31.6 C
Amreli
26/11/2020
મસ્તીની મોજ

એયરપોર્ટ પર સફાઈ કરવાવાળા એ કેવી રીતે બનાવી 10 કરોડના ટર્નઓવરવાળી કંપની.

પહેલા કરતા હતા એયરપોર્ટ પર સફાઈકામ, હવે 400 કર્મચારીઓ તેમના હાથ નીચે કરે છે કામ. વાંચો સફળતાની સ્ટોરી. અલીગઢના આમીર પાસે પૈસા ન હતા તો તે એયરપોર્ટ ઉપર સફાઈ કરતો હતો, થોડો સમય પૈસા માટે છાપા પણ વહેચ્યા.

આમીર કુતુબ હાલ આશરે 31 વર્ષના છે અને ઓસ્ટ્રેલીયા બેસ્ડ એક મલ્ટીનેશનલ ડિજિટલ ફર્મના માલિક છે, જેનું ટનઓવર દસ કરોડ છે. આમીરની કંપની ચાર દેશોમાં રહેલી છે. આમીર એક સમયે એયરપોર્ટ ઉપર સફાઈનું કામ કરતો હતો. ઘર સુધી છાપું પહોંચાડવાનું કામ પણ કર્યું. પોતાને બિઝનેસમાં સેટ કરવાનો જુસ્સો એટલી હદે તેની ઉપર છવાયેલો હતો કે, કોઈ પણ પડકાર તેને ડગમગાવી ન શક્યા. તેમણે પોતાની સફળતાની આખી સ્ટોરી ભાસ્કર સાથે શેર કરી છે, વાંચો તેમની સ્ટોરી, તેમના શબ્દોમાં.

કોલેજમાં અભ્યાસમાં મન જ લાગી રહ્યું ન હતું : હું અલીગઢના એક મધ્યમ વર્ગ સાથે સંબંધ ધરાવું છું. પિતા સરકારી નોકરીમાં હતા. માં હાઉસ વાઈફ છે. પિતાની પહેલાથી જ એ ઈચ્છા હતી કે દીકરો મોટો થઈને ડોક્ટર કે એન્જીનીયર બને. એટલા માટે 12 માં ધોરણ પછી મારું એડમીશન બીટેકમાં કરાવવામાં આવ્યું. મારા બધા મિત્ર મીકેનીકલ બ્રાંચમાં એડમીશન લઇ રહ્યા હતા. બધાએ કહ્યું આમાં સારો સ્કોપ છે તો મેં પણ મીકેનીકલ બ્રાંચ લીધી.

મને અભ્યાસમાં વધુ રસ જ ન હતો. મને એ સમજાતું ન હતું કે જે હું ભણી રહ્યો છું, તે જીવનમાં કેવી રીતે કામ આવશે. એ વિચારીને મનમાં ઉદાસ થઇ જતો હતો. મન જ લાગતું ન હતું એટલે માર્ક્સ પણ ઓછા આવતા હતા. એક વખત તો શિક્ષકે કહી દીધું હતું કે, તું જીવનમાં કાંઈ નહિ કરી શકે, કેમ કે તારું મન જ અભ્યાસમાં નથી લાગતું. અભ્યાસમાં મન ન લાગ્યું તો એક્સ્ટ્રા-કરીકુલર એક્ટીવીટીઝમાં લાગી ગયો. જયારે બીજા વર્ષમાં આવ્યો તો મેં એક્સ્ટ્રા-કરીકુલર એક્ટીવીટીઝમાં પાર્ટીસીપેટ કરવાનું શરુ કરી દીધું. કોલેજ ફેસ્ટ થઇ તો તેમાં પાર્ટીસીપેટ કર્યું અને મને એવોર્ડ પણ મળ્યો. અભ્યાસ ઉપરાંત જે જે થઇ શકતું હતું તે હું બધું કરી રહ્યો હતો. બીજા વર્ષના જ મનમાં વિચાર આવ્યો કે, યુનીવર્સીટીમાં કોઈ સોશિયલ નેટવર્ક નથી તો કોઈ સોશિયલ નેટવર્કિંગ એપ કેમ ન બનાવી શકાય.

