26.1 C
Amreli
23/09/2020
bhaskar-news

એક દિવસમાં સૌથી વધુ 9910 સંક્રમિત વધ્યા, મહારાષ્ટ્રમાં દર્દીઓની સંખ્યા 77 હજાર અને દિલ્હીમાં 25 હજાર પાર; દેશમાં 2 લાખ 26 હજાર 634 કેસદેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 2 લાખ 26 હજાર 634 થઇ ગઇ છે. ગુરૂવારે એક દિવસમાં સૌથી વધારે 9910 કેસ સામે આવ્યા હતા. આ પહેલા બુધવારે પણ 9638 દર્દી નોંધાયા હતા. હવે મહારાષ્ટ્રમા દર્દીઓની સંખ્યા 77 હજાર અને દિલ્હીમાં 25 હજારને પાર કરી ગઇ છે. દિલ્હીમાં લગાતાર દર્દીઓની સંખ્યા વધવા પર સંસદ ભવન પરિસરમાં સાંસદોના પીએ, લોકસભા સચિવાલયમાં ઉપસચિવ સ્તરના અધિકારીઓના પર્સનલ ગેસ્ટ/મુલાકાતી અને નિવૃત સ્ટાફના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામા આવ્યો છે. આ વ્યવસ્તા આગામી આદેશ સુધી લાગૂ રહેશે.મહારાષ્ટ્ર સરકારે દેશમાં સૌથી વધુ કોરોના પ્રભાવિત મુંબઇ મેટ્રોપોલિટન રીજનમાં ઇ-પાસ વિના જિલ્લાઓ વચ્ચે અવરજવરની મંજૂરી આપી દીધી છે. ગુરૂવારે રાજ્યમાં વધુ એક પોલીસ કર્મચારીનું મોત થયું હતું. મહારાષ્ટ્રમાં અત્યારસુધી 30 પોલીસ કર્મચારી કોરોનાથી મૃત્યુ પામ્યા છે જ્યારે 2557 સંક્રમિત છે.

બીજી તરફ દિલ્હી-NCR બોર્ડર સીલ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ હતી. કોર્ટે કહ્યું કે દરેક માટે એક કોમન પાસ બને જે હરિયાણા, ઉત્તરપ્રદેશ અને દિલ્હી ત્રણેય રાજ્યમાં માન્ય હોય. કોર્ટે કહ્યુ કે ત્રણેય રાજ્યોના પ્રતિનિધિઓ/અધિકારીઓને બેઠક કરવી જોઇએ અને આ મુદ્દે જલ્દીથી સમાધાન શોધવું જોઇએ. લોકડાઉન દરમિયાન ઉત્તરપ્રદેશે નોએડા-ગાઝિયાબાદ અને હરિયાણાએ ગુરુગ્રામ-ફરીદાબાદ બોર્ડર સીલ કરી નાખી હતી.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં 9,304 નવા કેસ સામે આવ્યા છે અને 260 લોકોના મોત થયા છે. તો બીજી બાજુ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે જણાવ્યું કે, અત્યાર સુધી 42 લાખ 42 હજાર 718 સેમ્પલની તપાસ કરાઈ છે. સાથે જ છેલ્લા 24 કલાકમાં એક લાખ 39 હજાર 485 સેમ્પલનું ટેસ્ટિંગ થયું છે.તો બીજી બાજુ Covid19india.org અને રાજ્ય સરકાર પાસેથી મળેલી માહિતી પ્રમાણે બુધવારે એક દિવસમાં 9638 સંક્રમિત મળ્યા હતા. આ પહેલા એક દિવસમાં સૌથી વધારે 8789 દર્દી 31 મેના રોજ મળ્યા હતા.

દેશભરમાં 1લાખ 4 હજાર 071 લોકો સારવાર બાદ સાજા થયા છે. દેશમાં સૌથી વધારે 78,860 દર્દીઓ મહારાષ્ટ્રમાં છે અને અહીંયા 2,587 લોકોએ જીવ ગુમાવ્યા છે. તમિલનાડુમાં 25,872 દર્દીઓ સંક્રમિત થયા છે અને 208 લોકોના મોત થયા છે.

અપડેટ્સ

  • જયપુરની SMS હોસ્પિટલમાં હાર્ટ, કિડની, બ્લડપ્રેશ, લીવર અમે દમ-અસ્થમા જેવી ગંભીર બિમારી હોવા છતા 176 દર્દીઓઓ કોરોનાને હરાવ્યો છે. જેમાં યુવાનો, મહિલા અને વૃદ્ધ પણ સામેલ છે. ડો.ભંડારીના જણાવ્યા પ્રમાણે અહીંયાથી સાજા થનારા 876 દર્દીઓમાંથી 176થી વધુ દર્દી કોવિડ સાથે ડાયાબિટીસ, હાર્ટ અને કીડની જેવી બિમારીથી પીડિત હતા.

