19.6 C
Amreli
03/12/2020
મસ્તીની મોજ

એનર્જી વધારવાની સાથે મોટું પેટ પણ ઓછું કરે છે આ 2 એક્સરસાઇઝ.

દરરોજ ફક્ત 10 મિનિટ આ 2 કસરત કરવાથી એનર્જી વધશે અને મોટું પેટ થશે ઓછું

આ રોગચાળા દરમિયાન પોતાને ફીટ રાખવું એટલું જ મહત્વનું છે, જેટલું તમારી જાતને કોરોના વાયરસથી સુરક્ષિત રાખવું. આ માટે દરરોજ આ 2 કસરતો કરો.

ઘરેથી કામ કરવાને કારણે શારીરિક પ્રવૃત્તિ ઓછી થઈ છે?

શું આખો દિવસ બેસી રહેવાથી તમારી એનર્જી લેવલ ઓછું થઇ ગયું છે?

વજનમાં ખાસ કરીને પેટની આજુબાજુ ચરબી ઘણી વધી ગઈ છે?

કાંઈ સમજાતું નથી કે શું કરવું? તેથી ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આજે અમે તમારા માટે આવી જ 2 કસરત લઈને આવ્યા છીએ જે રોજ માત્ર 10 મિનિટ કરીને તમે તમારી બધી સમસ્યાઓ હલ કરી શકો છો.

વૈશ્વિક રોગચાળો તેની સાથે નવી તકો અને પડકારો લઈને આવ્યો છે. આજે મોટાભાગના લોકો રોગચાળાથી બચવા માટે સામાજિક અંતરને ધ્યાનમાં રાખીને ઘરેથી કામ કરી રહ્યા છે. જો કે લોકડાઉન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ એક આવશ્યક પગલું છે, પરંતુ તે તેની સાથે ઘણી બધી સમસ્યાઓ લાવ્યો છે જેમ કે કામ કરવા માટે સતત બેસી રહેવાને કારણે લોકોનું વજન ઘણું વધી રહ્યું છે.

વળી ઘરેથી કામ કરવાથી શક્તિનો અભાવ એ એક બીજી સમસ્યા છે જે બહાર આવી છે. એવું એટલા માટે કે શારીરિક પ્રવૃત્તિમાં નોંધપાત્ર ઘટાડો થઇ ગયો છે. જ્યારે પોતાને કોરોના વાયરસથી સુરક્ષિત રાખવા સાથે આ રોગચાળા દરમિયાન તમારી જાતને ફીટ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તંદુરસ્તી વધારવા માટે કસરતો કરવા સિવાય કોઈ બીજો સહેલો રસ્તો હોઈ જ નથી શકતો. દરરોજ ફક્ત 10 મિનિટ કસરત કરીને તમે તમારા ઉર્જા સ્તરને વધારી શકો છો અને સાથે જ પેટની ચરબી પણ ઘટાડી શકો છો.

માઉન્ટેન ક્લાઈંબર

માઉન્ટેન ક્લાઈંબર કસરત આપણા શરીર માટે ખૂબ સારી માનવામાં આવે છે. આ કસરત આપણા પગ અને હાથની માંસપેશીઓને મજબૂત બનાવે છે. જો તમે તમારું વજન ખાસ કરીને પેટની ચરબી ઘટાડવા માંગતા હો, તો આ કસરત તમારા માટે ખૂબ ફાયદાકારક હોઈ શકે છે. આમ કરવાથી, તમે સંપૂર્ણ શારીરિક વર્કઆઉટ થઇ જાવ છો.

માઉન્ટેન ક્લાઈંબર કરવાની રીત

આ કસરત કરવા માટે સૌથી પહેલા ઘૂંટણ પર બેસી જાવ.

તમારા બંને હાથ તમારી સામે ફ્લોર ઉપર મૂકો.

પછી તમારા બંને પગને પાછળની બાજુ સીધો કરી લો.

પછી પુશઅપની સ્થિતિ ઉપર આવી જાવ.

પરંતુ ધ્યાન રાખો કે બંને હાથ અને પગ વચ્ચે ખંભાની પહોળાઈ સમાન હોવી જોઈએ.

