જો આપણે લોહીને ઉકાળીશું તો શું થશે? ઇન્ટરવ્યૂમાં પુછાય છે વિજ્ઞાનના સવાલો જેના જવાબ જરૂર જાણવા જોઈએ. યુપીએસસી પરીક્ષા દેશની સૌથી મુશ્કેલ પરીક્ષા છે અને તેના ઇન્ટરવ્યૂમાં ઉમેદવાર ટ્રિકી સવાલોના જવાબ ન આપવાને કારણે ફેલ થઈ જાય છે. એવા ઘણા ઉમેદવાર હોય છે, જે યુપીએસસીની પ્રી અને મેન્સ બંને પરીક્ષા પાસ કરી દે છે, પણ અંતમાં ઇન્ટરવ્યૂમાં નાપાસ થઈ જાય છે. એવું એટલા માટે કારણ કે, ઘણી વાર તેના ઇન્ટરવ્યૂમાં એવા સવાલ પૂછવામાં આવે છે, જે સિલેબસમાં હોતા જ નથી.
ઘણીવાર તો ઇન્ટરવ્યૂ લેનાર ઉમેદવારની હોંશિયારી અને આઇકયુ ચેક કરવા માટે એવા ટ્રિકી સવાલ પૂછે છે, જે સાંભળીને પહેલીવારમાં તો કોઈ પણ ગુસ્સે થઈ જશે. તેમજ અમુક સવાલોના જવાબ સરળ હોય છે, પણ તેને ઉખાણાંના રૂપમાં પૂછવામાં એ છે જેનાથી ઉમેદવાર ગભરાય જાય છે. પણ કેટલાક લોકો પોતાના મગજનો યોગ્ય ઉપયોગ કરીને નોકરી મેળવી લે છે. એટલા માટે અમે તમારા માટે આજે સિવિલ સર્વિસ પરીક્ષા પછી આઈએએસ – આઈપીએસ ઇન્ટરવ્યૂના ટ્રિકી સવાલ લઈને આવ્યા છીએ.
સવાલ : જો આપણે લોહીને ઉકાળીશું તો શું થશે?
જવાબ : આ એક વિજ્ઞાન સાથે જોડાયેલો સવાલ છે જે સાંભળવામાં વિચિત્ર લાગી શકે છે. તેનો સાચો જવાબ છે કે, જો લોહીને ઉકાળવામાં આવે તો લોહીમાં રહેલું પાણી વરાળ બનીને ઉડી જશે અને બચેલું લોહી ચોકલેટની જેમ ઘટ્ટ બની જશે.
સવાલ : દુનિયામાં સૌથી પહેલી લિપસ્ટિકની શોધ કોણે કરી હતી?
જવાબ : અરબ વૈજ્ઞાનિક અબુલકોસિસે સૌથી પહેલા 9 મી ઇસમાં સોલિડ લિપસ્ટિકની શોધ કરી હતી.
સવાલ : લોટાને અંગ્રેજીમાં શું કહે છે?
જવાબ : Metal Pot (મેટલ પોટ).
સવાલ : નાની ઉંમરમાં સફેદ વાળ કેમ આવે છે?
જવાબ : વિટામિન B12 ની ઉણપને કારણે.
સવાલ : એક મહિલાના 9 બાળકો છે તેમાંથી અડધા છોકરા છે, જણાવો આ કઈ રીતે હોઈ શકે છે?
જવાબ : મહિલા સાથે મળીને કુલ 10 વ્યક્તિ છે, જેમાંથી 5 છોકરા અને 4 છોકરી છે અને મહિલા પોતે સ્ત્રી છે, તો 5 મહિલા થઇ અને 5 પુરુષ થયા.
સવાલ : સિગરેટને ગુજરાતીમાં શું કહે છે?
જવાબ : ધુમ્રપાન દંડિકા.
સવાલ : આર્મીની ગાડીની નંબર પ્લેટ શા માટે અલગ હોય છે?
જવાબ : આર્મીની ગાડીઓની નંબર પ્લેટમાં સૌથી પહેલા એક તીર (એરો) હોય છે જે નંબર પ્લેટને સીધી લગાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ત્યારબાદ શરૂઆતના બે અક્ષર વર્ષ દર્શાવે છે અને ત્યારબાદ બેઝ કોડ હોય છે, જેના પરથી ગાડી કયા બેઝની છે તે ખબર પડે છે. ત્યારબાદ ગાડીનો સિરિયલ નંબર હોય છે, અને અંતમાં એક કોડ હોય છે જે ગાડીનો ક્લાસ દર્શાવે છે. આ બધું તેની ઓળખ માટે હોય છે.
સવાલ : તે શું છે જે આખા મહિનામાં એક વાર આવે છે અને 24 કલાક પછી જતી રહે છે?
જવાબ : તારીખ.
સવાલ : એક ફળ કાપ્યા વગર 3 લોકોમાં કઈ રીતે વહેંચશો?
જવાબ : જ્યુસરમાં તેનું જ્યુસ બનાવીને. આ એક ટ્રિકી સવાલ છે જેનો જવાબ ઉમેદવારે એવો આપ્યો કે લોકો હસી પડયા. તેણે મગજ દોડાવીને જવાબ આપ્યો કે એક ફળનું જ્યુસરમાં જ્યુસ બનાવીને તેને ત્રણ લોકોમાં બરાબર વહેંચી શકાય છે.
સવાલ : એક માણસ પોતાની કારમાં બેઠો છે અને તેને બે દરવાજા દેખાય છે એક લીલો અને બીજો લાલ. તે માણસ સૌથી પહેલા કયો દરવાજો ખોલશે?
જવાબ : કારનો દરવાજો.
આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.
Source: gujaratilekh.com