મિત્રોએ મજાક ઉડાવી. કહ્યું કે, ભાઈ તું મીકેનીકલ બ્રાંચમાં છે અને વાત કરી રહ્યો છે એપ બનાવવાની. તને કોડીંગ પણ નથી આવડતી. કેવી રીતે બનાવીશ એપ. તે એ સમય હતો જયારે ફેસબુક પણ ન હતી. મેં ગુગલમાંથી કોડીંગ શીખવાનું શરુ કરી દીધું. ચાર મહિનામાં એપ બનાવવા જેટલુ જરૂરી કોડીંગ મને આવડવા લાગ્યું હતું. પછી અમારા એક મિત્ર સાથે મળીને અમે સોશિયલ નેટવર્કિંગ એપ બનાવી અને તેને લોંચ કરી દીધી. અઠવાડિયામાં જ દસ હજાર વિદ્યાર્થીઓએ તે જોઈન્ટ કરી લીધી. તેમાં બધા એક બીજા સાથે વાત કરી શકતા હતા. ફોટા શેર કરી શકતા હતા. તે પ્રોજેક્ટ ઘણો સફળ રહ્યો.

કોલેજમાં મેગેઝીન ન હતી તો વિચાર્યું કે મેગેઝીન શરુ કરવી જોઈએ. મેં સ્પોન્સર શોધવાનું શરુ કરી દીધું. લોકોને મળ્યા તો તેમણે કહ્યું કે સ્પોન્સરશીપ એમ નથી મળતી. તમારે પ્રપોઝલ બનાવીને લાવવી પડશે. પછી વાત થઇ શકશે. પછી ગુગલ ઉપર જ પ્રપોઝલ બનાવવાનું શીખ્યો અને ફરી વખત લોકોને મળ્યો. ફાઈનલી એક સ્પોન્સર મેનેઝીન માટે મળી ગયા. કોલેજમાં ચૂંટણી થઇ તો સેક્રેટરીની પોસ્ટ માટે હું ઉભો રહ્યો અને જીત્યો પણ. જયારે સેક્રેટરી બન્યો તો લીડરશીપ સ્કીલ ખીલવવાની તક મળી. આ રીતે કોલેજ મારા માટે ટ્રેનીંગ સ્કુલ જેવી બની ગઈ હતી. મેગેઝીનના બહાને માર્કેટની સમજણ પ્રાપ્ત કરી.

ચૂંટણીમાં પાર્ટીસીપેટ કરીને આગેવાની શીખી. આ બધી બાબતોથી મારો કોન્ફીડન્સ ઘણો વધ્યો. ત્યાર પછી હું એ નક્કી કરી ચુક્યો હતો કે, મારે મારું જ કામ કરવાનું છે અને ટેકનોલોજી સંબંધી કંઈક કરવું છે. પરંતુ ઘરવાળા પાછળ પડી ગયા હતા કે જોબ કરુ. ટીસીએસમાં મારી પ્લેસમેંટ થઇ ગઈ પરંતુ મેં તે જોબ જોઈન ન કરી. પછી દિલ્હી આવ્યો તો ત્યાં હોન્ડામાં સિલેકશન થઇ ગયો. જોબ મળી ગઈ તો ઘરવાળા પણ ખુશ થઇ ગયા. હોન્ડામાં પણ જયારે ગયો તો ત્યાં મેં સીસ્ટમ સુધારવા ઉપર કામ કર્યું. જે મેન્યુઅલ કામ હતું. તે બદલીને ઓનલાઈન કરી દીધું. તે કામ મારા ઓફીસ કામ સિવાય કર્યું હતું.

જીએમ ઘણા ખુશ થયા અને હોન્ડાએ મારી સીસ્ટમને ઘણી જગ્યાએ તેમની કંપનીઓમાં લાગુ કરી દીધી. અહિયાં નોકરી ચાલી રહી હતી, પરંતુ હું ખુશ ન હતો કેમ કે મારે તો મારું કામ કરવાનું હતું. એક વર્ષ પછી મેં રાજીનામું આપી દીધું.

