26.2 C
Amreli
20/09/2020
સમાચાર

એક માણસના નાસ્તિક (રેશનાલિસ્ટ) બનવાને કારણે ડિપ્રેશનથી આત્મહત્યા સુધીની સફર.

આંખોદેખી ફિલ્મ.

આંખોદેખી ફિલ્મનું નામ છે. આ એ ફિલ્મનો રીવ્યુ નથી પણ એક માણસ નાસ્તિક થાય ત્યારે એનું જીવન અને અંત કેવો કરુણ હોય છે, તે તર્ક દ્વારા જસ્ટિફાય કેટલું કરે છે એ જણાવવું છે.

નાસ્તિક એટલે નેગેટિવ નકારાત્મક વ્યક્તિત્વ દરેક વસ્તુમા સવાલ કરવા સાબિતી માંગવી અને ના મળે ત્યાં સુધી એ સ્વીકારવું જ નહીં એવા જળ બનાવી દે, જેથી એક પ્રકારના અસામાજિક તત્વ બની જાય.

આ ફિલ્મની શરૂઆત થાય છે એક દીકરીના બાપથી. દીકરી કોઈ છોકરાને પ્રેમ કરતી હતી. જેની ખબર ઘરના લોકો ને પડે છે એટલે એક પોલીસને લઈને એને થોડો મેથીપાક આપવા પહોંચી જાય છે. પણ બાપ કોઈ ગુંડો તો હતો નહીં એટલે એ બીજા ને મારતા રોકે છે અને ઘરે એની દીકરી એ ખાવા પીવાનું બંધ કર્યું હોય એને સમજાવે છે અને ખવડાવે છે.

પણ બીજા દિવસે સવારથી બાપનું ચિત્ત ભમી જાય છે અને નક્કી કરે છે, આજથી કોઈના કહેવાથી કોઈ વાત માની નઈ લે એ દરેક વસ્તુ પર સવાલ કરશે. અને નાહી ધોઈને નીકળે છે, પૂજા પાઠ ભગવાનના દર્શન વગેરે બંધ કરે છે.

આ કૃત્ય થી ગલી ના પૂજારી થી લઈને દરેક ને આંચકો તો લાગે જ છે. આ કાકા નોકરી કરતા હોય છે દેશ વિદેશ જવા માટેની ટ્રાવેલ્સ કંપની ના ટિકિટ બુકીંગની. પણ નાસ્તિક બન્યા પછી એમને ફોન પર સામે વાળાને ઉલઝૂલુલ સવાલ જવાબ આપીને હેરાન કરી દે છે.

કોઈ ગ્રાહક કે આ ટાઈમે સ્વીઝરલેન્ડમા બરફ હશે એટલે એ તારીખમા બુકીંગ કરો ત્યારે આ નાસ્તિક કાકા જવાબ આપે કે હું ત્યાં ગયો નથી એટલે કેવી રીતે કહી શકું કે બરફ હશે કે નઇ? હું ત્યાં ગયો હોય તો કહી શકું કે બરફ પડતો હોય. આમ પોતાના તર્ક થી પોતાની દલીલો ને જસ્ટિફાય કરી દે. પણ બોસ ધમકાવે છે એટલે નાસ્તિક કાકાને ખોટું લાગી જાય છે અને નોકરી છોડી દે છે.

નોકરી છોડી દીધી એવું ઘરમાં કહેતા નથી રોજ ટિફિન લઈને ગાર્ડનમા જતા રહે અને સાંજે ઘરે આવી જાય. પણ ખોટું તો ખોટું જ હોય આ લાબું નથી ચાલતું અને ઘરમાં બધાને ખબર પડી જાય છે. બધો ભાર નાના ભાઈ પર આવી ગયો અને નાસ્તિકના રોજ રોજના નવા નવા તાયફાથી કંટાળી ને નાનો ભાઈ અલગ રહેવા જતો રહે છે.