  • દિલ્હી-NCR બોર્ડર સીલ કરવાના મામલે સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી કરી હતી. કોર્ટે કહ્યું કે, તમામ માટે એક કોમન પાસ બનાવવો જોઈએ, જેને હરિયાણા, યુપી અને દિલ્હી ત્રણેય રાજ્યોમાં માન્યતા હોય. કોર્ટે કહ્યું કે ત્રણેય રાજ્યોના પ્રતિનિધિ/ અધિકારીઓએ બેઠક કરવી જોઈએ અને આ મુદ્દે ઝડપથી સમાધાન પણ કરવું જોઈએ.

  • લોકડાઉન દરમિયાન પહેલા ઉત્તરપ્રદેશે નોઈડા અને ગાઝિયાબાદ બોર્ડર સીલ કરી હતી. જેને વચ્ચે ખોલવામાં આવી હતી, પણ પછી ફરી સીલ કરી દેવાઈ હતી. આ પ્રકારે હરિયાણાએ ગુડગાવ અને ફરીદાબાદની તમામ બોર્ડર સીલ કરી દીધી હતી. વચ્ચે તેને પણ ખોલી દેવાઈ હતી પણ ફરી સીલ કરી દેવાઈ. ફરી જ્યારે જૂનથી હરિયાણાએ ઢીલ આપવાની વાત કહી તો દિલ્હીએ 8 જૂન સુધી મટે યુપી અને હરિયાણા બોર્ડર સીલ કરી દીધી હતી. આ અંગે એક અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી.

  • મહારાષ્ટ્રમાં બુધવારે 996 લોકોને ઘરે મોકલવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 32,329 લોકો કોરોના મુક્ત થઈ ચુક્યા છે. રાજ્યમાં કોરોનાની તપાસ કુલ 82 લેબમાં કરવામાં આવી રહી છે. અત્યાર સુધી કુલ 4,97,276 લોકોની તપાસ કરાઈ છે, 74860 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

  • મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખે દાવો કર્યો કે અત્યાર સુધી મહારાષ્ટ્રમાંથી 11 લાખ 86 હજાર 212 પ્રવાસી મજૂરોને તેમના ગૃહ રાજ્યમાં મોકલવામાં આવ્યા છે.

  • સ્વાસ્થ્ય મંત્રાલયે એક સર્કુલર જાહેર કરીને કહ્યું છે કે મંત્રાલયના ઘણા અધિકારી કોરોના પોઝિટિવ મળ્યા છે. એવામાં સતર્કતાના ભાગ રૂપે બેઠકો વીડિયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવશે.

  • દેશના રક્ષા સચિવ અજય કુમાર પણ કોરોના વાઈરસના સંકજામાં આવી ગયા છે. બુધવારે મોડી રાતે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ હોવાની પુષ્ટી થઈ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રક્ષા મંત્રાલયમાં હવે કોન્ટક્ટ ટ્રેસિંગ કરવામાં આવી રહી છે. અજય કુમાર અને તેમની સાથે કામ કરતા 35 અધિકારીને હોમ ક્વૉરન્ટીન કરાયા છે.

પાંચ દિવસ જ્યારે સંક્રમણના સૌથી વધારે કેસ આવ્યા

તારીખ કેસ
3 જૂન 9638
2 જૂન 8820
31 મે 8789
30 મે 8364
29 મે 8138
82 મે 7254

પાંચ રાજ્યોની સ્થિતિ
મધ્યપ્રદેશઃરાજ્યમાં ગુરુવારે 52 પોઝિટિવ મળ્યા હતા. આ તમામ ભોપાલના છે. જેમાં કોટર સુલ્તાનાબાદમાં 10, હોટસ્પોટ એશબાગમાં 09, 25મી બટાલિયનમાં 03, બુધવારા અને બરખેડીમાં 2-2 અને બૈરાગઢ મચ્છી માર્કેટમાં એક સંક્રમિત મળ્યો હતો. ભોપાલમાં સંક્રમિતોની સંખ્યા 1624 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં બુધલારે 168 નવા પોઝિટિવ મળ્યા હતા. જેમાં ભોપાલમાં 41,ગ્વાલિયર અને ઈન્દોરમાં 27-27 સંક્રમિત મળ્યા હતા. આ સાથે જ કુલ સંક્રમિતોની સંખ્યા 8588 થઈ ગઈ છે. સાથે મૃતકોનો આંકડો 371 થઈ ગયો છે.

