી પરંતુ લોકડાઉન 3 મે સુધી લંબાવવામાં આવ્યું હોવાથી ટિકિટનું બુકિંગ કેન્સલ કરવામાં આવ્યું હતુ. જો કે, હવે લોકડાઉનનો સમયગાળો 3 મે 2020ના રોજ પૂર્ણ થશે, ત્યારે એર ઇન્ડિયાએ 4 મેથી ફરીથી બુકિંગ શરૂ કરવાનું નક્કી કર્યું છે.

કેન્સલ ટિકિટ પર કેશ રિફંડ પણ
લોકડાઉન દરમિયાન બુક કરવામાં આવેલી ટિકિટો પર ક્રેડિટ રિફંડ અને કેશ રિફંડ બંને મળી રહ્યું છે. જો તમારી ટિકિટ 25 માર્ચ અને 3 મેની વચ્ચે છે તો એરલાઈન્સ ક્રેડિટ રિફંડની સુવિધા આપી રહી છે જેના અંતર્ગત પેસેન્જર રી-શિડ્યૂલ કરી શકે છે. બાદમાં એવિએશ મિનિસ્ટ્રીના આદેશ પર 25 માર્ચથી 14 એપ્રિલની વચ્ચે ટિકિટ બુકિંગ પર કેશ રિફંડ આપવામાં આવી રહ્યું છે.

એર ઈન્ડિયાને દરરોજ 30 થી 35 કરોડ રૂપિયાનું નુકસાન થાય છે
એક અંદાજ મુજબ, ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રી ફ્લાઈટ કેન્સલ થવાથી એર ઈન્ડિયાને દરરોજ 30થી 35 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. એર ઈન્ડિયાના જણાવ્યા પ્રમાણે, ફ્લાઈટ બંધ થવાથી ફ્યુઅલ, ગ્રાઉન્ડ હેન્ડલિંગ, એરપોર્ટ ચાર્જ પર થતા ખર્ચને બચાવવામાં આવી રહ્યો છે, પરંતુ સેલરી, અલાઉન્સિસ, લીઝ રેંટ અને મિનિમમ મેઈન્ટેનન્સ અને ઈન્ટરેસ્ટ પેમેન્ટની ચુકવણી કરવી પડશે. એર ઈન્ડિયાની દરરોજની આવક અંદાજે 60થી 65 કરોડ રૂપિયા છે. તેમાંથી 90 ટકા કમાણી પેસેન્જર ટ્રાવેલથી થાય છે. કંપની કર્મચારીઓની સેલેરી પર 250 કરોડ રૂપિયા દર મહિને ખર્ચ કરે છે. જ્યાકે એકક્રાફ્ટની લીઝ અને રેંટ પર દર મહિને લગભગ 226 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Air India starts booking tickets for some domestic flights May 4 and international flights June 1

Related posts

આરોગ્ય મંત્રાલયે કહ્યું- દેશમાં કોરોનાના 2902 કેસ, તબલીઘ જમાતના સંક્રમિત લોકોની સંખ્યા 1023 છે

Amreli Live

108માં ફરજ બજાવતી માતા ચેપ લાગવાના ડરે જોડિયાં સંતાનોને સ્પર્શ પણ કરી શકતી નથી

Amreli Live

24 કલાકમાં કોરોનાના 313 નવા પોઝિટિવ કેસ, અમદાવાદમાં 249 કેસ, 86 દર્દી સાજા થયા, કુલ દર્દી 4395

Amreli Live

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 51 નવા કેસ સાથે કોરોનાના કુલ 519 દર્દી, મૃત્યુઆંક 25એ પહોંચ્યો, આજથી માસ્ક પહેરવું ફરજિયાત

Amreli Live

2.77 લાખ કેસ, મૃત્યુઆંક-7,752ઃ રિકવરી રેટમાં બિહાર છઠ્ઠા નંબરે, અહીં અડધાથી વધારે દર્દી સાજા થઈ ચુક્યા છે