બિઝનેસની સમજણ ન હતી, ફ્રીલાંસિંગ કરવા લાગ્યો : મેં વિચાર્યું કે હવે પોતાનું કામ કરીશ પરંતુ મને બિઝનેસની કોઈ સમજણ ન હતી. મેં ફ્રીલાંસિંગ શરુ કરી લીધું. વેબસાઈટ ડીઝાઈન કરતો હતો. ફ્રીલાંસિંગ દરમિયાન જ મને ઓસ્ટ્રેલીયા, યુએસ, યુકેના કલાઈંટ મળ્યા. તેમાંથી અમુકે સલાહ આપી કે તમે વિદેશ આવીને તમારો બિઝનેસ સેટ કેમ નથી કરતા. મેં ઓસ્ટ્રેલીયા જવાનું વિચાર્યું. વિઝાની તપાસ કરી તો જાણવા મળ્યું કે સ્ટુડેંટ વિઝા ઉપર જ જઈ શકું છું. પછી ત્યાની એક એમબીએ કોલેજમાં એડમીશન લીધું.

ફર્સ્ટ સેમેસ્ટર માટે થોડી સ્કોલરશીપ મળી હતી. થોડા પૈસા ઘરેથી મળી ગયા હતા તો હું ઓસ્ટ્રેલીયા પહોંચી ગયો. ત્યાં પહોંચ્યા પછી તે પડકાર હતો કે બીજા સેમેસ્ટરની ફી ભેગી કરવાની હતી, અભ્યાસ પણ કરવાનો હતો, જોબ પણ કરવાની હતી, અને મારા બિઝનેસને પણ સેટ કરવા માટે શરુઆત કરવાની હતી. મને લાગી રહ્યું હતું કે જોબ સરળતાથી મળી જશે પરંતુ એવું બન્યું નહી. મેં લગભગ સો થી દોઢસો કંપનીઓમાં અરજી કરી પરંતુ ક્યાય પણ મારું સિલેકશન ન થઇ શક્યું, કેમ કે તે લોકો ઇંડિયાના અનુભવને મહત્વ આપતા ન હતા.

લગભગ ત્રણ મહિનાના પ્રયત્નો પછી એક એયરપોર્ટ ઉપર સફાઈ કામનું કામ મળ્યું. ત્યાં 20 ડોલર પ્રતિ કલાકના મળતા હતા. જોબ દિવસની હતી એટલા માટે અભ્યાસ કરી શકતો ન હતો અને બિઝનેસ વિષે પણ કાંઈ વિચારી શકતો ન હતો, એટલા માટે મેં રાતની નોકરી શોધી. મને રાત્રે 3 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી ઘરમાં છાપા નાખવાનું કામ મળ્યું.

સંબંધી કહેતા હતા, ભણી ગણીને આ શું કરી રહ્યો છે? તે બધું ઘર વાળાને ખબર પડી તો તે ઘણા ગુસ્સે થયા. બધાએ ઇંડિયા પાછા આવવાનું પણ કહ્યું. અમુક સંબધીઓએ તો કહ્યું કે, ભણી ગણીને આવું કામ કરી રહ્યો છે. પરંતુ મારો હેતુ સ્પષ્ટ હતો. મને મારા ધ્યેય વિષે ખબર હતી. તે બધું કરતા કરતા એક વર્ષ નીકળી ગયું. પછી મને જુગાડથી એક નાનું ગેરેજ મળી ગયું. ત્યાંથી હું મારી કંપનીનું થોડું ઘણું કામ કરવા લાગ્યો. લોકોને જણાવવા લાગ્યો કે, મારી કંપની છે. હું વેબસાઈટ ડીઝાઈનીંગનું કામ કરતો હતો. મેં કંપની રજીસ્ટર કરાવી લીધી હતી.