અનલોક-1 દરમિયાન જબલપુરમાં રેસ્ટોરન્ટ ખુલી ગયા છે, પણ તે ફુડની હોમ ડિલીવરી જ કરી શકે છે.

મહારાષ્ટ્રઃરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2,560 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ કુલ દર્દીઓની સંખ્યા 74,860એ પહોંચી ગઈ છે.રાજ્યમાં બુધવાર 2560 દર્દીઓ મળ્યા હતા. આ સાથે જ સંક્રમિતની સંખ્યા 74 હજાર 860 થઈ ગઈ છે. બુધવારે રાજ્યમાં રેકોર્ડ 122 દર્દીઓના મોત થયા છે. જેમાંથી માત્ર મુંબઈમાં 47 પોલીસકર્મી કોરોના પોઝિટિવ મળ્યા હતા. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધી 2,556 પોલીસકર્મી સંક્રમિત થઈ ચુક્યા છે.
ઉત્તરપ્રદેશઃરાજ્યમાં રાહતની વાત તો એ છે કે છેલ્લા 24 કલાકની અંદર 141 નવા કેસ સામે આવ્યા હતા. આ પહેલા સતત બે દિવસથી 300થી વધારે કોરોના કેસ મળી રહ્યા હતા. આ નવા કેસોમાં 62 પ્રવાસી શ્રમિક છે.ઉત્તરપ્રદેશમાં બુધવારે 168 સંક્રમિત મળ્યા હતા. આ સાથે રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 8588 થઈ છે. રાજ્યમાં મૃત્યુઆંક 371 થઈ ગઈ છે.

આ તસવીર પ્રયાગરાજની છે. ઉત્તરપ્રદેશ બેઝિક એજ્યુકેશન હેઠળ તાજેતરમાં નિમણૂક કરાયેલા શિક્ષકોની બુધવારે કાઉન્સિલિંગ કરાઈ

બિહારઃ રાજ્યમાં બુધવારે 230 પોઝિટિવ મળ્યા હતા. અમે ખગડિયામાં 85, સીતામઢીમાં 14, સમસ્તીપુરમાં 14, ભાગલપુરમાં 10, દરભંગામાં 11, સહરસામાં 4 અને રાજધાની પટનામાં 2 સંક્રમિત મળ્યા હતા. અત્યાર સુધી 25 દર્દી મોત થયા છે.

બિહારમાં અન્ય રાજ્યોથી પ્રવાસી લોકોનો આવવાનો સિલસિલો યથાવત છે. બુધવારે 10 શ્રમિક સ્પેશ્યલ ટ્રેન પટના પહોંચી હતી.

રાજસ્થાનઃ રાજસ્થાનમાં બુધવારે 279 નવા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જેમાં ભરતપુરમાં 88, જયપુરમાં 55, જોધપુરમાં 20, નાગૌરમાં 19, અલવરમાં 13, સીકરમાં 07, સિરોહી અને ટોકમાં 3-3 સંક્રમિત મળ્યા હતા.

આ તસવીર બ્યાવરની છે. બુધવારે એક પરિવાર ત્રણ પૈડા વાળી ગાડી પર ઉત્તરપ્રદેશથી અહીંયા પહોંચ્યો છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


કોલકાતાની એક તસવીર


કોલકાતાની એક તસવીર


આ તસવીર મુંબઈના ધારાવીની છે. કોરોના સંક્રમણ વધ્યા પછી લોકો અહીંયાથી હિજરત કરી રહ્યા છે.


દિલ્હી-યુપી બોર્ડર સીલ થયા બાદ રાજધાનીના એનએચ-24 પર ટ્રાફિક જામ થયો હતો. લગભગ એક કલાક સુધી વાહન ઊભા રહ્યા હતા.


દિલ્હીમાં બુધવારે એક કોરોના દર્દીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તમામે સતર્કતાના ભાગરૂપે પ્રોટેક્ટિવ કિટ, ગ્લવ્સ અને માસ્ક પહેર્યા હતા.

