31.6 C
Amreli
09/08/2020
bhaskar-news

એક દિવસમાં રેકોર્ડ 21 હજાર 317 કેસ નોંધાયા, ઝાયડસ કેડિલાને વેક્સીનના ક્લીનિકલ ટ્રાયલની મંજૂરી મળી, દેશમાં 6.26 લાખ કેસદેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 6 લાખ 26 હજાર 538 થઇ ગઇ છે. covid19india.org અનુસાર ગુરૂવારે એક દિવસમાં 21 હજાર 317 નવા કેસ નોંધાયા હતા. આ આંકડો એક દિવસમાં સૌથી વધુ છે. તે સિવાય 19 હજાર 883 દર્દી સ્વસ્થ પણ થયા છે. કોરોનાની વેક્સીન તૈયાર કરવા માટે પણ પ્રયત્નો ચાલી રહ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય અનુસાર ઝાયડસ કેડિલા કંપનીને વેક્સીનના પહેલા અને બીજા ફેઝના ક્લીનિકલ ટ્રાયલની મંજૂરી આપવામા આવી છે. આ નિર્ણય એક્સપર્ટ કમિટિની ભલામણ બાદ લેવામા આવ્યો હતો.

સરકારે કોરોના ટેસ્ટિંગ વધારવા માટે નિર્ણય કર્યો છે. હવે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા ડોક્ટરોની સલાહ પર પણ કોરોનાની ટેસ્ટિંગ થઇ શકશે. અત્યાર સુધી માત્ર સરકારી હોસ્પિટલના ડોક્ટરોના સૂચન બાદ જ ટેસ્ટિંગ થતું હતું. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરૂવારે કહ્યું કે તેના લીધે વધુમાં વધુ ટેસ્ટિંગ થઇ શકશે.સરકારે હવે કોરોના ટેસ્ટની ક્ષમતા વધારી દીધી છે. હવે રોજ બેથી ત્રણ લાખ લોકોના ટેસ્ટ થઇ રહ્યા છે. અત્યારસુધી દેશમાં 90 લાખ 56 હજાર 173 લોકોના ટેસ્ટ થઇ ચૂક્યા છે. તેમાંથી માત્ર 6.70 ટકા મતલબ કે 6 લાખ 6 હજાર 938 લોકોના રિપોર્ટ જ પોઝિટિવ આવ્યા છે. ICMR અનુસાર એક જુલાઇએ દેશભરમાં 2 લાખ 29 હજાર 588 લોકોના ટેસ્ટ થયા હતા.કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ મંત્રી પ્રહલાદ પટેલે કહ્યું કે 6 જુલાઇથી દેશની ઐતિહાસિક ધરોહરો અને મ્યૂઝિયમ લોકો માટે ખુલ્લા મુકવામા આવશે. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા સાથે એક બેઠક કર્યા બાદ આ નિર્ણય લેવામા આવ્યો હતો. આ નિર્ણય અંગે એક વિસ્તૃત ગાઇડલાઇન પણ જાહેર કરવામા આવશે. ઐતિહાસિક ધરોહરોમાં તાજ મહેલ, મેહરાનગઢનો કિલ્લો, આગ્રાનો કિલ્લો, ચિતૌડગઢનો કિલ્લો વગેરે સામેલ છે.

કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ચૂંટણીપંચે વોટિંગના નિયમોમાં બદલાવ કર્યા છે. ચૂંટણી પંચે કહ્યું છે કે સંક્રમિત દર્દી, શંકાસ્પદ દર્દી અને 65 વર્ષથી ઉપરની ઉમરના લોકો પોસ્ટલ બેલેટથી મત આપી શકે છે. ઓક્ટોબર અને નવેમ્બરમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે દેશની પહેલી પ્લાઝ્મા બેન્કની શરૂઆત કરી છે. તેમણે કહ્યું કે, પ્લાઝ્મા ડોનેશન માટે રાજ્ય સરકારે અમુક નિયમો નક્કી કર્યા છે. કોઈ પણ સાજો થયેલો દર્દી 14 દિવસ પછીપ્લાઝ્મા ડોનેટ કરી શકે છે. આશા છે કે, પ્લાઝ્મા થેરપીથી મોતની સંખ્યામાં ઘટાડો આવશે. પ્લાઝ્મા બેન્ક આજથી શરૂ થઈ રહી છે. તેમણે કહ્યું કે, આ અભિયાન ત્યારે સફળ થશે જ્યારે લોકો તેમના પ્લાઝ્મા ડોનેટ કરશે. જેમની ઉંમર 18થી 50 વર્ષની વચ્ચે છે અને વજન 50 કિલો કરતાં ઓછી નહીં હોય તેઓ તેમના પ્લાઝ્મા ડોનેટ કરી શકશે.