હવે મુશ્કેલી એ હતી કે કંપની તો બની ગઈ હતી પરંતુ કલાઈંટ મળી રહ્યા ન હતા. હું મારું કાર્ડ લઈને આમ તેમ ફરતો હતો, પરંતુ કોઈ કામ જ કરાવતું ન હતું. એક દિવસ મને એક વ્યક્તિ મળ્યો તેનો નાનો બિઝનેસ હતો. તેને મેં મારા વિષે જણાવ્યું તો તેણે કહ્યું કે, તું ધારે તો મારી કંપની માટે સીસ્ટમ બનાવી શકે છે, પરંતુ હું તેનો કોઈ ચાર્જ નહિ આપું. મેં ચાર અઠવાડિયામાં તેની કંપની માટે એવી સીસ્ટમ બનાવી જેનાથી તેને મહિનાના 5 હજાર ડોલર બચવા લાગ્યા. પછી તેણે ન માત્ર મને પૈસા આપ્યા પરંતુ બીજા લોકો સાથે પણ સંપર્ક કરાવ્યો.

50 લાખની લોન થઇ ગઈ હતી : પછી મને ઓસ્ટ્રેલીયામાં જ એક સેમી ગવર્મેન્ટ ઓર્ગેનાઈઝેશન જોઈન્ટ કરવાની તક મળી. ત્યાં દોઢ વર્ષ કામ એટલું સારું ચાલ્યું કે હું જીએમની પોસ્ટ સુધી પહોંચી ગયો. જયારે પૈસા ભેગા થઇ ગયા તો મેં તે કંપની પણ છોડી દીધી કેમ કે મારે તો મારું કામ સેટ કરવાનું હતું. ધીમે ધીમે કામ આગળ વધવા લાગ્યું પરંતુ ખર્ચા પણ વધતા જતા હતા. મેં ખર્ચાને પહોંચી વળવા માટે લોન લીધી અને લોન વધતી જ ગઈ અને 50 લાખ રૂપિયાનું દેવું મારી ઉપર થઇ ગયું.

મને સમજાતું ન હતું કે કંપનીમાં પૈસા આવી રહ્યા છે પણ બચત કેમ નથી થઇ શકતી? ઘણા લોકોને મળ્યો. અમુકને મેંટર બનાવ્યા. ગ્રાહકને પૂછ્યું કે, હું હવે શું કરી શકું છું? એનાલીસીસ કરવાથી ખબર પડી કે, અમુક સર્વિસીસ ચાર્જ હું ઘણો ઓછો લઇ રહ્યો છું. અમુક કલાઈંટ એવા પણ હતા જે કામ કરાવી રહ્યા હતા, પરંતુ પેમેન્ટ આપવામાં ઘણું મોડું કરતા હતા. મેં ચાર્જીસ વધાર્યા અને એવા કલાઈંટનુ કામ બંધ કરી દીધું જે પેમેન્ટ આપતા ન હતા.

હું માત્ર 20 ટકા કલાઈંટ સાથે કામ કરી રહ્યો હતો. પછી મને જે ગ્રોથ મળ્યો તેમાં મેં દોઢ વર્ષમાં જ લોન પૂરી કરી દીધી. આજે મારી કંપનીમાં દસ કરોડ રૂપિયાનું ટનઓવર છે. અમે ચાર દેશોમાં છીએ. સ્ટાર્ટઅપ્સમાં પણ મેં રોકાણ કર્યું છે. મારી પાસે 100 એમ્પ્લોઇજ કાયમી છે અને લગભગ ૩૦૦ કોન્ટ્રાક્ટર્સ છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

15 સપ્ટેમ્બર ભૌમ પ્રદોષ પર કરો આ ઉપાય, વરસાદ થશે શિવ કૃપાનો, આર્થિક તંગીથી મળશે છુટકારો.

Amreli Live

સુશાંત સિંહની આત્મહત્યા પછી આ એક્ટ્રેસનો ખુલાસો, જણાવ્યું : મને પણ આવે છે આત્મહત્યાના વિચાર

Amreli Live

એક મોતી દૂર કરી શકે છે તમારી દરેક સમસ્યાને? જાણો કેવી રીતે.