Amreli Live

અત્યાર સુધી 20,486 કેસ- 660 મોતઃ જમ્મુ-કાશ્મીરના DGPએ કહ્યું-પાકિસ્તાન કોરોના ફેલાવવા સંક્રમિતોને મોકલી રહ્યું છે

Amreli Live

લોકડાઉન 2.0: દસ દિવસમાં દર્દી બમણાં થયા, શનિવારે રેકોર્ડ બ્રેક 1926 કેસ, દિલ્હીમાં 2 દિવસમાં CRPFના 24 જવાન પોઝિટિવ

Amreli Live

રાજ્યમાં કોરોનાના 34 નવા કેસ, અમદાવાદના હોટસ્પોટમાંથી 25 કેસ નોંધાયા, કોરોનાના કુલ દર્દી 572

Amreli Live

ખંભાળિયામાં 2 કલાકમાં 12 ઇંચ વરસાદ, 8 કલાકમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો, NDRFની ટીમ મોકલાઈ, રાણાવાવમાં 8, પોરબંદરમાં 7 ઈંચ વરસાદ

Amreli Live

બ્રિટનમાં 24 કલાકમાં 813ના મોત; કોરોનામાંથી સાજા થયેલા PM જોનસન આવતીકાલે ઓફિસ જોઈન કરશે

Amreli Live

રાજ્યમાં આગામી 5 દિવસ સુધી સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી

Amreli Live

મમતાએ કહ્યું: કેન્દ્રની ગાઈડલાઈન્સ વિરોધાભાસી: એક તરફ લોકડાઉનના કડક પાલનની વાતો, બીજી બાજુ દુકાનો ખોલવાના આદેશ

Amreli Live

કિમ જોંગ ઉને કહ્યું- સતર્ક રહેજો નહિંતર ઘણું મોટુ સંકટ આવશે, નોર્થ કોરિયામાં એક પણ દર્દી નહીં, વિશ્વમાં અત્યારસુધી 1.10 કરોડ કેસ

Amreli Live

અત્યાર સુધીમાં 10,453 કેસ, મેઘાલયમાં પ્રથમ સંક્રમિત મળ્યો, દેશનાં 27 રાજ્ય અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશમાં વાઇરસનું સંક્રમણ

Amreli Live

10 લાખ લોકોએ કોરોનાને હરાવ્યો, એટલે કે 64% દર્દીઓ સાજા થયા; દરરોજ 40 હજાર દર્દીઓ રિકવર થઈ રહ્યા છે

Amreli Live

રાજ્યમાં એક જ દિવસમાં કોરોનાના સૌથી વધુ 374 નવા કેસ અને સૌથી વધુ 28ના મોત, મૃત્યુઆંક 290 અને કુલ દર્દી 5,428

Amreli Live

સુપ્રીમે કહ્યું- PM કેયર ફંડના રૂપિયા NDRFમાં ટ્રાન્સફર કરવાનો આદેશ ન આપી શકાય, નવી આપત્તિ રાહત યોજનાની જરૂર નથી

Amreli Live

કોરોના બ્રેકીંગ અપડેટ 29/03/2020 ને સાંજના 6.50 વાગ્યા સુધી ની અમરેલી ની સ્થિતિ

Amreli Live

જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ સહિત આજે પણ રાજ્યના 40 તાલુકામાં વરસાદ નોંધાયો, સૌથી વધુ 1 ઈંચ માળીયામાં

Amreli Live

4.91 લાખ કેસઃ 5 દિવસમાં અંદાજે 80 હજાર દર્દી વધ્યા, જેમાંથી 50 હજાર માત્ર દિલ્હી, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાંથી

Amreli Live

વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું- અમદાવાદનું કોરોના મોડેલ અન્ય શહેરો અપનાવી શકે

Amreli Live