કોરોના અપડેટ્સ

  • કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે સવારે આંકડા જાહેર કર્યા હતા. જેના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 19 હજાર 148 કેસ સામે આવ્યા અને 434 લોકોના મોત થયા છે. તો બીજી બાજુ દેશમાં અત્યાર સુધી 6 લાખ 4 હજાર 641 કેસ આવી ચુક્યા છે. જેમાંથી 2 લાખ 26 હજાર 947 એક્ટિવ કેસ છે. સાથે જ 3 લાખ 59 હજાર 860 લોકો સાજા થયા છે. સાથે જ અત્યાર સુધી આ બિમારીથી 17 હજાર 834 લોકોએ જીવ ગુમાવ્યા છે.
  • ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે જણાવ્યું કે, બુધવારે દેશમાં 2 લાખ 29 હજાર 588 સેમ્પલની તપાસ કરવામાં આવી છે. સાથે જ અત્યાર સુધી દેશમાં 90 લાખ 56 હજાર 173 ટેસ્ટ કરાયા છે.
  • ઉત્તરાખંડમાં કાંવડ યાત્રા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. હેવ કોઈ પણ કાંવડિયાં હરિદ્વાર નહીં જઈ શખે. જો કોઈ જશે તો તેને તંત્ર 14 દિવસ માટે ક્વૉરન્ટિનમાં રાખશે. તમામ ખર્ચ કાંવડિયાએ ઉઠાવવો પડશે.

રાજ્યોની સ્થિતિ
મધ્યપ્રદેશઃ ઉજ્જૈન જીલ્લામાં ગુરુવારે બપોર સુધી ત્રણ કોરોના પોઝિટિવ મળ્યા હતા. આ સાથે જીલ્લામાં સંક્રમિતોની સંખ્યા 849 થઈ ગઈ છે. જો કે, 770 દર્દી સાજા પણ થઈ ગયા છે. અત્યાર સુધી 71 દર્દીના મોત થયા છે. તો બીજી બાજુ સિહોર જીલ્લામાં આજે બે દર્દી મળ્યા હતા. ઈન્દોરમાં 19, હરદામાં આઠ અને સિવનીમાં એક દર્દી મળ્યો હતો.

રાજ્યમાં આજથી કિલ કોરોના અભિયાનની શરૂઆત કરાઈ છે. જેના હેઠળ ઘરે ઘરે જઈને સેમ્પલ લેવાશે. આ અભિયાન 15 દિવસ ચલાવાશે. તો બીજી બાજુ રાજધાનીમાં 58 કેસ સામે આવ્યા છે. જૂના શહેરના ઈબ્રાહિમગંજમાં 12 પોઝિટિવ દર્દી મળ્યા. જેમાં એક જ પરિવારના 6 સભ્ય સામેલ છે.

મહારાષ્ટ્રઃ રાજ્યની 82 જેલમાં અત્યાર સુધી કુલ 363 કેદી અને 102 કર્મચારી કોરોના સંક્રમિત મળી આવ્યા છે. આ માહિતી ગુરુવારે જેલ ડિપાર્ટમેન્ટે આપી છે. ચાર કેદીઓનું સંક્રમણથી મોત થયું છે. 255 કેદી સાજા થયા છે. મુંબઈ સેન્ટ્રલ જેલમાં અત્યાર સુધી 181 કેદી અને 44 કર્મચારી કોરોના સંક્રમિત મળી આવ્યા છે.

રાજ્યના ઔરંગાબાદ જીલ્લામાં બુધવારે સંક્રમણના 192 કેસ સામે આવ્યા હતા. જેની સાથે જીલ્લામાં સંક્રમિતોની સંખ્યા વધીને 5757 પર પહોંચી ગઈ છે.આ સાથે જ મુંબઈમાં 350 લોકલ ટ્રેન શરૂ કરાઈ છે. જો કે, આ ટ્રેનમાં માત્ર સરકારી કર્મચારીઓને જ સફર કરવાની મંજૂરી આપવામાં આવી છે.

ઉત્તરપ્રદેશઃ ઝાંસીમાં ગુરુવારે કોરોનાથી એક ડોક્ટર કે. આર. કૃષ્ણાનું મોત થયું છે. તે મેયરની ચૂંટણી પણ લડી ચુક્યા હતા.સાથે જ મુરાદાબાદમાં એક મહિલા સહિત બે લોકોના મોત થયા છે. ઝાંસીમાં એક પોલીસ વિભાગનો કર્મચારી પણ કોરોના પોઝિટિવ મળ્યો છે. સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે, રાજ્યમાં કુલ કેસમાંથી 72% દર્દીમાં કોરોનાના સામાન્ય લક્ષણ જોવા મળી રહ્યા છે.