Amreli Live

લગ્ન વિના બાળકને જન્મ આપવાની છે આ એક્ટ્રેસ, હવે આવી માતા-પિતાની યાદ તો કહી દીધું આવું

Amreli Live

દશેરા પર બન્યો અદભુત સંયોગ, નારિયળના આ 12 ઉપાયોથી દૂર થઇ જશે તમારા દરેક કષ્ટ.

Amreli Live

દીપિકાના ડિપ્રેશન પર કંગનાએ ઉઠાવ્યો સવાલ જણાવ્યું “આ કેવું ડિપ્રેશન, જેમાં તે શૃંગાર કરીને રહી, લગ્ન પણ કરી લીધા?

Amreli Live

ફેશનની દુનિયામાં ઘડાકો, ધૂમ માચાવસે વાંસથી બનેલ પેન્ટ-શર્ટ, સાડી અને ચાદર, ઘણા ફાયદા છે તેના.

Amreli Live

20 જુલાઈએ છે સોમવતી અમાસ, શિવ-પાર્વતીની સાથે જ પિતૃઓની પૂજા કરવાનો શુભ દિવસ, મંદિરે જઈને કરો આ કામ

Amreli Live

10 દિવસ સુધી ગણપતિજીને ચઢાવો અલગ-અલગ પ્રસાદ, જાણો તેમના 10 પ્રિય ભોગ.

Amreli Live

29 સપ્ટેમ્બરથી શનિ ચાલશે સીધી ચાલ, આ રાશિ વાળાઓને શનિના પ્રભાવથી મળશે રાહત

Amreli Live

આ શ્રાવણમાં તમે પોતાની દરેક મનોકામનાઓ કરી શકો છો પુરી, ભોલેનાથ પર ચઢાવો આ ‘ધારા’, મળશે લાભ જ લાભ.

Amreli Live

આજના દિવસે ભગવાન ગણેશની કૃપાથી આ રાશિઓને થશે ધન લાભ, મળશે શુભ સમાચાર

Amreli Live

MS ધોનીએ યુએઈ જતા સમય એક વખત ફરી જીતી લીધું પોતાના કરોડો ફેન્સનું દિલ, જુઓ વિડીયો

Amreli Live

ચાણક્ય નીતિ : આ 4 પરિસ્થિતિ આવે તો તરત ભાગી જવું જોઈએ, નહીં તો જીવ અને સમ્માન બંને જઈ શકે છે

Amreli Live

ઇન્જીનિયરિંગ મૂકીને ફિલ્મોમાં આવી હતી રિયા, 8 વર્ષમાં સતત 7 ફ્લોપ ફિલ્મો આપ્યા પછી પણ બનાવી લીધી કરોડોની મિલકત.

Amreli Live

સની દેઓલની ફિલ્મ ‘અર્જુન પંડિત’ નો ચાહક હતો વિકાસ ડૂબે, લોકો વચ્ચે ‘પંડિત જી’ નામથી હતો પ્રખ્યાત

Amreli Live

આ 4 રાશિ વાળાઓને સફળતાની મળશે ઘણી બધી તકો, ભોલેબાબાની કૃપાથી દરેક દુઃખ થશે દૂર.

Amreli Live

નસીરુદીન શાહે નામ લીધા વિના કંગનાને ઓછું ભણેલી કહી, એક્ટ્રેસે પલટવાર કરી આપ્યો જોરદાર જવાબ.

Amreli Live

આ દેશી નુસખા પેટની ચરબી ઘટાડવા અને ઝડપથી વજન ઓછું કરવામાં કરશે મદદ, જાણો કઈ રીતે કરવું સેવન

Amreli Live

જાણો ક્યારે છે અજા એકાદશી, આ મુહૂર્તમાં કરો પૂજા, તો પૂર્વજન્મના પાપોમાંથી મળશે છુટકારો.

Amreli Live

પેટ, કમર અને હાથની ચરબીને ઝડપથી ઓછી કરે છે, તમારા રસોડામાં રહેલી આ સફેદ વસ્તુ.

Amreli Live