હવે તમારા જમણા પગના ઘૂંટણને વાળો અને તેને તમારી છાતી તરફ લાવો.

પછી તમારા જમણા ઘૂંટણને નીચે કરીને તમારા પગને સીધા કરી લો.

જ્યારે તમે જમણો પગ સીધો કરો ત્યારે સાથે સાથે તમારા ડાબા પગના ઘૂંટણને તમારી છાતી તરફ લાવો.

હિપ્સને સીધા રાખીને ઘૂંટણને અંદર અને બહાર ખસેડો.

માઉન્ટેન ક્લાઈંબર કરવાના ફાયદા

માઉન્ટેન ક્લાઈંબર એક હૃદયની કસરત છે, જે હૃદયને નીરોગી રાખે છે.

દરરોજ ફક્ત 5 મિનિટ સુધી કરવાથી ઉર્જાનું સ્તર વધે છે.

વ્યાયામ તમારા શરીરમાં ખાસ કરીને પેટની ચરબી અને વજન ઘટાડવામાં મદદ કરે છે.

મુખ્ય સ્નાયુને મજબૂત કરવા માટે માઉન્ટેન ક્લાઈંબર કસરત ફાયદાકારક રહે છે.

કસરત તમારા શરીરનું લોહીનું પરિભ્રમણ સુધારે છે અને શરીરને સ્થીતીસ્થાપક બનાવે છે.

બાઈસિકલ ક્રંચ

આ કસરત કરવાથી તમારા મુખ્ય સ્નાયુ મજબૂત થાય છે, એર્જાનું સ્તર વધે છે અને તમારું વજન ઝડપથી ઓછું થાય છે. આ કસરત તમે દરરોજ માત્ર 5 મિનિટ કરો.

બાઈસિકલ ક્રંચ કરવાની રીત

આ કસરત કરવા માટે સૌ પ્રથમ સાદડી ઉપર સીધા સૂઈ જાઓ.

તમારા હાથ તમારા માથા નીચે રાખો અને તમારા પગને થોડા ઉપર ઉપાડીને સીધા કરી લો.

પછી તમારા જમણા ઘૂંટણને તમારી છાતી ઉપર લઇ આવો.

ખભાને જમીનથી ઉપર ઉપાડી લો, જેથી તમારા ગળામાં ખેંચાણ ન આવે.

હવે તમારી ડાબી કોણીને જમણા ઘૂંટણની નજીક લાવો અને ડાબા પગને સીધો કરો.

હવે બીજી તરફથી પણ આ મુજબ કરો અને જમણો પગ સીધો કરો.

બાઈસિકલ ક્રંચ કરવાના ફાયદા

બાઈસિકલ ક્રંચ તમારા વજનને ઝડપથી ઘટાડે છે, ખાસ કરીને પેટ, થાઇસ અને થાપાની ચરબીને.

તે શરીરના નીચેના ભાગ માટે શ્રેષ્ઠ કસરત માનવામાં આવે છે.

આ કસરત કરવાથી તમારા પેટની માંસપેસીઓ ઉપર દબાણ પડે છે, જેથી તેનું સારી રીતે મસાજ થાય છે. તેનાથી પાચનમાં સુધારો થાય છે.

બાઈસિકલ ક્રંચ કસરત શરીરને સાનુકૂળતા સ્થિતિસ્થાપક બનાવવામાં ફાયદાકારક રહે છે. આ કસરત તમારા મુખ્ય સ્નાયુઓને મજબૂત બનાવે છે અને કરોડરજ્જુના હાડકાને સ્થિતિસ્થાપક બનાવે છે.

આ 2 કસરત રોજ કરવાથી તમે તમારું વજન ઓછું કરી શકશો તેમજ એનર્જી લેવલને પણ વધારી શકો છો. આ પ્રકારની વધુ માહિતી મેળવવા માટે હરજિંદગી સાથે જોડાયેલા રહો.

વિડીયો :

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

શ્રાવણ મહિનામાં ભૂલથી પણ ના ખાશો આ 10 વસ્તુઓ, જાણો ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ.