આઝમગઢ જિલ્લામાં બુધવારે આઠ સંક્રમિત મળ્યા હતા. જેમાંથી 7 લોકો મુંબઈ, દિલ્હી અને નોઈડાથી આવ્યા છે. એક સંક્રમિત ડોક્ટર છે. આ સાથે જ જિલ્લામાં દર્દીઓની સંખ્યા 242 થઈ ગઈ છે. તો બીજી બાજુ બસ્તી, સંત કબીર નગર અને સિદ્ધાર્થનગર જીલ્લામાં 836 વ્યક્તિ સંક્રમિત થયા છે. જેમાંથી 656 વ્યક્તિ સારવારથી સાજા થયા છે.

રાજસ્થાનઃ અહીંયા ગુરુવારે 115 પોઝિટિવ સામે આવ્યા હતા. ઉદેયપુરમાં 21, બીકાનેરમાં 12 ધૌલપુર અને રાજસમંદમાં 10-10, જયપુરમાં 9-9, નાગૌરમાં 08, ભરતપુરમાં 06, કરૌલી અને સિરોહીમાં 5-5, અજમેર અને કોટામાં 4-4, બારાં દૌસા અને ઝૂંઝૂનૂમાં 2-2, અલવર, બાડમેર, બૂંદી, ડુંગરપુર અને સવાઈ માધોપુરમાં 1-1 વ્યક્તિ સંક્રમિત મળ્યો હતો. આ સાથે જ કુલ સંક્રમિતોનો આંકડો 18 હજાર 427 પર પહોંચી ગયો હતો. સાથે જ બીકાનેરમાં 2 જોધપુરમાં બે અને બાડમેરમાં એક વ્યક્તિનું મોત થયું છે.

બિહારઃ રાજ્યમાં ગુરુવાર બપોર સુધી 188 દર્દી મળ્યા હતા. નાલંદા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં ગુરુવારે ત્રણ દર્દીઓના મોત થયા હતા. આ સાથે રાજ્માં મૃતકોનો આંકડો વધીને 76 થઈ ગયો છે. સાથે જ RJD ધારાસભ્ય શહનવાજ આલમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે જોકીહાટ બેઠક પરથી ધારાસભ્ય છે. આ પહેલા મંત્રી વિનોદ કુમાર સિંહ અને તેમના પત્ની પોઝિટિવ મળ્યા હતા.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


coronavirus In India Live News And Updates Of 2nd Julay


આ તસવીર મુંબઇની છે. અહીં ઘરે ઘરે જઇને સેમ્પલ લેવામા આવી રહ્યા છે.


આ તસવીર હરિયાણાના ગુરૂગ્રામની છે. અહીં કાદીપુર કમ્યૂનિટી સેન્ટરમાં સ્વાબ સેમ્પલ કલેક્શન કામગીરી ચાલી રહી છે. હરિયાણામાં અત્યારસુધી 15201 લોકો પોઝિટિવ છે જેમાંથી 5524 ગુરૂગ્રામના છે.


આ તસવીર દિલ્હીના સરોજની નગર ખાતે આવેલા એનડીએમસી ચાઈલ્ડ વેલફેર સેન્ટરની છે. અહીંયા ગુરુવારે સેમ્પલ લેવાયા હતા.


coronavirus In India Live News And Updates Of 2nd Julay


આ તસવીર દિલ્હીના ગાંધીનગરની છે. અહીંયા રાજ્ય સરકારે એક કોવિડ સેન્ટર બનાવ્યું છે. પરંતુ અહીંયાના રહેવાસી તેનો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ રહેણાક વિસ્તાર છે. એવામાં જો દર્દીઓને અહીંયા લવાશે તો સંક્રમણ વધારે ફેલાશે

Related posts

સુરતમાં દર કલાકે 5 અંતિમ સંસ્કાર, સ્મશાનોમાં લાગી કતાર, છેલ્લાં ત્રણ દિવસમાં 170 મૃતદેહના કોવિડ-19 ગાઇડલાઇન મુજબ અંતિમ સંસ્કાર

Amreli Live

64 હજાર 729ના મોત,ઈટાલીની હોસ્પિટલમાં ક્રિટિકલ દર્દીઓની સંખ્યા ઓછી, શનિવારે અહીં 681 લોકોએ જીવ ગુમાવ્યો