ઘરમાં કાકા નો દિકરો હોય છે, જે બહાર જુગાર રમી ને ઘરમાં પગાર ના નામે પૈસા આપતો એને જુગાર વાળાને ત્યાં 30 હજાર નું દેવું થઈ જાય છે પૈસા માટે ગુંડા છોકરાને માર મારે છે, ઘરે ખબર પડી એટલે કાકા જુગારી અપના અડ્ડા વાળાને ત્યાં જાય છે ને એમની વાતોથી જુગારી અડ્ડાના બોસને ખુશ કરી દે છે.

જુગારી અડ્ડો ચલાવતા બોસને ત્યાં નાસ્તિક કાકા જે ખોટું નઈ બોલવાનું કહીને નોકરી પણ છોડી દીધેલી એ અહીં જુગાર રમવા માંડે છે ને સારા પૈસા કમાય છે. જુગાર જેવા અનૈતિક કામને આ લોકો સંભાવનાઓની રમત કહીને જસ્ટિફાય કરે છે.

નાસ્તિક કાકા જુગારથી ખૂબ રૂપિયા કમાવા માંડ્યા હવે છોકરીના લગ્ન કરાવી શકે છે. આ નાસ્તિક કાકા એ બીજાને પણ આ રંગ લગાવ્યો હતો એટલે પૂજારીનો છોકરો આ નાસ્તિક કાકાનો ખાસ ચેલો બની ગયો હતો. એ અને આવા બધા ચેલા જુગાર રમવા જ્યા ત્યાંથી પૈસા ભેગા કરીને ઘરમાં ચોરી કરીને પણ પૈસા લાવીને જુગાર રમે છે. કાકાને હવે થોડી આંખ ખુલે છે અને એ બધાને બરબાદ થતા જોઈને એમની સાથે છેડો ફાડી નાખે છે.

જનરલી દરેક નાસ્તિક વ્યક્તિ ડિપ્રેશનનો જ શિકાર હોય છે. આ કાકા પણ હવે ડિપ્રેશનના અંતિમ ચરણમા જ પહોંચી જાય છે. અને પત્ની સાથે હિલ સ્ટેશન ફરવા જાય છે. પત્નીને હોટલમા સુતા રાખીને પહાડ પરથી નીચે કૂદે છે. જેમ આગળ કહ્યું એમ નાસ્તિક તર્ક દ્વારા દરેક અનૈતિક કામને જસ્ટિફાય કરી જ દેતા હોય, એમ આ આત્મહત્યાને પણ એમ કહી ને કરે છે કે રોજ એને સપનું આવતું એ પક્ષીની જેમ ઉડે છે. આજે ટ્રાય કરી કેવી રીતે ઉડે છે. આ ફિલ્મ એમેઝોન પ્રાઈમ પર છે.

નાસ્તિકોની વાતો શરૂમા તમને ખૂબ તર્ક સંગત લાગે પણ એનું પરિણામ કેવળ ડિપ્રેશન જ છે. એટલે જ ગુજરાતીમા એક ગીત પણ છે કે નુગરાનો સંગ ના કરીએ મારા વ્હાલા… બીજું એમ પણ કહેવાય છે કે નાસ્તિક (રેશનાલિસ્ટ) નો પડછાયો પણ ના પડવા દેવાય.

સવાલો કરવા સારી વાત છે પણ એના જવાબ જાતે જ શોધવા પડે. જુગાર અનૈતિક કામ છે એ સ્વીકારી જ લેવું પડે. પૈસા કમાવા આવા ગોરખધંધા કરવા એ અયોગ્ય છે પણ નાસ્તિકને એ સંભાવનાની રમત અને યોગ્ય કામ લાગે. આત્મહત્યા કરવી ખોટું છે. પણ રેશનાલિસ્ટ એને હવામાં ઉડવાની રીત કહીને જસ્ટિફાય કરે.

