26.8 C
Amreli
19/09/2020
કલેક્ટર ઓફિસ

એક જ સ્થળે રમાઈ શકે છે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ સિરીઝ

મેલબોર્નઃ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કોરોના વાયરસની પરિસ્થિતિઓને જોતા ભારત વિરુદ્ધ ટેસ્ટ સિરીઝના કાર્યક્રમમાં ફેરફાર કરવાની સંભાવના નકારી નથી. એટલે સુધી કે તેણે ફક્ત એક સ્થાન પર જ મેચોના આયોજનનો વિકલ્પ પણ ખુલ્લો રાખ્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ગુરૂવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ સિરીઝનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. જેમાં પ્રથમ ટેસ્ટ 3થી 7 ડિસેમ્બર દરમિયાન બ્રિસબેનમાં રમાશે. જ્યારે બીજી ટેસ્ટ એડિલેડ (11-15 ડિસેમ્બર), ત્રીજી ટેસ્ટ મેલબોર્ન (26-30 ડિસેમ્બર) અને ચોથી ટેસ્ટ સિડની (3-7 જાન્યુઆરી)માં રમાશે. જોકે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના મુખ્ય કાર્યકારી કેવિન રોબર્ટ્સે કહ્યું છે કે સ્વાસ્થ્ય સંકટને જોતા ટ્રાવેલ પર પ્રતિબંધના કારણે કાર્યક્રમમાં ફેરફાર થઈ શકે છે.

તેમણે શુક્રવારે પત્રકારોને કહ્યું હતું કે, વર્તમાન કાર્યક્રમ તે માનીને તૈયાર કરવામાં આવ્યો છે કે તે સમયે ટ્રાવેલ પર પ્રતિબંધ નહીં હોય. જોકે, હવે તે સમયની પરિસ્થિતિઓ પર આધાર રાખે છે અને બની શકે કે સિરીઝનું આયોજન એક કે બે મેદાન પર જ કરવું પડે. હાલ અમે તે અંગે કંઈ કહી શકીએ નહીં.

રોબર્ટ્સે કહ્યું છે કે, ઘણા પ્રકારના વિકલ્પ છે. અમારી પાસે ચાર પ્રાંતના ચાર સ્થળ છે અથવા અમે ફક્ત એક જ પ્રાંતના એક જ સ્થળે તેનું આયોજન કરી શકીએ છીએ. હજી સંભાવનાઓ ઘણી બધી છે. નોંધનીય છે કે ભારતીય સિરીઝના કાર્યક્રમની જાહેરાત થયાના થોડા સમય બાદ જ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા ક્રિકેટ એસોસિયેસનની પ્રમુખ ક્રિસ્ટીના મેથ્યુઝે આ મહત્વની ટેસ્ટ સિરીઝ માટે પર્થના બદલે બ્રિસબેનને પ્રાથમિકતા આપવાની ટીકા કરી હતી.

રોબર્ટ્સે કહ્યું હતું કે ભારતીય ટીમ બે વર્ષ પહેલા જ્યારે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર આવી હતી ત્યારે ગાબાને ટેસ્ટ મેચ મળી ન હતી અને સંતુલન બનાવવા માટે માટે પર્થની અવગણના કરવામાં આવી છે. તેમણે કહ્યું છે કે પર્થને આ વર્ષે ભારત વિરુદ્ધ ટેસ્ટની યજમાન મળી જાય તો તેનો મતલબ છે કે પર્થ આઠ વર્ષના રાઉન્ડમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ બે અને ભારત વિરુદ્ધ બે ટેસ્ટની યજમાની કરશે, જ્યારે બ્રિસબેનના ખાતામાં ફક્ત બે જ ટેસ્ટ આવે છે. તેનાથી ભવિષ્યના કાર્યક્રમમાં વિક્ષેપ થાય છે.

