29.7 C
Amreli
18/09/2020
bhaskar-news

એક દિવસમાં 90 કેસના વધારા સાથે કુલ આંકડો 468 પર પહોંચ્યો, વધુ ત્રણ મોત નોંધાતાં કુલ 22 ભોગ બન્યાઅમદાવાદમાં શનિવારે નારણપુરા અને સારંગપુર વિસ્તારમાં કોરોનાના પોઝિટિવ કેસ મળતા હવે ગુજરાત સરકારે અમદાવાદમાં જે વિસ્તારમાં હજુ સુધી એકપણ પોઝિટિવ કેસ ન નોંધાયો હોય ત્યાં અગમચેતીના ભાગરૂપે રેન્ડમ ટેસ્ટિંગ શરૂ કરાવ્યાં છે. આ તરફ અમદાવાદના ધનિક લોકોના ફાર્મ હાઉસ છે તેવાં રાંચરડા વિસ્તારમાં છ વર્ષનો એક બાળક પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. આ બાળકનો પિતા કોઇ ફાર્મ હાઉસમાં જ સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હોવાનું જણાયું છે. રાંચરડા કલોલ તાલુકામાં આવતું હોઇ આ કેસ ગાંધીનગર જિલ્લામાં નોંધાયો છે. આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે આ બાળકની કોઇ કોન્ટેક્ટ હિસ્ટ્રી મળી નથી પણ વધુ વિગતો મંગાવાઇ રહી છે. આ તરફ શનિવારે સાંજ સુધીમાં નવા 90 કેસના ઉછાળા સાથે રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 468 પર પહોંચી છે. શનિવારે 3 દર્દીઓના મૃત્યુ થતાં કુલ 22 લોકો કોરોના વાઇરસનો ભોગ બન્યાં છે.

એક પણ પોઝિટિવ કેસ ન ધરાવતાં પાંચ જિલ્લામાં પણ ટેસ્ટ શરૂ કરાયા
નવી વ્યૂહાત્મક પદ્ધતિ પ્રમાણે આરોગ્ય વિભાગે શનિવારે પાંચ જિલ્લા કે જ્યાં એક પણ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયો નથી ત્યાં રેન્ડમ ટેસ્ટ કરવાનું શરૂ કર્યું છે. તે હેઠળ બનાસકાંઠા, તાપી, નવસારી, જૂનાગઢ અને અમરેલીમાં આ ટેસ્ટ કરાયાં છે. તમામના પરિણામો રવિવારે જાહેર થશે. આવાં કુલ 14 જિલ્લામાં 100-100 ટેસ્ટ કરાશે.

હજુ પણ રેપિડ ટેસ્ટ કિટ નથી પહોંચી
ગુજરાત સરકારે કેન્દ્ર પાસેથી 40,000 રેપિડ ટેસ્ટ કિટ માંગી છે પરંતુ તેમાંની એક પણ ગુજરાત પહોંચી નથી. આ માટે આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરે દિલ્હીમાં ગુજરાતના નિવાસી કમિશ્નર આરતી કંવર સાથે સતત સંકલન કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઇ હકારાત્મક પ્રતિસાદ મળ્યો નથી. આખરે આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે કે હવે જ્યારે આવી કિટ આવશે ત્યારે જણાવવામાં આવશે.

24 કલાકમાં 2000થી વધુ ટેસ્ટ
હવે સરકારે ટેસ્ટમાં ઝડપ લાવવાનું નક્કી કર્યું હોવાથી શનિવારે છેલ્લાં 24 કલાકમાં કુલ 2045 ટેસ્ટ કરાયાં જેમાંથી 90 પોઝિટિવ જયારે 1,548 નેગેટિવ આવ્યાં તથા 407ના પરિણામ આવવાના બાકી છે. માત્ર અમદાવાદમાં જ આ પૈકી 241 ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં જેમાંથી 46 પોઝિટિવ રહ્યાં હતાં. શનિવારે એક જ દિવસમાં કુલ 1400થી વધુ ટેસ્ટ કરાયાં હતા.