પહાડ પરથી કુદવાથી મૃત્યુ જ થાય એ માનવું જ પડે, જાતે જઈને કૂદવાની ટ્રાય ના જ કરાય. ગણિત ઇમેજનરી સાયન્સ છે. 0 થી 9 સ્વીકારવા જ પડે એની સાબિતી ના હોય. દુનિયાની કોઈપણ શોધની શરૂઆત કલ્પનાથી જ થાય. એ કલ્પના પણ ભગવાન જ મોકલે છે. દરેક સેકન્ડે 600 થી વધુ વિચારો તમારા મગજ માંથી પસાર થાય છે જે એમાંથી પકડી શકે એ કાંઈક નવું આપી શકે છે.


Source: gujaratilekh.com

Related posts

સાવરકુંડલા પોલીસ દ્વારા મહિલા PSI તરીકે ખોટી ઓળખ બતાવતી નકલી પોલીસ મહિલાની ધરપકડ કરી.

Amreli Live

અમરેલીના લોકોને બાળકોએ સંદેશો આપ્યો કે ઘરે રહો સુરક્ષિત રહો.

Amreli Live

ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 47

Amreli Live

Pm Narendra Modi appeal to all Indians,

Amreli Live

ગોંડલના તબીબ USAમાં કોરોનાના દર્દીઓને બચાવી રહ્યા છે,

Amreli Live

કોરોના વાઇરસનો ટેસ્ટ કરવાની પ્રક્રિયા કેવી હોય છે? કેટલા જોખમમાં કામ કરે છે લેબ ટીમ?

Amreli Live

કોરોનાના ઈલાજ માટે ગાય માતા જ છે, અંતિમ બ્રહ્માસ્ત્ર જાણો કઈ રીતે.

Amreli Live

મુંબઈ પર મોટો ખતરો, ધારાવીથી આવ્યા મોટા સમાચાર, ડૉક્ટર પણ સંક્રમિત

Amreli Live

આજે આ 3 રાશિઓ પર સૂર્યદેવ રહેશે મહેરબાન, લાભ મળવાનો દિવસ છે, ભાગ્‍યવૃદ્ઘિના પણ સંકેત છે.

Amreli Live

છેલ્લા 24 કલાકથી ગુજરાતમાં કોરોનાવાયરસનો કોઈ સકારાત્મક કેસ નોંધાયો નથી: જયંતિ રવિ

Amreli Live

અમેરિકામાં કોરોનાથી થયા 1 લાખના મૃત્યુ, 44 વર્ષ યુદ્ધ પછી પણ નથી થયા આટલા બધાના મૃત્યુ.

Amreli Live

કોરોના ઇફેકટ : અમદાવાદમાં 16 વર્ષથી ચાલી આવતી ખાસ પરંપરા આ વખતે તૂટશે

Amreli Live

સુખનાથપરા અને માણેકપરામા ફાલ્કન મશીન થી સેનેટરાઈજ દવા નો છટકવા કરવા માં આવ્યો

Amreli Live

કોરોના વાયરસથી જીવ જાય છે એવું નથી, ભારતમાં અત્યાર સુધીમાં 100 દર્દીઓ થયા સાજા

Amreli Live

ગુજરાતના ત્રણ જિલ્લાજ કોરોના મુક્ત છે.

Amreli Live

‘દીલથી સુરત સિવિલ હૉસ્પિટલના આખા સ્ટાફનો આભાર.

Amreli Live

આજથી શરતો સાથે દુકાનો ખોલવાની ગૃહમંત્રાલય દ્વારા અપાઈ છૂટ..

Amreli Live

પવિત્ર “શ્રીમદ્દ ભગવદ્દ ગીતા” નો સાર ગુજરાતીમાં. અધ્યાય – 7 “પરમેશ્વરનું જ્ઞાન”.

Amreli Live

એક માણસના નાસ્તિક (રેશનાલિસ્ટ) બનવાને કારણે ડિપ્રેશનથી આત્મહત્યા સુધીની સફર.

Amreli Live

36 કડવાણીનો ઉકાળો : jitubhai talaviya

Amreli Live

આરોગ્ય સચિવ શ્રીમતિ જયંતિ રવિ ( IAS)

Amreli Live