Amreli Live

કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના બે રિપોર્ટ નેગેટિવ આવ્યાં, કાલે સવારે ડિસ્ચાર્જ કરવામાં આવશે

Amreli Live

રાજ્યમાં 78 નવા કેસ સાથે પોઝિટિવ કેસનો આંકડો 1099, અમદાવાદમાં 3 અને વડોદરામાં એક દર્દીના મોત સાથે મૃત્યુ આંક 42

Amreli Live

અત્યાર સુધી 11 લાખ કેસ, 64 હજાર મોતઃ બ્રિટનમાં 24 કલાકમાં 708 લોકોના મોત, અમેરિકામાં 8 હજારથી વધુ મોત

Amreli Live

7.18 લાખ કેસઃ દેશમાં કોરોનાથી મૃત્યુ પામનારનો કુલ આંક 20 હજારને પાર, મહારાષ્ટ્રમાંથી વધુ 5,368 કેસ આવ્યા

Amreli Live

રાજકોટમાં કોરોનાના વધુ 4 કેસ સાથે કુલ 35 પોઝિટિવ થયા, ધમણ વેન્ટિલેટર સિવિલ હોસ્પિટલ માટે કલેક્ટરને અપાયું

Amreli Live

100 વર્ષથી મુસ્લિમો પર પ્રભુત્વ ધરાવે છે કાંધલી ગામ અને તેનો આ પરિવાર, જેના પર કોરોના ફેલાવવા અંગે કેસ થયો

Amreli Live

યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલના ચોથા માળેથી આપઘાતનો પ્રયાસ કરનાર કોરોના પોઝિટિવ દર્દીને રેસ્ક્યુ કરાયો

Amreli Live

વડાપ્રધાન મોદીએ કહ્યું- 2030 સુધીમાં 100 મિલિયન ટન કોલસાને ગેસમાં રૂપાંતરિત કરવાનું લક્ષ્ય, 20 હજાર કરોડનું રોકાણ કરશે

Amreli Live

અત્યાર સુધીમાં 2.25 લાખ મોતઃ ચીન બાદ બ્રિટને મૃત્યુઆંકમાં સુધારો કર્યો, એક સાથે 4,419 મૃત્યુનો ઉમેરો કર્યો

Amreli Live

ભૂમિપૂજન બાદ રામલલ્લાના દર્શન માટે 10 ગણી ભીડ વધી, આજે બપોરે 12 વાગ્યા સુધી 1400થી વધુ લોકોએ દર્શન કર્યા

Amreli Live

હવે દર્દીઓના આંકડા દર 24 કલાકે જણાવાશે, કોરોના ટેસ્ટ પહેલા જેટલા થતાં હતા તેટલા જ કરાય છે, ઘટાડાયા નથીઃ જયંતિ રવિ

Amreli Live

વધુ એક આર્મી જવાન અને IOCLના કર્મચારીને કોરોના, વધુ 7 કેસ પોઝિટિવ કેસ સાથે કુલ આંક 223

Amreli Live

ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય સી.જે ચાવડાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

Amreli Live

નવી ગાઈડલાઈન જાહેર: 20 એપ્રિલથી અમુક સેવાઓમાં છૂટ; અન્ય પ્રતિબંધો ચાલુ રહેશે, શું ખુલશે- શું બંધ, વાંચો A To Z

Amreli Live

અત્યાર સુધી 32.72 લાખ સંક્રમિત અને 2.31 લાખ મોત: રશિયાના પ્રધાનમંત્રી મિખાઈલ મિશુસ્તિન પોઝિટિવ

Amreli Live

સતત ત્રીજા દિવસે 54 હજારથી વધારે કેસ આવ્યા, રેકોર્ડ 51 હજાર દર્દીને સારુંં થયું, 852 દર્દીના મોત, દેશમાં કુલ 17.51 લાખ કેસ

Amreli Live

દર્દીઓની સંખ્યા 35 હજારને પાર, 1,159ના મૃત્યુ: મહારાષ્ટ્રના હજૂર સાહિબથી આવેલા 185 શ્રદ્ધાળુ પોઝિટિવ, 76 તીર્થયાત્રી અમૃતસરના

Amreli Live

સંક્રમણના 10 હજારથી વધારે કેસઃ મહારાષ્ટ્રમાં એક દિવસમાં વિક્રમજનક 316 પોઝિટિવ કેસ મળ્યા, સૌથી વધુ મોત પણ આ રાજ્યમાં થયા છે

Amreli Live

2020માં ગુગલ-ફેસબુક સહિત અમેરિકન ટેક કંપનીઓએ ભારતમાં રૂ. 1.27 લાખ કરોડનું રોકાણ કર્યું

Amreli Live