મુખ્યમંત્રીએ મ્યુનિસિપલ કમિશનરો અને મેયરો સાથે વાત કરી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શનિવારે વીડિયો કોન્ફરન્સથી રાજ્યની આઠ મહાનગરપાલિકાના મેયર તથા મ્યુનિસિપલ કમિશનરો સાથે વાત કરી રવિવારથી તેમના વિસ્તારમાં હોટસ્પોટ વિસ્તારોમાં મહત્તમ ટેસ્ટ અને સ્ક્રીનિંગ કરવાની સૂચના આપી છે. તમામ વિસ્તારોમાં દસ વ્યક્તિનું ગ્રૂપ બનાવી સ્થિતિની સમીક્ષા કરવાની સૂચના પણ આપી હતી.

પોલીસ કડક કાર્યવાહી કરશે

રાજ્યમાં સતત કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થઇ રહ્યો છે. એક વ્યક્તિ અનેકને સંક્રમિત કરી રહ્યો છે. આવી સ્થિતિમાં લોકડાઉનનો ભંગ ચલાવી શકાય તેમ નથી. કોઇપણ સંજોગોમાં પોલીસ લોકડાઉનનું પાલન કરાવશે. લોકડાઉનનનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ અને મેડિકલ ટીમ પર હુમલો કરનાર સામેપાસા સહિતના આકરા પગલા લેવામાં આવશે. શાકમાર્કેટ, બેન્કો અને દુકાનોમાં ડ્રોનથી સર્વેલન્સ રાખવામાં આવશે તેમ રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે.
રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 469 એ પહોંચ્યો
કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, રાજ્યમાં સવારે નવા 54 પોઝિટિવ કેસ નોંધાયા બાદ સાંજ સુધીમાં નવા 37કેસ નોઁધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 469એ પહોંચ્યો છે.જ્યારે 23 લોકોના મોત નીપજ્યા છે. તો 44 લોકો સાજા થયા છે. આણંદ જિલ્લાના ખંભાતમાં એક પોઝિટિવ કેસ નોંધાયો છે. નોંધનીય છેકે, ક્લસ્ટર કરવામા આવેલા વિસ્તારોની સાથે સાથે હવે ભરૂચ જેવા નવા જિલ્લાઓમાં પણ કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે.છેલ્લા 24 કલાકમાં 1593 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 124 પોઝિટિવ અને 1187 નેગેટિવ આવ્યા છે, જ્યારે 282 ટેસ્ટ પેન્ડિંગ છે.

ગુજરાત અપડેટ

>>છેલ્લા 24 કલાકમાં 1593 ટેસ્ટ કરવામાં આવ્યા હજી 282 ટેસ્ટ પેન્ડિંગ
>>અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલ દ્વારા સેનિટાઇઝેશન મશીન બનાવી જેલના પ્રવેશ દ્વાર ઉપર મુકવામાં આવ્યું

>>રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં પોલીસ કમિશનરે ફૂટ પેટ્રોલિંગ કર્યું

શરદી-તાવ-કફ ધરાવતાં 60,000 લોકો સર્વેમાં બહાર આવ્યા
હાલ ગુજરાતમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ સર્વે કરી રહ્યાં છે તે દરમિયાન 60,000 લોકો તાવ-શરદી-કફ જેવાં ઇન્ફ્લુએન્ઝા બિમારીના લક્ષણોવાળા જણાયાં હતાં. તો શ્વસનતંત્રની ગંભીર બિમારીઓ ધરાવતાં પણ કેટલાંક લોકો ધ્યાને આવ્યાં છે. આવાં લોકો પર આરોગ્યવિભાગની ખાસ નજર રહેશે. આ તમામ દર્દીઓને સંપૂર્ણપણે હોમ ક્વોરન્ટાઇનનું પાલન કરવાની સલાહ અપાઇ છે.