રોબર્ટ્સે કહ્યું હતું કે, ભારતીય ટેસ્ટ મેચ બ્રિસબેનને સોંપવાનો મતલબ વધારે સંતુલન પેદા કરવાનો છે. તેનાથી આઠ વર્ષના રાઉન્ડમાં પર્થને ભારત અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રણ અને બ્રિસબેનને પણ આટલી જ ટેસ્ટ મેચની યજમાની મળી રહી છે. રોબર્ટ્સે તેની સાથે કહ્યું છે કે જો ટી20 વર્લ્ડ કપનું આયોજન થતું નથી તો દેશના ક્રિકેટ બોર્ડને 8 કરોડ ઓસ્ટ્રેલિયન ડોલરનું નુકસાન થશે.


Source: iamgujarat.com

Related posts

મુંબઈમાં વરસાદ ફરી બની શકે આફત, દરિયામાં 4.26 મીટર ઊંચા મોજાનું એલર્ટ

Amreli Live

ક્રિતિ સેનને પૂરી કરી ‘ગુલાબો-સિતાબો’ ચેલેન્જ, ટીમને આપી શુભેચ્છા

Amreli Live

કોમ્યુનિટી ટ્રાન્સમિશન નથી છતા પણ ભારત કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશો પૈકી એક

Amreli Live

પાછા આવશે ડિલીટ થયેલી તસવીરો, કમાલનું ફીચર

Amreli Live

સીરિયલ ‘યે રિશ્તે હૈ પ્યાર કે’માં આવશે નવો વળાંક, અલગ ‘રૂપ’માં જોવા મળશે ‘અબીર’

Amreli Live

અમદાવાદ: 33 દિવસમાં પહેલીવાર કોરોનાના સૌથી ઓછા 235 કેસ નોંધાયા

Amreli Live

સોમવારે 18,800+ કોરોના કેસ નોંધાયા, દક્ષિણ ભારતમાં સતત નોંધાઈ રહ્યો છે ઉછાળો

Amreli Live

ગુજરાત પોલીસ ખાતાના કોન્સ્ટેબલ પણ હવે ગુનાની તપાસ કરી શકશે

Amreli Live

બોપલમાંથી કચરાના ડુંગર વર્ષના અંત સુધીમાં થઈ જશે ગાયબ

Amreli Live

45 હજારની એક એવી ટોસિલિઝુમેબની દવાનો જથ્થો સરકાર પાસે પુરતા પ્રમાણમાંઃ નિતિન પટેલ

Amreli Live

કાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબેને તેની ધરપકડની બાતમી પોલીસ સ્ટેશનમાંથી જ મળી હતી

Amreli Live

30 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

પતંજલિની કોરોનાની દવા પર રોક, આચાર્ય બાલકૃષ્ણએ આયુષ મંત્રાલયને આપ્યો આ જવાબ

Amreli Live

લોકડાઉનમાં દમણમાં કરાયેલો વિકાસ જોઈને ત્યાં જવા માટે ગુજરાતીઓ આકર્ષિત થયા

Amreli Live

ભારતની આ મોબાઈલ કંપનીઓ છે દમદાર, ફરી જમાવી શકે છે માર્કેટમાં ‘સિક્કો’

Amreli Live

સુરત: મામલતદાર કમ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ રૂ. 25000ની લાંચ લેતા ઝડપાયા

Amreli Live

રાજસ્થાનમાં કોંગ્રેસ પર સંકટ, આજનો દિવસ મહત્વનો, ધારાસભ્યો માટે વ્હીપ જાહેર

Amreli Live

5 જુલાઈ જન્મદિવસ રાશિફળ: રચનાત્મક કાર્યોમાં મળશે સફળતા

Amreli Live

મોરબીની 150 કંપનીઓ ચીની પ્રોડક્ટ સામે જંગે ચડી, લોકલ પ્રોડક્ટથી આપશે ટક્કર

Amreli Live

‘હર્ક્યુલસ’ જેવી તાકાત ધરાવે છે આ બોડી બિલ્ડર, એક જ ઝટકે તોડી સાંકળ

Amreli Live

ગુજરાત સરકારે 58,000 કરોડ રુપિયાના ખર્ચે ચાઈનીઝ ટેબલેટ્સ ખરીદ્યાઃ કોંગ્રેસ

Amreli Live