Related posts

રાહુલ ગાંધી સાથેની ચર્ચામાં RBIના પૂર્વ ગવર્નર રાજને કહ્યું- ગરીબોની મદદ માટે સરકારના 65 હજાર કરોડ ખર્ચાશે

Amreli Live

વધુ 36 કેસ નોંધાતા આંક 386 પર પહોંચ્યો, વધુ એકનું મોત અને ચાર રિકવર થયા

Amreli Live

2,08,072કેસઃ છેલ્લા 24 કલાકમાં 8909 પોઝિટિવ મળ્યા-ICMRએ જણાવ્યું- અત્યાર સુધી 41 લાખ સેમ્પલની તપાસ કરાઈ

Amreli Live

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસનું દેશભરમાં પ્રદર્શન, દિલ્હીમાં કાર્યકર્તાઓની અટકાયત

Amreli Live

વધુ એક મહિલાનું મોત,માતાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં કોર્પોરેટર ક્વૉરન્ટીન થયાં

Amreli Live

રાજ્યમાં 91 તાલુકામાં મેઘરાજાએ મહેર વરસાવી, વંથલી અને ગીર ગઢડામાં 4-4 ઈંચ વરસાદ નોંધાયો

Amreli Live

કોરોનાનાં કારણે લોકો હવે OCD ભોગ બની રહ્યા છે, આ એક માનસિક બીમારી છે; જાણો તેના લક્ષણો શું છે

Amreli Live

રાજ્યમાં ભારે અને મધ્યમ વરસાદની આગાહી વચ્ચે રાજ્યના 35 તાલુકામાં મેઘરાજાની મહેર, સુરતમાં એક ઈંચથી વધુ વરસાદ

Amreli Live

રાજ્યમાં સતત ત્રીજા દિવસે હજારથી વધુ કેસ, નવા 1078 કેસ સાથે કુલ કેસ 52563 અને 28 મોત સાથે મૃત્યુઆંક 2257

Amreli Live

કુલ સંક્રમિતનો આંક 25 લાખને પાર, કુલ મોત 1.74 લાખ;પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનનો કોરોના ટેસ્ટ થશે, સ્પેનમાં ઐતિહાસિક બુલ ફાઈટ મોકૂફ

Amreli Live

રાજકોટ મધ્યસ્થ જેલમાં કોરોના વિસ્ફોટ, 23 કેદીના રિપોર્ટ પોઝિટિવ, જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 4 હજારને પાર

Amreli Live

37,262 કેસ, મૃત્યુઆંક-1,223: મહારાષ્ટ્રથી 347 મજૂરોને લઈને સ્પેશ્યલ ટ્રેન ભોપાલ પહોંચી,પંજાબમાં ફસાયેલા 271 બ્રિટિશ નાગરિક લંડન માટે રવાના

Amreli Live

ચામાચીડિયાની 1400 પ્રજાતિ પૈકી 3 હજારથી વધારે કોરોના વાઈરસ સક્રિય, ઈબોલા અને માર્ગબર્ગ પ્રકારનો તાવ પણ તેનાથી ફેલાયો

Amreli Live

31,693 કેસ, મૃત્યુઆંક-1026: પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે રાજ્યમાં લોકડાઉન બે સપ્તાહ લંબાવ્યું

Amreli Live

2.67 લાખ કેસ, ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ કહ્યું- દિલ્હીમાં જુલાઈ સુધી 5.5 લાખ કેસ શક્ય, કોમ્યુનિટી ટ્રાન્સમિશન પણ શરૂ

Amreli Live

હાર્વર્ડ,MITએ ટ્રમ્પ પ્રશાસન સામે ફરિયાદ કરી, હાર્વર્ડના પ્રેસિડેન્ટે કહ્યું- સરકાર ઓનલાઈન ક્લાસરૂમ માટે દબાણ કરે છે

Amreli Live

ગંદકી ભારત છોડે તેવો સંકલ્પ લો, સ્વતંત્રતા દિવસ સુધી અભિયાન ચલાવો: PM મોદી

Amreli Live

રાજ્યસભાની 18 બેઠક માટે ચૂંટણી તારીખ જાહેર, હવે 19 જૂને 7 રાજ્યમાં ઉમેદવારોની ચૂંટણી થશે

Amreli Live

અત્યાર સુધી 2.14 લાખ મોત: ફ્રાંસના પ્રધાનમંત્રીએ કહ્યું-લોકડાઉન ચાલુ રાખી શકાય તેમ નથી,અર્થતંત્ર ખતમ થઈ જવાનું જોખમ છે

Amreli Live

કોરોનાકાળમાં કોઇને ખુશ કરતા પહેલા તમારું વિચારો, કોઇનો પ્રેમ-સન્માન મેળવવા માટે મર્યાદા બહાર જઇને તેમને ખુશ રાખવા જરૂરી નથી

Amreli Live

દેશમાં 3.68 લાખ કેસ: દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને ભારતની પહેલી કોવિડ-19 ટેસ્ટીંગ મોબાઈલ લેબને લોન્ચ કરી

Amreli Live