ગુજરાતમાં કુલ 468 પોઝિટિવ કેસ, 22ના મોત

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 243 10 11
વડોદરા 95 02 07
સુરત 28 04 07
ભાવનગર 23 02 02
રાજકોટ 18 00 05
ગાંધીનગર 15 01 07
પાટણ 14 01 00
કચ્છ 04 00 00
ભરૂચ 08 00 00
આણંદ 05 00 00
પોરબંદર 03 00 03
ગીર-સોમનાથ 02 00 00
મહેસાણા 02 00 00
છોટાઉદેપુર 03 00 00
મોરબી 01 00 00
પંચમહાલ 01 01 00
જામનગર 01 01 00
સાબરકાંઠા 01 00 00
કલોલ 01 00 00
દાહોદ 01 00 00
કુલ આંકડો 469 22 44

હોટસ્પોટમાં સેચ્યુરેશન થઇ ગયું છે, હવે નવા વિસ્તારો પર ફોકસ રહેશે
અમદાવાદનો કુલ આંકડો 197એ પહોંચ્યો છે. અમદાવાદમાં શુક્રવાર સવારથી સાંજના છ કલાક સુધીમાં 539 સર્વે કરાયાં હતાં તે પૈકી 44 લોકો કોરોના પોઝિટિવ જણાયાં હતાં. આમ લગભગ કુલ શંકાસ્પદ લોકો પૈકી 10 ટકા લોકો પોઝિટિવ જણાય છે. હજુ પણ આ વિસ્તારોમાં કામગીરી યથાવત્ રહેશે, પરંતુ હવે નવાં વિસ્તારોને પણ આવરી લેવામાં આવશે. શહેરોમાં જે વિસ્તારોમાં કોઇ કેસ નોંધાયો નથી તેવા વિસ્તારોમાં પણ ટેસ્ટિંગ કરીને ત્યાં પણ રોગના અટકાવ માટેની કામગીરી કરવામાં આવશે.
સોલા સિવિલને ટેસ્ટ માટે પરવાનગી મળી
અમદાવાદની એસવીપી હોસ્પિટલ બાદ હવે સોલા સિવિલ હોસ્પિટલને પણ કોરોના માટેના ટેસ્ટિંગની પરવાનગી મળી ગઇ છે. આ સેન્ટર પર રોજના 150 ટેસ્ટ થઇ શકશે. હાલ કોરોના પોઝિટિવ દર્દીઓને સોલા સિવિલમાં પણ રાખવામાં આવ્યાં છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


પ્રતિકાત્મક તસવીર


Corona Gujarat Live more positive cases found in state


Corona Gujarat Live more positive cases found in state


Corona Gujarat Live more positive cases found in state

Related posts

રાજ્યમાં 105 નવા કેસ નોંધાયા, અમદાવાદમાં 42 અને સુરતમાં 35 નવા કેસ, કુલ કેસ 871 થયાઃ જયંતિ રવિ

Amreli Live

5.29 લાખ કેસઃ છેલ્લા 24 કલાકમાં 20 હજારથી વધુ કેસપ્રતિ લાખની વસ્તીના હિસાબે સૌથી વધુ 129 મોત દિલ્હીમાં

Amreli Live

82 વર્ષના મહંત નૃત્ય ગોપાલ દાસ પોઝિટિવ, 8 દિવસ પહેલાં મોદી સાથે ભૂમિપૂજનમાં સાથે હતા

Amreli Live

અત્યાર સુધી 75 હજારના મોત, ઇટલીમાં 94 ડોક્ટર અને 26 નર્સના મોત, UNએ અધિકારીઓને બિનજરૂરી ખર્ચો અને ભરતી રોકવા કહ્યું

Amreli Live

સંકટમાં ફસાયેલી મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીને રિઝર્વ બેન્ક રૂ. 50 હજાર કરોડની વિશેષ રોકડ સુવિધા આપશે