Amreli Live

લોકડાઉનમાં 42% વધી અંબાણીની સંપત્તિ, આટલા વર્ષ પછી દુનિયાના ટોપ 10 અમીરોમાં શામેલ થયા, 58 દિવસમાં કંપની દેવા મુક્ત કરી.

Amreli Live

મજેદાર જોક્સ : પત્નીની તબીયત ખરાબ રહેતી હતી, તો તેણીએ પેઈન્ટર પાસે પોતાનો ફોટો બનાવડાવ્યો…

Amreli Live

સની દેઓલની ફિલ્મ ‘અર્જુન પંડિત’ નો ચાહક હતો વિકાસ ડૂબે, લોકો વચ્ચે ‘પંડિત જી’ નામથી હતો પ્રખ્યાત

Amreli Live

અનંત ચતુર્દર્શીનો દિવસ આ 4 રાશિઓ માટે છે શાનદાર, ગણપતિ બાપ્પાની રહેશે કૃપા.

Amreli Live

વિષ્ણુજીની કૃપાથી આજના દિવસે ખુલશે આ રાશિઓના ભાગ્યના દ્વાર, વાંચો રાશિફળ.

Amreli Live

ગાય-વાછરડાની પૂજાથી દૂર થઈ જાય છે બધા કષ્ટ, જાણો પૂજન વિધિ.

Amreli Live

બુધવારે આ 5 રાશિઓને થશે ફાયદો, મળશે સારા પરિણામ, વાંચો રાશિફળ

Amreli Live

એક સંતનું અપમાન કરી રહેલા વ્યક્તિ સાથે તે સંતે જે કર્યું તે જાણીને તમે ચકિત થઈ જશો.

Amreli Live

બટાકાને કાપીને છોલવું કે છોલીને કાપવું? વર્ષોથી આપણે લોકો કરતા આવ્યા છીએ આ ભૂલ

Amreli Live

હાર્દિક પંડ્યાની મંગેતર નતાશાએ આ અંદાજમાં ઉજવી દીકરાની 3 મહિનાની એનિવર્સરી, ફોટા થયા વાયરલ.

Amreli Live

લોકડાઉનમાં 42% વધી અંબાણીની સંપત્તિ, આટલા વર્ષ પછી દુનિયાના ટોપ 10 અમીરોમાં શામેલ થયા, 58 દિવસમાં કંપની દેવા મુક્ત કરી.

Amreli Live

બુધવારે ચંદ્રના શુભ પ્રભાવથી આ 4 રાશિના લોકોને રહેશે મોજ, વાંચો તમારી રાશિ અનુસાર રાશિફળ.

Amreli Live

આળસુ માણસની વાર્તા દ્વારા જાણો, આપણે ભગવાનના સંકેતને કેવી રીતે સમજવા.

Amreli Live

સુશાંત સિંહની આત્મહત્યા પછી આ એક્ટ્રેસનો ખુલાસો, જણાવ્યું : મને પણ આવે છે આત્મહત્યાના વિચાર

Amreli Live

પવિત્ર શ્રાવણ મહિનામાં જાણો, શિવજીના ડમરૂનું મહત્વ.

Amreli Live

આ દેશ 1 લાખની નોટ કાઢશે તો પણ મોંઘવારીના કારણે તે નોટ માંથી ફક્ત 2 કિલો જેટલા બટાકા જ ખરીદી શકશે.

Amreli Live

આયુષ્માન યોગની સાથે રહેશે ખાસ નક્ષત્ર, આ રાશિના લોકોને મળશે સુખ, ધનમાં થશે વૃદ્ધિ

Amreli Live

રાશિ પ્રમાણે કયા ભગવાનની પૂજાથી થશે દરેક તમારી દરેક ઈચ્છા પુરી.

Amreli Live

હવેથી ઓનલાઇન મંગાવી શકો છો હાઈ સિક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ, કિંમત પણ છે ઓછી.

Amreli Live

મહાદેવની કૃપાથી આ 4 રાશિ વાળાઓનું નસીબ છે ખુબ ઊંચું, સુખ -સુવિધાઓથી જીવન થશે પરિપૂર્ણ.

Amreli Live