Amreli Live

ઉનાના ખજુદ્રામાં ગાજવીજ સાથે 1 કલાકમાં 3 ઈંચ, રાજુલામાં 1 કલાકમાં 2 ઈંચ, કોડીનારમાં 2 ઈંચ, રાજકોટ, ભાવનગરમાં ધોધમાર

Amreli Live

અમદાવાદ-ગાંધીનગરમાં સિવિલ હોસ્પિટલ પર પુષ્પવર્ષા, વિધાનસભા પર વાયુસેનાના લડાકુ વિમાન ફ્લાય પાસ્ટ કરશે

Amreli Live

કોરોનાએ બદલી અમદાવાદીઓની જીવનશૈલી, પાણીના વપરાશમાં 20 ટકાનો વધારો, દિવસમાં 50 વાર હાથ ધોવે છે

Amreli Live

CBSE ધોરણ 12ની બાકી રહેલી પરીક્ષાઓ અંગે આજે નિર્ણય લેવામાં આવશેઃ કોરોનાને કારણે વાલીઓની પરીક્ષા રદ કરવા માગ

Amreli Live

વિશ્વમાં સંક્રમિતોની કુલ સંખ્યા 22.76 લાખ, મૃત્યુઆંક 1.50 લાખને પાર: હવે ન્યૂ યોર્કમાં ફેસ માસ્ક પહેરવું ફરજિયાત

Amreli Live

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 510 નવા કેસ, 31ના મોત સાથે મૃત્યુઆંક 1592, કુલ કેસ 25,658

Amreli Live

જો તમને મળવા લાગે આ સંકેત, તો સમજવું માતા લક્ષ્મી છે પ્રસન્ન, તમે જલ્દી બની શકો છો ધનવાન

Amreli Live

માંની મદદ માટે ૧૭ વર્ષની ઉંમરમાં બની ગઈ હતી પ્રોસ્ટીટ્યુટ(વૈશ્યા) , હાલમાં છે બોલીવુડની જાનીમાની હસતી…

Amreli Live

કુલ સંક્રમિતનો આંક 25 લાખને પાર, કુલ મોત 1.74 લાખ;પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનનો કોરોના ટેસ્ટ થશે, સ્પેનમાં ઐતિહાસિક બુલ ફાઈટ મોકૂફ

Amreli Live

25.57 લાખ કેસ, 1.78 લાખ મોત: ટ્રમ્પે કહ્યું- અમેરિકામમાં 60 દિવસ સુધી ઈમિગ્રેશન ઉપર પ્રતિબંધ

Amreli Live

એક દિવસમાં રેકોર્ડ 10 હજાર 293 કેસ વધ્યા; મહારાષ્ટ્રમાં 82 હજારથી વધુ દર્દી, સરકાર રેમડેસિવીર દવા ખરીદશે; દેશમાં 2.46 લાખ કેસ

Amreli Live

મોડી રાત્રે વડોદરામાં એકનું મોત, ભરૂચમાં વધુ 4, મહિસાગરમાં પ્રથમ પોઝિટિવ કેસ, 24 કલાકમાં 172 દર્દી વધ્યાં, કુલ દર્દી 938

Amreli Live

શ્યામલ પાસેના સચિન ટાવરમાં 55 નહીં કોરોનાના 12 કેસઃ 8 રિકવર, 4 એક્ટિવ

Amreli Live

માસ્ક ન પહેરનારને પ્રથમવાર રૂ.1000 ત્યારબાદ રૂ.5000 સુધીનો દંડ કરવો જોઈએ: ગુજરાત હાઈકોર્ટ

Amreli Live

દાણીલીમડામાં 11, નવરંગપુરામાં એક જ પરિવારના 6, માણેકચોકમાં 5 અને દરિયાપુર-વટવામાં 3-3 કેસ નોંધાયા

Amreli Live

રાજકોટના જંગલેશ્વરમાં વધુ બે મહિલાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો, સંખ્યા 39 થઇ

Amreli Live